કૂષ્માંડા
કૂષ્માંડા | |
---|---|
નવદુર્ગા માંહેનાં ચોથા દેવીના સભ્ય | |
દેવી કૂષ્માંડા, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા. | |
જોડાણો | નવદુર્ગા |
મંત્ર | ત્રૈલોક્ય સુંદરી ત્વં હિ, દુ:ખ શોક નિવારિણીમ્ |
શસ્ત્રો | ધનુષ-બાણ, ચક્ર અને ગદા |
વાહન | વાઘ |
જીવનસાથી | શિવ |
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કૂષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે. કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ચોથા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે.[૧] તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.
કૂષ્માંડાનો બીજો અર્થ ‘કુ-ઉષ્મા-અંડ = નાનું-ગરમ-અંડ (ઈંડુ-કોસ્મિક ઈંડુ)’ એવો પણ કરાયો છે. અર્થાત તેઓ બ્રહ્માંડનાં રચેતા મનાય છે.[૨] અન્ય એક અર્થ ‘આખું જગત જેના ઉદરમાં છે એવી (દેવી)’ એમ પણ કરાયો છે.[૩] કૂષ્માંડનો એક અર્થ સાકરકોળું; પદકાળું; કોળું પણ થાય છે.[૪] આ દેવીને "સિદ્ધિદાત્રી" તરીકે પણ ઓળખાવાય છે અને દેવીને કોળાનો ભોગ પસંદ છે. દેવી કૂષ્માંડા સૂર્યને દિશા અને ઊર્જા પ્રદાન કરે છે અને સૂર્ય દેવીનાં આદેશાનુસાર ચાલે છે તેવી માન્યતા પણ છે.[૫]
શ્લોક
[ફેરફાર કરો]सुरासंपूर्णकलशं रुधिराप्लुतमेव च |
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे ||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ દિવ્ય ભાસ્કર-લેખ
- ↑ "ચન્દ્રઘંટા-હિંદુઈઝમ.કોમ". મૂળ માંથી 2013-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-05.
- ↑ કૂષ્માંડા (ગુજરાતી લેક્સિકોન-ભ.ગો.મં.)
- ↑ કૂષ્માંડ (ગુજરાતી લેક્સિકોન-ભ.ગો.મં.)
- ↑ દ્રિકપંચાંગ.કોમ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |