લખાણ પર જાઓ

કપલેથા (તા. ચોર્યાસી)

વિકિપીડિયામાંથી
(કપલેથા થી અહીં વાળેલું)
કપલેથા
—  ગામ  —
કપલેથાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°11′42″N 72°49′10″E / 21.195°N 72.819444°E / 21.195; 72.819444
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ચોર્યાસી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

કપલેથા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલું ગામ છે. કપલેથા ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.

ઇતિહાસમાં ઉલ્લેખ

[ફેરફાર કરો]

ગાંધીજીના નેતૃત્વમાં કરવામાં આવેલા મીઠાના સત્યાગ્રહ હેઠળ આયોજીત દાંડી યાત્રા આ ગામમાં થઈ પસાર થઈ હતી. સત્યાગ્રહીઓને આ ગામની ભાગોળે વહેતી મીંઢોળા નદી પાર કરાવવા માટે ગામની હિન્દુ મુસ્લિમ લોકોએ પોતાના ગાડાંઓ નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો. []


  1. "Natitional Salt Satyagrah Mural". commons.wikimedia.org. Wikimedia Foundation. 2019-08-10. મેળવેલ 2019-08-10.