લખાણ પર જાઓ

કાત્યાયની

વિકિપીડિયામાંથી
કાત્યાયની
નવદુર્ગા માંહેનાં છઠ્ઠા દેવીના સભ્ય
દેવી કાત્યાયની
જોડાણોનવદુર્ગા
મંત્ર

વિશ્વકર્ત્રીં, વિશ્વભર્ત્રીં, વિશ્વહર્ત્રીં, વિશ્વપ્રીતા
વિશ્વાર્ચિતા, વિશ્વાતીતા, કાત્યાયન સૂતે નમોસ્તુતે
‘ઓમ્ કાં કાં કાત્યાયની સ્વાહા’

શસ્ત્રતલવાર (ચંદ્રહાસા)
વાહનસિંહ
જીવનસાથીશિવ

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાત્યાયનીનવદુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા.[૧][૨][૩]

કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે.[૪][૫]

શ્લોક[ફેરફાર કરો]

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहन |
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी ||

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દિવ્ય ભાસ્કર-લેખ
  2. દ્રિકપંચાંગ.કોમ
  3. "હિંદુઈઝમ.કોમ". મૂળ માંથી 2013-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-06.
  4. કાત્યાયન - ભ.ગો.મં.
  5. કાત્યાયની - ભ.ગો.મં.