શાસ્ત્રીજી મહારાજ

વિકિપીડિયામાંથી
શાસ્ત્રીજી મહારાજ
શાસ્ત્રીજી મહારાજ
અંગત
જન્મ
ડુંગર ભગત

૩૧ જાન્યુઆરી, ૧૮૬૫
ધર્મહિંદુ
સ્થાપકBAPS સ્વામિનારાયણ સંસ્થા
ફિલસૂફીઅક્ષરપુરુષોત્તમ દર્શન
કારકિર્દી માહિતી
ગુરુભગતજી મહારાજ[૧][૨]
વેબસાઇટwww.baps.org
સન્માનોબ્રહ્મસ્વરૂપ ગુરુ

શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. તેમણ ગુણાતીતાનંદ સ્વામી ના શિષ્ય પ્રાગજી ભગત ને ગુરુ તરીકે સ્વીકાર્યાં.

સ્વામીનારાયણ ભગવાનના વૈદિક આદર્શોને વિશ્વ સુધી પહોચાડવા માટે ઈ.સ. ૧૯૦૬માં વડતાલ મંદિરથી અલગ થઈને તેમણે BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) ની સ્થાપના કરી. અને બોચાસણ, ગોંડલ, ગઢડા, સાળંગપુર અને અટલાદરા એમ પાંચ જગ્યાએ એ શિખરબદ્ધ મંદિર બાંધી સંસ્થા નો વિકાસ કર્યો. આ દરમિયાન તેમને અનેક કષ્ટો સહન કરવા પડ્યા હતા. પણ ધીરે ધીરે તેમણે તેમના વિરોધીઓને ને તેમના ભક્તોમાં પરિવર્તિત કર્યા.

છેલ્લે પોતાના પ્રિય શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજ ને પોતાની સંસ્થાના ગુરુ તથા પ્રમુખ બનાવીને અને તેમની જવાબદારી વડીલ સંત યોગીજી મહારાજને સોંપીને સારંગપુરમાં ૮૬ વર્ષની વયે અક્ષરધામ સિધાવ્યા.

સમય જતાં તેમના પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વગેરે શિષ્યોએ BAPS સંસ્થાનો અતુલનીય વિકાસ કર્યો.

સંદર્ભ[ફેરફાર કરો]