ચર્ચા:ઝીંઝુવાડા (તા. દસાડા)
કામચલાઉ વિગતો
[ફેરફાર કરો]ઝીંઝુવાડા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રાચીન ગામ છે. આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. નગરના સંરક્ષણ માટે તે સમયે બંધાયેલ કિલ્લાના અવષેશો આજે પણ જોવા મળે છે. કિલ્લાના દરવાજાઓ શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. એક સમયે તે બંદર હતું તે વાતની ગવાહી પૂરતી દીવાદાંડી આજે પણ મોજુદ છે. લોકમાન્યતા મુજબ પ્રાચીન સમયમાં સરસ્વતી નદીનું એક વહેણ અહીંથી પસાર થતું હતું. ઝીંઝુવાડા ઝીલાણંદ કુંડથી ધ્રાંગધ્રા જવાના માર્ગે સંત તેજાનંદની સમાધિ છે. તેજાનંદ અનુસૂચિત જાતિના સંત હતા. જ્યારે તેઓ સિદ્ધપુર પાટણ ગયા ત્યારે તેમને અસ્પૃશ્ય ગણી બ્રાહ્મણોએ સ્નાન કરવાની ના કહી. આથી તેઓ ઝીંઝુવાડા આવ્યા ને કહ્યું કે, સરસ્વતી મને સ્નાન કરાવવા ઈચ્છતી હશે તો આવશે એમ કહી સમાધિમાં લીન થયા. આથી સરસ્વતી ત્યાં સુધી વહેતી આવીને તેજાનંદજીને સ્નાન કરાવ્યું. અહીંથી એક અશ્મીભૂત મગરનું વિશાળકાય જડબું પ્રાપ્ત થયું છે. અહીં રાજેશ્વરી માતાનું મંદિર આવેલું છે. મીઠું પકવવાનો મોટો ઉધોગ પણ અહીં વિકસ્યો છે.
ઉપરોક્તમાંથી જરૂરી વિગત પાનાંમાં લઈ ડિલિટ થશે. -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૨૯ જૂન ૨૦૧૭ (IST)
ઝીંઝુવાડા
[ફેરફાર કરો]ઝીંઝુવાડા નામ ઝૂંઝા ભરવાડ ના નામ પરથી પડ્યું સે હું સંદર્ભ ઉમેરું છું છતાં પણ કેમ તમે રેવા નથી દેતા Devendra gop bharvad (ચર્ચા) ૧૩:૩૭, ૩૦ મે ૨૦૨૪ (IST)