દામોદર નદી
દામોદર નદી | |
---|---|
ઉનાળાની ઋતુમાં દામોદર નદી છોટા નાગપુરમાં તેના અંતિમ ચરણમાં | |
દામોદર નદીનો નક્શો | |
સ્થાન | |
દેશ | ભારત |
સ્થળ | બોકારો, આસનસોલ, રાણીગંજ, દુર્ગાપુર, વર્ધમાન |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ચુલ્હા પાની, લાટેહાર, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, ઝારખંડ |
નદીનું મુખ | |
• સ્થાન | હુગલી નદી, હાવરા જિલ્લો, પશ્ચિમ બંગાળ |
લંબાઇ | 592 km (368 mi) |
સ્રાવ | |
⁃ સરેરાશ | 296 m3/s (10,500 cu ft/s)[૧] |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | બરાકર, કોણાર, જમુનિયા, નુનિયા |
• જમણે | સાલી |
દામોદર નદીભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલાં પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ રાજ્યોમાંથી વહેતી એક નદી છે. આ નદીના જળથી એક મહત્વાકાંક્ષી જળવિદ્યુત પરિયોજના દામોદર બહુહેતુક પરિયોજના ચલાવવામાં આવે છે, જેનું સંચાલન દામોદર ઘાટી પરિયોજના નિગમ(દામોદર વેલી કોર્પોરેશન - ડી. વી. સી.) કરે છે.
દામોદર નદી ઝારખંડ રાજ્યની છોટા નાગપુર ક્ષેત્રના પલામૂ જિલ્લાના ચાંદવા ગામ નજીકથી નીકળે છે અને આશરે ૫૯૨ કિલોમીટર જેટલું અંતર કાપીને હુગલી નદીમાં મળી જાય છે. દામોદર નદીમાં બરાકર નદી, કોણાર નદી, બોકારો નદી, હાહારો નદી, જમુનિઆ નદી, ઘારી નદી, ગુઐયા નદી, ખડીયા નદી અને ભેરા નદી જેવી નાની મોટી નદીઓ મળી જાય છે.[૨]>[૩]. આ નદીના કિનારે આસનસોલ, બોકારો, દુર્ગાપુર જેવાં શહેરો વસેલાં છે.
ઝારખંડ રાજ્યના લોકોમાંથી કેટલાક લોકો તેમની સ્થાનિક ભાષામાં આ નદીને, દામુદા પણ કહે છે. અહીં દામુ એટલે કે લોકોને સમર્પિત અને દા એટલે પાણી એવો અર્થ થાય છે.
નામ વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]દામોદરનો અર્થ "પેટની ફરતે દોરડું" એવો થાય છે. સંસ્કૃત ભાષામાં दाम (દામ) = "દોરડું" અને उदर (ઉદર) = "પેટ" એવા શબ્દાર્થ પરથી આ નામ ઉતરી આવ્યું છે. હિન્દુ દેવતા કૃષ્ણનું આ બીજું નામ છે, આ નામ તેમને એટલા માટે આપવામાં આવ્યું છે કે તેની પાલક-માતાએ તેને એક મોટી કોઠી સાથે બાંધતી હતી.
ઉપનદીઓ
[ફેરફાર કરો]આ નદીને ઘણી સહાયક સહાયક અને પેટા-સહાયક નદીઓ જળ આપૂર્તિ કરે છે, જેમ કે બરાકર, કોણાર, બોકારો, હાહારો, જામુનિયા, ઘારી, ગુઐયા, ખાડિયા અને ભેરા.[૪] દામોદર અને બરાકર છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને ત્રણ ભાગોમાં વહેંચે છે. આ નદીઓ ડુંગરાળ વિસ્તારોમાંથી ખૂબ વેગથી પસાર થાય છે અને તેમના માર્ગમાં જે કાંઈ પણ આવે છે તેને વહાવતી જાય છે. હજારીબાગ જિલ્લાના બારી પાસે ગ્રાન્ડ ટ્રંક રોડ ઉપરના બે પુલ બરાકરના વહેણે તોડી પાડ્યા હતા: ૧૯૧૩ નો મોટો પથ્થર પુલ અને ત્યારબાદ ૧૯૪૬નો લોખંડનો પુલ હતા. [૫]
દુ:ખની નદી
[ફેરફાર કરો]છોટા નાગપુર ઉચ્ચપ્રદેશમાં સરેરાશ વાર્ષિક ૧૪૦૦ મિમી (૫૫ ઈંચ) જેટલો વરસાદ પડે છે, તે તમામ વરસાદ ચોમાસાના મહિનામાં લગભગ જૂન અને ઑગસ્ટની વચ્ચે પડી જાય છે. [૬] ચોમાસા દરમિયાન દામોદર અને તેની ઉપનદીઓમાં વહેતો પાણીનો વિશાળ જથ્થો ખીણની ઉપરના ભાગોમાં પ્રકોપ ફેલાવતો હતો. અને ખીણના નીચેના ભાગમાં તે નદીને છલકાવી મોટા વિસ્તારોમાં પૂર નિર્માણ કરતું.
દામોદર નદી અગાઉ "બંગાળનું દુ:ખ" તરીકે જાણીતી હતી [૭] કારણ કે તે બર્ધમાન, હુગલી, હાવડા અને મિદનાનીપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં વિનાશક પૂર લાવતી હતી. હમણાં પણ કેટલીક વાર દામોદર ખીણના નીચલા ભાગમાં પુર આવે છે, પરંતુ અગાઉના વર્ષોમાં જે પાયમાલી થતી તે હવે ઇતિહાસનો વિષય છે.
અહીં પૂર એ એક એક વાર્ષિક ભાગ હતો. કેટલાક વર્ષોમાં નુકસાન કદાચ વધુ થતું હતું. દામોદરના ઘણા મોટા પૂર ઇતિહાસમાં નોંધાયેલા છે (૨૦૧૪ સુધી) ૧૭૭૦, ૧૮૫૫, ૧૮૬૬, ૧૮૭૩-૭૪, ૧૮૭૫-૭૬, ૧૮૮૪-૮૫, ૧૮૯૧-૯૨, ૧૮૯૭, ૧૯૦૦, ૧૯૦૭, ૧૯૧૩, ૧૯૨૭, ૧૯૩૦, ૧૯૩૫ અને ૧૯૪૩. આમાંથી ચાર પૂરમાં (૧૭૭૦, ૧૮૫૫, ૧૯૧૩ અને ૧૯૪૩) મોટાભાગના બર્ધમાન શહેરમાં પાણી ભરાયા હતા.
૧૭૮૯ માં બર્દવાન(બર્ધમાન)ના રાજા મહારાજા કિર્તી ચાંદ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે એક કરાર થયો જે અનુસાર મહારાજાએ પૂર અટકાવવા માટે નદી પર પાળના બાંધકામ અને તેની જાળવણી પેટે ₹૧,૯૩,૭૨૧ (US$૨,૫૦૦) ની વધારાની રકમ ચૂકવવા માટેની રજૂઆત હતી. જો કે, આ વાત વિવાદમાં પરિણમી અને ૧૮૬૬ અને ૧૮૭૩ માં, બંગાળ પાળ કાયદો પસાર કરવામાં આવ્યો, જે અનુસાર પાળા બાંધવા અને જાળવવા માટેની સત્તાઓ સરકારને સ્થાનાંતરિત કરી દેવાઈ.
નીચેનું ભાદુ નામનું લોકગીત પુર દ્વારા થતા વિનાશની પુષ્ટિ આપે છે
- અમે અસારમાં પાક વાવ્યા છે
- ભદ્રામાં ભાદુ લાવીશું.
- દામોદરમાં પૂરનો માહોલ છવાયો છે
- નૌકાઓ સફર કરી શકતી નથી.
- ઓ દામોદર!અમે તમારા પગ પર પડીએ છીએ
- પૂરને થોડું ઓછું કરો.
- ભાદુ એક વર્ષ પછી આવશે
- નૌકાઓને તમારી સપાટી પર ચાલવા દો.
દામોદર ખીણ
[ફેરફાર કરો]દામોદરનો ખીણ પ્રદેશ, ઝારખંડના હજારીબાગ, રામગઢ, કોડેરમા, ગિરિદીહ, ધનબાદ, બોકારો અને ચતરા જિલ્લાઓમાં; પશ્ચિમ બંગાળના વર્ધમાન અને હુગલી ફેલાયેલો છે. આંશિક રીતે તે ઝારખંડના પલામૂ, રાંચી, લોહારદગ્ગા અને દુમકા અને જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના હાવડા, બાંકુડા અને પુરુલિયા જિલ્લાને આવરી છે.તેનો વિસ્તાર ક્ષેત્ર 24,235 square kilometres (9,357 sq mi) છે.
દામોદરની ખીણ કોલસાથી સમૃદ્ધ છે. તે દેશમાં કોકિંગ કોલસાના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. દામોદરની મધ્ય ખીણ પ્રદેશ(સેન્ટ્રલ બેસિન)માં તેનો વિશાળ જથ્થો 2,883 square kilometres (1,113 sq mi)માં ફેલાયેલો છે. આ ખીણ પ્રદેશમાં મહત્વપૂર્ણ કોલફિલ્ડ્સ (ખાણ ક્ષેત્રો) ઝારિયા, રાણીગંજ, પશ્ચિમ બોકારો, પૂર્વ બોકારો, રામગઢ, દક્ષિણ કરણપુરા અને ઉત્તર કરણપુરા છે.[૮]
દામોદર ખીણ ભારતનો સૌથી મોટો ઔદ્યોગિક ભાગ છે. સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (સેઇલ)ના ત્રણ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ્સ ( બોકારો, બર્નપુર અને દુર્ગાપુર) અને અન્ય ફેક્ટરીઓ આ ખીણમાં છે.
દામોદર વેલી કોર્પોરેશન (ડી. વી. સી.) )
[ફેરફાર કરો]જળ વિદ્યુત શક્તિના ઉત્પાદન માટે ખીણમાં અનેક બંધ બનાવવામાં આવ્યા છે. આ ખીણને “ભારતનો રુહર” કહેવામાં આવે છે. દામોદર વેલી કોર્પોરેશન, જે ડી. વી. સી. તરીકે પ્રખ્યાત છે. ૭ જુલાઈ, ૧૯૪૮ ના રોજ, ભારતની બંધારણ સભાના અધિનિયમ (૧૯૪૮ ના અધિનિયમ નં. XIV) દ્વારા સ્વતંત્ર ભારતની પ્રથમ બહુહેતુક યોજના તરીકે આ પરિયોજના શરૂ થઈ.[૯] તે યુનાઇટેડ સ્ટેટ્સની ટેનેસી વેલી ઓથોરિટીના નમૂનારૂપ છે.[૧૦]
ડી. વી. સી.નું પ્રારંભિક ધ્યેય પૂર નિયંત્રણ, સિંચાઈ, વીજળીનું ઉત્પાદન, પ્રસારણ અને વિતરણ, પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ, ડી. વી. સી. દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અને આસપાસના લોકોની સામાજિક-આર્થિક સુખાકારી માટે રોજગારીનું નિર્માણ હતું. છેલ્લા કેટલાક દાયકાઓથી, વીજ ઉત્પાદનએ અગ્રતા મેળવી છે. ડી. વી. સી.ના અન્ય ઉદ્દેશો તેની પ્રાથમિક જવાબદારીનો એક ઉપ-ભાગ છે. ખીણના બંધોમાં મહત્તમ 7,100 to 18,400 cubic metres per second (250,000 to 650,000 cu ft/s) જેટલા પૂરને સંભાળવાની ક્ષમતા છે. ડી. વી. સી. એ 3,640 square kilometres (1,410 sq mi) સિંચાઈની સંભાવના બનાવી છે. .
આ પરિયોજનાનો પ્રથમ બંધ ૧૯૫૩ માં તિલૈયા ખાતે દામોદર નદીની સહાયક બરાકર નદી પર બાંધવામાં આવ્યો હતો. બીજો બંધ ૧૯૫૫ માં કોણાર પર બાંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૯૫૭માં મૈથન આગળ બરકાર નદી પર અને ૧૯૫૮માં પાંચેટ પાસે દામોદર નદી પર બંધ બાંધવામાં આવ્યા હતા. આ બે બંધો તે નદીઓના સંગમ સ્થાનથી લગભગ 8 kilometres (5 mi) ઉપર તરફ બાંધવામાં આવ્યા છે. આ ચાર મોટા ડેમ ડી. વી. સી દ્વારા નિયંત્રિત છે. ચાર બંધની નીચેનાના ક્ષેત્રમં ૧૯૫૫ માં દુર્ગાપુર ખાતે દામોદર નદી પર "દુર્ગાપુર બેરેજ" બનાવવામાં આવ્યો હતો, નહેરો અને વિતરકોની વિસ્તૃત વ્યવસ્થામાં પાણી આપૂર્તિ માટે આ બેરેજની બંને બાજુ માટે હેડ રેગ્યુલેટર (નિયંત્રણ પ્રણાલી) આવેલી છે. [૧૧] [૧૨] ૧૯૭૮ માં, બિહાર સરકારે (ઝારખંડ રાજ્યની રચના પહેલા), ડી. વી. સી.ના નિયંત્રણ ક્ષેત્રની બહાર દામોદર નદી પાર તેનુઘાટ બંધ બનાવ્યો હતો.[૧૩] ઝારખંડ રાજ્યના બેલપહરી ખાતે બરાકર નદીની બાજુમાં ડેમ બનાવવાની યોજના છે.[૧૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Damodar Basin Station: Rhondia, UNH/GRDC, http://www.compositerunoff.sr.unh.edu/html/Polygons/P2854050.html
- ↑ Chattopadhyay, Akkori, Bardhaman Jelar Itihas O Lok Sanskriti (History and Folk lore of Bardhaman District.), Vol I, pp. 21- 26, Radical Impression. ISBN 81-85459-36-3
- ↑ Sabharwal, L.R., I.F.S., Conservator of Forests, Bihar, Notes as part of Appendix IV to Report of the Damodar Flood Enquiry Committee, 1943, republished in Rivers of Bengal, a compilation, Vol III, 2002, p. 236, West Bengal District Gazeteers, Government of West Bengal
- ↑ Sabharwal, L.R., I.F.S., Conservator of Forests, Bihar, Notes as part of Appendix IV to Report of the Damodar Flood Enquiry Committee, 1943, republished in Rivers of Bengal, a compilation, Vol III, 2002, p. 236, West Bengal District Gazeteers, Government of West Bengal
- ↑ Houlton, Sir John, Bihar the Heart of India, 1949, p. 117, Orient Longmans Ltd.
- ↑ "Damodar Valley". About the Region – Damodar Basin. Ministry of Environments and Forests. મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.
- ↑ Bose, Dr. N.K., The Problems of Damodar, Appendix IV to Report of the Damodar Flood Enquiry Committee, 1943, republished in Rivers of Bengal, a compilation, Vol III, 2002, p. 204
- ↑ "Mineral Resources and Coal Mining". મૂળ માંથી 2011-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-03.
- ↑ "Damodar Valley Corporation". Infrastructure – DVC Act. Damodar Valley Corporation. મૂળ માંથી 2008-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.
- ↑ "Damodar Valley Corporation". Infrastructure – Formation. Damodar Valley Corporation. મૂળ માંથી 2008-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.
- ↑ "Damodar Valley Corporation". Generation – Overview. Damodar Valley Corporation. મૂળ માંથી 2008-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.
- ↑ "Damodar Valley Corporation". Generation – Overview – Dams and Barrages. Damodar Valley Corporation. મૂળ માંથી 2008-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.
- ↑ "The Associated Programme On Flood Management" (PDF). Case Study -- India: Flood Management – Damodar River Basin. World Meteorological Organization. મૂળ (PDF) માંથી 2009-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.
- ↑ Dutta, Indrani. "DVC plans to double capacity". The Hindu Business Line 10 March 2001. મૂળ માંથી 2008-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.