જય વસાવડા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જય વસાવડા
Jay Vasavada Gujarati writer 2016.jpg
જય વસાવડા - ૧૭ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ ખાતે
જન્મની વિગત૬ ઓક્ટોબર, ૧૯૭૩
ગોંડલ, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
અભ્યાસઅનુસ્નાતક
વ્યવસાયશિક્ષણ, કટારલેખન
વતનગોંડલ, ગુજરાત, ભારત
ધર્મહિંદુ
જીવનસાથીઅપરિણીત
માતા-પિતાજયશ્રી બેન, લલિત વસાવડા
વેબસાઇટ
બ્લોગ

જય વસાવડા (જન્મ: ઓક્ટોબર ૬, ૧૯૭૩) ગુજરાતી ભાષાનાં જાણીતા યુવા લેખક છે. તેમની સમાજ અને સંસ્કૃતિ વિશેની કોલમ ગુજરાત સમાચાર દૈનિકમાં છેલ્લા ૧૧ વર્ષથી પ્રકાશિત થાય છે. અપરિણિત, ખુશમિજાજ અને હકારાત્મક વિચારસરણીવાળા તેઓ વૈશ્વિક વિચારસરણી ધરાવે છે. તેઓ તેમનાં ૯૦૦૦ પુસ્તકો, ૧૨૦૦૦ સામાયિકો, ૬૦૦૦ કેસેટ્સ/વીસીડી/ડીવીડીના વ્યક્તિગત સંગ્રહ માટે પણ જાણીતાં છે. તેઓએ ૫૦૦૦થી વધુ બોલિવુડ અને હોલિવુડ ફિલ્મો જોઈ છે.(સંદર્ભ આપો)

પરિવાર[ફેરફાર કરો]

તેમના પિતા શ્રી લલિત વસાવડા ગુજરાતી ભાષાનાં નિવૃત પ્રાધ્યાપક છે, અને માતા સ્વ. જયશ્રી (જયા) વસાવડા, અધ્યાપન મંદિર, જૂનાગઢનાં ગૃહમાતા હતાં. માતા જયશ્રીબેન તેમના જન્મ બાદ સરકારી નોકરી છોડી સંપૂર્ણ ગૃહિણી અને તેમના માટે શિક્ષક બન્યાં.

શિક્ષણ[ફેરફાર કરો]

તેઓએ પ્રાથમિક શિક્ષણ ઘરે જ મેળવ્યું, પછી વિદ્યામંદિર શાળા, ગોંડલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ તેમણે સ્વામિનારાયણ હાઈવે ગુરુકૂળ થી વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષા આપી જેમાં નપાસ થતા જીવનમાં વળાંક આવ્યો. તેમણે પ્રવાહ બદલી વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી અને વ્યવસ્થાપનમાં અનુસ્નાતક બન્યા.

કારકિર્દી[ફેરફાર કરો]

શૈક્ષણિક અને શરૂઆતની કારકિર્દી[ફેરફાર કરો]

તેઓ ૩ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેઓ એકેડમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.

લેખન[ફેરફાર કરો]

તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઇ હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક કટારો, અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮થી લખે છે. તેમણે મિડ-ડેની મુંબઈ આવૃત્તિ અને અનોખી, અારપાર અને ગુજરાત માસિકો માટે કટાર લેખન કર્યું છે[૧][૨] તેઓ ગુજરાત અને અન્ય સ્થળોએ વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપે છે.[૩][૪][૫][૬][૭][૮]

તેઓ સંશોધન પત્રો અને ઈન્ટરવ્યુ પણ તૈયાર કરે છે. તેમણે ફિલ્મોના રીવ્યુ અને સેલિબ્રીટીઓ પર પણ સંશોધન કર્યું છે. તેમણે વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવસંબંધો જેવા વિવિધ વિષયો પર ૧૧૦૦ થી વધુ લેખ લખ્યા છે.

ઇલેક્ટ્રોનિક મીડિયા[ફેરફાર કરો]

તેમણે ઈ ટીવીના ગુજરાતી સેલિબ્રીટી ટૉક શો સંવાદનાં ૨૨૫ હપ્તાઓમાં એન્કરીંગ અને સંવાદલેખન કર્યું છે. તેઓ ટૂંક સમયમાં ઈ ટીવીના સેલિબ્રીટી આધારિત રિયાલિટી શો પ્રિય ગુજરાતી રજૂ કરશે. તેઓ ૧૨૮ દેશોમાં પ્રસારિત થતી દૂરદર્શનની સાંસ્કુતિક ટીવી શ્રેણી આસ્વાદના લેખક અને એન્કર છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો પર નિયમિત વક્તવ્ય આપે છે. તેમણે ગુજરાતમાં બીગ ૯૨.૭ એફ.એમ. પર રવિવારે સિનેમા સિઝલર્સમાં સેલિબ્રીટી આર.જે. તરીકે રજૂઆત કરી છે. તેમણે જાહેર વક્તા તરીકે ૧૨૦૦થી વધુ વક્તવ્ય, ગુજરાત સરકારનાં કાર્યક્રમો, ક્લબો, શૈક્ષણિક સંસ્થાઓમાં આપ્યા છે. ફેસબુક પર ગુજરાતી સેલિબ્રીટી તરીકે સૌથી મોટા ચાહકોનો તેમનો સમૂહ છે.(સંદર્ભ આપો) ગુજરાતી ચલચિત્ર બે યાર (૨૦૧૪) માં તેમણે નાનકડું પાત્ર ભજવ્યું હતું.[૯]

કટાર/કોલમ[ફેરફાર કરો]

નામ સમાચાર પત્ર/સામાયિક નોંધ/વાર
અનાવૃત ગુજરાત સમાચાર બુધવાર
સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચાર રવિવાર
મિડ-ડે, મુંબઈ સામાન્ય જ્ઞાન વિશેની કોલમ
રંગત-સંગત
મોનિટર
તરબતર
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
સમકાલીન
મુંબઇ સમાચાર
ચિત્રલેખા
અનોખી
આરપાર
ગુજરાત ગુજરાત સરકારનું માસિક
હોટલાઈન

પુસ્તકો[ફેરફાર કરો]

પુસ્તક પ્રકાશન વર્ષ પ્રકાશક
યુવા હવા
માહિતી અને મનોરંજન
સાહિત્ય અને સિનેમા
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન
પ્રીત કિયે સુખ હોય... ૨૦૧૦ નવભારત સાહિત્ય મંદિર
સાયન્સ સમંદર
નોલેજ નગરિયા
જી. કે. જંગલ
જય હો[૧૦] ૨૦૧૨ રિમઝિમ ક્રિએશન
JSK – જય શ્રી કૃષ્ણ
Life@Kite
વેકેશન સ્ટેશન ૨૦૧૫
મમ્મી પપ્પા ૨૦૧૬

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Opinion Online Gujarati Thoughts Journal". Opinion Online Gujarati Thoughts Journal. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  2. "Pen power". Google Books. ૨૮ મે ૨૦૧૫. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  3. DeshGujarat (૪ એપ્રિલ ૨૦૧૨). "Jay Vasavada, Sharad Thakar: Speeches at Asmita Parva(Videos)". DeshGujarat. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  4. "કૃષ્ણ કે અર્જુને બ્રહ્મચર્યની માત્ર વાતો કરી છે, પાળ્યુ નથી : જય વસાવડા". Akilanews.com. ૨૪ જૂન ૨૦૧૫. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  5. "જય વસાવડા,ભાગ્યેશ જ્હા,શાહબુદ્દીન રાઠોડ,યોગેશ ગઠવીએ કૃષ્ણ વિશે એવું તો કેવું બોલ્યા કે હજારો લોકોની જન્માષ્ટમી યાદગાર બની,વાંચો". NEWS OF GUJARAT. ૧૯ ઓગસ્ટ ૨૦૧૪. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  6. "સકારાત્મક પરિણામ માટે મતદાન કરવું જય વસાવડા". globalgujaratnews.com. ૩૦ ઓક્ટોબર ૨૦૧૨. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  7. Vibhakar, Devang (૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯). "Interview of Jay Vasavada – a vibrant and eminent writer". SpeakBindas. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  8. Shah, Kinjal (૪ જાન્યુઆરી ૨૦૧૪). "Writing More Important: Ahmedabad's First Gujarati Literature Festival Opened on Friday with a Fiery and Interesting Discussion between Four Renowned Authors and the Audience Gujarati Literature Festival". DNA  – via HighBeam (લવાજમ જરૂરી). Retrieved ૨ ઓક્ટોબર ૨૦૧૫. 
  9. DeshGujarat (૨૯ ઓગસ્ટ ૨૦૧૪). "First day first show of Bey Yaar, and maker's brief talk to audience(Video)". DeshGujarat. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 
  10. "જય વસાવડાના પુસ્તક ઉપર વાર્તાલાપ". www.divyabhaskar.co.in. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨. Retrieved ૨૪ જૂન ૨૦૧૫. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]