લખાણ પર જાઓ

કીલાદ

વિકિપીડિયામાંથી
કીલાદ
—  ગામ  —
કીલાદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા

કીલાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ગામ છે. કીલાદ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંયાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામ ગાઢ જંગલમાં તેમ જ ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

ગુજરાત રાજ્ય વન વિભાગ તરફથી અહીંથી બે કિલોમીટર અંતરે અંબિકા નદીને કિનારે પર્યાવરણ શિબિર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે.