લખાણ પર જાઓ

જેઠાભાઈ રાઠોડ

વિકિપીડિયામાંથી
જેઠાભાઈ ભુરાભાઈ રાઠોડ
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
૧૯૬૭ – ૧૯૭૧
પુરોગામીમાલજીભાઈ સંગ્રામભાઈ ડાભી
અનુગામીમાલજીભાઈ સંગ્રામભાઈ ડાભી
બેઠકખેડબ્રહ્મા
અંગત વિગતો
મૃત્યુ૧૨ મે ૨૦૨૩
ટેબડા, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત, ભારત
રાજકીય પક્ષસ્વતંત્ર પક્ષ
જીવનસાથીશારદાબેન
સંતાનોપાંચ પુત્ર, ચાર પુત્રી

જેઠાભાઈ ભુરાભાઈ રાઠોડ (મૃત્યુ ૧૨ મે ૨૦૨૩) ગુજરાત રાજ્યના ભારતીય રાજકારણી હતા જેમણે ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ખેડબ્રહ્માનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.[][]

કારકિર્દી

[ફેરફાર કરો]

રાઠોડ ૧૯૬૭માં તાલુકા પંચાયતની ચુંટણી માત્ર ૧૯૫ મતથી હાર્યા હતા.[]

સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે, રાઠોડે ૧૯૬૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારને ૧૭૦૦૦ મતોના તફાવતથી હરાવ્યા હતા. તેમણે ચૂંટણીમાં સાઇકલ પર પ્રચાર કર્યો હતો. તેમણે ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ખેડબ્રહ્માનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. [][][][]

તેઓ વિધાનસભામાં હાજરી આપવા માટે રાજ્ય પરિવહનની બસનો ઉપયોગ કરતા હતા. તેઓએ તેમનું બાકીનું જીવન ગરીબીમાં વીતાવ્યું અને સરકારી સહાય માટે બીપીએલ કાર્ડ ધરાવતા હતા.[][][] તેમને કોઈ પેન્શન મળ્યું ન હતું. []

ઉંમર સંબંધિત ટૂંકી માંદગી બાદ એક મહિના પછી, ૧૨ મે ૨૦૨૩ ના રોજ ટેબડા ગામમાં ૮૬ વર્ષની વયે તેમનું અવસાન થયું.[][][] તેમના મૃતદેહનો બીજા દિવસે તેમના ગામ નજીક સાબરમતી નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં ખેડબ્રહ્માના વર્તમાન ધારાસભ્ય તુષાર અમરસિંહ ચૌધરી અને અન્ય સ્થાનિક રાજકારણીઓએ હાજરી આપી હતી.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

રાઠોડ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ટેબડા ગામમાં રહેતા હતા.[][] તેમણે શારદાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બીજી પત્ની પણ હતી.[][] તેમને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ હતી.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Sabarkantha: ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યનું નિધન, સાઈકલ પર કરતા હતા ચૂંટણી પ્રચાર". ABP Live Gujarati. 2023-05-13. મેળવેલ 2023-05-14. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "Gujarat: 'BPL cardholder' ex-MLA from Khedbrahma no more". The Times of India. 2023-05-14. ISSN 0971-8257. મેળવેલ 2023-05-14. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "From power to poverty: These ex-MLAs in Gujarat have seen it all". The Times of India. 2022-11-09. ISSN 0971-8257. મેળવેલ 2023-05-23. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "पेंशन भी नहीं, BPL कार्ड से कट रही जिंदगी... झकझोर देगी गुजरात के इस पूर्व विधायक की कहानी". आज तक (હિન્દીમાં). 2022-06-24. મેળવેલ 2023-05-14. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. "ધારાસભ્ય બને એટલે વૈભવની છોળો ઉડે એ જરૂરી નથી, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે". ગુજરાત સમાચાર. મેળવેલ 2023-05-14. {{cite news}}: Check date values in: |access-date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યનું અવસાન:જેઠાભાઈ રાઠોડ 86 વર્ષની વયે અવસાન પામ્યાં; એક મહિનાથી બીમાર હોવાથી ખાટલામાં હતા અને શુક્રવારે પરિવાર સાથે વાતો કરતા કરતા આંખો મીંચાઈ ગઈ હતી". દિવ્ય ભાસ્કર. 2023-05-13. {{cite news}}: Check date values in: |date= (મદદ)