લખાણ પર જાઓ

ઇન્ડિયાના

વિકિપીડિયામાંથી

ઢાંચો:US state |-

|

Indiana state symbols
Living insignia
BirdCardinal
FlowerPeony
TreeTulip tree
Inanimate insignia
BeverageWater
MottoThe Crossroads of America[]
NicknameThe Hoosier State
Poem"Indiana"
SloganRestart your Engines
SoilMiami
Song"On the Banks of the Wabash, Far Away"
State route marker
Indiana state route marker
State quarter
Indiana quarter dollar coin
Released in 2002
Lists of United States state symbols

|} ઇન્ડિયાના (/[invalid input: 'en-us-Indiana.ogg']ɪndiˈænə/) એ યુએસનું રાજ્ય છે. યુએસ ગણરાજ્યોમાં ઉમેરવામાં આવેલું આ 19મું ક્રમનું રાજ્ય છે. તે ગ્રેટ લેક્સ રિજનમાં આવેલું છે. અને તેની વસતી અંદાજે 63 લાખની છે. વસતીની દૃષ્ટિએ તેનો 16મો ક્રમ અને વસતીની ગીચતાની દૃષ્ટિએ તેનો 17મો ક્રમ આવે છે.[] ભૂમિગત વિસ્તારની દૃષ્ટિએ ઇન્ડિયાનાનો 38મો ક્રમ આવે છે અને તે યુએસ ખંડનું નાનામાં નાનું રાજ્ય છે. તે એપાલાશિયન ગીરિમાળાની પશ્ચિમે આવેલું છે. તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર ઇન્ડિયાનાપોલિસ છે. મિસિસિપી નદીની પૂર્વમાં આવેલાં કોઈ પણ રાજ્યોનાં પાટનગર કરતાં તે સૌથી વિશાળ છે.

ઇન્ડિયાનામાં કેટલાક મહાનગરીય વિસ્તારો આવેલા છે કે જેમની વસતી 1,00,000 કરતાં વધારે હોય આ ઉપરાંત તેમાં ઘણાં બધાં ઔદ્યોગિક શહેરો અને નાનાં શહેરો પણ આવેલાં છે. કેટલીક રમતગમતો માટે તે ઘર સમાન છે અને એથ્લેટિક્સ પ્રકારની રમતો જેવી કે એનએફએલની ઇન્ડિયાનાપોલિસ કોલ્ટ્સ, એનબીએની ઇન્ડિયાના પેસર્સ, ઇન્ડિયાનાપોલિસ 500 મોટર સ્પોર્ટ્સ રેસ (કે જેને વિશ્વની સૌથી વિશાળ એક દિવસીય રમત ગણવામાં આવે છે.) વગેરેનો તેમાં સમાવેશ થાય છે. ઇન્ડિયાનાના રહેવાસીઓને હૂસિયર્સ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ શબ્દનું મૂળ શું છે તે જાણી શકાયું નથી. આ અંગે અનેક પ્રકારનાં કારણો આપવામાં આવ્યા છે. જેમાં જેમ્સ વ્હાઇટકોમ્બ રિલેએ રમૂજી કારણ આપ્યું હતું તેનો પણ સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે ઇન્ડિયાનાનો પાયો નાખનારાઓએ જોરથી બૂમ પાડી હતી "હુ ઇઝ ધેર?" આ બૂમ જંગલીની જેમ પાડવામાં આવી હતી અથવા તો પછી "હુઝ ઇયર?" તેવું ઉચ્ચારણ થયું હશે. જબરદસ્ત ઝઘડા પછી. રાજ્યના નામનો મતલબ ઇન્ડિયન (અમેરિકાના વેસ્ટ ઇન્ડિઝ મૂળનાં વતનીઓ) લોકોની ભૂમિ અથવા તો સરળ ભાષામાં "ઇન્ડિયન ભૂમિ" આ નામ વર્ષ 1768ની સાલમાં આપવામાં આવ્યું હતું અને તેનો સૌપ્રથમ ઉપયોગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો કે જ્યારે ઇન્ડિયાના કાર્યક્ષેત્રનો સમાવેશ 1800ની સાલમાં કરવામાં આવ્યો હતો તે અગાઉ તે ઉત્તરપશ્ચિમી કાર્યક્ષેત્રનો ભાગ હતું.[][]

તે અગાઉ ઇન્ડિયાનામાં તળપદી લોકોના સમુદાયની અનેક સંસ્કૃતિઓ અને ઐતિહાસિક અમેરિકન ઇન્ડિયન્સની સંસ્કૃતિ હજારો વર્ષ સુધી વસવાટ કરતી હતી. એન્જેલ માઉન્ડ્ઝ સ્ટેટ હિસ્ટોરિક સાઇટ જમીન નીચેથી દબાયેલું નગર મળી આવ્યું હોય તે પ્રકારની યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ સચવાયેલું ઐતિહાસિક માટીકામનું સ્થળ છે. કે જે ઇન્ડિયાનાની દક્ષિણપશ્ચિમે આવેલા ઇવાન્સવિલેમાંથી મળી આવ્યું હતું.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

ઈ.સ.પૂર્વે 8000 વર્ષ પહેલાં જ્યારે હિમ યુગના અંતે બરફની શીલાઓ ઓગળી તે વખતે ઇન્ડિયાનામાં પાલેઓ ઇન્ડિયન્સ પ્રજાતિના લોકોએ સૌપ્રથમ વસવાટ શરૂ કર્યો હતો. નાનાં-નાનાં જૂથોમાં વહેંચાયેલા પાલેઓ ઇન્ડિયન્સ લોકો વિચરતી જાતિના લોકો હતા તેઓએ મેસ્ટોડોન્સ મોટાં પ્રાણીઓનાં શિકાર કરવાની રમત શોધી કાઢી હતી. તેમણે ચેર્ટ નામના પદાર્થને છોલી, ટીપી અને તેનાં ટૂકડાઓ કરીને પત્થરમાંથી સાધનો બનાવ્યાં હતાં.[] ઇન્ડિયાનાની જન્મભૂમિનો ત્યારબાદનો કાળ જે અમેરિકન સંસ્કૃતિના મધ્યયુગ પૂર્વેનો પ્રાચીનકાળ ગણવામાં આવે છે અને તેને આદિમકાળ કહેવામાં આવે છે તેની શરૂઆત ઈ.સ.પૂર્વે 5000 અને 4000ની સાલ વચ્ચે થઈ હતી. આ સંસ્કૃતિ પેલેઓ ઇન્ડિયન્સ કરતાં જુદી હતી કારણ કે તેઓ ખોરાક બનાવવા માટે નવાં પ્રકારનાં સાધનો અને તકનિકોનો ઉપયોગ કરતાં હતાં. આ નવાં પ્રકારનાં સાધનોમાં વિવિધ પ્રકારનાં વિવિધ પ્રકારનાં ભાલાઓ અને છરીઓનો સમાવેશ થતો હતો કે જે વિવિધ પ્રકારનાં ખાંચા અને આકાર પાડીને બનાવવામાં આવ્યા હતા. તેઓ પત્થરમાંથી બનેલી પત્થરની કૂહાડીઓ, લાકડાનાં બનેલાં સાધનો, અને દળવા માટેનાં પત્થરોનો ઉપયોગ કરતાં હતાં. આ સમયગાળાના અંત ભાગમાં માટીકામનાં વાસણો અને અન્ય મિડન પ્રકારનાં વાસણો બનાવવાની શરૂઆત થઈ જેના કારણે એવા સંકેતો મળે છે કે તેઓ કાયમી ધોરણે ત્યાં સ્થાયી થયા હતા. આદિકાળનો અંત ઈ.સ.પૂ. 1500ની આસપાસ આવ્યો હતો અને આદિકાળના લોકો ઇ.સ.પૂ 700 સુધી જીવ્યા હતા.[] ત્યારબાદ ઇન્ડિયાનામાં જંગલ યુગની શરૂઆત થઈ હતી. આ દરમિયાન વિવિધ નવી સંસ્કૃતિઓએ વસવાટ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કુંભારકામ અને માટીકામની શરૂઆત થઈ આ ઉપરાંત બાગાયતી ખેતીનો ઉપયોગ પણ વધવા માંડ્યો હતો. પૂરાતન જંગલકાળનાં લોકોના જૂથોને અદેના લોકો તરીકે ઓળખવામાં આવતા હતા. તે લોકોની દફનવિધિ ખૂબ જ શાલિન હતી જેમાં કાષ્ટદફનની નીચે ભૂમિગત માટીનો સમાવેશ થતો હતો. જંગલકાળના મધ્ય ભાગ દરમિયાન હોપવેલ લોકોએ માલસામાનનો લાંબા અંતરનો વેપાર શરૂ કર્યો. આ સમયગાળાના અંતે વાવણી અને મકાઈ તેમજ દૂધી જેવા પાકો ઉગાડવા અંગેની ખેતીની વ્યાપક શરૂઆત કરવામાં આવી. જંગલકાળનો અંત ઇસવિસન 1000ની આસપાસ આવ્યો.[] ત્યારબાદનો સમયગાળો મિસિસિપી સંસ્કૃતિનો સમયગાળો હતો જે વર્ષ 1000થી 1650 સુધી રહ્યો. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો આવીને સ્થાયી થયા. તેમની સંસ્કૃતિમાં અને એન્જેલ માઉન્ડ્ઝના શહેરોમાં સમાનતા હતી. તે લોકો પાસે માનવ સમુદાય ધરાવનારા વિશાળ વિસ્તારો હતા જેવા કે પ્લાઝા અને માટીનાં ચોતરા અહીં સાધન ધરાવનારા વ્યક્તિગત લોકો સ્થાયી થયા હતા અથવા તો તેમની ધાર્મિક પ્રક્રિયા કરતા હતા.[]

ફ્રેન્ચ પુરાતત્વવિદ્ રેને-રોબર્ટ કેવેલિયર, સિયુર દે લા સેલે પ્રથમ એવો યુરોપિયન હતો કે જેણે ઇન્ડિયાનાની ભૂમિ ઉપર પગ મૂક્યો હતો તે વર્ષ 1679માં હાલના સેન્ટ જોસેફ નદી[disambiguation needed]ના કિનારે આવેલા સાઉથ બેન્ડ ખાતે આવ્યો હતો. ત્યાર પછીનાં વર્ષે ઉત્તર ઇન્ડિયાનાનું જ્ઞાન લેવા માટે તે ફરી પાછો આવ્યો હતો. પ્રાણીઓની રૂંવાટીનો વેપાર કરનારા ફ્રેન્ચ લોકો પણ આવ્યા હતા અને તેમની સાથે ધાબળા, ઘરેણાં, સાધનો, વ્હીસ્કી અને હથિયારો લઇને આવ્યા હતા તેઓ અમેરિકાના નિવાસીઓ સાથે ઉપરોક્ત વસ્તુઓનાં બદલામાં પ્રાણીઓનાં ચામડાં લેતાં હતાં. વર્ષ 1732 સુધીમાં ફ્રેન્ચ લોકોએ વાબાશ નદી ખાતે વેપારનાં ત્રણ મથકોની સ્થાપના કરી જેની પાછળનો આશય અમેરિકાના લોકો દ્વારા એરી તળાવ અને મિસિસિપી નદીના માર્ગો મારફતે થતા વેપારને અંકુશમાં લેવાનો હતો. થોડાં વર્ષોના સમયગાળામાં જ અંગ્રેજોનું આગમન થયું તે લોકોએ ફ્રેન્ચ લોકો સાથે હરીફાઈ કરીને રૂંવાટીના ફળદ્રુપ વેપારનું સંચાલન સુવ્યવસ્થિત બનાવ્યું. જેના કારણે વર્ષ 1750ના સમગ્ર સમયગાળા દરમિયાન ફ્રેન્ચો અને બ્રિટિશરો વચ્ચે લડાઈ ચાલ્યા કરી. બ્રિટિશરો તરફથી દુર્વ્યવહાર કરવામાં આવતા ફ્રેન્ચ અને ઇન્ડિયન યુદ્ધ દરમિયાન અમેરિકન મૂળના આદિવાસીઓ ફ્રેન્ચના પક્ષમાં રહ્યા. વર્ષ 1763માં યુદ્ધ પૂરૂં થતાં ફ્રેન્ચોએ વસાહતોની પશ્ચિમ તરફની તમામ ભૂમિ ગુમાવી દીધી અને તેનો અંકુશ બ્રિટિશ રાજના હાથમાં ગયો. જોકે, ઇન્ડિયાનાના પડોશી આદિવાસીઓએ હાર નહોતી માની અને તેમણે પોન્ટિયાકના બળવા દરમિયાન ઇયાટેનન કિલ્લો અને મિયામી કિલ્લાનો નાશ કર્યો. વર્ષ 1763 દરમિયાન કરવામાં આવેલી રાજકીય જાહેરાતમાં પશ્ચિમની ભૂમિને ઇન્ડિયન વપરાશ માટેની એપાલેશિયન્સની ભૂમિ જાહેર કરવામાં આવી. આમ આ પ્રદેશને ઇન્ડિયન પ્રદેશ તરીકેનું બિરુદ મળ્યું. વર્ષ 1775માં વસાહતીઓ તેમની જાતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માગતા હોવાથી અમેરિકી બળવાના યુદ્ધનો પ્રારંભ થયો. મોટા ભાગની લડાઈ પૂર્વ વિસ્તાર બાજુ લડવામાં આવી હતી પરંતુ લશ્કરી અધિકારી જ્યોર્જ રોજર્સ ક્લાર્કે પશ્ચિમમાં બ્રિટિશરો સામે લડવા માટે સૈન્યની મદદ માગી હતી.[] તારીખ 25મી ફેબ્રુઆરી 1779ના દિવસે ક્લાર્કનાં લશ્કરે યુદ્ધમાં નોંધપાત્ર જીત મેળવી અને વિન્સેનિઝ તેમજ સેકવિલે કિલ્લા ઉપર કબ્જો મેળવ્યો.[] યુદ્ધ દરમિયાન જે બ્રિટિશ લશ્કરી દળો વસાહતીઓ ઉપર પશ્ચિમ દિશામાંથી હુમલો કરતા હતા તે દળોને નાથવામાં ક્લાર્ક સફળ રહ્યો હતો. અમેરિકી બળવો આગળ વધ્યો તે માટે ક્લાર્કની સફળતાને પણ શ્રેય આપવામાં આવે છે.[] પેરિસ સાથે થયેલાં કરારનામા મારફતે બળવાનું યુદ્ધ પૂરૂં થતાં બ્રિટિશ સરકારે દક્ષિણની મહાન તળાવોની ભૂમિ નવા નિર્મામ પામેલાં યુનાઇટેડ સ્ટેટ્સને સુપરત કરી. આવું તેમણે તે વિસ્તારમાં રહેતા ઇન્ડિયન આદિવાસીઓની મંજૂરી વિના કર્યું. આદિવાસીઓ કરારનામાંનાં પક્ષકારો નહોતા. કેટલાક નિષ્ણાતો એવી દલીલ કરતા હતા કે પ્રતિનિધિત્વના અભાવે બ્રિટિશ રાજ દ્વારા ઇન્ડિયનના હક્કની જમીન ખોટી રીતે યુએસને આપી દેવામાં આવી છે.

હાલનું ઇન્ડિયાના વર્ષ 1787ની સાલમાં ઉત્તરપશ્ચિમી વહીવટી તંત્રનો ભાગ બની ગયું. વર્ષ 1800ની સાલમાં કોંગ્રેસ દ્વારા ઓહિયોને ઉત્તરપશ્ચિમી વહીવટી તંત્રમાંથી છૂટું પાડવામાં આવ્યું. ત્યારબાદ બાકી રહેલી ભૂમિને ઇન્ડિયાના વહીવટી તંત્રનો દરજ્જો આપવામાં આવ્યો.[૧૦] આ વહીવટી તંત્રના રાજ્યપાલ તરીકે રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસને વિલિયમ હેરી હેરિસન ઉપર પસંદગી ઉતારી અને વિન્સેન્સને તેનું પાટનગર બનાવ્યું.[૧૧] મિશિગન છૂટું પડીને ઇલિયન્સ વહીવટી શાસનનું નિર્માણ થયું ત્યારે ઇન્ડિયાનાનો વિસ્તાર ઘટીને હાલનાં સ્તરે આવીને ઊભો રહ્યો.[૧૦] વર્ષ 1810માં શાવનીના નેતા તેકુમસેહ અને તેના ભાઈ તેન્સક્વાતાવાએ અન્ય આદિવાસીઓને પોતાના વિસ્તારમાં થઈ રહેલી યુરોપીય વસાહતોને ખાળવા માટે પ્રોત્સાહન આપ્યું. તેકુમસેહના ટેકેદારોએ પ્રોફેસ્ટાઉનનું નિર્માણ કર્યું જ્યરે હેરિસનને તેની બાજુમાં હેરિસન કિલ્લો બનાવાતા રોકવામાં આવ્યો. હુમલા માટે આ કિલ્લાને પ્રોફેસ્ટાઉન દ્વારા અનેક વખત નિશાન બનાવવામાં આવ્યો હતો. હુમલાઓનું કારણ આગળ ધરીને પ્રોફેસ્ટાઉન ઉપર ચડાઈ કરવામાં આવી, હેરિસન આક્રામક બન્યો અને તારીખ 7મી નવેમ્બર 1811ના દિવસે ટિપેકેનોનાં યુદ્ધમાં તેણે અમેરિકન મૂળનાં લોકોને હરાવ્યા. હુમલા બાદ યુદ્ધથી દૂર રહેલો તેકુમસેહ વિવિધ આદિવાસીઓ પાસે ગયો અને તેમને યુદ્ધનો બદલો લેવા માટે પ્રોત્સાહિત કર્યા. બે વર્ષ સુધી તેના અનુયાયીઓ સ્થાયી થયેલા લોકોનું અપહરણ કરીને તેમને મારતા રહ્યા તેમજ તેમનાં ઘરો સળગાવતા રહ્યાં. વર્ષ 1813માં થેમ્સનાં યુદ્ધ દરમિયાન તેકુમસેહ માર્યો ગયો. તેનાં મૃત્યુ બાદ કેટલાક અમેરિકન મૂળના લોકો પોતાની વસાહતમાં પરત ફર્યા જ્યારે કેટલાક તે વિસ્તાર છોડીને જતાં રહ્યા અથવા તો તેમને પશ્ચિમમાં જવાની ફરજ પાડવામાં આવી.[૧૨]

વર્ષ 1813માં કોરિડોનને ઇન્ડિયાના વહીવટી શાસનનું પાટનગર બનાવવામાં આવ્યું.[૧૦] બે વર્ષ બાદ ઇન્ડિયાનાની વિધાનસભાએ રાજ્યના દરજ્જાની મંજૂરી આપીને તેને કોંગ્રેસ સમક્ષ મોકલી આપી. ત્યાર બાદ ઇન્ડિયાનાનું બંધારણ લખી શકે તે માટેનાં પ્રતિનિધિઓની ચૂંટણી કરી શકાય તે માટે સમર્થનકારી ધારો પસાર કરવામાં આવ્યો. તારીખ 10મી જૂન 1816ના રોજ પ્રતિનિધિમંડળ કોરિડોન ખાતે બંધારણની રચના કરવા માટે એકત્રિત થયું અને બંધારણની રચના ઓગણીસ દિવસમાં પૂરી કરવામાં આવી. તારીખ 11મી ડિસેમ્બર 1816ના રોજ રાષ્ટ્રપ્રમુખ જેમ્સ મેડિસને ઇન્ડિયાનાનો ઓગણીસમાં રાજ્ય તરીકે સંઘમાં સમાવેશ કર્યો.[] વર્ષ 1825માં રાજ્યનું પાટનગર કોરિડોનથી ઇન્ડિયાનાપોલિસ ખસેડવામાં આવ્યું અને 26 વર્ષ બાદ નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું.[૧૦] રાજ્યનો દરજ્જો મળી ગયા બાદ નવી સરકારે ઇન્ડિયાના માટે નવી મહત્વાકાંક્ષી યોજના બનાવી. તેણે વિચાર્યું કે ઇન્ડિયાનાને જંગલી લડાયક રાજ્યમાંથી વિકસીત, વધુ વસતી ધરાવતું અને આગળ પડતું રાજ્ય બનાવવું. જેથી તેમાં નોંધપાત્ર રીતે આર્થિક અને વસતી વિષયક બદલાવો આવી શકે. રાજ્યના સ્થાપનાકારોએ આ અંગે જબરદસ્ત કાર્યક્રમની શરૂઆત કરી જેના કારણે રાજ્યમાં રસ્તાઓ, નહેરો, રેલમાર્ગો, અને સરકારી ભંડોળ દ્વારા ચાલતી જાહેર શાળાઓનું બાંધકામ શરૂ થયું.

આ યોજનાઓને કારણે રાજ્ય લગભગ દેવાળિયું બની ગયું. અને નાણાકીય કટોકટી ઊભી થઈ પરંતુ તેના કારણે જમીન અને તેની ઉત્પાદકતામાં ચારગણા કરતાં પણ વધારે વધારો થયો.[૧૩]

અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન ઇન્ડિયાનાનું રાજકીય પ્રભુત્વ સારા એવા પ્રમાણમાં વધ્યું અને તેણે રાષ્ટ્રની બાબતોમાં અગત્યની ભૂમિકા ભજવી યુદ્ધમાં જોડાનારા પ્રથમ પશ્ચિમી રાજ્ય તરીકે ઇન્ડિયાનાના સૈનિકો યુદ્ધની મોટાભાગની ઘટનાઓ દરમિયાન હાજર હતા. પ્રથમ અને અંતિમ યુદ્ધમાં ઇન્ડિયાનાના નાગરિકોની પણ હાજરી હતી અને રાજ્યએ 126 પાયદળ લશ્કરની ટુકડીઓ, આર્ટિલરીની 26 બેટરીઓ અને 13 હયદળની ટુકડીઓ રાષ્ટ્ર માટે આપી હતી.[૧૪] વર્ષ 1861માં ઇન્ડિયાનાને તેના 7,500 માણસો રાષ્ટ્રીય લશ્કરમાં જોડાવા માટેનો ક્વોટા ફાળવવામાં આવ્યો.[૧૫] પ્રથમ રાઉન્ડમાં ઘમા લોકોને ચૂંટી કાઢવામાં આવ્યા અને હજારો લોકોએ પાછા ફરવું પડ્યું. યુદ્ધ પૂરૂં થાય તે પહેલાં ઇન્ડિયાનાએ યુદ્ધમાં લડવા તેમજ સેવા કરવા માટે 2.08,367 માણસોનું યોગદાન આપ્યું હતું. ઉપરોક્ત માણસો પૈકી 35 ટકા લોકો દુર્ઘટનાગ્રસ્ત થયા હતા જેમાંથી 24,416 લોકોએ જાન ગુમાવ્યા હતા અને 50,000 કરતા વધારે લોકો ઘવાયા હતા.[૧૬] ઇન્ડિયાનામાં અત્યાર સુધી એકમાત્ર આંતરવિગ્રહ યુદ્ધ ખેલાયું છે અને તે હતું કોરિડોનનું યુદ્ધ. આ યુદ્ધ મોર્ગન્સ રેઇડના સમયગાળા દરમિયાન ખેલાયું હતું. આ યુદ્ધમાં 15 લોકોએ જાન ગુમાવ્યા હતા, 40 ઘવાયા હતા અને 355 લોકોને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હતા.[૧૭]

અમેરિકન આંતરવિગ્રહ બાદ ઇન્ડિયાના રાજ્યના ઉત્તર ભાગમાં ઉદ્યોગો ખૂબ જ ઝડપભેર વિકસવા માંડ્યા જેના કારણે કામદાર સંગઠનો અને રાજકીય મતાધિકાર ચળવળનો પ્રારંભ થયો.[૧૮] 19મી સદીના અંતભાગમાં ઇન્ડિયાના ગેસ બૂમને કારણે ખૂ જ ઝડપથી ઔદ્યોગિકરણ થવા લાગ્યું.[૧૯] 20મી સદીની શરૂઆતમાં ઇન્ડિયાના ઉત્પાદક રાજ્ય તરીકે જબરદસ્ત વિકાસ પામ્યું.[૨૦] ઇન્ડિયાનાપોલિસ મોટર સ્પીડવેના બાંધકામ સાથે રાજ્યએ અનેક વિકાસો જોયા આ સમયગાળા દરમિયાન ઓટો ઉદ્યોગ પણ ધમધમતો થયો.[૨૧] વર્ષ 1930 દરમિયાન અન્ય રાષ્ટ્રોની જેમ ઇન્ડિયાના પણ વૈશ્વિક મહામંદીથી પ્રભાવિત થયું. આર્થિક કટોકટીની ઇન્ડિયાના ઉપર વિશાળ પાયે વિપરીત અસર પડી જેમ કે તે સમયગાળા દરમિયાન શહેરીકરણમાં તીવ્રતમ ઘટાડો નોંધાયો. ડસ્ટ બાઉલ દ્વારા આ પરિસ્થિતિને વધારે ગંભીર બનાવી દેવામાં આવી જેનાં પરિણામે મધ્યપશ્ચિમી યુનાઇટેડ સ્ટ્ટ્સના ગ્રામ્ય વિસ્તારોમાંથી હિજરત કરનારા લોકોનો પ્રવાહ અંદર ધસી આવ્યો. આર્થિક રીતે ડૂબી ગયેલી કંપનીઓને મદદ કરવા માટે સરકાર દ્વારા સંચાલિત કલ્યાણકારી યોજના શરૂ કરવામાં રાજ્યપાલ પોલ વી. મેકનટનું શાસન સંઘર્ષ કરી રહ્યું હતું. તેના શાસનકાળ દરમિયાન મહામંદીને ખાળવા માટે ખર્ચ અને કરવેરામાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. અને રાજ્ય સરકારની પુનઃ ગોઠવણી કરવામાં આવી. મેકનટે રાજ્યમાંથી દારૂબંધી નાબૂદ કરી અને રાજ્યનો પ્રથમ આવકવેરા કાયદો બનાવ્યો. કેટલાક પ્રસંગોમાં તેણે કામદારોની હડતાળનો અંત આણવા માટે લશ્કરી કાયદો જાહેર કર્યો.[૨૨] બીજાં વિશ્વ યુદ્ધ દરમિયાન ઇન્ડિયાનાનાં અર્થતંત્રનું ઉત્થાન થવામાં મદદ મળી. કારણ કે યુદ્ધ માટે સ્ટીલ, ખાદ્યપદાર્થો અને અન્ય માલસામાનની જરૂર પડી હતી. આ તમામ વસ્તુઓનું ઉત્પાદન ઇન્ડિયાનામાં કરવામાં આવતું હતું.[૨૩] ઇન્ડિયાનાની અંદાજે 10 ટકા જેટલી પ્રજા લશ્કરમાં જોડાઈ જ્યારે ઘણા ઉદ્યોગોને યુદ્ધ માટેના માલસામાનનો ઓર્ડર મળ્યો હતો. તેઓએ યુદ્ધને લગતા માલસામાનનું ઉત્પાદન શરૂ કર્યું.[૨૪] યુદ્ધની અસરોને કારણે મહામંદી પૂરી થવામાં મદદ મળી.[૨૩] બીજાં વિશ્વ યુદ્ધનો અંત થતાં જ ઇન્ડિયાનાની ઉત્પાદન ક્ષમતા મહામંદી પૂર્વે હતી તે સ્તરે આવીને ઊભી રહી. ઉદ્યોગજગત રોજગારીનાં સર્જનમાં મોખરે રહ્યું અને આ વલણ 1960 સુધી ચાલ્યું. 1950 અને 1960ના દાયકામાં થયેલાં શહેરીકરણને કારણે રાજ્યનાં શહેરી કેન્દ્રોમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો. ઇન્ડિયાનામાં થતા વેપાર પૈકી વાહન, સ્ટીલ અને દવા ઉદ્યોગ ટોચનાં સ્થાને બિરાજતા હતા. યુદ્દ બાદનાં વર્ષો દરમિયાન ઇન્ડિયાનાની વસતીમાં સતત વધારો થતો રહ્યો. વર્ષ 1970ની વસતી ગણતરી દરમિયાન તેની વસતી વધીને 50 લાખની થઈ ગઈ.[૨૫] વર્ષ 1960 દરમિયાન મેથ્યુ ઈ. વેલ્શનાં શાસનકાળ દરમિયાન પ્રથમ વખત બે ટકાનો વેચાણ વેરો લાદવામાં આવ્યો.[૨૬] વેલ્શે સામાન્ય સભા સાથે મળીને ઇન્ડિયાના નાગરિક અધિકાર ખરડો પસાર કરવા માટે પણ કામ કર્યું હતું. તેમાં લઘુમતી કોમના લોકો કે જેઓ રોજગારી મેળવવા માટે ઝંખતા હોય તેવા લોકોને સમાન હક્કો આપવામાં આવ્યા હતા.[૨૭] રાજ્યનાં બંધારણમાં સુધારાઓની દરખાસ્તની હારમાળાઓ મૂકવામાં આવી હતી જેની શરૂઆત વર્ષ 1970થી કરવામાં આવી હતી. આ સુધારાઓના અમલીકરણની સાથે જ ઇન્ડિયાના કોર્ટ ઓફ અપિલ્સની રચના કરવામાં આવી અને કોર્ટમાં ન્યાયધિશોની નિમણૂકની જે પ્રક્રિયા હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યા.[૨૮] 1973ની તેલ કટોકટી દરમિયાન મંદીનો માહોલ સર્જાયો અને તેના કારણે ઇન્ડિયાનાના વાહન ઉદ્યોગને પારાવાર નુકસાન પહોંચાડ્યું. આ સમય દરમિયાન ડેલ્કો ઇલેક્ટ્રોનિક્સ અને ડેલ્ફી જેવી કંપનીઓએ મોટે પાયે કર્મચારીઓની છટણી શરૂ કરી જેના કારણે એન્ડરસન, મ્યુન્સી અને કોકોમો જેવાં શહેરોમાં ઉત્પાદન ક્ષેત્રે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઊંચું ગયું. બિનઔદ્યોગિકરણનો આ તબક્કો 1980ના દાયકા સુધી ચાલુ રહ્યો. આ દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રનાં અર્થતંત્રોએ વિવિધતા અપનાવી અને અર્થતંત્રમાં સુધારાની શરૂઆત થઈ.[૨૯]

મધ્ય ઇન્ડિયાનાના ખેતરોના સમચોરસ ભાગ

કુલ જમીન વિસ્તારની દૃષ્ટિએ36,418 square miles (94,320 km2) સૌથી વિશાળ રાજ્ય તરીકે ઇન્ડિયાનાનો 38મો ક્રમ આવે છે.[૩૦] રાજ્યનું મહત્તમ પરિમાણ ઉત્તર-દક્ષિણે250 miles (400 km) અને મહત્તમ પશ્ચિમથી પૂર્વે પરિમાણ છે145 miles (233 km).[૩૧] રાજ્યની ઉત્તરે મિશિગનની સરહદ, પૂર્વમાં ઓહિયો અને પશ્ચિમમાં ઇલિનોઇસની સરહદ આવેલી છે.[૩૨] દક્ષિણની સરહદ ઉપર રહેલા કેન્ટુકી રાજ્યથી ઇન્ડિયાનાને ઓહિયો નદી છૂટું પાડે છે.[૩૩] ઇન્ડિયાના આઠ રાજ્યો પૈકીનું એક રાજ્ય છે કે જે ગ્રેટ લેક રિજનનું નિર્માણ કરે છે.[૩૪] આ રાજ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સનાં બે કુદરતી પ્રાંતો સેન્ટ્રલ લોલેન્ડ અને ઇન્ટિરિયર લો પ્લેટાઉનો સમાવેશ થાય છે.[૩૫] દરિયાની સપાટીની સરેરાશ ગણતરીને આધારે ઇન્ડિયાના760 feet (230 m) દરિયાની સપાટી કરતા ઉપર આવેલું છે.[૩૬] રાજ્યમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતો વિસ્તાર હૂઝિયર હિલ છે જે1,257 feet (383 m) દરિયાની સપાટી કરતાં ઊંચા સ્તરે છે.[૩૭] એકમાત્ર2,850 square miles (7,400 km2) એવો વિસ્તાર કે જે દરિયાની સપાટી કરતાં ઊંચો1,000 feet (300 m) છે અને તેમાં 14 જેટલાં પરગણાઓ આવેલાં છે. જે પૈકીનાં4,700 square miles (12,000 km2) ઘણા તેના કરતાં નીચાં સ્તરે રહેલાં છે500 feet (150 m).[૩૮]

ટિલ પ્લેઇન મધ્યમાંથી ઇન્ડિયાનાના બે ભાગ કરે છે. તેનો મોટાભાગનો હિસ્સો હિમશીલાઓ દ્વારા છોડવામાં આવેલાં તત્વોનો બનેલો છે. આ વિસ્તારમાં નીચી ઊંચાઈની ટેકરીઓનો સમાવેશ થાય છે અને તેની માટી હિમશીલાઓની રેતી, જાડી રેતી અને ચીકણી માટીની બનેલી છે. જેના કારણે મધ્ય ઇન્ડિયાનામાં અસાધારણ ખેતીની જમીન આવેલી છે.[૩૨] હિમશીલા સિવાયની જમીનમાં વિવિધ અને અસંતુલિત પદાર્થો આવેલા છે. જેના કારણે તે સ્થળે ઊંડી ખીણો અને ઝડપથી હેતા પાણીના પ્રવાહોનું નિર્માણ થયું છે. દક્ષિણપૂર્વીય ભાગમાં આવેલો રાજ્યનો મર્યાદિત વિસ્તાર આ પ્રકારના લક્ષણો વાળી ભૂમિ ધરાવે છે. ઇન્ડિયાનાની ખીણોમાં આવેલી જમીન ખૂબ જ ફળદ્રુપ છે. ખાસ કરીને વ્હાઇટવોટર ખીણ તેની વિલક્ષણ ખેતી માટે ખૂબ જ પ્રક્યાત છે. ઉત્તરપશ્ચિમી ઇન્ડિયાનામાં વિવિધ પ્રકારની ધૂળની ટેકરીઓ અને ઢૂવાઓ આવેલા છે. જે તળાવોનાં વિસ્તરણ તેમજ પવનની દિશાઓમાં પરિણમે છે. કાન્કાકી નદીના તટમાં લાલ માટીની જમીન, ભેજવાળી જમીન અને ઘાસનાં મેદાનો વિશાળ માત્રામાં અવકાશ રહેલો છે. ઉત્તરપૂર્વીય ઇન્ડિયાનામાં હિમનદીના કચરાઓમાંથી બનેલાં ઊંચા ધોધનો પ્રદેશ આવેલો છે. તે પૈકીનો એક ધોધ 200થી 500 ફૂટ (અંદાજે 61થી 150 મિટર)ઊંડો25 miles (40 km) અને તે ખૂબ જ વિશાળ રીતે ફેલાયેલો છે.100 miles (160 km)[૩૯]

વાબાશ નદી મિસિસિપીની પૂર્વમાં આવેલી સૌથી વિશાળ નદી છે અને તેને ઇન્ડિયાનાની અધિકૃત નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે.[૪૦][૪૧] 475 માઇલ (764 કિ. મિ।) લાંબી આ નદી રાજ્યને ઉત્તરપૂર્વીય અને દક્ષિણ પશ્ચિમી બે ભાગમાં વહેંચે છે. ત્યારબાદ તે દક્ષિણમાં ઇન્ડિયાના ઇલિનોઇસની સરહદ તરફ વહી જાય છે. આ નદી ''ઓન ધ બેન્ક ઓફ વાબાશ'' , ''ધ વાબાશ કેનનબોલ'' અને ''બેક હોમ અગેઇન, ઈન ઇન્ડિયાના'' જેવા ગીતોનો વિષય પણ રહેલી છે.[૪૨][૪૩]

કાન્કાકી નદી ઉત્તર ઇન્ડિયાનામાં વહે છે અને તે ઉત્તરપશ્ચિમી ઇન્ડિયાના અને બાકીનાં રાજ્ય વચ્ચેની સીમારેખા નક્કી કરે છે.[૪૪] ઇન્ડિયાનામાં અંદાજે 1,000 કરતાં વધારે તળાવો આવેલાં છે.[૪૫] ટિપેકેનો તળાવ રાજ્યનું સૌથી ઊંડું તળાવ છે તેની ઊંડાઈ ખૂબ જ વધારે છે120 feet (37 m) જ્યારે વાવાસી તળાવ ઇન્ડિયાનાનું સૌથી વિશાળ કુદરતી તળાવ છે.[૪૬]

આબોહવા

[ફેરફાર કરો]

ઇન્ડિયાનાનું વાતાવરણ ભેજવાળું ખંડીય પ્રકારનું વાતાવરણ છે. અહીંનો શિયાળો એકદમ ઠંડો અને ઊનાળો ખૂબ જ ગરમ હોય છે.[૪૭] રાજ્યનાં દક્ષિણના છેવાડે આવેલા ભાગમાં ભેજવાળું અને ઉષ્ણ કટિબંધનાં લક્ષણવાળું વાતાવરણ છે. જેના કારણે અહીં ઇન્ડિયાનાના અન્ય ભાગો કરતા વધારે માત્રામાં બરફ પડે છે.[૩૨] રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં સામાન્યતઃ તાપમાન જુદું-જુદું હોય છે. વાર્ષિક ધોરણે ઉત્તરમાં નીચું તાપમાન 49° ફે અને -58° ફે (9° સે.થી -12° સે.) જેટલું અને દક્ષિણમાં 57° ફે (14° સે) જેટલું રહે છે. જ્યારે શિયાળામાં તાપમાન 0° ફે (-18° સે) જેટલું નીચે જતું રહે છે. જાન્યુઆરી માસમાં તેની સરેરાશ 17° ફે (-8° સે) અને 35° ફે (2° સે)ની વચ્ચે રહે છે. જુલાઈ માસ દરમિયાન રાજ્યનું તાપમાન સરેરાશ 63° ફે (17° સે)થી 88° ફે (31° સે) જેટલું રહે છે. તારીખ 14મી જુલાઈ 1936ના રોજ કોલેજવિલે ખાતે સૌથી ઊંચું વિક્રમજનક તાપમાન એટલે કે 116° ફે (47° સે) નોંધાયું હતું. જ્યારે તારીખ 19મી જાન્યુઆરી 1994ના રોજ ન્યૂ વ્હાઇટલેન્ડ ખાતે નીચાંમાં નીચું વિક્રમજનક તાપમાન -36° ફે (-38° સે) નોંધાવા પામ્યું હતું. અહીં વાવણીની મોસમનો સમયગાળો ઉત્તરમાં 155 દિવસ અને દક્ષિણમાં 185 દિવસનો હોય છે. ઘણી વખત દક્ષિણના ભાગોમાં દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળતી હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં સરખા ભાગે વરસાદ પડતો રહે છે. રાજ્યમાં બરફના કરા પડવાની હદ35 inches (89 cm) મિશિગન તળાવની નજીકથી લઇને45 inches (110 cm) ઓહિયો નદી સુધીની છે.જે રાજ્યની સરેરાશ બરાબર છે.40 inches (100 cm) ઇન્ડિયાનામાં બરફ પડવાની વાર્ષિક સરેરાશ કરતાં ઓછી22 inches (56 cm) છે અને રાજ્યમાં સરેરાશ પવનની ઝડપ8 miles per hour (13 km/h) છે.[૪૮] સમગ્ર દેશમાં ઇન્ડિયાના રાજ્ય એ વરસાદી પ્રકૃતિ ધરાવતું રાજ્ય છે. આલ્બાનાની કંપની વોર ટેક દ્વારા તેને 6ઠ્ઠો ક્રમ આપવામાં આવ્યો છે. દેશનાં સાઉથ બેન્ડ શહેરને વરસાદી પ્રકૃતિ ધરાવતાં શહેર તરીકે 14મો ક્રમ આપવામાં આવ્યો છે. આ શહેર વરસાદી પ્રકૃતિ ધરાવતાં હોસ્ટન અને વિશિટા જેવાં શહેરો કરતાં પણ આગળ છે.[૪૯] એપ્રિલ માસ દરમિયાન ઉપરોક્ત કંપની દ્વારા સૌથી વધુ વરસાદી અને વાવાઝોડાંની પ્રકૃતિ ધરાવતાં શહેરોની યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં ઇન્ડિયાનાને પ્રથમ અને સાઉથ બેન્ડ શહેરનો 16મો ક્રમ પ્રાપ્ત થયો હતો.[૫૦] આટલી બધી ભંગુરતા હોવા છતાં પણ ઇન્ડિયાના ટોર્નેડો એલીનો ભાગ નથી.[૪૯]

ઇન્ડિયાનામાં સરેરાશ ભાગીદારી[૫૧]
જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર વાર્ષિક
2.48 2.27 3.36 3.89 4.46 4.19 4.22 3.91 3.12 3.02 3.44 3.13 41.49

ભૌગલિક તેમજ આંકડાકીય વિસ્તારો

[ફેરફાર કરો]

ઇન્ડિયાનાને 92 પરગણાંઓમાં વહેંચવામાં આવે છે. હાલમાં એકમાત્ર મેરિયોન શહેર જ શહેરી પરગણાં તરીકેનું અસ્તિત્વ ધરાવે છે જ્યારે વાન્ડેરબર્ગને શહેરી પરગણાં તરીકે ઉમેરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મહત્ત્વના શહેરો અને નગરો

[ફેરફાર કરો]

રાજ્યનું હાલનું પાટનગર ઇન્ડિયાનાપોલિસ ઇન્ડિયાના રાજ્યનાં ઇતિહાસમાં બનેલું ત્રીજું પાટનગર છે. આ અગાઉ પ્રશાસનીય વિસ્તારનું પાટનગર વિન્સેન્સ હતું અને રાજ્યનું પ્રથમ પાટનગર કોરિડોન હતું. ઇન્ડિયાનામાં વસતીનું કેન્દ્ર તેમજ ભૌગલિક કેન્દ્ર બંને ઇન્ડિયાનાપોલિસની નજીક આવેલાં છે. ઇન્ડિયાનામાં ચાર વિશાળ મહાનગરીય વિસ્તારો આવેલા છે જે રાજ્યની અંદર આવેલાં શહેરોમાં પથરાયેલા છે. નીચે દર્શાવવામાં આવેલાં ચિત્રોમાં વર્ષ 2009ની વસતી ગણતરીના અંદાજ અનુસાર જે શહેરોની વસતી 60,000 કે તેના કરતા વધારે છે તેમને વસતીનાં ક્રમાનુસાર દર્શાવવામાં આવ્યા છે.

ગૌણ શહેરો

valign="top"

વસ્તી-વિષયક માહિતી

[ફેરફાર કરો]
ઇન્ડિયાના વસતી ગીચતા નકશો
ઇન્ડિયાનામાં ઊંમર અને લિંગ વિતરણ
Historical population
Census Pop.
1800૨,૬૩૨
1810૨૪,૫૨૦૮૩૧.૬%
1820૧,૪૭,૧૭૮૫૦૦.૨%
1830૩,૪૩,૦૩૧૧૩૩.૧%
1840૬,૮૫,૮૬૬૯૯.૯%
1850૯,૮૮,૪૧૬૪૪.૧%
1860૧૩,૫૦,૪૨૮૩૬.૬%
1870૧૬,૮૦,૬૩૭૨૪.૫%
1880૧૯,૭૮,૩૦૧૧૭.૭%
1890૨૧,૯૨,૪૦૪૧૦.૮%
1900૨૫,૧૬,૪૬૨૧૪.૮%
1910૨૭,૦૦,૮૭૬૭.૩%
1920૨૯,૩૦,૩૯૦૮.૫%
1930૩૨,૩૮,૫૦૩૧૦.૫%
1940૩૪,૨૭,૭૯૬૫.૮%
1950૩૯,૩૪,૨૨૪૧૪.૮%
1960૪૬,૬૨,૪૯૮૧૮.૫%
1970૫૧,૯૩,૬૬૯૧૧.૪%
1980૫૪,૯૦,૨૨૪૫.૭%
1990૫૫,૪૪,૧૫૯૧�૦%
2000૬૦,૮૦,૪૮૫૯.૭%
Est. 2009[૫૨]૬૪,૨૩,૧૧૩

વર્ષ 2008 સુધી રાજ્યમાં 6,376,792 રહેવાસીઓ હતા. વસતીની ગીચતા 169.5 માણસો પ્રતિ ચોરસ માઇલની હતી. રાજ્યની જાતિ આધારિત વસતીમાં 88.0% ગોરા લોકો, 9.1% આફ્રિકન અમેરિકન લોકો, એશિયાઈ લોકો, 1.2% બે કે તેના કરતા વધારે પ્રજાતિનું મિશ્રણ ધરાવનારા લોકો અને 0.3% અમેરિકન મૂળના લોકો રહે છે. કોઇ પણ જાતિના હિસ્પેનિક અથવા તો લેટિનો લોકો કુલ વસતીના 5.2% જેટલા છે.[૫૩] હિસ્પેનિક લોકોની વસતી ઇન્ડિયાનામાં સૌથી ઝડપે વધી રહેલી લઘુમતીઓની વસતી છે.[૫૪] રાજ્યની 24.9% વસતી 18 વર્ષ કરતા ઓછી વયની, 6.9% વસતી પાંચ વર્ષ કરતા ઓછી વયની અને 12.8% વસતી 65 વર્ષ કે તેના કરતા વધારે ઉંમર ધરાવનારા લોકોની છે.[૫૩] મધ્ય વય 36.4 વર્ષની છે. વર્ષ 2005માં ઇન્ડિયાનાની 77.7% વસતી મહાનગરીય પરગણાંઓમાં રહેતી હતી, 16.5% વસતી નાનાં પરગણાઓમાં રહેતી હતી અને 5.9% વસતી સામાન્ય પરગણાંઓમાં રહેતી હતી.[૫૫]

જર્મન મૂળનાં લોકો ઇન્ડિયાનામાં સૌથી વધારે રહેતા હોવાનું નોંધવામાં આવ્યું છે. વસતી ગણતરીના આંકડાઓ અનુસાર 22.7% લોકો જર્મન મૂળનાં હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત અહીં અમેરિકન કુળના લોકો (12.0%), અંગ્રેજી કુળના લોકો (8.9%), ઉપરાંત ઘણા કુળના લોકો જેમ કે આઇરિશ (10.8%) અને પોલિશ કુળના લોકો (3.0%) જેટલી માત્રામાં જોવા મળે છે.[૫૬]

ઇન્ડિયાનાની વસતીનું કેન્દ્ર શેરિડેન શહેર ખાતેનાં હેમિલ્ટન પરગણાંમાં આવેલું છે.[૫૭] વર્ષ 1990ની સાલથી ઇન્ડિયાનાપોલિસની આસપાસનાં પરગણાંઓમાં વસતીનું પ્રમાણ સારી એવી માત્રામાં વધી રહ્યું છે. વસતીની દૃષ્ટિએ અત્યંત ઝડપી વિકસી રહેલાં ટોચનાં પાંચ પરગણાંઓ પૈકીનાં ચાર હેમિલ્ટન, હેન્ડ્રિક્સ, જ્હોન્સન અને હેન્કોક છે. અન્ય એક પરગણું ડિયરબોર્ન પરગણું છે જે સિનસિનાટીની નજીક આવેલું છે. હેમિલ્ટનનો સમાવેશ પણ આ વિસ્તારમાં સૌથી ઝડપી વિકસી રહેલાં પરગણાં તરીકે કરવામાં આવે છે તેમાં ઇન્ડિયાના અને તેની સરહદે આવેલાં ઇલિનોઇસ, મિશિગન, ઓહિયો તેમજ કેન્ટુકીનો સમાવેશ થાય છે. આ પરગણું દેશના 27મા ક્રમનું સૌથી ઝડપી વિકાસ પામી રહેલું પરગણું છે.[૫૮]

વર્ષ 2005માં ઇન્ડિયાનાના રહેવાસીઓની મધ્ય આવક 43,993 ડોલરની હતી. અંદાજે 4,98,700 રહેવાસીઓની મધ્ય આવક 50,000 ડોલરથી 74,999 ડોલર સુધીની છે. જે તમામ લોકોની મધ્ય આવકના 20 ટકા હિસ્સા જેટલી છે. હેમિલ્ટન પરગણાંનાં લોકોની મધ્ય આવક ઇન્ડિયાનાની સરેરાશ આવક કરતા 35,000 ડોલર જેટલી વધારે છે. 2,50,000 કરતાં પણ ઓછી વસતી ધરાવનારા તે પરગણાંની મધ્ય આવક 78,932 ડોલરની છે અને સમગ્ર દેશમાં તેનો સાતમો ક્રમ આવે છે. હેમિલ્ટન બાદ જો ઇન્ડિયાનામાં આકનું પ્રમાણ વધારે જોવાં મળ્યું હોય તો તે ઇન્ડિયાનાપોલિસનાં પરાં વિસ્તારોમાં જોવા મળી છે. હેન્ડ્રિક્સની મધ્ય આવક 57,538 ડોલર અને જ્હોન્સન પરગણાંની મધ્ય આવક 56,251 ડોલરની છે.[૫૯]

ઢાંચો:US Demographics

ઇન્ડિયાનાના ઇશાન સ્પેન્સર કાઉન્ટીમાં આવેલા સેન્ટ મીનરાડ શહેરમાં આવેલું સેન્ટ મીનરાડ આર્કાબે, જે અમેરિકામાં આવેલા માત્ર બે આર્કાબે પૈકીનું એક અને વિશ્વના 11 આર્કાબે પૈકીનું એક છે.

રાજ્યમાં સૌથી વધારે વસતી રોમન કેથલિક લોકોની છે તેમની સભ્ય સંખ્યા 8,36,009 લોકોની છે તેમ છતાં પણ મોટાભાગના લોકો વિવિધ પ્રોટેસ્ટન્ટ પંથના પણ જોવા મળે છે. વર્ષ 2000માં અનુયાયીઓની દૃષ્ટિએ પ્રોટેસ્ટન્ટ પંથના લોકોની સૌથી વધારે સંખ્યા યુનાઇટેડ મેથડિસ્ટ ચર્ચમાં હતી. તેમની સભ્ય સંખ્યા 2,88,308 લોકોની હતી.[૬૦] ગ્રેજ્યુએટ સેન્ટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ ઉપરથી માલુમ પડ્યું છે કે 20 ટકા લોકો રોમન કેથલિક, 14 ટકા લોકો વિવિધ બેપ્ટિસ્ટ ચર્ચ સાથે, 10 ટકા લોકો અન્ય પ્રકારના ખ્રિસ્તીઓ, 9 ટકા લોકો મેથડિસ્ટ અને 6 ટકા લોકો લુથેરાન પંથ સાથે સંકળાયેલા છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે 16 ટકા લોકો બિનસાંપ્રદાયિક છે.[૬૧]

વિશ્વના 11 આર્કેબી પૈકી બે આર્કેબી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે. એ બે પૈકી એક ઇન્ડિયાનામાં રહે છે. સેઇન્ટ મેઇનરેડ આર્કેબી ઇન્ડિયાનામાં વસે છે. રૂઢિચુસ્ત હોદ્દો ધરાવતા ફ્રી મેથડિસ્ટ ચર્ચ અને વેસ્લેયાન ચર્ચ એ બે ચર્ચોનાં વડાંમથકો ઇન્ડિયાનાપોલિસમાં આવેલાં છે. ક્રિશ્ચન ચર્ચનું વડું મથક પણ ત્યાં આવેલું છે.[૬૨][૬૩] ફેલોશિપ ઓફ ગ્રેસ બર્ધર્ન ચર્ચિસ વિનોના લેક ખાતે પોતાનાં કાર્યાલયો રાખે છે અને તેમનાં પ્રકાશનો પણ પ્રકાશિત કરે છે.[૬૪] હન્ટિંગ્ટન ચર્ચ ઓફ ધ યુનાઇટેડ બર્ધર ઇન ક્રાઇસ્ટનાં આશ્રયસ્થાન સમાન છે.[૬૫] એન્ડરસન ખાતે ચર્ચ ઓફ ગોડનું વડુંમથક આવેલું છે.[૬૬] મિશનરી ચર્ચનાં વડાંમથકો ફોર્ટ વેયનમાં આવેલાં છે.[૬૭] અમેરિકન ક્વેકરિઝમની સૌથી વિશાળ શાખા રિલિજિયસ સોસાયટી ઓફ ફ્રેન્ડ્ઝની ફ્રેન્ડ્ઝ યુનાઇટેડ મિટિંગ રિચમન્ડ[૬૮] ખાતે આવેલી છે. રિચમન્ડમાં યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની ક્વેકર પાઠશાળા અર્લહામ સ્કુલ ઓફ રિલિજિયન પણ આવેલી છે.[૬૯] આ ઉપરાંત ઇન્ડિયાનામાં 2,50,000 જેટલા મુસ્લિમો પણ વસે છે.[૭૦] ઇસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકાનું વડુંમથક પ્લેઇનફિલ્ડ ખાતે આવેલું છે.[૭૧]

શહેરો અને નગરો

[ફેરફાર કરો]
ઇન્ડિયાનાપોલિસ ઇન્ડિયાનાનું પાટનગર અને સૌથી મોટું શહેર છે.

અંદાજે 7,95,458 લોકોની વસતી ધરાવનારું ઇન્ડિયાનાપોલિસ ઇન્ડિયાનાનું પ્રથમ ક્રમનું વિશાળ શહેર છે અને યુનાઇટેડ સ્ટેટ્સનું તે 13મા ક્રમનું સૌથી વિશાળ શહેર છે. ઇન્ડિયાનાનાં બીજાં ત્રણ શહેરો એવાં છે કે જેની વસતી 1,00,000 કરતાં વધારે હોય જેમાં ફોર્ટ વેયન (2,51,247), ઇવાન્સવિલે (1,16,253), અને સાઉથ બેન્ડ (1,04,069)નો સમાવેશ થાય છે. વર્ષ 2000ની સાલથી રાજ્યનાં 20 મોટાં શહેરોમાં માછીમારોની વસતી સરા એવા પ્રમાણમાં વધી રહી છે. તેમની વસતીમાં 69.1 ટકાનો વધારો નોંધાયો છે. હેમોન્ડ અને ગ્રેએ એ બાબતની નોંધ લીધી હતી કે વર્ષ 2000ની સાલથી રાજ્યનાં ટોચનાં 20 વિશાળ શહેરોમાં વિશાળ વસતીનું પ્રમાણ અનુક્રમે 6.8 અને 5.9 ટકાના દરથી ઘટી રહ્યું છે.[૭૨] વર્ષ 2000ની સાલથી જે શહેરોમાં વસતીનું પ્રમાણ ધરખમ રીતે વધવા પામ્યું છે તેમાં નોબલ્સવિલે (39.4 ટકા), ગ્રીનવૂડ (26.3 ટકા), કાર્મેલ (21.4 ટકા) અને લોરેન્સ (9.3 ટકા)નો સમાવેશ થાય છે. દરમિયાન ઇવાન્સવિલે (-4.2 ટકા), એન્ડરસન (-4 ટકા) અને મ્યુન્સી (-3.9 ટકા) એવાં શહેરો છે કે સમગ્ર રાજ્ય ખાતે તેમની વસતીમાં ધરખમ ઘટાડો નોંધાતો જોવા મળ્યો હોય.[૭૩] ઇન્ડિયાનાપોલિસ રાજ્યનો સૌથી વિશાળ મહાનગરીય વિસ્તાર છે અને સમગ્ર દેશનો તે 33મો સૌથી વિશાળ મહાનગરીય વિસ્તાર છે.[૭૪] તેમાં મેરિયન પરગણું અને મધ્ય ઇન્ડિયાનાની આજુબાજુમાં આવેલાં આઠ પરગણાંઓનો સમાવેશ થાય છે.[૭૫] કુલ મળીને ઇન્ડિયાનામાં 13 મહાનગરીય વિસ્તારો આવેલા છે.[૭૬]

કાયદો અને સરકાર

[ફેરફાર કરો]
ગવર્નર મીચ ડેનિયલ ઓગસ્ટ 2006માં ઇન્ડિયાનાપોલિસ નેવી વીક દરમિયાન

ઇન્ડિયાનાના રાજ્યપાલ અથવા ગવર્નર રાજ્યના ચીફ એક્ઝિક્યુટિવ તરીકેની ફરજ બજાવે છે. અને ઇન્ડિયાનાનાં બંધારણમાં જે રીતની સરકાર પ્રસ્થાપિત કરવામાં આવી છે તે પ્રકારનું સંચાલન કરવાનો તેમને અધિકાર છે. ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નરને ચાર વર્ષની મુદત માટે સંયુક્ત રીતે ચૂંટી કાઢવામાં આવે છે. રાજ્યપાલોની ચૂંટણી પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની સાથે જ કરવામાં આવે છે. (1996,2000,2004,2008, વગેરે).[૭૭] ગવર્નર સતત બે મુદત કરતા વધારે વખત સેવા ન આપી શકે. ગવર્નર ઇન્ડિયાનાની સામાન્ય વિધાનસભા અને ઇન્ડિયાનાની સર્વોચ્ચ અદાલત સાથે રહીને કામ કરે છે. આ રીતે તે સરકાર ચલાવે છે અને તેને અન્ય શાખાઓમાં ફેરફાર કરવાની સત્તા પણ છે. સામાન્ય વિધાનસભાનાં ખાસ સત્રો ગવર્નર બોલાવી શકે છે આ ઉપરાંત રાજ્યમાં આવેલાં તમામ બોર્ડ, ખાતાંઓ અને કમિશન્સ માટે નેતાઓની નિમણૂક કરવાનો કે નેતાઓને બરતરફ કરવાની તેની પાસે સત્તા છે. રાજ્યપાલની અન્ય નોંધપાત્ર સત્તાઓમાં કટોકટી કે આફતના સમયે ઇન્ડિયાના ગાર્ડ રિઝર્વ અથવા તો ઇન્ડિયાના નેશનલ ગાર્ડને બોલાવવાનો, રાજદ્રોહ કે મહાભિયોગ સિવાયના અપરાધીઓની સજા માફ કરવી અથવા તો તેને તબદિલ કરવી અને કાનૂની સત્તાધિશો દ્વારા ત્યજી દેવામાં આવેલી રકમ પોતાના હસ્તક રાખવી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.[૭૭][૭૮][૭૯] લેફ્ટનન્ટ ગવર્નર ઉપલી ધારાસભાના પ્રમુખ તરીકેની ફરજ બજાવે છે અને તેની જવાબદારી એવી ખાતરી આપવાની છે કે ઉપલી ધારાસભા તેનાં સંવિધાન અનુસાર કાર્ય કરી રહી છે. જો ચૂંટણીમાં બંને પક્ષોને સરખા મતો મળે તો જ લેફ્ટનન્ટ ગવર્નર મતદાન કરી શકે છે. જો ગવર્નર કાર્યકાળ દરમિયાન મૃત્યુપામે, કાયમી ધોરણે અશક્ત કે શક્તિહીન બની જાય, કે તેના ઉપર મહાભિયોગ થાય તો લેફ્ટનન્ટ ગવર્નર ગવર્નર બની દાય છે. જો ગવર્નર કે લેફ્ટનન્ટ ગવર્ન બંનેની જગ્યાઓ ઉપરનો પદભાર ગ્રહણ ન થયો હોય તો સેનેટના પ્રો ટેમ્પોર પ્રમુખ ગવર્નર બને છે.[૮૦]

ઇન્ડિયાનાની સામાન્ય ધારાસભમાના ઉપલા ગૃહ સેનેટમાં 50 સભ્યો અને નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં 100 સભ્યો છે. સેનેટને સામાન્ય ધારાસભાનું ઉપલું ગૃહ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સને ધારાસભાનું નીચલું ગૃહ કહેવામાં આવે છે.[૭૭] રાજ્યમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સામાન્ય ધારાસભાના હસ્તક રહેલી છે. સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ બંને કાયદાનું ઘડતર કરી શકે છે. જોકે આમાં એક અપવાદ એ છે કે જે કાયદા થકી આવકને અસર થતી હોય તે પ્રકારના કાયદાઓ ઘડવાની સત્તા સેનેટને આપવામાં આવી નથી. દરેક ખરડાની ચર્ચા દરેક ગૃહમાં અલગ રીતે કરીને ત્યારબાદ તેને પસાર કરવામાં આવે છે પરંતુ આ ખરડાને ગવર્નર સમક્ષ મોકલતા પૂર્વે તે બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવે તે જરૂરી છે.[૮૧] જો સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ સંપૂર્ણ બહુમતી આપે તો રાજ્યપાલ વિટો અથવા તો નિષેધાધિકાર વાપરીને જે-તે કાયદાને બિનઅસરકારક બનાવી શકે છે.[૭૭] સામાન્ય ધારાસભા દ્વારા જે પણ કાયદો ઘડવામાં આવે તેને કોઈ પણ જાતના અપવાદ વિના સમગ્ર રાજ્યમાં લાગુ પાડવામાં આવે છે. કોઈ પણ અેક કોમને નિશાન બનાવાતી હોય તે પ્રકારનો કાયદો ઘડવાની સત્તા સામાન્ય ધારાસભા પાસે નથી.[૮૧][૮૨] સામાન્ય ધારાસભા ન્યાયિક તંત્રનું સંચાલન કરી શકે છે. તે અદાલતોનાં કદની ગોઠવણી તેમજ તેનાં જિલ્લાઓની સીમા નક્કી કરી શકે છે. તે રાજ્ય સરકારની વહીવટી શાખાઓની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખી શકે છે. રાજ્યમાં રહેલી દેશની સરકારનું નિયમન કરવાની તેની સત્તા ખૂબ જ અંકુશિત છે. પરંતુ ઇન્ડિયાનાના ંધારણની પદ્ધતિમાં ફેરફાર કરવાી તેની પાસે ખાસ સત્તા રહેલી છે.[૮૧][૮૩]

ઇન્ડિયાના સર્વોચ્ચ અદાલત પાંચ ન્યાયધિશોની બનેલી છે જ્યારે કોર્ટ ઓફ અપિલ્સ 15 ન્યાયધિશોની બનેલી છે. સર્વોચ્ચ અને અપિલ્સ અદાલતો માટે ન્યાયધિશોની નિમણૂક ગવર્નર દ્વારા કરવામાં આવે છે. તે સ્પેશ્યલ કમિશનમાં જે અરજદારોનાં જૂથે અરજી કરી હોય તેમાંથ ન્યાયધિશોની પસંદગી કરે છે. બે વર્ષની સેવ બાદ ન્યાયધિશોએ 10 વર્ષની મદત માટે સેવા કરવા મતદાર મંડળનો ટેકો મેળવવાનો રહે છે.[૭૭] લગભગ મોટાભાગના કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટનું મૂળ ન્યાયિક ક્ષેત્ર હોતું નથી. નીચલી અદાલતમાં થયેલી સુનાવણી બાદ તેની પાસે કેસ આવે છે અને તે તેને સાંભળે છે. સ્થાનિક અદાલતોમાં મોટા ભાગના કેસની શરૂઆત ખટલાથી થતી હોય છે અને તેનો નિર્ણય ન્યાયધિશો દ્વારા આપવામાં આવતો હોય છે. કેટલાંક ક્ષેત્રોમાં સુપ્રીમ કોર્ટનું પોતાનું આગવું ન્યાયિક ક્ષેત્ર હોય છે.જેમ કે કાયદાનો મહાવરો, નીચલી અદાલતમાં નિમણૂક પામ્યા હોય તેવા ન્યાયધિશોની શિસ્ત કે તેમને બરતરફ કરવાની સત્તા, તેમજ નીચલી અદાલતો દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તેનાં ઉપર દેખરેખ રાખવાની સત્તાનો સમાવેશ થાય છે.[૮૪][૮૫]

રાજ્યની વહેંચણી 92 પરગણાંઓમાં કરવામાં આવી છે જેનું સંચાલન બોર્ડ ઓફ કાઉન્ટી કમિશનર્સ દ્વારા કરવામાં આવે છે. ઇન્ડિયાનાનાં મોટાભાગનાં પરગણાંઓને પોતાની અદાલતો છે અને અહીં ન્યાયધિશોની નિમણૂક છ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. આ પૈકીનાં અંદાજે એક ચતુર્થાંશ પરગણાંઓને વડી અદાલતો પણ છે. વળી કેટલાક વસતીની વધારે ગીચતા ધરાવનારા વિસ્તારોમાં તો બાળ અદાલતો, ફોજદારી અદાલતો અને સરકારી અદાલતો પણ છે. આ અદાલતોમાં અધિકારીઓની નિમણૂક ચાર વર્ષની મુદત માટે કરવામાં આવે છે જેમાં હિસાબ તપાસનીશ, નોંધ રાખનાર અધિકારી, ખજાનચી, શેરિફ, મોતનાં કારણ અંગેની તપાસ ચલાવનાર અધિકારી અને અદાલતના કારકૂનનો સમાવેશ થાય છે. ઇન્ડિયાનાનાં દરેક શહરોમાં મ્યુનિસિપલ સરકારના સ્વરૂપમાં મેયર અને કાઉન્સિલ છે. નાનાં શહેરોનું સંચાલન ટાઉન કાઉન્સિલ દ્વારા અને ટાઉનશિપનો વહીવટ ટાઉનશિપ ટ્રસ્ટી અને સલાહકાર બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે.[૭૭]

રાજકારણ

[ફેરફાર કરો]
રાષ્ટ્રપતિય ચૂંટણીનાં પરિણામો [૮૬]
વર્ષ રિપબ્લિકન ડેમોક્રેટિક
2008 48.83% 1,345,648 49.86% 1,374,039
2004 59.94% 1,479,438 39.26% 969,011
2000 56.65% 1,245,836 41.01% 901,980
1996 47.13% 1,006,693 41.55% 887,424
1992 42.91% 989,375 36.79% 848,420
1988 59.84% 1,297,763 39.69% 860,643
1984 61.67% 1,377,230 37.68% 841,481
1980 56.01% 1,255,656 37.65% 844,197
1976 53.32% 1,183,958 45.70% 1,014,714
1972 66.11% 1,405,154 33.34% 708,568
1968 50.29% 1,067,885 37.99% 806,659
1964 43.56% 911,118 55.98% 1,170,848
1960 55.03% 1,175,120 44.60% 952,358

1880થી 1924 સુધી ઇન્ડિયાનાના રહેવાસીઓને એક સિવાયનીત મામ રાષ્ટ્રપ્રમુખોની ચૂંટણીમાં સમાવવામાં આવ્યા હતા. વર્ષ 1880ની ચૂંટણીમાં ઇન્ડિયાનના પ્રતિનિધિ અથવા તો ધારાસભ્ય વિલિયમ હેડન ઇન્ગલિશ ઉપરાશ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે નામાંકન પામ્યા હતા અને વિનફિલ્ડ સ્ટેટ હેન્કોકની સામે ચૂંટણી લડ્યા હતા.[૮૭] વર્ષ 1884માં ઇન્ડિયાનાના ભૂતપૂર્વ ગવર્નર થોમસ એ. હેન્ડ્રિક્સને યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેમણે રાષ્ટ્રપ્રમુખ ગ્રોવર ક્લિવલેન્ડના હાથ નીચે તેમનાં મૃત્યુ સુધી એટલે કે તારીફ 25મી નવેમ્બર 1885 સુધી ફરજ બજાવી હતી.[૮૮] વર્ષ 1888માં ઇન્ડિયાનાના ઉપલી ધારાસભાના સભ્ય બેન્જામિન હેરિસનને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને તેમણે એક મુદત સુધી શાસન કર્યું હતું. ઇન્ડિયાનામાંથી યુએસની રાષ્ટ્રપ્રમુખ બની હોય તેવી તે એક માત્ર વ્યક્તિ છે. ઇન્ડિયાનાના ઉપલાગૃહના સભ્ય વર્ષ 1904માં ચાર્લ્સ ડબલ્યૂ. ફેરબેન્ક્સ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે રાષ્ટ્રપ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના હાથ નીચે 1913 સુધી ફરજ બજાવી હતી.[૮૯] વર્ષ 1912માં ફેરબેન્ક્સ બીજી ટર્મ માટે પણ ઉપપ્રમુખ તરીકે ચૂંટણીમાં ઊબા રહ્યા અને તેઓ ચાર્લ્સ ઇવાન્સ હ્યુજીસ સાથે ચૂંટણીમાં ઊભા રહ્યા પરંતુ તેઓ બંને વૂડરો વિલ્સન અને ઇન્ડિયાનાના ગવર્નર થોમસ આર. માર્શલ સામે ચૂંટણીમાં હારી ગયા. થોમસે વર્ષ 1913થી 1921 સુધી ઉપરાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળ્યું.[૯૦] ત્યારબાદ વર્ષ 1988 સુધી ઇન્ડિયાનાની એકપણ વ્યક્તિએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ભાગ નહોતો લીધો ત્યાબાદ સાંસાદ ડેન ક્વાયલ ઉપરાષટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા અને તેમણે જ્યોર્જ એચ. ડબલ્યૂ. બુશના હાથ નીચે પદભાર સંભાળ્યો.[૩૨]

ખાસ કરીને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની હરિફાઈમાં ઇન્ડિયાનામાં રિપબ્લિકન પક્ષનું મહત્વ વધારે પ્રમાણમાં જોવા મળતું હતું[૯૧][૯૨] પરંતુ હવે કૂક પાર્ટિકન વોટિંગ ઇન્ડેક્સ (સીપીવીઆઈ) અનુસાર ઇન્ડિયાનાને માત્ર આર+5નું રેટિંગ આપવામાં આવ્યું છે. જે એમ સૂચવે છે કે દેશમાં 28 પૈકી 20 "લાલ" રાજ્યોમાં રિપબ્લિકનનું જે પ્રભુત્વ છે તેના કરતા ઇન્ડિયાનામાં ઓછું છે. વર્ષ 1940માં રિપબ્લિકન પક્ષના વેન્ડેન વિલ્કીને ટેકો આપનારા માત્ર દસ રાજ્યો પૈકીનું ઇન્ડિયાના એક હતું.[૩૨] રાજ્યમાં 14 જેટલા પ્રસંગો એવા બન્યા છે કે જેમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવારે ડેમોક્રેટ પક્ષના ઉમેદવારને બે આંકડાના ટકાનો ગાળો રાખીને હરાવ્યા હોય. જેમાં છ વખત રિપબ્લિકન પક્ષ રાજ્યમાં 20 ટકાના ગાળા સાથે જીત્યો હતો તેનો સમાવેશ થાય છે.[૯૩] વર્ષ 2000 અને 2004 દરમિયાન જ્યોર્જ ડબલ્યૂ. બુશે આ રાજ્યમાં મોટા ગાળાથી ચૂંટણી જીતી હતી તે ચૂટણી ખૂબ જ રસાકસી ભરેલી થવા પામી હતી. વર્ષ 1900થી અત્યાર સુધી રાજ્યએ રાષ્ટ્રપ્રમુખ તરીકે ડેમોક્રેટ ઉમેદવારને ટેકો આપ્યો હોય તેવા બનાવો પાંચ વખત બન્યા છે. વર્ષ 1912માં વૂડરો વિલ્સન પ્રથમ એવા ડેમોક્રેટ ઉમેદવાર હતા કે જે રાજ્યમાંથી 43 ટકા વોટ સાથે જીત્યા હતા ત્યારબાદ 20 વર્ષ પછી ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ તત્કાલિન રિપબ્લિકન ઉમેદવાર હર્બર્ટ હૂવરને 55 ટકા મતોથી હરાવીને ચૂંટણી જીત્યા હતા. વર્ષ 1936માં રૂઝવેલ્ટે ફરી વખત આ રાજ્યમાં જીત મેળવી. વર્ષ 1964માં 35 ટકા મતદારોએ ડેમોક્રેટ ઉમેદવાર લિન્ડોન બી. જ્હોન્સન ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો, તેની સામે રિપબ્લિકન ઉમેદવાર બેરી ગોલ્ડવોટર ચૂંટણી લડી રહ્યા હતા. ત્યાર પછી 44 વર્ષ બાદ ડેમોક્રેટ પક્ષના ઉમેદવાર બારાક ઓબામાં જ્હોન મેકેઇન સામે 50 ટકા વિરુદ્ધ 49 ટકા મતોની પાતળી બહુમતીથી જીત્યા હતા.[૯૪]

વર્ષ 1900ની સાલથી અત્યાર સુધી ઇન્ડિયાનામાંથી માત્ર પાંચ જ ડેમોક્રેટિક ઉમેદવારોને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં નામાંકન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન 11 લોકોને ગવર્નર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. વર્ષ 2005માં મિચ ડેનિયલ્સ ગવર્નર તરીકે ચૂંટાયા તે પહેલા સતત 16 વર્ષ સુધી ડેમોક્રેટે આ રાજ્યમાં રાજ કર્યું હતું. ઇન્ડિયાના કોંગ્રેસમાં બે સેન્ટર અને નવ રિપ્રેઝેન્ટેટિવ્સની ચૂંટણી કરે છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રાજ્ય પાસે મત આપવા માટે 11 મતદાર મંડળો રહેલા છે.[૯૩] સીપીવીઆઈ રેન્કિંગ્સના જણાવ્યા અનુસાર સાત જિલ્લાઓ રિપબ્લિકન પક્ષની તરફેણમાં મત આપે છે. જોકે, ચાર રિપબ્લિકનની સામે પાંચ ડેમોક્રેટ્સ રિપ્રેઝેન્ટેટિવ્સ તરીકે ફરજ બજાવે છે. ઐતિહાસિક રીતે રાજ્યમાં પૂર્વીય અને મધ્ય વિસ્તારમાં રિપબ્લિકનોની પકડ છે. જ્યારે રાજ્યના ઉત્તર પશ્ચિમી ભાગમાં ડેમોક્રેટ પક્ષનું સ્થાન મજબૂત છે. કેટલીક વખત રાજ્યનાં દક્ષિણે આવેલાં પરગણાંઓએ પણ ડેમોક્રેટની તરફેણમાં મતદાન કર્યું છે. ઇન્ડિયાનામાં સૌથી વધારે વસતી ધરાવનાર પગરણું મેરિયોન પરગણાએ વર્ષ 1968થી 2000 સુધી રિપબ્લિકન ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે વર્ષ 2004 અને 2008ની ચૂંટણીઓમાં તેમણે ડેમોક્રેટ્સને ટેકો આપ્યો હતો. વસતીની દૃષ્ટિએ ઇન્ડિયાનાનો બીજો સૌથી મોટો વિસ્તાર લેક પરગણાએ અત્યાર સુધી માત્ર ડેમોક્રેટ પક્ષનો જ સાથ આપ્યો છે. વર્ષ 1972થી અત્યાર સુધી તેમણે ક્યારેય રિપબ્લિકનને ટેકો આપ્યો નથી.[૯૩] વર્ષ 2005માં બે એરિયા સેન્ટર ફોર વોટિંગ રિસર્ચે વર્ષ 2004ની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના આંકડા અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધારે ઉદારીકરણ અને રૂઢિચુસ્ત શહેરની યાદી બનાવી હતી. આ સર્વેક્ષણ 1,00,000 કરતા વધારે વસતી ધરાવનારા 237 શહેરો ઉપર કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં ઇન્ડિયાનાના પાંચ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉદારીકરણની દૃષ્ટિએ ગ્રેને બીજો તેમજ સાઉથ બેન્ડને 83મો ક્રમ આપવામાં આવ્યો હતો. રૂઢિચુસ્ત શહેરોમાં ફોર્ટ વેયનને 44મો, ઇવાન્સવિલેને 60મો અને ઇન્ડિયાનાપોલિસને આ યાદીમાં 82મો ક્રમ આપવામાં આવ્યો હતો.[૯૫]

અર્થતંત્ર

[ફેરફાર કરો]
ઇન્ડિયાના સ્ટેટ ક્વાર્ટર

વર્ષ 2000માં ઇન્ડિયાના ખાતે 3,084,100 લોકોનું કાર્યદળ હતું.[૯૬] વર્ષ 2005માં રાજ્યની કુલ રાષ્ટ્રીય પેદાશ 214 અબજ ડોલરની હતી. વર્ષ 2000માં ડોલરની હારમાળા હતી.[૯૭] વર્ષ 2005માં ઇન્ડિયાનાની માથાદીઠ આવક 31,150 યુએસ ડોલરની હતી.[૯૮] ઇન્ડિયાનાની આવકની વધારે ટકાવારીના કારણે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ થવા પામ્યો.[૯૯] ઇન્ડિયાનાની ઉત્તરપષ્ચિમે આવેલો કેલુમેટ પ્રાંત યુઅેસ ખાતે સૌથી વધારે સ્ટીલનું ઉત્પાદન કરતો વિસ્તાર છે. ઇન્ડિયાના ખાતે ઉત્પાદિત થતી અન્ય વસ્તુઓમાં દવાઓ અને તબીબી સાધનો, વાહનો, ઇલેક્ટ્રિકલ સાધનો, પરિવહનનાં સાધનો, રાસાયણિક ઉત્પાદનો, રબર, પેટ્રોલિયમ તેમજ કોલસાની પેદાશો અને ફેક્ટરી માટેનાં મશીનોનો સમાવેશ થાય છે.

માત્ર ઉત્પાદન ઉપર જ આધાર રાખતું હોવા છતાં પણ ઇન્ડિયાના પારંપરિક રસ્ટ બેલ્ટમાં થયેલા ઘટાડાથી તેના અન્ય પડોશીઓ કરતાં ઓછું પ્રભાવિત થયું હતું. અહીંના શ્રમબજારમાં રહેલાં કેટલાંક પરિબળો તેના માટે જવાબદાર છે. પ્રથમ કારણ તો એ કે ઔદ્યોગિક મશીનરી અને સ્ટીલ જેવાં ભારે ઉત્પાદનો માટે ઉચ્ચ કુશળતા ધરાવતા કામદારોની જરૂર હોય છે. જે લોકોને કઠોર તાલિમ આપીને તૈયાર કરી શકાતા હોય તેવા લોકો મોજુદ હોય તેવી જગ્યાએ કંપનીઓ આ પ્રકારના કામદારોની નિમણૂક કરતી નથી. બીજું કારણ એ કે ઇન્ડિયાનાનું કાર્યદળ મુખ્યત્વે વિશાળ મહાનગરીય વિસ્તારોને બદલે નાના અને મધ્યમકદનાં શહેરોમાં રહે છે. આના કારણે કંપનીઓએ તેમને નીચું વેતન ચૂકવવાનું રહે છે જે તેમને ચૂકવી દેવામાં આવે છે. કંપનીઓને એમ લાગે છે કે તેઓ સરેરાશ કરતા ઓછાં વેતને ઇન્ડિયાનામાંથી સરેરાશ કરતા ઉચ્ચ કુશળતા ધરાવતા કામદારોને રોજગારી ઉપર રાખી શકશે.[૧૦૦]

જવાઓ બનાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની ઇલી લિલીનું મુખ્યમથક ઇન્ડિયાનાના ઇન્ડિયાનાપોલિસ ખાતે આવેલું છે. રાજ્યમાં આવેલી આ સૌથી વિશાળ કંપની છે. આ ઉપરાંત ઇવાન્સવિલે ખાતે મિડ જ્હોન્સન ન્યુટ્રિશનલ્સનું મુખ્યમથક આવેલું છે.[૧૦૧] દવાઓ તેમજ તેનાં ઉત્પાદનોના કુલ વેચાણ અને નિકાસમાં ઇન્ડિયાનાનો સમગ્ર યુએસમાં પાંચમો ક્રમ આવે છે જ્યારે બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્ર આધારિત નોકરીઓમાં તેનો સમગ્ર યુએસમાં બીજો ક્રમ આવે છે.[૧૦૨]

ઇન્ડિયાના યુએસ ખાતે આવેલા મકાઈ પટ્ટા (મકાઈ પકવતો પ્રદેશ) અને અનાજ પટ્ટા (અનાજ પકવતો પ્રદેશ) ઉપર આવેલું છે. રાજ્યમાં પોષકજથ્થા પ્રકારની સુવિધા છે તે અલમસ્ત ડુક્કરો અને પ્રાણીઓ માટે મકાઈનું ઉત્પાદન કરે છે. મકાઈ ઉપરાંત રોકડિયા પાક તરીકે સોયાબિનનું પણ ઉતપાદન કરવામાં આવે છે. આજુબાજુમાં ઇન્ડિયાનાપોલિસ અને શિકાગો જેવાં શહેરોને કારણે અહીં ડેરી ઉત્પાદનો, ઈંડાનું ઉત્પાદન અને બાગાયતી ખેતીનું ઉત્પાદન સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. દક્ષિણમાં આવેલાં પરગણાંઓમાં પકવવામાં આવતા અન્ય પાકોમાં તરબૂચ, ટામેટાં, દ્રાક્ષ, ફૂદીનો, મકાઈની ધાણી અને તમાકુનો સમાવેશ થાય છે.[૧૦૩] અહીંની મોટાભાગની જમીનો ઘાસનાં મેદાનો નથી અને તેના ઉપરથી વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના દક્ષિણ ભાગમાં મોટાભાગની જમીનો ઉપર વન પ્રદેશનાં ટુકડાઓ રહેલા છે જેના કારણે ઘરનાં ફ્રર્નિચર (રાચરચીલું) ઉદ્યોગને મદદ મળે છે.

યુએસ ખાતે ઇન્ડિયાનાનાં અર્થતંત્રને વ્યાપારલક્ષી ગણવામાં આવે છે. તેના રૂઢિચુસ્ત વેપારનું વાતાવરણ, નીચા કરવેરા, કામદાર મંડળોમાં સભ્ય પદની ઓછી સંખ્યા શ્રમ કાયદાને કારણે આમ થયું છે. એક એવી પણ માન્યતા છે કે અહીં નોકરી જ્યારે જોઇએ ત્યારે મળે છે. અહીં નોકરીદાતા કોઇ પણ જાતનું કારણ આપ્યા વિના નોકરીયાતને કાર્યદળમાંથી નોકરીમાંથી છૂટો કરી શકે છે.

ઇન્ડિયાના રાજ્યમાં 3.4 ટકાનો સમાન આવકવેરો લેવામાં આવે છે. ઇન્ડિયાનાનાં ઘણાં પરગણાંઓ પણ આવકવેરાની વસૂલાત કરે છે. રાજ્યનો વેચાણવેરાનો દર 7 ટકાનો છે. ઇન્ડિયાના ખાતે વ્યાપારિક અને ખાનગી બંને પ્રકારની મિલકતો ઉપર મિલકત વેરો વસૂલ કરવામાં આવે છે. જેનો વહીવટ ડિપાર્ટમેન્ટ ઓફ લોકલ ગવર્નમેન્ટ ફાઇનાન્સ દ્વારા કરવામાં આવે છે. મિલકત વેરો િલકત કયા પ્રકારની છે તેના ઉપર આધારિત છે. (શાળાઓ, પરગણાં, ટાઉનશિપ્સ, શહેરો અને નગરો, ગ્રંથાલયો વગેરે) આ તમામ પ્રકારોમાંથી જે સ્થળમાં પ્રોપર્ટી અથવા તો મિલકત આવતી હોય તે આધારે તેના ઉપર મિલકત વેરો લાદવામાં આવે છે. જોકે, તારીખ 19મી માર્ચ 2008ની સાલથી મિલકત વેરાઓમાં "સર્કિટ બ્રેકર કાયદો" અમલી બનાવવામાં આવ્યો છે જેમાં ઘરના માલિકો માટે ઘરની આકારણી કિંમતના એક ટકા, ભાડાની મિલકત અને ખેતીની જમીન માટે બે ટકા મિલકત વેરો અને વ્યાપારિક મિલકત માટે ત્રણ ટકાનો મિલકત વેરો લાદવામાં આવ્યો છે.

રાજ્યનું અંદાજપત્ર

[ફેરફાર કરો]

કાયદા અને બંધારણ અનુસાર ઇન્ડિયાનાને અંદાજપત્ર રજૂ કરવાની કાયદાકીય જરૂરીયાત રહેતી નથી. તેના બદલે ઇન્ડિયાના ઉપર દેવું લેવા માટે બંધારણીય પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રોકડ અનામતો માટે ઇન્ડિયાના પાસે રેઇની ડે ફંડ છે જેના બરાબર તે જાહેર ખર્ચ કરે છે. યુએસનાં અમુક રાજ્યો પૈકીનું ઇન્ડિયાના એક છે કે જેને લાઇન આઇટમ વિટોની પરવાનગી આપવામાં આવી નથી. ઇન્ડિયાના ક્યારેય જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સનો ઉપયોગ કરતું નથી.

ઇન્ડિયાનાના વીજ ઉત્પાદનમાં મુખ્યત્વે જીવાશ્મિ ઇંધણ, ખાસ કરીને કોલસાનો વપરાશ થાય છે. ઇન્ડિયાના 24 કોલસા આધારિત વીજ મથકો ધરાવે છે જેમાં માઉન્ટ કાર્મેલ, ઇલિનોઇસ ખાતે વાબાશ નદી પર આવેલા અમેરિકાના સૌથી મોટા કોલસા આધારિત વીજ મથક, ગિબસન જનરેટિંગ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. ઇન્ડિયાનાએ પવન, જળવિદ્યુત,બાયોમાસ અથવા સૌર ઊર્જા જેવા પુનઃપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાની ખાતરી આપી છે તેમ છતાં સધર્ન ઇન્ડિયાનામાં કોલસો પુષ્કળ પ્રમાણમાં મળતો હોવાથી આ દિશામાં પ્રગતિ ધીમી છે. સ્ટેટના મોટા ભાગના નવા પ્લાન્ટ કોલ ગેસિફિકેશન પ્લાન્ટ છે. ઊર્જાનો અન્ય સ્ત્રોત છે જળવિદ્યુત.

સૌર વિદ્યુત અને પવન વિદ્યુતની દિશામાં સંશોધન થઇ રહ્યું છે અને ભૂઉષ્મા વિદ્યુતનો વેપારી ધોરણે ઉપયોગ થઇ રહ્યો છે. 2006ના નવા અંદાજે ઇન્ડિયાનાની પવન ઊર્જાની ક્ષમતાનો અંદાજ 50 મીટર ઊંચી ટર્બાઇન માટે 30 MWથી વધારીને 70 મીટરની ઊંચાઇ માટે 40,000 MW કર્યો હતો. આ અંદાજ 100 મીટર ઊંચી નવી ટર્બાઇન માટે બેવડો કરી શકાય છે.[૧૦૪] જૂન 2008ના અંતે ઇન્ડિયાનામાં વિન્ડ ટર્બાઇનની સ્થાપિત ક્ષમતા 130 MWની હતી અને નિર્માણાધિન ક્ષમતા 400 MWની હતી.[૧૦૫]

ઊર્જાના સ્ત્રોતો (2009) વ્યક્તિગત એકમો માટે નીચેનું નાવબોક્સ જુઓ
ઈંધણ ક્ષમતા કુલ વપરાશની ટકાવારી કુલ ઉત્પાદનની ટકાવારી ઉત્પાદન એકમોની સંખ્યા
કોલસો 22,190.5 મે.વો. 63 % 88.5 % 28 એકમો
કુદરતીગેસ 2,100 મે.વો. 29% 10.5% 15 એકમો
સ્ટેશનો ચલાવવા માટે ખાસ ઉપયોગમાં લેવાય છે.
પવન
(હાલમાં ઇન્ડિયાના ખાતે ઊર્જાનું સૌથી ઝડપી વિકસી રહેલું સ્વરૂપ)
530.5 મે.વો.
1,836.5 મે.વો.
જ્યારે તમામ પવનચક્કીઓ કાર્યરતથશેત્યારે
? ? 4 પવનચક્કીનાંખેતરો
કુલ લગભગ 1,000-1,100 ટાવર
કોલસાનું ગેસમાં રૂપાંતરણ 600 મે.વો. ? ? 1 એકમ બાંધકામ હેઠળ
પેટ્રોલિયમ 575 મે.વો. 7.5 % 1.5% 10 એકમો
જળશક્તિ આધારિત વીજળી 64 મે.વો. 0.0450 % 0.0100 % 1 એકમ
બાયોમાસ 28 મે.વો. 0.0150 % 0.0020 % 1 એકમ
લાકડું અને કચરો 18 મે.વો. 0.0013 % 0.0015 % 3 એકમો
જિયોથર્મલ અને/અથવા સૂર્ય 0 મે.વો. 75.0% 0.0 હાલમાં કોઈ એકમ નથી
પરમાણુ 0 મે.વો. 0.0% 0.0 તાજેતરમાં જ 12 એકમોનું કામ પૂરૂં થયું
કુલ 22,797.5 મે.વો
પવન ઊર્જાનાં માત્ર ઊંચા આંકડાઓનો સમાવેશ
100% 100% 46 ઉત્પાદન એકમો

ઢાંચો:Generating Stations in Indiana

પરિવહન

[ફેરફાર કરો]

હવાઇમથકો

[ફેરફાર કરો]

ઇન્ડિયાનાપોલિસ ઇન્ટરનેશનલ એરપોર્ટ બૃહદ ઇન્ડિયાનાપોલિસના વિસ્તારોને સેવા આપે છે અને ત્યાં હાલમાં જ નવા પેસેન્જર ટર્મિનલનું બાંધકામ પૂર્ણ થયું છે. નવું એરપોર્ટ નવેમ્બર 2008માં ખુલ્લું મુકાયું છે અને નવી મિડફીલ્ડ પેસેન્જર ટર્મિનલ, કોનકોર્સ, એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર, પાર્કિંગ ગેરેજ અને એરફીલ્ડ તેમજ એપ્રોન ઇમ્પ્રુવમેન્ટ જેવી સુવિધા ધરાવે છે.[૧૦૬]

અન્ય મુખ્ય એરપોર્ટમાં ઇવાન્સવિલે રિજનલ એરપોર્ટ, ફોર્ટ વેન ઇન્ટરનેશનલ એરપોર્ટ (જે એર નેશનલ ગાર્ડની 122મી ફાઇટર વિંગ ધરાવે છે), અને સાઉથ બેન્ડ રીજનલ એરપોર્ટનો સમાવેશ થાય છે. ગેરી શિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટને શિકાગોનું ત્રીજું મુખ્ય એરપોર્ટ બનાવવાની દરખાસ્તને 2006ની શરૂઆતમાં સમર્થન મળ્યું હતું જ્યારે તેના માટે આગામી દસ વર્ષ માટે $48 મિલિયન કેન્દ્રીય ભંડોળને મંજૂરી મળી હતી.[૧૦૭]

ટેરે હૌટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઇ એરલાઇન કામગીરી નથી કરતી પરંતુ તે ખાનગી ઉડાન માટે ઉપયોગમાં લેવાય છે. 1954થી, ઇન્ડિયાના એર નેશનલ ગાર્ડની 181મી ફાઇટર વિંગ આ એરપોર્ટ પર સ્થાયી થયેલી છે. જો કે, 2005ની બેઝ રિએલાઇનમેન્ટ એન્ડ ક્લોઝર (બ્રાક) દરખાસ્તમાં જણાવાયું હતું કે 181મી વિંગ તેનું ફાઇટર મિશન અને F-16 એરક્રાફ્ટ ગુમાવશે જેને પગલે ટેરે હૌટ સુવિધા માત્ર સામાન્ય ઉડાન સુવિધા બનશે.

સ્ટેટના આ દક્ષિણ ભાગને લુઇસવિલે, કેન્ટુકીમાં ઓહિયો નદી પર આવેલું લુઇસવિલે ઇન્ટરનેશનલ એરપોર્ટ સેવા આપે છે. સ્ટેટના દક્ષિણપૂર્વના ભાગને ફ્લોરેન્સ, કેન્ટુકીમાં ઓહિયો નદી પર આવેલું સિનસિનાટી/નોર્ધન કેન્ટુકી ઇન્ટરનેશનલ એરપોર્ટ સેવા પુરી પાડે છે. નોર્થવેસ્ટ ઇન્ડિયાનાના મોટા ભાગના રહેવાસીઓ ખાસ કરીને શિકાગો મેટ્રોપોલિટન એરીયાના, શિકાગોના બે એરપોર્ટ ઓહરે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ કરે છે.

ઢાંચો:Airports in Indiana

ધોરીમાર્ગો

[ફેરફાર કરો]
2008–2013 ઇન્ડિયાના લાઇસન્સ પ્લેટ. આ પ્લેટ ચાર પ્રકારમાં ઉપલબ્ધ છે.ઉપરઃ ગ્રાન્ડફાધર વર્ઝનતમામ ચારેય કિસ્સામાં, કાઉન્ટી, આ કિસ્સામાં ગિબ્સનને પ્લેટની ટોચની બાજુએ સફેદ ટેગ સાથે દર્શાવેલું છે.

ઇન્ડિયાનામાં મુખ્ય યુએસ ઇન્ટરસ્ટેટ ધોરીમાર્ગોમાં are આઇ-64, આઇ-164, આઇ-65, આઇ-265, આઇ-465, આઇ-865, આઇ-69, આઇ-469, આઇ-70, આઇ-74, આઇ-80, આઇ-90, આઇ-94 અને આઇ-275નો સમાવેશ થાય છે. ઇન્ડિયાનાપોલિસની અંદર અને તેને આસપાસ પસાર થતા વિવિધ ધોરીમાર્ગોમાં સ્ટેટના હુલામણા નામ ક્રોસરોડ્સ ઓફ અમેરિકા શબ્દનો સ્ત્રોત છે. ઇન્ડિયાનાપોલીસ એક મુખ્ય રેલરોડ કેન્દ્ર તરીકેનો ઐતિહાસિક દરજ્જો ધરાવે છે અને એક સમયે અહીંથી કેનાલો પસાર થતી હતી. ઇન્ડિયાના અમેરિકાના અન્ય કોઇ પણ સ્ટેટની તુલનાએ ચોરસ માઇલ દીઠ વધુ લાંબો આંતરરાજ્ય રોડ ધરાવે છે.

ઘણા સ્ટેટ હાઇવેની ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા જાળવણી થાય છે. તેને યુએસ હાઇવેની જેમ જ નંબર આપવામાં આવ્યા છે. ઇન્ડિયાના વિવિધ વર્ગના હાઇવેને એક જ નંબર આપવાની છૂટ આપે છે. દાખલા તરીકે, ઇન્ટરસ્ટેટ 64 અને સ્ટેટ રોડ 64 બંને (એકબીજાની નજીક હોવા છતાં) ઇન્ડિયાનામાં અસ્તિત્વ ધરાવે છે. આ બંને રોડ એક બીજાથી એકદમ અલગ છે અને તે એકબીજા સાથે કોઇ સંબંધ ધરાવતા નથી.

કાઉન્ટી રોડ્ઝ

[ફેરફાર કરો]

ઇન્ડિયાનાની મોટા ભાગની કાઉન્ટી કાઉન્ટી રોડ ઓળખવા માટે ગ્રીડ આધારિત પ્રણાલીનો ઉપયોગ કરે છે; આ પ્રણાલીએ જૂની રોડ નંબર અને નામવાળી મનસ્વી પ્રણાલીનું સ્થાન લીધું હતું. નવી પ્રણાલી અન્ય બાબતોની સાથે 9-1-1 પરથી આવેલા કોલના સ્ત્રોતને ઓળખવું વધુ સહેલું બનાવે છે. સ્ટેટના ઉત્તર અને મધ્ય ભાગના બરફવાળા સપાટ વિસ્તારોમાં આ પ્રણાલીનો અમલ સરળ છે. સ્ટેટના દક્ષિણ ભાગની ગ્રામીણ કાઉન્ટીમાં ગ્રીહ હોવાની શક્યતા ઓછી છે માટે તેમને અવ્યવસ્થિત રોડ નામ પર આધાર રાખવો પડી શકે છે. (દા.ત. ક્રોફોર્ડ, હેરિસન, પેરી, સ્કોટ અને વોશિંગ્ટન કાઉન્ટીઝ); સ્ટેટના ઉત્તર ભાગમાં એવી પણ કાઉન્ટીઝ છે કે જેણે ગ્રીડ પ્રથાનો ક્યારેય અમલ કર્યો નથી અથવા તો તેનો આંશિક જ અમલ કર્યો છે. કેટલીક કાઉન્ટીઝ હીરા જેવી ગ્રીડ સિસ્ટમમાં ગોઠવવામાં આવી છે (દા.ત. ક્લાર્ક, ફ્લોઇડ, ગિબસન અને નોક્સ કાઉન્ટીઝ). આવી સ્થિતિમાં પણ આ પ્રણાલી નિરર્થક છે. એક સમયે નોક્સ કાઉન્ટી કાઉન્ટી રોડ માટે બે અલગ ગ્રીડ વ્યવસ્થાનો અમલ કરતી હતી કારણકે કાઉન્ટીનો બે અલગ સરવે ગ્રીડમાં સમાવેશ થતો હતો પરંતુ હવે ગ્રીડ પ્રણાલીના સ્થાને રોડના નામ અને સંયુક્ત રોડનો જ અમલ કરવાનું નક્કી કરાયું છે.

નોંધનીય છે કે સાઉથ બેન્ડ મુખ્ય શહેર ધરાવતી સેન્ટ જોસફ કાઉન્ટીની કાઉન્ટી રોડ ગ્રીડ પ્રણાલી ઉત્તર-દક્ષિણ રોડ માટે મૂળાક્ષરના ક્રમમાં પેરિનિયલ (વૃક્ષો)ના નામનો ઉપયોગ કરે છે.(દા.ત. એશ, હિકોરી, આયરન વૂડ વગેરે). જ્યારે પૂવ્ર-પશ્ચિમ રોડ માટે પ્રમુખના અથવા અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામનો મૂળાક્ષરના ક્રમમાં ઉપયોગ કરે છે (દા.ત. અદામ્સ, એડિસન, લિંકન વે, વગેરે) સાઉથ બેન્ક અને મશાવાકામાં આ નિયમમાં કેટલાક અપવાદ પણ છે.

ઇન્ડિયાના 4,255 માઇલનો રેલરોડ રૂટ ધરાવે છે જેમાંથી 91 ટકા માર્ગનું સંચાલન ક્લાસ I રેલરોડ્સ, સીએસએક્સ ટ્રાન્સપોર્ટેશન અને નોરફોક સધર્ન રેલવે કરે છે. ઇન્ડિયાનાના અન્ય ક્લાસ I રેલરોડમાં કેનેડીયન નેશનલ રેલવે અને કેનેડીયન પેસિફિક રેલવેની પેટાકંપની સૂ લાઇન રેલરોડ, તેમજ એમટ્રેકનો સમાવેશ થાય છે. બાકીના માર્ગનું સંચાલન 37 ક્ષેત્રીય, સ્થાનિક, સ્વિચિંગ અને ટર્મિનલ રેલરોડ્સ દ્વારા થાય છે. સધર્ન શોર લાઇન દેશની સૌથી વ્યસ્ત રેલ સિસ્ટમ છે જે શિકાગો થી સધર્ન બેન્ડ સુધી વિસ્તરેલી છે. ઇન્ડિયાના અત્યારે વિશાળ રેલ યોજનાનો અમલ કરી રહ્યું છે જે 2002માં પારસન્સ કોર્પોરેશ દ્વારા તૈયાર કરાઇ હતી.[૧૦૮]

ઇન્ડિયાના દર વર્ષે 70 મિલિટન ટન કાર્ગોની દરિયાઇ માર્ગે નિકાસ કરે છે, જે અમેરિકાના તમામ સ્ટેટ્સમાં 14માં ક્રમે આવે છે. ઇન્ડિયાનાની અડધાથી વધુ સરહદ દરિયા સાથે જોડાયેલી છે. જેમાં બે મુખ્ય ફ્રેટ ટ્રાન્સપોર્ટેશન જળમાર્ગ 400 miles (640 km)સીધી સુવિધાનો સમાવેશ થાય છે. જે ગ્રેટ લેક્સ/ સેન્ટ લોરેન્સ સીવે (વાયા મિશિગન) અને ઇનલેન્ડ વોટરવે સિસ્ટમ (વાયા ઓહિયો નદી). પોર્ટ્સ ઓફ ઇન્ડિયાના ત્રણ મુખ્ય બંદરોનું સંચાલન કરે છે જેમાં બર્ન્સ હાર્બર, જેફરસનવિલે, અને માઉન્ટ વર્નોનનો સમાવેશ થાય છે.[૧૦૯]

શિક્ષણ

[ફેરફાર કરો]

સરકારની સહાયથી ચાલતી જાહેર શાળા વ્યવસ્થાનો અમલ કરવા માટે ઇન્ડિયાનાનું 1816નું બંધારણ કાઉન્ટીમાં સૌ પ્રથમ હતું. તેણે જાહેર યુનિવર્સિટીઓને એક ટાઉનશિપ પણ ફાળવી હતી.[૧૧૦] જો કે આ યોજના સ્થાપક સમાજ માટે આદર્શવાદથી બહુ દૂર સાબિત થઇ હતી કારણકે ટેક્સના નાણા તેના સંસ્થાનોને મળતા ન હતા. 1840માં કાલેબ મિલ્સે કરવેરાની આવકથી ચાલતી શાળાઓની જરૂરીયાત પર ભાર મુક્યો હતો અને 1851માં તેની આ સલાહને સ્ટેટના નવા બંધારણમાં સામેલ કરાઇ હતી. જાહેર શાળા વ્યવસ્થાની વૃદ્ધિ કાનૂની દંગલમાં ફસાયેલી રહી હતી તેમ છતાં 1870 સુઘી ઘણી જાહેર પ્રાથમિક શાળઓ ચાલુ રહી હતી. ઇન્ડિયાનાના મોટા ભાગના બાળકો જાહેર શાળામાં ભણવા જાય છે પરંતુ લગભગ 10% બાળકો ખાનગી શાળા અને પેરોકિયલ સ્કૂલમાં ભણવા જાય છે. ઇન્ડિયાનાના તમામ કોલેજના લગભગ અડધા વિદ્યાર્થીઓ સરકારની સહાયથી ચાલતી ચાર વર્ષની સ્કૂલમાં અભ્યાસ કરે છે. સૌથી મોટી સંસ્થા ઇન્ડિયાના યુનિવર્સિટી છે જેને 1820માં ઇન્ડિયાના સેમિનરી તરીકેનો દરજ્જો અપાયો હતો. પરડ્યુ યુનિવર્સિટીની રચના 1869માં લેન્ડ-ગ્રાન્ટ કોલેજ તરીકે થઇ હતી. ચાર અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં ઇન્ડિયાના સ્ટેટ યુનિવર્સિટી (1865), વિનસેન્ઝ યુનિવર્સિટી (1802), બોલ સ્ટેટ યુનિવર્સિટી (1918) અને યુનિવર્સિટી ઓફ સધર્ન ઇન્ડિયાના (1965)નો સમાવેશ થાય છે. ઇન્ડિયાનાની ઘણી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ ધાર્મિક સમુદાયો સાથે સંકળાયેલી છે. યુનિવર્સિટી ઓફ નોટ્રે ડામ એ જાણીતી રોમન કેથોલિક સ્કૂલ છે. પ્રોટેસ્ટન્ટ ડિનોમિનેશન્સ સાથે સંકળાયેલી યુનિવર્સિટીઓમાં ટેલર યુનિવર્સિટી, ડીપ્યુ યુનિવર્સિટી, અર્લહામ કોલેજ, વેલપરાઇઝો યુનિવર્સિટી[૭૭], અને યુનિવર્સિટી ઓફ ઇવાન્સવિલેનો સમાવેશ થાય છે.[૧૧૧]

રમત ગમત

[ફેરફાર કરો]

વ્યાવસાયિક રમતો

[ફેરફાર કરો]

ઇન્ડિયાના ઓટો રેસિંગનો લાંબો ઇતિહાસ ધરાવે છે. ઇન્ડિયાનાપોલીસ દર વર્ષે મે મહિનામાં ઇન્ડિયાનાપોલિસ મોટર સ્પીડવે ખાતે મેમોરીયલ ડે વિકેન્ડમાં ઇન્ડિયાનાપોલિસ 500 માઇલની સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધાનું નામ ટૂંકાવીને "ઇન્ડિ 500" કરાયું છે અને તે "ધ ગ્રેટ સ્પેક્ટાકલ ઇન રેસિંગ"ના હુલામણા નામે ઓળખાય છે. સ્પર્ધા દર વર્ષે 2,50,00 લોકોનો આકર્ષે છે અને તેને વિશ્વની સૌથી મોટી એક દિવસીય રમત સ્પર્ધા બનાવે છે. ટ્રેક બ્રિકયાર્ડ ખાતે ઓલસ્ટેટ 400 (નાસ્કાર) અને રેડ બુલ ઇન્ડિયાનાપોલિસ ગ્રાંડ પ્રીક્સ (મોટોજીપી)નું આયોજન કરે છે. 2000 થી 2007થી સુધી તેણે યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રાં પ્રી (ફોર્મ્યુલા વન)નું આયોજન કર્યું હતું. ઇન્ડિયાના બે મુખ્ય અનલિમિટેડ હાયડ્રોપ્લેન રેસિંગ પાવર બોટ રેસ સર્કિટનું પણ મુખ્ય H1 અનલિમિટેડ લીગ: થન્ડર ઓન ઓહિયો (ઇવાન્સવિલે, ઇન્ડિયાના) અને મેડિસન રેગટ્ટા (મેડિસન, ઇન્ડિયાના)માં આયોજન કરે છે.

ઇન્ડિયાના બાસ્કેટબોલનો સમૃદ્ધ વારસો ધરાવે છે જેનો ઇતિહાસ બાસ્કેટબોલના પ્રારંભિક વર્ષો સુધી લંબાય છે. જેમ્સ નૈસ્મિથએ 1891માં સ્પ્રિન્ગફીલ્ડ, મેસાશુસેટ્સ બાસ્કેટબોલની રમત વિકસાવી હતી જ્યારે ઇન્ડિયાનામાં હાઇ સ્કૂલ બાસ્કેટબોલની રમત પેદા થઇ હતી. 1925માં નૈસ્મિથે ઇન્ડિયાના બાસ્કેટબોલ સ્ટેટ ફાઇનલ ગેમની 15,000 ચાહકો સાથે મુલાકાત લીધી હતી. તેણે બાદમાં લખ્યું હતું કે "બાસ્કેટબોલ ખરેખર મૂળ ઇન્ડિયાનામાં છે, જે રમનું કેન્દ્ર રહ્યું છે." 1986ની ફિલ્મ હૂઝીયર્સ 1954 ઇન્ડિયાના સ્ટેટ ચેમ્પિયન્સ મિલાન હાઇ સ્કૂલની કહાણી પરથી પ્રેરાયેલી છે.

ક્લબ રમત-ગમત લીગ
એલ્ખાર્ટ એક્સપ્રેસ બાસ્કેટબોલ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ લીગ
ઈવાન્સવિલે આઇસમેન આઇસ હોકીઃ આંતરરાષ્ટ્રીય હોકી લીગ
ઈવાન્સવિલે ઓટર્સ બેઝબોલ ફ્રન્ટિયર લીગ
એફસી ઇન્ડિયાના સોકર (ફૂટબોલ) વિમેન્સ પ્રીમિયાર સોકર લીગ
ફોર્ટ વેયન ફિવર સોકર યુએસએલ પ્રીમિયર ડેવલપમેન્ટ લીગ
ફોર્ટ વેયન ફ્લેશ ફૂટબોલ વિમેન્સ ફૂટબોલ એલાયન્સ
ફોર્ટ વેયન ફાયરહોક્સ અરિના ફૂટબોલ કોન્ટિનેન્ટલ ઇન્ડોર ફૂટબોલ લીગ
ફોર્ટ વેયન કોમેટ્સ આઇસ હોકીઃ આંતરરાષ્ટ્રીય હોકી લીગ (2007-)
ફોર્ટ વેયન મેડ એન્ટ્સ બાસ્કેટબોલ એનબીએ ડેવલપમેન્ટ લીગ
ફોર્ટ વેયન પિસ્ટોન્સ (હવે ડેટ્રોઇટ પિસ્ટોન્સ) બાસ્કેટબોલ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન:
ફોર્ટ વેયન ટિનકેપ્સ બેઝબોલ મિડવેસ્ટ લીગ
ગેરી સાઉથ સોર રેઇલ કેટ્સ બેઝબોલ નોર્ધન લીગ
ગેરી સ્ટીલ હેડ્ઝ બાસ્કેટબોલ ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ લીગ
ઇન્ડિયાના ફિવર બાસ્કેટબોલ વિમેન્સ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન
ઇન્ડિયાના આઇસ આઇસ હોકીઃ યુનાઇટેડ સ્ટેટ્સ હોકી લીગ
ઇન્ડયાના પેસર્સ બાસ્કેટબોલ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન, ભૂતકાળમાં, ધ અમેરિકન બાસ્કેટબોલ એસોસિયેશન
ઇન્ડિયાના ઇન્વેડર્સ સોકર યુએસએલ પ્રીમિયર ડેવલપમેન્ટ લીગ
ઇન્ડિયાના સ્પીડ ફૂટબોલ વિમેન્સ પ્રોફેશનલ ફૂટબોલ લીગ
ઇન્ડિયાનાપોલિસ કોલ્ટ્સ ફૂટબોલ નેશનલ ફૂટબોલ લીગ
ઇન્ડિયાનાપોલિસ ઇન્ડિયન્સ બેઝબોલ ઇન્ટરનેશનલ લીગ
સાઉથ બેન્ડ સિલ્વર હોક્સ બેઝબોલ મિડવેસ્ટ લીગ
ચિ ટાઉન શૂટર્સ હોકી ઓલ અમેરિકન હોકી લીગ

કોલેજની રમતો

[ફેરફાર કરો]

ઇન્ડિયાના કોલેજ સ્તરે રમતગમતમાં ભારે સફળતા ધરાવે છે. નોંધપાત્ર રીતે, ઇન્ડિયાના યુનિવર્સિટી એ પાંચ એનસીએએ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ, છ સ્વિમિંગ અને ડાઇવિંગ એનસીએએ ચેમ્પિયનશિપ અને સાત એનસીએએ સોકર ચેમ્પિયનશિપ જીતી છે અને નોટ્રે ડેમ ને 11 ફૂટબોલ ચેમ્પિયનશિપ એનાયત કરાઇ છે. એનસીએએ ડિવિઝન I એથલેટિક કાર્યક્રમોનું આયોજન કરતી શાળાઓ નીચે મુજબ છેઃ

valign=top valign=top valign=top valign=top valign=top valign=top

અન્ય રમતો

[ફેરફાર કરો]

હિલી હન્ડ્રેડ એક સાયકલ પ્રવાસ છે જે દર વર્ષે 5,000 જેટલા સાયક્લિંગ રસિકોને આકર્ષે છે. આ કોર્સ ગ્રીને, મોનરો અને ઓવેન કાઉન્ટીઓમાંથી પસાર થાય છે.

પરચૂરણ

[ફેરફાર કરો]

લશ્કરી થાણા

[ફેરફાર કરો]

ઇન્ડિયાના બે મુખ્ય લશ્કરી થાણા ધરાવતું આવ્યું છે જેમાં પેરુ નજીક ગેરિસન એર ફોર્સ બેઝ (જે 1994માં બદલાઇને એર ફોર્સ રિઝર્વ થાણું કરવામાં આવ્યું હતું) અને ઇન્ડિયાનાપોલીસ નજીક ફોર્ટ બેન્જામિન હેરિસન, જે અત્યારે બંધ છે જો કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે ત્યાં તેનું મોટું નાણાકીય કેન્દ્ર (ડિફેન્સ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ સર્વિસ) ચાલુ રાખ્યું છે.

વર્તમાન સક્રિય થાણામાં ફોર્ટ વેન ખાતે એર નેશનલ ગાર્ડ ફાઇટર એકમો અને ટેરે હૌટ એરપોર્ટનો સમાવેશ થાય છે. (ટેરે હૌટ ફેસિલિટીને 2005 બ્રાક દરખાસ્ત હેઠળ ફોર્ટ વેન સાથે જોડવાની હતી. ટેરે હૌટ નોન-ફ્લાઇંગ ઇન્સ્ટોલેશન તરીકે ચાલુ રહેશે) આર્મી નેશનલ ગાર્ડ એડિનબર્ગ, ઇન્ડિયાનામાં કેમ્પ એટરબરી ખાતે કામગીરી કરે છે. શેલ્બિવિલે એરપોર્ટ કાતે હેલિકોપ્ટર કામગીરી અને મસ્કટાટક અર્બન ટ્રેનિંગ સેન્ટર ખાતે શહેરી તાલિમ આપે છે.

નેવલ સરફેસ વોરફેર સેન્ટર ક્રેન ડિવિઝન સ્ટેટની નૈઋત્યમાં આવેલું છે અને આર્મીનો ન્યૂપોર્ટ કેમિકલ ડેપો, જે અત્યારે ત્યાં મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવેલા રાસાયણિક હથિયારોને નિષ્ક્રિય કરવામાં સંકળાયેલું છે, તે સ્ટેટના પશ્ચિમ ભાગમાં આવેલું છે. નેવલ ઓપરેશનલ સપોર્ટ સેન્ટર ઇન્ડિયાનાપોલિસ કેટલાક નેવી રિઝર્વ એકમો પણ ધરાવે છે. જેમાં બે મરિન રિઝર્વ એકમ અને એક સક્રિય અને પૂર્ણ સમયના સપોર્ટ રિઝર્વ પર્સનેલના નાના કન્ટજન્ટનો સમાવેશ થાય છે.

ટાઇમ ઝોન

[ફેરફાર કરો]
નવા (2006) સીએસટી અને ઇએસટી વિસ્તારો સાથે અમેરિકા ટાઇમ ઝોનનો નકશો, જે ઇન્ડિયાનાને મોટે ભાગે પૂર્વ ઝોનમાં દર્શાવે છે.

ઇન્ડિયાના અમેરિકાના તેર સ્ટેટ્સ પૈકીનું એક છે જે એક કરતા વધુ ટાઇમ ઝોનમાં વહેંચાયેલું હોય ઇન્ડિયાનાનોનો ટાઇમ ઝોન છેલ્લી સદીમાં બદલાતો રહ્યો છે. અત્યારે મોટા ભાગના સ્ટેટ ઇન્સ્ટર્ન ટાઇમનું પાલન કરે છે, શિકાગો નજીકની છ કાઉન્ટી અને ઇવાન્સવિલે નજીકની છ કાઉન્ટી સેન્ટ્રલ ટાઇમનું પાલન કરે છે. આ બાબતે લાંબા સમયથી ચર્ચા ચાલતી જ આવે છે.

2006 પહેલા ઇન્ડિયાનાનો મોટા ભાગનો હિસ્સો ડેલાઇટ સેવિંગ ટાઇમ (ડીએસટી)ને અનુસરતો ન હતો. આ વિસ્તારની કેટલીક કાઉન્ટીઝ, ખાસ કરીને ફ્લોયડ, ક્લાર્ક, અને હેરિસન લુઇસવેલ, કેન્ટુકી નજીકની કાઉન્ટી, અને ઓહિયો અને સિનસિનેટી, ઓહિયો નજીક આવેલી ડીયરબોર્ડ કાઉન્ટીઓ, સ્થાનિક રિવાજ મુજબ બિનસત્તાવાર રીતે ડીએસટીને અનુસરે છે. એપ્રિલ 2006થી સમગ્ર સ્ટેટ ડીએસટીને અનુસરે છે. ડીએસટીને કારણે ઊર્જાની બચત થવી જોઇતી હતી પરંતુ 2006ના પરિવર્તન પહેલા અને બાદના બિલિંગ ડેટાનો 2008માં અભ્યાસ સૂચવે છે કે બપોરના વધારાના કૂલિંગને કારણે રહેણાંક વીજ વપરાશમાં 1% થી 4%નો વધારો થયો છે.[૧૧૨]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; mottoનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. વસતિ ગીચતાને આધારે રાજ્યોનો ક્રમ
  3. Stewart, George R. (1967) [1945]. Names on the Land: A Historical Account of Place-Naming in the United States (Sentry edition (3rd) આવૃત્તિ). Houghton Mifflin. પૃષ્ઠ 191. CS1 maint: discouraged parameter (link)
  4. Indiana Historical Bureau. "The naming of Indiana". IN.gov. મેળવેલ 2008-09-29.
  5. "Angel Mounds State Historic Site". Evansville Convention & Visitors Bureau. મૂળ માંથી 2006-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-14.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Prehistoric Indians of Indiana" (PDF). State of Indiana. મૂળ (PDF) માંથી 2013-01-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-05.
  7. બ્રિલ, પાનું 31-32.
  8. ૮.૦ ૮.૧ "Northwest Ordinance of 1787". State of Indiana. મેળવેલ 2009-07-24.
  9. બ્રિલ, પાનું 33.
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ "Government at Crossroads: An Indiana chronology". The Herald Bulletin. 2008-01-05. મેળવેલ 2009-07-22. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  11. બ્રિલ, પાનું 35.
  12. બ્રિલ, પાના 36-37.
  13. Vanderstel, David G. "The 1851 Indiana Constitution by David G. Vanderstel". State of Indiana. મેળવેલ 2009-07-24.
  14. ફન્ક, પાના 23-24,163
  15. ગ્રે (1995), પાનું 156
  16. ફન્ક, પાનું 3-4
  17. Foote, Shelby (1974). The Civil War; a Narrative, Red River to Appomattox. Random House. પૃષ્ઠ 343–344.
  18. ગ્રે (1995), પૃષ્ઠ 202.
  19. ગ્રે (1995), પૃષ્ઠ 13
  20. "The History of Indiana". History. મેળવેલ 2009-07-26.
  21. બ્રિલ, પાનું 47.
  22. Branson, Ronald. "Paul V. McNutt". County History Preservation Society. મૂળ માંથી 2008-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-26.
  23. ૨૩.૦ ૨૩.૧ પેલ, પાનું 31.
  24. ગ્રે (1995), પાનું 350.
  25. Haynes, Kingsley E. & Machunda, Zachary B (1987). Economic Geography. પૃષ્ઠ 319–333.CS1 maint: multiple names: authors list (link)
  26. ગ્રે (1995), પાનું 382
  27. ગ્રે (1995), પાનું 391-392
  28. Indiana Historical Bureau. "History and Origins". Indiana Historical Bureau. મૂળ માંથી 2008-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-28.
  29. Singleton, Christopher J. "Auto industry jobs in the 1980s: a decade of transition". Unites State Bureau of Labor Statistics. મૂળ માંથી 2009-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-28.
  30. "Profile of the People and Land of the United States". National Atlas of the United States. મૂળ માંથી 2009-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-17.
  31. મૂરે પાનું 11
  32. ૩૨.૦ ૩૨.૧ ૩૨.૨ ૩૨.૩ ૩૨.૪ "Indiana". Funk & Wagnalls New World Encyclopedia. Funk & Wagnalls. |access-date= requires |url= (મદદ)
  33. Meredith, Robyn (1997-03-07). "Big-Shouldered River Swamps Indiana Town". The New York Times. મેળવેલ 2009-08-19. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  34. "NOAA's Great Lakes Region" (PDF). National Oceanic and Atmospheric Administration. 2007-04-25. મૂળ (PDF) માંથી 2010-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-29.
  35. લોગાન, ક્યુમિંગ્સ, મેલોટ, વિશર, ટ્કર એન્ડ રીવેસ, પાનું 70
  36. લોગાન, ક્યુમિંગ્સ, મેલોટ, વિશર, ટ્કર એન્ડ રીવેસ, પાનું 82
  37. પેલ, પાનું 56
  38. મૂરે, પાનું 13
  39. મૂરે, પાનાં 11-13
  40. Boyce, Brian M (2009-08-29). "Terre Haute's Top 40: From a trickle in Ohio to the Valley's signature waterway, the Wabash River is forever a part of Terre Haute". Tribune-Star. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-24. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  41. Jerse, Dorothy (2006-03-04). "Looking Back: Gov. Bayh signs bill making Wabash the official state river in 1996". Tribune-Star. મેળવેલ 2009-09-07. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  42. Ozick, Cynthia (1986-11-09). "Miracle on Grub street; Stockholm". The New York Times. Italic or bold markup not allowed in: |publisher= (મદદ); |access-date= requires |url= (મદદ)
  43. Fantel, Hans (1984-10-14). "Sound; CD's make their mark on the Wabash Valley". The New York Times. Italic or bold markup not allowed in: |publisher= (મદદ); |access-date= requires |url= (મદદ)
  44. Hudson, John C (2001-05-01). "Chicago: Patterns of the metropolis". Indiana Business Magazine. Italic or bold markup not allowed in: |publisher= (મદદ); |access-date= requires |url= (મદદ)
  45. "Field & Stream". 76. CBS. 1971: 86. Cite journal requires |journal= (મદદ)
  46. Leider, Polly (2006-01-26). "A Town With Backbone: Warsaw, Ind". CBS News. મૂળ માંથી 2012-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-29.
  47. Bridges, David (2007-11-28). "Life in Indiana — Telegraph Mentor". London: The Daily Telegraph. મેળવેલ 2009-07-04. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  48. "Indiana — Climate". City-Data.com. મેળવેલ 2009-07-04.
  49. ૪૯.૦ ૪૯.૧ Mecklenburg, Rick (2008-05-02). "Indiana: The new Tornado Alley?". WSBT-TV. મૂળ માંથી 2009-09-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-04.
  50. Henderson, Mark (2008-05-02). "Top 20 Tornado Prone Cities and States Announced". WIFR. મૂળ માંથી 2008-11-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-17.
  51. "Climate Facts". Indiana State Climate Office. મૂળ માંથી 2011-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-29.
  52. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; 09CenEstનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  53. ૫૩.૦ ૫૩.૧ "Indiana QuickFacts from the US Census Bureau". United States Census Bureau. મૂળ માંથી 2012-04-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-12.
  54. Greninger, Howard (2007-05-19). "Vigo County's population on the rise". Tribune-Star. મૂળ માંથી 2012-12-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-10. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  55. "Metro and Nonmetro Counties in Indiana" (PDF). Rural Policy Research Institute. મૂળ (PDF) માંથી 2009-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-10.
  56. "DP-2. Profile of Selected Social Characteristics: 2000". United States Census Bureau. મૂળ માંથી 2020-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-17.
  57. "Population and Population Centers by State". United States Census Bureau. મેળવેલ 2006-11-21.
  58. Rainey, Joan P (2000). "Hamilton and Other Suburban Counties Lead the State in Population Growth" (PDF). Indiana University. મેળવેલ 2009-10-17.
  59. Justis, Rachel M (2006). "Household Income Varies by Region and Race". Indiana University. મેળવેલ 2009-10-29.
  60. "TheArda.com". મૂળ માંથી 2008-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  61. "American Religious Identification Survey". City University of New York. મૂળ માંથી 2007-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2006-12-25.
  62. બોડેનહેમર, બેરોઝ એન્ડ વાન્ડરસ્ટેલ, પાનું 696
  63. બોડેનહેમર, બેરોઝ એન્ડ વાન્ડરસ્ટેલ, પાનું 416
  64. "Forever Young: Lititz pastor retires after 33 years at Grace Brethren". Lancaster New Era. 2004-06-04. મેળવેલ 2009-08-15. Italic or bold markup not allowed in: |publisher= (મદદ) (નોંધણી જરૂરી)
  65. "Future of the faith, Area church weighs merger as a way to aid denomination". The News-Sentinel. 2004-09-22. મેળવેલ 2009-08-15. Italic or bold markup not allowed in: |publisher= (મદદ) (નોંધણી જરૂરી)
  66. Neff, David (2006-03-27). "Holiness Without the Legalism". Christianity Today. મેળવેલ 2009-08-15. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  67. "Volunteers add to church, They construct buildings for the Missionary Church". The News-Sentinel. 2003-10-06. મેળવેલ 2009-08-15. Italic or bold markup not allowed in: |publisher= (મદદ) (નોંધણી જરૂરી)
  68. "Quakers of Richmond and Wayne County, Indiana". Earlham College. મૂળ માંથી 2009-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-15.
  69. Wilson, Amy Lyles. "The Guts to Keep Going". National Public Radio. મેળવેલ 2009-08-15.
  70. "Indiana Governor Breaks Ramadan Fast with Local Muslims at his Residence (Indiana)". Pluralism.org. મેળવેલ 2009-08-15.[હંમેશ માટે મૃત કડી]
  71. Associated Press (2009-02-02). "Are American Muslims 'under more scrutiny' with Obama?". USA Today. મેળવેલ 2009-08-15. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  72. Nevers, Kevin (2008-07-11). "Duneland population growth rate slows a bit in 2007 Census estimates". Chesterton Tribune. મૂળ માંથી 2009-08-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-05. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  73. "Indiana sees big gains in population among certain cities and towns" (પ્રેસ રિલીઝ). Indiana University. 2008-07-10. http://newsinfo.iu.edu/news/page/normal/8512.html. 
  74. "Annual Estimates of the Population of Metropolitan and Micropolitan Statistical Areas". United States Census. મેળવેલ 2009-08-14.
  75. Besl, John. "Indianapolis Population Growth Spreads Out". Indiana University. મૂળ માંથી 2009-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-14.
  76. Dresang, Joel (2008-07-30). "Automaking down, unemployment up". Milwaukee Journal Sentinel. મેળવેલ 2009-08-14. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  77. ૭૭.૦ ૭૭.૧ ૭૭.૨ ૭૭.૩ ૭૭.૪ ૭૭.૫ ૭૭.૬ "Indiana Facts" (PDF). State of Indiana. મૂળ (PDF) માંથી 2010-03-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-03.
  78. ઇન્ડિયાના સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ (2007), પાનું 10
  79. "Indiana Constitution Article 5". Indiana University. 1999-02-25. મૂળ માંથી 2009-03-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-03.
  80. ઇન્ડિયાના સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ (2007), પાનું 13
  81. ૮૧.૦ ૮૧.૧ ૮૧.૨ "Indiana Constitution Article 4". Indiana University. 1999-02-25. મૂળ માંથી 2018-08-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-03.
  82. ઇન્ડિયાના સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ (2005), પાનું 11
  83. ઇન્ડિયાના સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સ (2005), પાનું 14
  84. "Indiana Constitution Article 7". Indiana University. 1999-02-25. મૂળ માંથી 2009-08-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-03.
  85. "Appellate Process". State of Indiana. 2009-02-04. મૂળ માંથી 2009-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-03.
  86. Leip, David. "Presidential General Election Results Comparison - Indiana". US Election Atlas. મેળવેલ December 31, 2009.
  87. [168] ^ ગ્રે 2006, પૃષ્ઠ 418.
  88. [168] ^ ગ્રે 2006, પૃષ્ઠ 418.
  89. [168] ^ ગ્રે 2006, પૃષ્ઠ 418.
  90. [168] ^ ગ્રે 2006, પૃષ્ઠ 418.
  91. Associated Press (2008-10-01). "Indiana poll shows tight race with McCain, Obama". Fox News Channel. મેળવેલ 2009-08-10.
  92. Purnick, Joyce (2006-10-21). "The 2006 Campaign: Struggle for the House; In a G.O.P. Stronghold, 3 Districts in Indiana Are Now Battlegrounds". The New York Times. મેળવેલ 2009-08-10. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  93. ૯૩.૦ ૯૩.૧ ૯૩.૨ "Presidential General Election Map Comparison". uselectionatlas.org. મેળવેલ 2009-08-11.
  94. McPhee, Laura (2008-11-12). "Indiana's historic vote for Obama". NUVO. મેળવેલ 2009-08-10. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  95. Modie, Neil (2005-08-12). "Where have Seattle's lefties gone?". Seattle Post-Intelligencer. મેળવેલ 2009-08-11. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  96. "Economic Base" (PDF). City of Valparaiso. મૂળ (PDF) માંથી 2007-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-02.
  97. "બ્યૂરો ઓફ ઇકોનોમિક એનાલિસિસઃ ગ્રોસ સ્ટેટ પ્રોડક્ટ". મૂળ માંથી 2016-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-09.
  98. "બ્યૂરો ઓફ ઇકોનોમિક એનાલિસિસઃ એન્યુઅલ સ્ટેટ પર્સનલ ઇનકમ". મૂળ માંથી 2016-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-09.
  99. "Indiana Economy at a Glance". U.S. Bureau of Labor Statistics. મેળવેલ 2007-01-11.
  100. "Manufacturers in Indiana". Purdue University Center for Rural Development. July 19, 1998. Cite journal requires |journal= (મદદ)
  101. ડબલ્યુએનડીયુ-ટીવીઃ ન્યૂ સ્ટોરીઃ બેયર ઇસ લિવિંગ એલખાર્ટ- નવેમ્બર 16, 2005[હંમેશ માટે મૃત કડી]
  102. "Economy & Demographics". Terre Haute Economic Development Co. મૂળ માંથી 2006-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-30.
  103. "USDA Crop Profiles". United States Department of Agriculture. મૂળ માંથી 2007-02-23 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-20.
  104. ઇન્ડિયાનાસ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ સંગ્રહિત ૨૦૧૪-૦૨-૦૯ ના રોજ વેબેક મશિન સુધારો 20 ઓગસ્ટ 2008
  105. યુએસ વાઇન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ - ઇન્ડિયાના સુધારો 20 ઓગસ્ટ 2008
  106. "New Indianapolis Airport". Indianapolis Airport Authority. મૂળ માંથી 2007-02-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-06.
  107. "Gary Airpport Gets Millions in Federal Funding". CBS Channel 2. મૂળ માંથી 2006-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-18.
  108. "Indiana Rail Plan". Indiana Department of Transportation. મૂળ માંથી 2009-08-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  109. "Ports of Indiana Website". મેળવેલ 2007-01-07.
  110. "Indiana History Part 3". Northern Indiana Center for History. મૂળ માંથી 2008-05-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-26.
  111. "About UE". University of Evansville.
  112. મેથ્યુ જે. કોચન; લૌરા ઇ. ગ્રાન્ટ (2008-02-08). "ડઝ ડેલાઇટ સેવિંગ ટાઇમ સેવ એનર્જી? સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૪ ના રોજ વેબેક મશિનએવિડન્સ પ્રોમ એ નેચરલ એક્સપરિમેન્ટ ઇન ઇન્ડિયાના" સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૪ ના રોજ વેબેક મશિન (પીડીએફ) એનવાયર્નમેન્ટલ એન્ડ એનર્જી ઇકોનોમિક્સ પ્રોગ્રામ મિટીંગમાં. પ્રિલિમનરી પ્રોગ્રામ, નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ. સુધારો 2009-02-03.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]
  • Brill, Marlene Targ (2005). Indiana. Marshall Cavendish. ISBN 0761420207.
  • Gray, Ralph D (1977). Gentlemen from Indiana: National Party Candidates,1836-1940. Indiana Historical Bureau. ISBN 1885323298.
  • Gray, Ralph D (1995). Indiana History: A Book of Readings. Indiana University Press. ISBN 025332629X.
  • Pell, Ed (2003). Indiana. Capstone Press. ISBN 0736815821.
  • Funk, Arville L (1967). Hoosiers In The Civil War. Adams Press. ISBN 0962329258.
  • Indiana State Chamber of Commerce (2005). Here is Your Indiana Government.
  • Indiana State Chamber of Commerce (2007). Here is Your Indiana Government.
  • Bodenhamer, David J. (1994). The Encyclopedia of Indianapolis. Indiana University Press. ISBN 0253312221. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (મદદ)
  • Logan, William Newton (1922). Handbook of Indiana Geology. William B. Burford. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (મદદ)
  • Moore, Edward E (1910). A Century of Indiana. American Book Company.
  • ઇન્ડિયાના રાઇટર્સ પ્રોજેકટ. ઇન્ડિયાના: એ ગાઇડ ટુ ધ હૂઝીયર સ્ટેટ: અમેરિકન ગાઇડ સિરીઝ (1937), દરેક સ્થળ માટેની પ્રખ્યાત ડબલ્યુપીએ ગાઇટ; ઇતિહાસ, સ્થાપત્યકળા અને સંસ્કૃતિમાં મજબૂત, ફેરમુદ્રણ 1973
  • કાર્મોની, ડોનાલ્ડ ફ્રાન્કિસ ઇન્ડિયાના, 1816 ટુ 1850: ધ પાયોનિયર એરા (1998)
  • જેક્સન, મેરિયોન ટી. સંપાદક. ધ નેચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયાના © 1997, ઇન્ડિયાના યુનિવર્સિટી પ્રેસ, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના. ISBN 0-253-33074-2* જેમ્સ એચ. મેડિસન. ધ ઇન્ડિયાના વેઃ એ સ્ટેટ હિસ્ટરી (1990)
  • સ્કેર્ટિક, માર્ક અને વોટકિન્સ, જોહન જ. એ નેટિવ્સ ગાઇડ ટુ નોર્થવેસ્ટ ઇન્ડિયાના (2003)
  • ટેલર, રોબર્ટ એમ. ઇડી. ધ સ્ટેટ ઓફ ઇન્ડિયાના હિસ્ટરી 2000: પેપર્સ પ્રેઝન્ટેડ એટ ધ હિસ્ટરિકલ સોસાયટીઝ ગ્રાન્ડ ઓપનિંગ (2001)
  • ટેલર, રોબર્ટ એમ., આ. ઇન્ડિયાના: એ ન્યૂ હિસ્ટોરિકલ ગાઇડ (1990), શહેરો અને તાજેતરના ઇતિહાસની માહિતી આપતી માર્ગદર્શિકા

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

ઢાંચો:Wikinewshas

Indiana વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
ડિરેક્ટરી
સરકાર
સંસ્કૃતિ અને ઇતિહાસ
પ્રવાસ અને મનોરંજન
ભૂગોળ
આંતરરાષ્ટ્રીય સમુદાય અને બિઝનેસ સંસાધનો

ઢાંચો:United States ઢાંચો:United States topics ઢાંચો:Succession

Coordinates: 40°N 86°W / 40°N 86°W / 40; -86