અલિયા બેટ
Appearance
Geography | |
---|---|
Location | નર્મદા નદી |
Coordinates | 21°21′20″N 72°25′50″E / 21.35557°N 72.43052°E |
Length | ૧૭.૭૦૫ km (11.0014 mi) |
Width | ૪.૮૨૫ km (2.9981 mi) |
Highest elevation | ૫ m (16 ft) |
Administration | |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
તાલુકો | વાગરા |
Additional information | |
Time zone |
અલિયા બેટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલ એક બેટ છે, જેનું સર્જન જમીનના ધસી પડવાથી તેમ જ કાંપ-માટીના પથરાવાને કારણે સર્જાયેલ છે.
અલિયા બેટની લંબાઇ ૧૭.૭૦૫ કિમી અને પહોળાઇ ૪.૮૨૫ કિમી છે.
૭પ થી ૯૦ સે.મી. લંબાઈ ધરાવતા તેમ જ લાંબા હલેસા જેવા પગ ધરાવતા દરિયાઈ કાચબા આ બેટ પર ઈંડા મુકવા આવે છે. આ બેટ તેના કુદરતી સોંદર્ય માટે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. બેટ પર વસતા લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે.[૧]
આ બેટ પર હાંસોટથી અથવા વાગરા તાલુકામાંથી હોડીમાં બેસી જઈ શકાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "કુદરતી સૌન્દર્યથી નીતરતો આલિયાબેટ". ભરૂચ જિલ્લા પંચાયત. મૂળ માંથી 2013-07-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૭.