લખાણ પર જાઓ

એશિયાઈ રમતોત્સવ

વિકિપીડિયામાંથી

અધિકૃત રીતે એશીયાડ તરીકે ઓળખાતો એશિયાઈ રમતોત્સવ એ એક આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમત મહોત્સવ છે. આ રમતોત્સવ દર ચાર વર્ષે યોજવામાં આવે છે. આ રમતોત્સવનું આયોજન ૧૯૮૨ સુધી 'એશિયન ગેમ્સ ફેડરેશન' દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ, ૧૯૮૨થી તેનું આયોજન એશિયાઈ ઑલિમ્પિક સભા (ઑલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)) કરે છે. આ રમતોત્સવમાં એશિયા ખંડના ૪૬ દેશો ભાગ લે છે. છેલ્લે રમાયેલા મહોત્સવ મુજબ આમાં ૪૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલો છે. 'એવર ઓનવર્ડ' એ આ રમતોત્સવનું સૂત્ર છે. અત્યાર સુધીમાં થાઇલેન્ડે સૌથી વધુ વખત (ચાર વાર) આ મહોત્સવના યજમાન બનવાનું અહોભાગ્ય મેળવ્યું છે. સૌ પ્રથમ આ રમતોત્સવ ભારત દેશના પાટનગર નવી દિલ્હી શહેર ખાતે ૧૯૫૧માં યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ ૪૮૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફરી ૧૯૮૨ના વર્ષમાં આ ખેલ મહોત્સવનું યજમાનપણું આપણા દેશને મળ્યું હતું. અત્યાર સુધીનો છેલ્લો એશિયાઈ રમતોત્સવ ૧ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર, ૨૦૦૬ દરમ્યાન દોહા, કતાર ખાતે યોજવામાં આવ્યો હતો. સોળમા એશિયાઈ રમતોત્સવનું આયોજન ૧૨ નવેમ્બર થી ૨૭ નવેમ્બર, ૨૦૧૦ સુધી કરવામાં આવ્યું છે, જેનું યજમાનપણું ગ્વાંગઝોઊ, ચીનને ફાળે ગયું છે.

રમત પ્રતિયોગિતાઓ[ફેરફાર કરો]

એશિયાઈ રમતોત્સવમાં નિમ્નલિખિત રમતોની પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવે છે:

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]