ચંદ્રશેખર વિજય
પંન્યાસ ચંદ્રશેખર વિજય જી મહારાજ સાહેબ | |
---|---|
અંગત | |
જન્મ | ઇન્દ્રવદન 13 January 1934 |
મૃત્યુ | 8 August 2011 | (ઉંમર 77)
અગ્નિસંસ્કાર સ્થળ | તપોવન સંસ્કારપીઠ, અમિયાપુર, ગાંધીનગર |
ધર્મ | જૈન ધર્મ |
પંથ | શ્વેતાંબર |
નોંધપાત્ર કાર્યો | 261 પુસ્તકો |
શિક્ષણ | મેટ્રિક |
સૈન્ય સેવાઓ | |
હોદ્દો | પંન્યાસ |
ધાર્મિક કારકિર્દી | |
દિક્ષા આપી | 87 |
દિક્ષા | 15 May 1952 ભાયખલ્લા, મુંબઇ પ્રેમ સૂરિ વડે |
વેબસાઇટ | www |
પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ (જન્મ ઇંદ્રવદન ના નામે, ૧૮ જાન્યુઆરી ૧૯૩૪ - ૮ ઑગસ્ટ ૨૦૧૧), જેમને ગુરુદેવ અથવા ગુરુમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક જૈન સાધુ, વિદ્વાન અને લેખક હતા. મુંબઇમાં જન્મેલા અને શિક્ષિત, તેવા તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી. જેઓ પાછળથી પન્યાસ તરીકે નિયુક્ત થયાં. તેઓ ધાર્મિક તેમજ સામાજિક-રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ હતાં. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી અને ૨૬૧ પુસ્તકો લખ્યાં.[૧]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૮ જાન્યુઆરી ૧૯૩૪ના રોજ ( વિક્રમ સંવત ૧૯૯૦, ફાગણ સુદ ૫) બોમ્બેમાં સુભદ્રાબેન અને કાંતિલાલ જીવતલાલ પ્રતાપશીના ઘરે થયો હતો. તેમનો પરિવાર હાલ બનાસકાંઠા જિલ્લાના રાધનપુરનો હતો. તેમનું જન્મ સમયે નામ ઇન્દ્રવદન હતું.[૨] તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. ૧૫મે ૧૯૫૨ના દિવસે તેમને જૈન સાધુ પ્રેમ સુરિ દ્વારા ભાયખલા ખાતે દીક્ષા આપી ને ચંદ્રશેખર નામ અપાયું. પાછળથી ગુજરાતના નવસારી ખાતે તેમને ૨ ડિસેમ્બર ૧૯૮૪ (વિક્રમ સંવત ૨૦૪૧, માગશર સુદ ૧૦) ના રોજ પન્યાસની પદવી અપાઈ. [૩] [૪]
ભારતમાં એનડીએ સરકાર હેઠળ ૫૬૦૦૦ નવી કબજો ખોલવાની યોજના સામે તેમણે ૨૦૦૨-૨૦૦૩ માં દેશવ્યાપી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. [૫] તેમણે જૈન સાધુ તરીકે 87 શિષ્યોને દીક્ષા આપી. તેમણે ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ, ઇતિહાસ, શિક્ષણ, ટીકા અને ટૂંકી વાર્તાઓ સહિત વિવિધ વિષયો પર ૨૬૧ થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમણે અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ અને વર્ધમાન સંસ્કારધામ જેવા અનેક ધાર્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોની સ્થાપના કરી. તેમણે નવસારી ખાતે તપોવન સંસ્કારધામ અને અમદાવાદ નજીક તપોવન સંસ્કારપીઠ એમ બે સાંસ્કૃતિક શિક્ષણ વિદ્યાલયો ની સ્થાપના કરી હતી. તેઓ જૈન સાધુઓમાંના શ્રેષ્ઠ વક્તા તરીકે પણ માનવામાં આવતા હતા. [૩] [૪]
તેમનું ૮ ઓગસ્ટ ૨૦૧૧ ના રોજ (વિક્રમ સંવત ૨૦૬૭, શ્રાવણ સુદ ૧૦) અમદાવાદના આંબાવાડી ખાતે અવસાન થયું હતું. તેમનાં અંતિમ દર્શન કરવાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર હતાં. તેમનો અંતિમ સંસ્કાર તપોવન સંસ્કારપીઠ, અમિયાપુર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો જ્યાં તેમના સ્મારક મંદિરનું નિર્માણ પાછળથી કરવામાં આવ્યું હતું. [૩] [૪] [૬] [૭] [૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "About YugPradhan Acharyasam Pujya Panyas Shree Chandrashekhar Vijayji Maharaj Saheb". www.yugpradhan.com. મેળવેલ 2024-06-06.
- ↑ યુગપુરુષ
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "50,000 attend Jain munis antim darshan". Ahmedabad Mirror. 10 August 2011. મેળવેલ 8 January 2015.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "Thousands take part in Jain saint's last journey". 10 August 2011. મેળવેલ 8 January 2015.
- ↑ Outlook. 30–38. 42. Hathway Investments Pvt Ltd. 2002. પૃષ્ઠ 35.
- ↑ "ગુરુવર્ય ચંદ્રશેખરવિજયજી મ.સા.ની પાલખી યાત્રામાં ભક્ત સમુદાય છલકાયો". Mumbai Samachar. 10 August 2011. મૂળ માંથી 9 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2015.
- ↑ "પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મ.સા.ના લાખો લોકોએ દર્શન કર્યા (Final ritual of Chandrashekhar Vijayji)". Divya Bhaskar. 10 August 2011. મેળવેલ 8 January 2015.
- ↑ "જીવદયાના આદર્શોને જીવનભર આત્મસાત્ કર્યા". m.divyabhaskar.co.in. 9 August 2011. મેળવેલ 8 January 2015.