આરા
આરા
आरा Ara | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 25°33′27″N 84°40′12″E / 25.55750°N 84.67000°E | |
દેશ | ![]() |
રાજ્ય | બિહાર |
જિલ્લો | ભોજપુર |
નામકરણ | આરણ્ય દેવી મંદિર |
સરકાર | |
• પ્રકાર | સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા |
• માળખું | આરા નગરપાલિકા |
વિસ્તાર | |
• કુલ | ૪૯ km2 (૧૯ sq mi) |
વિસ્તાર ક્રમ | 2 |
ઊંચાઇ | ૧૯૦ m (૬૨૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | ભોજપુરી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પોસ્ટલ સંજ્ઞા | 802 301 |
દૂરભાષ સંજ્ઞા | +916182 |
વાહન નોંધણી | Br-03 |
વેબસાઇટ | bhojpur |
આરા (હિન્દી, ભોજપુરી:आरा) નગરપાલિકા ધરાવતું એક શહેર છે. જે ભારત દેશના બિહાર રાજ્યના ભોજપુર જિલ્લામાં સ્થિત છે. શહેરનું નામ પ્રાચીન આરણ્ય દેવી મંદિર પરથી આરા પડ્યું છે. શહેર જિલ્લાનું મુખ્યાલય છે. તે બિહારની રાજધાની પટનાથી ૫૫ કિ.મી.ના અંતરે આવેલું છે. દેશના બીજા ભાગો સાથે રેલ્વે અને સડક માર્ગથી જોડાયેલું છે. આ નગર વારાણસીથી ૧૩૬ માઇલ પૂર્વ-ઉત્તર-પૂર્વ, પટનાથી પશ્વિમે ૩૭ માઇલ, ગંગા નદીથી ૧૪ માઇલ અને સોન નદીથી ૮ માઇલ દૂર છે. આ પૂર્વ રેલવેની મુખ્ય શાખા અને આરા-સાસારામ રેલવે લાઇનનું મુખ્ય જંક્શન છે. ડિહરીથી નીકળતી સોનની પૂર્વી નહેરની મુખ્ય શાખા 'આરા નહેર' પણ અહીંથી નીકળે છે. આરાને ઇ.સ. ૧૯૬૫માં નખરપાલિકાનો દરજ્જો મળ્યો હતો.
ગંગા અને સોન નદીની ફળદ્રુપ જમીન પર સ્થિત હોવાના કારણે અહીં મુખ્ય વ્યાપારી ક્ષેત્ર અને વિતરણકેન્દ્ર પણ છે. રેલમાર્ગ અને પાકી સડકો દ્વારા આ શહેર પટના, વારાણસી, સાસારામ સાથે સીધું જોડાયેલું છે. વારંવાર સોન નદીના પૂરના કારણે શહેરમાં નુકસાન થાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આરા અતિપ્રાચીન નગર છે. પૂર્વે અહીં મયુરધ્વજ નામનો રાજા શાસન કરતો હતો. મહાભારત કાળના અવશેષો અહીં વિખરાયેલા પડ્યા છે. 'અરણ્ય ક્ષેત્ર'ના નામથી પણ જાણીતું હતું.[૧] કહેવાય છે કે આરાનું પ્રાચીન નામ આરામનગર પણ હતુ.[૨]
મહાભારતના કથાનક મુજબ પાંડવોએ કેટલાક વર્ષો ગુપ્તસ્થળે વસવાટ કર્યો હતો. તે સ્થળ આરા હોવાનું માનવામાં આવે છે. જનરલ કનિંધમના કથનાનુસાર યુવાનચાંગ દ્વારા ઉલ્લેખિત વાર્તાનો સંબંધ, જેમાં અશોકે દાનવો બોદ્ધ થવાના સંસ્મરણમાં બૌદ્ધસ્તૂપની સ્થાપના કરી હતી તે આ સ્થાન છે. આરા નજીક આવેલા મસાર ગામમાંથી પ્રાપ્ત જૈન અભિલેખોમાં ઉલ્લેખિત આરામનગર એ પણ આ જ શહેર હોવાનું માનવામાં આવે છે. સ્કંદપુરાણમાં સત્યનારાયણ કથામાં રાજા મયુરધ્વજનો ઉલ્લેખ છે તેનો સંબંધ આ નગર સાથે હોવાનું માનવામાં આવે છે. બુકાનના મત મુજબ ભૌગોલિક કારણથી શહેરનું નામ આરા પડ્યું છે. ગંગાની દક્ષિણે ઊંચા સ્થાન પર હોવાના કારણે અર્થાત ત્યાંની સ્થાનિક ભાષાના પ્રચલિત શબ્દો મુજબ આડ અથવા અરારમાં હોવાના કારણે તેનું નામ આરા પડ્યું છે. ઇ.સ. ૧૮૫૭ના ભારતીય સંગ્રામમાં સેનાની બાબુ કુંવરસિંહનું કાર્યસ્થળ આ શહેર હતું.[૩] [૪] આરા સ્થિત 'ધ લીટલ હાઉસ' એક એવું સ્થળ છે કે જેની રક્ષા અંગ્રેજોએ ૧૮૫૭ના વિપ્લવમાં બાબુ કુમારસિંહ સાથે લડીને કરી હતી. આરા ૧૯૭૧ સુધી શાહાબાદ સંસદીય મતક્ષેત્રથી ઓળખાતું હતું. ૧૯૭૭માં અલગ આરા સંસદીય મતક્ષેત્રને માન્યતા મળી હતી.[૫]
સાંસ્કૃતિક ગતિવિધિઓ
[ફેરફાર કરો]આરા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આરામાં કેટલીએ એવી સંસ્થાઓ છે જે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે-સાથે લોકોનું મનોરંજન અને શિક્ષણની સાથે સામાજિક કુરિવાજો પ્રત્યે લોકોને જાગૃત કરવાનું પણ કામ છે. આવી સંસ્થાઓમાં યુવાનીતિ, દ્રષ્ટિકોણ, કમાયની, ભૂમિકા, અભિનવ, રંગભૂમિ વગેરે મુખ્ય છે.
વાણિજ્ય ગતિવિધિઓ
[ફેરફાર કરો]કૃષિ, વેપાર અને તેલ કાઢવાની અહીંની મુખ્ય વાણિજ્યિક પ્રવૃત્તિઓ છે.
શિક્ષા
[ફેરફાર કરો]અહીં વીર કુંવરસિંહ વિશ્વવિદ્યાલય અને ઘણા મહાવિદ્યાલયો છે. દોઢ દસકા પૂર્વે વિશ્વવિદ્યાલયની સ્થાપના થઇ હતી. સાહિત્યિક પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ નોંધનીય છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]આરાના જોવાલાયક સ્થળોમાં આરણ્ય દેવી, મઢિયાનું રામ મંદિર પ્રસિદ્ધ છે. શહેરમાં બુઢવા મહાદેવ, પાતાળેશ્વર મહાદેવ, રમના મેદાનનું મહાવીર મંદિર અને સિદ્ધનાથ મંદિર મુખ્ય છે. બડી મઠિયા નામે એક વિશાળ ધાર્મિક સ્થળ પણ છે. શહેરની મધ્યમાં અવસ્થિત બડી મઠિયા રામાનંદ સંપ્રદાયનું કેન્દ્ર આવેલું છે. વારાણસીની તર્જની પર માનસ મંદિર પણ નિર્માણાધિન છે. ખાસ તો આરણ્ય દેવી મંદિર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ઐતિહાસિક અરણ્ય દેવી મંદિરની સ્થાપના સંવત ૨૦૦૫માં થઈ હતી. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે.[૬] [૭]
વસ્તી
[ફેરફાર કરો]૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આરા શહેરની કુલ જનસંખ્યા ૨,૦૩,૩૯૫ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "शहर का नाम रखने की इससे अद्भुत घटना नहीं सुनी होगी आपने!". दैनिक भास्कर. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "आरामनगर". bharatdiscovery.org. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "वीर कुंवर सिंह: १८५७ का महान योद्धा". panchjanya. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "बाबू कुंवर सिंह". bhaaratdiscovery.org. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "आरा: जातीय समीकरण से बनेगा-बिगड़ेगा खेल". लाइव हिन्दुस्थान. મૂળ માંથી 2014-12-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "मंदिर पृष्टभूमि". आरण्य देवी मंदिर. મૂળ માંથી 2014-12-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "आरण्य देवी मंदिर". आरण्य देवी मंदिर. મૂળ માંથી 2014-12-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બિહાર રાજ્યનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |