નિત્યાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી | |
---|---|
જન્મ | ૧૭૯૩ |
મૃત્યુ | ૧૯૦૩ |
વ્યવસાય | ધાર્મિક સાહિત્યકાર |
નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યાસ તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી કરીને આ સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરવા ખુબ મોટુ યોગદાન આપ્યું છે.
તેમનું મુળ નામ દિનમણી શર્મા હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૪૯ ચૈત્ર શુક્લ ૯ (રામ નવમી)ના દિવસે વિરજા અને વિષ્ણુ શર્માને ત્યાં લખનૌમાં થયો હતો. તેઓ વિશેષ વિદ્યાભ્યાસ માટે કાશી ગયા હતા. તેઓ તેમના ભાષા વૈભવ, રસમાધુર્ય અને બુલુંદ વાક્છટા માટે જાણીતા હતા. તેઓ ભારતભરના પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરતા સ્વામિનારાયણની પાસે આવી પહોંચ્યા અને દીક્ષા લીધી.
સંતદીક્ષા
[ફેરફાર કરો]તેમને વિક્રમ સંવત ૧૮૬૨માં ઉત્તર ગુજરાતમાં આવેલા ઉંઝા ગામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને ત્યાં તીર્થયાત્રા પૂર્ણ કરી અને સમગ્ર જીવન તેમણે ભગવાનને અર્પણ કર્યું. સ્વામિનારાયણે તેમને દિક્ષા આપીને નિત્યાનંદ સ્વામીનામ પાડ્યું અને નાંદોલના સાક્ષર વિદ્વાન પુરુષોત્તમ ભટ્ટ પાસે વિશેષ વિદ્યાભ્યાસની શિક્ષા આપી.
સાંપ્રદાયિક યોગદાન
[ફેરફાર કરો]તેમણે અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ગોંડળ, ખંભાત, રાજકોટ અને બોટાદ વગેરે સ્થળોએ પંડિતો જોડે શાસ્ત્રાર્થ કર્યો હતો. શાસ્ત્રવ્યાસંગી સ્વામીએ સતત વિચરણની સાથે સાથે શ્રીહરિદિગ્વિજય નામનો એક અનોખો ગ્રંથ પણ આપ્યો છે. તેઓએ સત્સંગીજીવન પર હેતુ ટીકા લખીને શતાનંદ સ્વામીના ગૂઢભાવોને ઉઘાડ આપ્યો છે. ભક્તિસંપ્રદાયના અનુયાયી હોવાને નાતે તેમણે શ્રીશાંડિલ્ય ભક્તિસૂત્રભાષ્યની પણ રચના કરી છે .
અવસાન
[ફેરફાર કરો]નિત્યાનંદ સ્વામી વિક્રમ સંવત ૧૯૦૮માં માગશર સુદ અગિયારસના રોજ અવસાન પામ્યા હતા.