કાલિંજર કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કાલિંજર કિલ્લો
બાંદા જિલ્લોનો ભાગ
ઉત્તર પ્રદેશ, ભારત
Panoramic view of palaces in Kalinjar fort.jpg
કાલિંજર કિલ્લાના મહેલો
કાલિંજર કિલ્લો is located in Uttar Pradesh
કાલિંજર કિલ્લો
કાલિંજર કિલ્લો
અક્ષાંશ-રેખાંશ24°59′59″N 80°29′07″E / 24.9997°N 80.4852°E / 24.9997; 80.4852
પ્રકારકિલ્લો, ગુફાઓ અને મંદિર
સ્થળ વિષે માહિતી
ના તાબામાંઉત્તર પ્રદેશ સરકાર
જાહેર જનતા
માટે ખુલ્લું
હા, સાર્વજનિક
હાલતધ્વસ્ત કિલ્લાના અવશેષો
સ્થળનો ઇતિહાસ
ક્યારે બાંધ્યું૧૦મી સદી
કોણે બાંધ્યુંચંદેલ શાસક
વપરાશમાં૧૮૫૭
બાંધકામ સામગ્રીગ્રેનાઇટ, પાષાણ
યુદ્ધ/સંગ્રામમહમૂદ ગજનવી- ઇ.૧૦૨૩, શેર શાહ સૂરી ઇ. ૧૫૪૫, બ્રિટિશ સરકાર ઇ.૧૮૧૨ અને ૧૮૫૭નો વિપ્લવ
ગેરિસનની માહિતી
પૂર્વ
સેનાપતિઓ
ચંદેલ રાજવંશના રાજપૂત અને રીવાના સોલંકી
ગેરિસનઅંગ્રેજ સેના, ૧૯૪૭
એરફિલ્ડ માહિતી
સમુદ્રસ્તરથી ઊંચાઈ૩૭૫ AMSL

કલિંજર દૂર્ગ નામે ઓળખાતો આ કિલ્લો ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવેલો એક પ્રાચીન કિલ્લો છે. બુંદેલખંડ ક્ષેત્રમાં વિંધ્ય પર્વત પર સ્થિત આ કિલ્લો વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરીટેજ સાઇટ ખજુરાહોથી માત્ર ૧૭.૭ કિમી દૂર આવેલો છે. તેની ગણના ભારતના સૌથી મોટા અને અપરાજેય ગણાતાં કિલ્લાઓમાં થાય છે. આ કિલ્લામાં કેટલાએ પ્રાચીન મંદિરો આવેલા છે. અમાંથી ઘણા મંદિરો ઇસુની ત્રીજી કે પાંચમી સદીના ગુપ્ત શાસનકાળ સમયના છે. અહીં આવેલા શિવ મંદિર વિષે એવી માન્યતા છે કે, પૌરાણિકકાળમાં સમુદ્રમંથનના અંતે નીકળેલા કાલકૂટ નામના હળાહળ વિષનું પાન કર્યા બાદ શંકર ભગવાને તેની જ્વાળાઓને શાંત કરવા માટે આ જ સ્થળે તપ કર્યું હતું. કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે અહીં મોટો મેળો ભરાય છે જે આ વિસ્તારનો સૌથી મોટો સાંસ્કૃતિક ઉત્સવ છે.

પ્રાચીનકાળમાં આ કિલ્લો જેજાકમુક્તિ જયશક્તિ ચંદેલના સામ્રાજ્યના આધિપત્ય હેઠળ હતો. પછી ૧૦મી સદી સુધી જુદા-જુદા ચંદેલ રાજપૂતો અને પછી રિવાના સોલંકીવંશના રાજપૂતોના આધિપત્ય હેઠળ રહ્યો હતો. આ રાજાઓના શાસનકાળ દરમિયાન કાલિંજર પર મહમદ ગજનવી, કુતુબુદીન એબક, શેર શાહ સૂરી, હુમાયુ વગેરે મુગલ શાસકોએ આક્રમણો કર્યાં હતાં પરંતું આ કિલ્લાને જીતવામાં અસફળ રહ્યાં હતાં. કાલિંજર દૂર્ગને જીતવા માટે ચાલી રહેલી લડાઇ દરમિયાન જ તોપનો ગોળો વાગવાના કારણે શેરશાહનું મોત થયું હતું. મુગલ શાસનકાળમાં બાદશાહ અકબરએ આ કિલ્લા પર અધિકાર જમાવ્યો હતો અને તેના પછી છત્રસાલ બુંદેલાએ મુગલોના હાથમાંથી બુંદેલખંડને આજાદ કરાવ્યો હતો અને ત્યારથી આ કિલ્લો બુંદેલોના આધિપત્ય હેઠલ રહ્યો હતો. પછીથી એ અંગ્રેજોના નિયંત્રણમાં રહ્યો. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ આ કિલ્લાની ઓળખ દેશના એક અતિ મહત્વપૂર્ણ ઐતિહાસિક ધરોહરના રુપમાં કરવામાં આવે છે. વર્તમાનમાં આ કિલ્લો ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ વિભાગના કબજા હેઠળ છે.

ભૌગોલિક સ્થિતિ[ફેરફાર કરો]

કલિંજર દુર્ગ જે પર્વત ઉપર બનેલો છે તે વિંદ્યાચલ પર્વત શ્રેણીનો ઉત્તર પૂર્વીય દિશાનો ભાગ છે. તે સમુદ્રની સપાટીથી ૧૨૦૩ ફૂટ (૩૬૭ મીટર) ઊંચાઈ પર છે. તેનો કુલ વિસ્તાર ૨૧૩૩૬ વર્ગમીટર ક્ષેત્રફળ ધરાવે છે.[૧] પર્વતનો આ ભાગ ૧૧૫૦ મીટર પહોળો છે અને ૭થી ૮ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેની પૂર્વ તરફ કાલીંજરી પહાડી છે જે આકારમાં નાની પણ ઊંચાઇમાં આ પર્વતની બરાબર છે.

કલિંજર કિલ્લાની ઊંચાઇ ભૂમિતળથી ૬૦ મીટર છે. તે વિંધ્યાચલ પર્વતમાળાના અન્ય પર્વતો જેવા કે મઇફા પર્વત, ફતેહગંજ પર્વત, પાથર કછાર પર્વત, રસિન પર્વત, બૃહસ્પતિકુંડ પર્વત વગેરે આવેલાં છે. આ પર્વતો મોટી ચટ્ટાનોવાળા છે.

અહીં ગ્રીષ્મઋતુમાં ભયંકર ગરમી પડે છે અને લૂ વાય છે. શિયાળાના સમયમાં સૂર્યોદયથી બે કલાક અને સૂર્યાસ્ત બાદ વાતાવરણ એકદમ ઠંડુ રહે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં અહીં સર્વાધિક ઠંડી પડે છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં વર્ષાઋતુ હોય છે અને અહીં મોસમનો સારો વરસાદ પડે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પૌરાણિક સાહિત્ય સંદર્ભ[ફેરફાર કરો]

ઐતિહાસિક ધરોહર[ફેરફાર કરો]

સ્થાપત્ય[ફેરફાર કરો]

નિલકંઠ મંદિર[ફેરફાર કરો]

રક્ષણ અને રખરખાવ[ફેરફાર કરો]

વ્યવસાયિક મહત્વ[ફેરફાર કરો]

ઉત્સવો અને મેળા[ફેરફાર કરો]

આવાગમન[ફેરફાર કરો]

બસમાર્ગ[ફેરફાર કરો]

રેલમાર્ગ[ફેરફાર કરો]

હવાઇમાર્ગ[ફેરફાર કરો]

ગ્રંથોમાં વર્ણન[ફેરફાર કરો]

પૌરાણિક[ફેરફાર કરો]

મધ્યકાલીન ગ્રંથ[ફેરફાર કરો]

બ્રિટિશ કાળ[ફેરફાર કરો]

આધુનિક યુગ[ફેરફાર કરો]

અન્ય સાહિત્યિક ગ્રંથો[ફેરફાર કરો]

સંદર્ભ અને ટીકા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. जागरण यात्रा, दैनिक जागरण. "कालजयी कालिंजर" (હિન્દીમાં). ૨૬ જુલાઈ ૨૦૧૮ મેળવેલ. Cite has empty unknown parameter: |dead-url= (મદદ); Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડી[ફેરફાર કરો]