ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ

વિકિપીડિયામાંથી
ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ


ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ (સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ- SAIL ) (NSE: SAIL) એ ભારતના રાજ્યની માલિકીના સૌથી મોટા ઇસ્પાત નિર્માતાઓમાંની એક છે. ૪૮,૬૮૧ crore (US$૬.૪ billion) જેટલું ટર્નઓવર ધરાવતી આ કંપની, ભારતમાં સૌથી વધુ નફો કરતાં ટોચનાં પાંચ નિગમોમાંની એક છે. તે એક જાહેર ક્ષેત્રનું સાહસ છે, જે બજારમાં જાહેર રીતે વેપાર કરે છે, તેનો મોટા ભાગનો હિસ્સો ભારત સરકારની માલિકીનો છે અને તે એક કાર્યવાહક કંપનીની જેમ કામ કરે છે. જાન્યુઆરી 24, 1973ના સ્થાપિત થયેલી સેલ(SAIL) 131,910થી વધુ કર્મચારીઓ ધરાવે છે. આ કંપનીના વર્તમાન ચૅરમેન સી. એસ. વર્મા છે. 13.5 મિલિયન મેટ્રિક ટનના વાર્ષિક ઉત્પાદન સાથે, સેલ(SAIL) વિશ્વમાં ઇસ્પાતની 16મી સૌથી મોટી ઉત્પાદક છે.

સેલની માલિકીના મુખ્ય એકમો ભિલાઈ, બોકારો, દુર્ગાપુર, રોઉરકેલા, બર્નપુર (અસાનસોલ નજીક) અને સાલેમમાં સ્થિત છે. સેલ(SAIL) એ ભારત સરકારની માલિકીની અને તેના થકી સંચાલિત, એક જાહેર ક્ષેત્રની કંપની છે. તાજેતરના એક સર્વેક્ષણ અનુસાર, સેલ(SAIL) એ ભારતના સૌથી વધુ ઝડપે વિકસતાં જાહેર ક્ષેત્રનાં એકમોમાંની એક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

1959-1973[ફેરફાર કરો]

સેલ(SAIL)ની શરૂઆત જાન્યુઆરી 19, 1954માં સ્થાપવામાં આવેલા હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ(HSL)માંથી થઈ હતી. શરૂઆતમાં એચએસએલ(HSL)ની રચના, રોઉરકેલામાં સ્થપાનારા, માત્ર એક પ્લાન્ટના વ્યવસ્થાપન પૂરતી કરવામાં આવી હતી. ભિલાઈ અને દુર્ગાપુર ઇસ્પાત પ્લાન્ટો માટેની પૂર્વતૈયારીઓનું કામ લોખંડ અને ઇસ્પાત મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું. એપ્રિલ 1957થી, આ બે ઇસ્પાત પ્લાન્ટની દેખરેખ અને નિયંત્રણનું કામ પણ હિન્દુસ્તાન સ્ટીલને તબદીલ કરી આપવામાં આવ્યું. તેનું પંજીકૃત કાર્યાલય મૂળે નવી દિલ્હીમાં હતું. જુલાઈ 1956માં તેને કલકત્તા ખસેડવામાં આવ્યું, અને ડિસેમ્બર 1959માં તેને છેવટે રાંચીમાં ખસેડવામાં આવ્યું.

જાન્યુઆરી 1964માં બોકારો ખાતેના ઇસ્પાત એકમને બાંધવા અને તેનું સંચાલન સંભાળવા માટે એક નવી ઇસ્પાત કંપની, બોકારો સ્ટીલ લિમિટેડ સંસ્થાપિત કરવામાં આવી. ડિસેમ્બર 1961ના અંત સુધીમાં ભિલાઈ અને રોઉરકેલા સ્ટીલ પ્લાન્ટોના 1 મેટ્રિક ટનના તબક્કાઓ પૂરા થઈ ગયા. વ્હીલ અને એક્સલે પ્લાન્ટ શરૂ થયા બાદ જાન્યુઆરી 1962માં દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટનો 1 મેટ્રિક ટનનો તબક્કો પૂર્ણ થયો. એચએસએલ(HSL)નું કાચું ઇસ્પાત ઉત્પાદન 1.58 મેટ્રિક ટન(1959-60)થી 1.6 મેટ્રિક ટન પહોંચ્યું. વાયર રોડ મિલની શરૂઆત પછી સપ્ટેમ્બર 1967માં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના દ્વિતીય તબક્કાનું કામ પૂર્ણ થયું. રોઉરકેલાના 1.8 મેટ્રિક ટન તબક્કાના છેલ્લા એકમ- ટેન્ડમ મિલ-ની શરૂઆત ફેબ્રુઆરી 1968માં થઈ, અને દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટનો 1.6 મેટ્રિક ટનનો તબક્કો એસએમએસ(SMS)માં ફર્નેસની શરૂઆત પછી ઑગસ્ટ 1969માં પૂરો થયો. આમ, ભિલાઈ ખાતે 2.5 મેટ્રિક ટન, રોઉરકેલા ખાતે 1.8 મેટ્રિક ટન અને દુર્ગાપુર ખાતે 1.6 મેટ્રિક ટનનાં એકમો સાથે, એચએસએલ(HSL)ની કાચા ઇસ્પાત ઉત્પાદનની કુલ ક્ષમતા 1968-69માં 3.7 મેટ્રિક ટન સુધી પહોંચી અને પાછળથી 1972-73માં 4 મેટ્રિક ટન સુધીની થઈ.

1973-વર્તમાન[ફેરફાર કરો]

આ ઉદ્યોગના વ્યવસ્થાપન માટે એક નવું મૉડલ વિકસાવવા ઇસ્પાત અને ખાણ મંત્રાલયે એક નીતિ નિવેદનનો મુસદ્દો તૈયાર કર્યો. આ નીતિ નિવેદનને ડિસેમ્બર 2, 1972ના સંસદમાં રજૂ કરવામાં આવ્યું. તેના આધારે, એક જ છત્ર નીચે આગત અને નિર્ગતનું વ્યવસ્થાપન કરવા માટે એક મુખ્ય કંપનીની રચના કરવાના ખ્યાલ પર વિવાદ થયો. આના પગલે ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ(સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ની રચના કરવામાં આવી. જાન્યુઆરી 24, 1973ના રોજ રૂ. 2000 કરોડની અધિકૃત પૂંજી સાથે આ કંપનીની સ્થાપના કરવામાં આવી, અને તેને ભિલાઈ, બોકારો, દુર્ગાપુર, રોઉરકેલા અને બર્નપુર ખાતેનાં પાંચ સંકલિત ઇસ્પાત પ્લાન્ટો, ઍલોય સ્ટીલ પ્લાન્ટ અને સાલેમ સ્ટીલ પ્લાન્ટના વ્યવસ્થાપન માટે જવાબદાર બનાવવામાં આવી. 1978માં એક કાર્યવાહક-સંચાલક કંપની તરીકે સેલ(SAIL)નું પુનર્ગઠન કરવામાં આવ્યું.

તેના આરંભથી જ, સેલ દેશના ઔદ્યોગિક વિકાસ માટે સુદૃઢ આંતરમાળખું ઊભું કરવા માટે નિમિત્તરૂપ રહી છે. તે સિવાય, ટૅકનિકલ અને વ્યવસ્થાપનસંબંધી તજજ્ઞતાના વિકાસમાં પણ તેણે અત્યંત મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઉપભોક્તા ઉદ્યોગ માટે સતત આગત પૂરી પાડતાં રહીને તેણે આર્થિક વિકાસના દ્વિતીય અને તૃતીય મોજાંઓને જન્મ આપ્યો છે.

આજે સેલ ભારતમાંનાં સૌથી મોટાં ઔદ્યોગિક એકમોમાંનું એક છે. આંતરિક તેમ જ નિકાસ બજારોની જરૂરિયાત અનુસારનાં ગુણવત્તાયુક્ત ઇસ્પાત ઉત્પાદનોની વૈવિધ્યસભર હારમાળા પૂરી પાડવી તથા ટૅકનિકલ અને વ્યાવસાયિક તજજ્ઞતાનું વિશાળ સલાહકારજૂથ એ તેની શક્તિ રહી છે.

દૃષ્ટિ[ફેરફાર કરો]

વિશ્વ કક્ષાના એક સન્માનિત આયોગ બનવું અને ભારતીય ઇસ્પાત વેપારમાં ગુણવત્તા, ઉત્પાદકતા, નફાકારકતા અને ગ્રાહક સંતોષની બાબતમાં અગ્રણી બનવું.

મૂળમંત્ર

• અમે ગ્રાહકો સાથે ભરોસા અને પારસ્પરિક લાભ આધારિત કાયમી સંબંધો બાંધીએ છીએ.

• અમારા કારોબારના સંચાલનમાં ઉચ્ચતમ નૈતિક ધોરણો જાળવીએ છીએ.

• અમે લવચીક, શીખવામાં મદદરૂપ હોય તેવું અને પરિવર્તન પ્રત્યે હકારાત્મક હોય તેવું વાતાવરણ બનાવીએ અને પોષીએ છીએ.

• અમારા કર્મચારીઓ માટે અમે આગળ વધવા માટે તકો અને ઇનામો પૂરી પાડતી પડકારભરી કારકિર્દી બનાવીએ છીએ.

• લોકોના જીવનમાં અર્થપૂર્ણ ફેરફાર લાવવાની અમને મળેલી આ તક અને જવાબદારીની અમને કદર છે.

મુખ્ય એકમો[ફેરફાર કરો]

સેલ (SAIL) સંકલિત ઇસ્પાત પ્લાન્ટો[ફેરફાર કરો]

 1. ઓરિસ્સામાં જર્મન સહયોગથી સ્થાપિત રોઉરકેલા સ્ટીલ પ્લાન્ટ (RSP) (ભારતમાં જાહેર ક્ષેત્રમાં સૌથી પહેલો સંકલિત ઇસ્પાત પ્લાન્ટ, 1959)
 2. સોવિયેત સહયોગથી છત્તીસગઢમાં સ્થાપિત ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ(BSP) (1959)
 3. બ્રિટિશ સહયોગથી દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ ખાતે સ્થાપિત દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ(DSP) (1965)
 4. સોવિયેત સહયોગથી ઝારખંડમાં સ્થાપિત બોકારો સ્ટીલ પ્લાન્ટ (BSL) (આ પ્લાન્ટનું દેશના સૌ પ્રથમ સ્વદેશી ઇસ્પાત પ્લાન્ટ તરીકે અભિવાદન કરવામાં આવ્યું, તેને ઉપકરણ, સામગ્રી અને જાણકારીની બાબતમાં મહત્તમ દેશીય ઉપજોથી બનાવવામાં આવ્યો હતો)
 5. બર્નપુર, પશ્ચિમ બંગાળ ખાતે આઈ.આઈ.એસ.સી.ઓ.(IISCO) સ્ટીલ પ્લાન્ટ (ISP)

વિશેષ સ્ટીલ પ્લાન્ટો[ફેરફાર કરો]

 1. ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ (SAIL), કાનપુર, ઉત્તરપ્રદેશ
 2. ઍલોઇ સ્ટીલ્સ પ્લાન્ટ્સ (ASP), દુર્ગાપુર, પશ્ચિમ બંગાળ
 3. સાલેમ સ્ટીલ પ્લાન્ટ (SSP), તમિલનાડુ
 4. વિશ્વેશ્વરાય આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ (VISL), ભદ્રાવતી, કર્ણાટક

સહાયક કંપનીઓ (પેટા કંપનીઓ)[ફેરફાર કરો]

 1. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ઇલેક્ટ્રો-સ્મેલ્ટ લિમિટેડ (MEL)

કેન્દ્રીય એકમો[ફેરફાર કરો]

 1. સેન્ટર ફોર એન્જિનિયરીંગ ઍન્ડ ટૅકનોલૉજી (ઈજનેરી અને ટૅકનોલૉજી માટેનું કેન્દ્ર)
 2. લોહ અને ઇસ્પાત માટે સંશોધન અને વિકાસ કેન્દ્ર
 3. વ્યવસ્થાપન તાલીમ સંસ્થા
 4. સેલ(SAIL) સુરક્ષા સંગઠન
 5. કાચી સામગ્રીઓનો વિભાગ
 6. કેન્દ્રીય વેચાણ(માર્કેટિંગ) સંગઠન
 7. સેલ(SAIL) પરામર્શ સંગઠન[૧]

સંયુક્ત સાહસો[ફેરફાર કરો]

એન.ટી.પી.સી.(NTPC) સેલ પાવર કંપની પ્રા. લિ. (NSPCL)[ફેરફાર કરો]

ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ (સેલ) અને રાષ્ટ્રીય તાપવિદ્યુત નિગમ લિ. (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ.- NTPC Ltd.) વચ્ચે 50:50નું સંયુક્ત સાહસ; જે 314 મેગાવૉટ(MW)ની સંયુક્ત ક્ષમતા ધરાવતા રોઉરકેલા, દુર્ગાપુર અને ભિલાઈ ખાતેના વશવર્તી વિદ્યુત પ્લાન્ટોનું વ્યવસ્થાપન કરે છે. તેણે ભિલાઈ ખાતે 500 મેગાવૉટના (2 x 250 મેગાવૉટ એકમો) વિદ્યુત પ્લાન્ટના અમલીકરણ દ્વારા વધારાની ક્ષમતા ઊભી કરી છે. પહેલા એકમનું વેપારી ઉત્પાદન એપ્રિલ 2009માં અને બીજા એકમનું વેપારી ઉત્પાદન ઑક્ટોબર 2009માં શરૂ થયું.

બોકારો પાવર સપ્લાય કંપની પ્રા. લિમિટેડ (BPSCL - બોકારો વિદ્યુત પુરવઠા કંપની પ્રા. લિ.)[ફેરફાર કરો]

સેલ અને દામોદર વૅલી કોર્પોરેશન વચ્ચેનું આ 50:50નું સંયુક્ત સાહસ જાન્યુઆરી 2002માં રચવામાં આવ્યું અને તે બોકારો સ્ટીલ પ્લાન્ટ ખાતે 302-મેગાવૉટ વિદ્યુત ઉત્પાદન કરતા સ્ટેશન અને પ્રતિ કલાક 660 ટન વરાળ ઉત્પાદન કરતી સુવિધાઓનું વ્યવસ્થાપન કરે છે. બીપીએસસીએલ(BPSCL)એ બોકારો ખાતે 2x250 મૅગાવૉટની ક્ષમતાના કોલસા આધારિત થર્મલ એકમો સ્થાપીને પોતાની ક્ષમતા વિસ્તારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વધુમાં, બોકારો ખાતે 9મા બૉઈલર (300 ટન/કલાક) અને 36 મેગાવૉટ બૅક પ્રેશર ટર્બો જનરેટર(BPTG) પ્રોજેક્ટના સ્થાપન માટેની બાંધકામ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

એમજંક્શન(Mjunction) સર્વિસિઝ લિમિટેડ[ફેરફાર કરો]

સેલ (SAIL) અને ટાટા સ્ટીલ વચ્ચે 2001માં રચાયેલું 50:50 સંયુક્ત સાહસ. આ કંપની ઇસ્પાત અને સંબંધિત ક્ષેત્રોમાં ઈ-કોમર્સ(e-commerce) પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસાર કરે છે. તેમાં સમાવેશ કરવામાં આવેલી નવી સેવાઓમાં ઈ-મિલકત વેચાણ, પ્રસંગો અને સભા-સંમેલનો, કોલસા વેચાણ અને લૉજિસ્ટિક્સ, પ્રકાશનો વગેરે છે.

સેલ-બંસલ સર્વિસ સેન્ટર લિમિટેડ[ફેરફાર કરો]

સેલે બીએમડબ્લ્યુ (BMW) ઈન્ડસ્ટ્રીઝ લિ. સાથે 40:60 મુજબ એક સંયુક્ત સાહસ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ઇસ્પાતમાં મૂલ્યવર્ધન માટે બોકારો ખાતે એક સેવા કેન્દ્રને પ્રોત્સાહિત કરવાનો છે.

ભિલાઈ જેપી (JP) સિમેન્ટ લિ.[ફેરફાર કરો]

ભિલાઈ ખાતે 2.2 મેટ્રિક ટન સ્લૅગ(ધાતુ ગાળવાથી નીકળેલો કચરો) આધારિત સિમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા માટે સેલે મેસર્સ જયપ્રકાશ અસોસિએટ્સ લિ. સાથે એક સંયુક્ત સાહસ કંપનીની સ્થાપના કરી. આ કંપની ભિલાઈ ખાતે સિમેન્ટનું ઉત્પાદન માર્ચ 2010 સુધીમાં શરૂ કરશે, જ્યારે સતના ખાતે ક્લિંકર ઉત્પાદન 2009માં શરૂ થશે.

બોકારો જેપી (JP) સિમેન્ટ લિ.[ફેરફાર કરો]

બીએસએલ(BSL) પરથી સ્લૅગનો ઉપયોગ કરીને બોકારો ખાતે 2.1 મેટ્રિક ટનનો સિમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા માટે સેલે મેસર્સ જયપ્રકાશ અસોસિએટ્સ લિ. સાથે બીજા એક સંયુક્ત સાહસની કંપની સ્થાપિત કરી. આ પ્રોજેક્ટ અમલીકરણની પ્રક્રિયામાં છે, તેમાં સિમેન્ટ ઉત્પાદન જુલાઈ 2011થી શરૂ થાય તેવી સંભાવના છે.

સેલ ઍન્ડ એમઓઆઈએલ (MOIL) ફૅરો ઍલોઇઝ (પ્રા.) લિમિટેડ[ફેરફાર કરો]

સેલે ઇસ્પાતના ઉત્પાદન માટે જરૂરી એવા લોહ-મેંગનીઝ અને સિલિકો-મેંગનીઝ પેદા કરવા માટે 50:50 પ્રમાણ મુજબ, મેંગનીઝ ઓર (ઇન્ડિયા) લિ. સાથે એક સંયુક્ત સાહસ કંપની શરૂ કરી છે.

એસઍન્ડટી (S&T) માઇનિંગ કંપની પ્રા. લિ.[ફેરફાર કરો]

સેલે ટાટા સ્ટીલ સાથે કોલસાના બ્લોક/ખાણોના સંયુક્ત સંપાદન અને વિકાસ માટે એક સંયુક્ત સાહસ કંપની સ્થાપી છે. કોલસાના કોકના પુરવઠાને સુરક્ષિત કરવા માટે આ સંયુક્ત સાહસ કંપની કોલસા કોક વિકાસ માટેની નવી દેશીય તકો અંગે શોધખોળ કરે છે.

ઇન્ટરનેશનલ કોલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ[ફેરફાર કરો]

કોલસા કોકના ક્ષેત્રે ઇસ્પાત પીએસયુ(PSUs)ઓને સ્વનિર્ભર બનાવવાના લક્ષ્યને પૂરું કરવા માટે સેલ(SAIL), રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL), કોલ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય લક્ષિત દેશો એમ પાંચ કેન્દ્રીય પીએસયુ(PSU) કંપનીઓના સહયોગથી આ સંયુક્ત સાહસ કંપનીની સ્થાપના કરવામાં આવી છે.

માલિકી અને વ્યવસ્થાપન[ફેરફાર કરો]

સેલની ઇક્વિટીના લગભગ 86% પર ભારત સરકારની માલિકી છે અને તે કંપનીના મત નિયંત્રણ પર અધિકાર ધરાવે છે. જો કે, સેલ, તેના 'મહારત્ન'ના સ્થાનને કારણે, નોંધપાત્ર સંચાલન સ્વાયત્તતા અને આર્થિક સ્વાયત્તતા ભોગવે છે.

સેલ નેટવર્ક નકશો[ફેરફાર કરો]

મહેરબાની કરીને નિમ્નલિખિત જુઓ ધ સેલ નેટવર્ક મૅપ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન

સિદ્ધિઓ[ફેરફાર કરો]

 • ફોર્બ્સ ગ્લોબલ 2000 કંપનીઓની 2008ની સૂચિમાં સેલને 647 મા સ્થાને દર્શાવવામાં આવી હતી[૨].
 • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્સોનલ મૅનેજમેન્ટે સેલને શ્રેષ્ઠ તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો

માનવ સંસાધન પ્રથાઓ (HR Practices) 2008.

 • લોહ અને ઇસ્પાત ક્ષેત્ર હેઠળ દુન ઍન્ડ(Dun &) માટે ટોચની ભારતીય કંપની તરીકે સેલને ઘોષિત કરવામાં આવી હતી

બ્રાડસ્ટ્રીટ-રોલ્ટા કોર્પોરેટ અવૉર્ડ્સ 2008.

 • બીએસપી(BSP) માટે, વ્યવસાયિક, કૉમ્બૅટિંગ ક્લાઇમેટ ચેન્જ-2008 (આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે-2008) ગોલ્ડન પીકોક અવૉર્ડ

બીએસએલ(BSL) માટે આરોગ્ય અને સુરક્ષા – 2008.[૩].

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • ઇસ્પાત ઉત્પાદકોની સૂચિ
 • દેશ દ્વારા ઇસ્પાત ઉત્પાદન

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Steel Authority of India". SAIL. મૂળ માંથી 2010-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-23.
 2. "The Forbes 2000". Forbes.com. મેળવેલ 2010-08-23.
 3. "Awards & Accolades". sail.co.in. મૂળ માંથી 2010-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-23.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]