ક્લાન્ત કવિ (પુસ્તક)

વિકિપીડિયામાંથી
ક્લાન્ત કવિ
લેખકબાલાશંકર કંથારીયા
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકાશકગુજરાત સાહિત્ય સભા
પ્રકાશન તારીખ
૧૯૪૨

ક્લાન્ત કવિગુજરાતી કવિ બાલાશંકર કંથારીયા (ઉપનામ: 'ક્લાન્ત કવિ')ની કવિતાઓનો સંગ્રહ છે, જે ૧૯૪૨માં ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં કવિના અગાઉ પ્રગટ થયેલ — 'ક્લાન્ત કવિ' (૧૮૮૫), 'સૌંદર્યલહરી' (૧૮૮૬), 'હરિપ્રેમ પંચદશી' (૧૯૦૭) — એ ત્રણે કૃતિઓ ઉપરાંત બીજી પ્રકીર્ણ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.[૧]

પ્રકાશન[ફેરફાર કરો]

એપ્રિલ ૧૮૯૮માં બાલાશંકરનું અવસાન થયું એ પછી ૧૯૪૨ સુધીમાં મણિલાલ દ્વિવેદી, કલાપી, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, નર્મદાશંકર મહેતા, ન્હાનાલાલ અને રસિકલાલ પરીખ વગેરે સાહિત્યકારોએ બાળાશંકરનાં ઉપલબ્ધ કાવ્યોનું સંપાદન કરવાનું વિચારેલું પરંતુ તેનો અમલ કરી શક્યા ન્હોતા. છેવટે ૧૯૪૨માં ઉમાશંકર જોશીએ બાલાશંકરના ઉપલબ્ધ કાવ્યોનું સંપાદન કર્યું અને તેને 'ક્લાન્ત કવિ' શિર્ષક હેઠળ પ્રગટ કર્યું. આ પુસ્તક ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રકાશિત થયું હતું.[૨]

સામગ્રી[ફેરફાર કરો]

આ સંગ્રહમાં 'ક્લાન્ત કવિ' નામના ખંડકાવ્ય ઉપરાંત કવિની પ્રસ્તાવના સમેત 'સૌંદર્યલહરી', 'હરિપ્રેમ પંચદશી'નાં ૨૧ પૂર્ણ અને ૧૮ અપૂર્ણ કાવ્યો, પ્રકીર્ણ વિભાગની નાનીમોટી ૫૭ કૃતિઓ, હાફિઝની ૧૦ કૃતિઓનો ગુજરાતી અનુવાદ, હાફિઝ ઉપરનો ૧૯ પાનાંનો લેખ અને બાલાશંકરની કાવ્યકૃતિઓ ઉપર લખેલી ઉમાશંકર જોશીની 'બાલનંદિની' શિર્ષક હેઠળ ટીકા — આટલી સામગ્રીનો સમાવેશ થાય છે.

આવકાર[ફેરફાર કરો]

ચંદ્રકાન્ત ટોપીવાળાએ બાલાશંકરની કવિતાઓને તેની 'ઈન્દ્રિયરાગિતા' અને 'ચિત્રાત્મકતા'ને કારણે મહત્વની ગણી છે".[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૮૩–૮૪. OCLC 26636333.
  2. પટેલ, અનામી 'રણજિત' (નવેમ્બર ૧૯૯૩). "ક્લાન્ત કવિ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૫ (કે – ખ્વા) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૩૧–૫૩૨. OCLC 164915270.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]