ડામોર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ડામોર (અંગ્રેજી: Damor) ભારત દેશના ગુજરાત રાજ્યમાં વસવાટ કરતો એક પરંપરાગત આદિવાસી સમુદાય છે. તેમને ડામરીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]

મૂળ[ફેરફાર કરો]

ડામોર સમુદાય ભીલ આદિજાતિઓ પૈકીનો એક સમુદાય છે. તેઓ પોતાને રાજપૂત મૂળના હોવાનો દાવો કરે છે, તેમ જ રાજપૂત પુરુષ સાથે ભીલ સ્ત્રીએ લગ્ન કર્યા પછી, તેમના વંશમાંથી આ સમુદાય ઉતરી આવ્યો હોવાનો દાવો કરે છે. આ ડામોર સમાજના લોકો મુખ્યત્વે સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં જોવા મળે છે . તેમની બોલી રાજસ્થાની ગામેતી બોલી સમાન છે, તેમ છતાં સમાજના ઘણા લોકો ગુજરાતી ભાષા બોલી અને સમજી શકે છે.

હાલના સંજોગો[ફેરફાર કરો]

આ ડામોર સમુદાય અંતર્વિવાહી (endogamous) અને વ્યવહારમાં ગોત્રાંતર વિવાહમાં માન્યતા ધરાવે છે. તેમના મુખ્ય કુળો પરમાર, સિસોદિયા, રાઠોડ, ચૌહાણ, સોલંકી અને સરાડીયા છે. આમાં મોટા ભાગના કુળો જાણીતા રાજપૂત કુળો પણ છે. ડામોર લોકો મુખ્યત્વે ખેડૂત છે, જેમાં મજૂર, જમીનમાલિકો અને ભાગીદારીમાં ખેતી કરતા ખેડુતોનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૦૧ અનુસાર, રાજસ્થાનમાં વસતા ડામોર સમાજના લોકોને ભારતીય સરકાર આરક્ષણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત આદિજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. People of India Gujarat. XXII Part One. Popular Prakashan. pp. 311–314. Retrieved 27 November 2012. Unknown parameter |editor૨-first= ignored (મદદ); Unknown parameter |editor૧-first= ignored (મદદ); Unknown parameter |editor૧-last= ignored (મદદ); Unknown parameter |editor૩-last= ignored (મદદ); Unknown parameter |editor૩-first= ignored (મદદ); Unknown parameter |editor૨-last= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)
  2. "List of Scheduled Tribes". Census of India: Government of India. ૭ માર્ચ ૨૦૦૭. the original માંથી ૫ જુન ૨૦૧૦ પર સંગ્રહિત. Retrieved 27 November 2012. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)