સિદ્ધિદાત્રી

વિકિપીડિયામાંથી
સિદ્ધિદાત્રી
નવદુર્ગા માંહેનાં નવમા દેવીના સભ્ય
Siddhidatri Sanghasri 2010 Arnab Dutta.JPG
દેવી સિદ્ધિદાત્રી, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા
જોડાણોનવદુર્ગા
મંત્ર

શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક,
ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા.
ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા’.

શસ્ત્રોગદા, ચક્ર
વાહનકમળ, સિંહ
જીવનસાથીશિવ

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધિદાત્રીનવદુર્ગાનું નવમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી સિદ્ધિદાત્રી કેતૂ (ગ્રહ)નું સંચાલન કરે છે.

દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના "અર્ધનારીશ્વર" સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે. [૧][૨][૩]

શ્લોક[ફેરફાર કરો]

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि |
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी ||

સંદર્ભ[ફેરફાર કરો]