આલમપુર રજવાડું
Appearance
આલમપુર એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ પર આવેલું એક નાનકડું રાજપૂત રજવાડું હતું.
ઇતિહાસ
[ફેરફાર કરો]ગોહિલવાડ પ્રાંતમાં ગોહિલ રાજપૂત સરદારો શાસન કરતા હતા. બ્રિટીશ રાજ દરમિયાન, આ રજવાડું પૂર્વીય કાઠિયાવાડ એજન્સીનો હેઠળ આવતું હતું.
૧૯૦૧ માં આ રજવાડું એક જ ગામડું ધરાવતું હતું. તેની વસ્તી ૪૯૭ ની અને આવક ૪,૫૦૦ રૂપિયા (૧૯૦૩-૦૪, મોટે ભાગે જમીન મહેસૂલ) હતી. તેમાંથી ૧,૩૯૭ રૂપિયાની ખંડણી વડોદરા રાજ્ય અને જુનાગઢ રાજ્યને ચુકવાતી હતી.