ઉષા ઉપાધ્યાય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉષાબેન ઉપાધ્યાય

ઉષાબેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્યકાર છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ગુજરાતના ભાવનગર શહેરમાં ૭ જૂન ૧૯૫૬ના દિવસે થયો હતો. તેઓએ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક (એમ.એ.) સુધીનો અભ્યાસ કરીને સંશોધન પણ કર્યું અને પીએચ.ડી.ની પદવી મેળવી. હાલમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપિકા છે અને અમદાવાદ ખાતે મ.દે. મહાવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતી લેખક મંડળના ઉપપ્રમુખ પણ છે. તેઓ જાણીતા સાહિત્યકાર છે. ગુજરાતી ભાષામાં નાટકો, નિબંધો, કવિતાઓ અને વાર્તાઓ તેમણે આપી છે.

સાહિત્ય સર્જન[ફેરફાર કરો]

કૃતિનું નામ સાહિત્ય પ્રકાર પ્રકાશન વર્ષ
મસ્તીખોર મનિયો એકાંકી ૨૦૦૪
વાદળી સરોવર કવિતાસંગ્રહ ૧૯૯૯
જળ બિલ્લોરી કવિતાસંગ્રહ ૧૯૯૮
અરુંધતીનો તારો કવિતાસંગ્રહ ૨૦૦૬
ઈક્ષિત વિવેચન ૧૯૯૦
સાહિત્ય સંનિધિ વિવેચન ૧૯૯૮
આલોકપર્વે વિવેચન ૨૦૦૫
અધીત, ૧૫ થી ૧૮ સંપાદન ૧૯૯૨ થી ૧૯૯૫
ગુજરાતી ચયન સંપાદન ૧૯૯૯, ૨૦૦૦
સર્જન પ્રક્રિયા અને નારીચેતના સંપાદન ૨૦૦૬
ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી) નિબંધો ૨૦૦૬
ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ નિબંધો ૨૦૦૬
શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા ૨૦૦૭

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]