અમરીશ લાલ પુરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અમરીશ પુરી (આખું નામ:અમરીશ લાલ પુરી) એ ભારતીય ચલચિત્ર જગતના એક જાણીતા અભિનેતા હતા. તેમણે અનેક હિંદી ચલચિત્રોમાં ખલનાયક તેમજ ચરિત્ર અભિનેતા તરીકે જોરદાર અભિનય કરી પ્રશંસા મેળવી હતી.

એમનો જન્મ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પંજાબ રાજ્યમાં આવેલા જલંધર શહેર ખાતે બાવીસમી જૂન, ૧૯૩૨ના દિવસે થયો હતો. કરડો ચહેરો, તંદુરસ્ત શરીર સૌષ્ઠવ અને બુલંદ અવાજ ધરાવતા અમરીશ પુરીનાં લગ્ન ઊર્મિલા નામની યુવતી સાથે પાંચમી જાન્યુઆરી, ૧૯૫૯ના દિવસે થયાં હતાં. મોગેમ્બોના પાત્રથી પ્રશંસા મેળવી અને ત્યારબાદ એ નામ વડે જાણીતા થયેવા આ અભિનેતાએ બારમી જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.

અમરીશ પુરી અભિનિત ચલચિત્રો[ફેરફાર કરો]