દેશી કાગડો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
દેશી કાગડો
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Corvidae
પ્રજાતિ: Corvus
જાતિ: C. splendens
દ્વિપદ નામ
Corvus splendens
Vieillot, 1817

કાગડો (Corvus splendens) કોલંબો ક્રો તરીકે પણ ઓળખાય છે,તે ૪૦ સે.મી. લંબાઇ તથા માથું,ગળું અને પીઠના ભાગે ચમકતો ઘેરો કાળો રંગ તથા ગરદન નીચે અને છાતીના ભાગે હલ્કો રખોડી કથ્થાઇ રંગ ધરાવે છે.તેના પાંખ,પૂંછડી અને પગ કાળા રંગના હોય છે.જોકે વિસ્તાર પ્રમાણે ચાંચની જાડાઇ અને કલરમાં થોડો ફેરફાર હોય છે.

મોટાભાગે બધેજ જોવા મળતાં આ પક્ષીને અંગ્રેજીમાં House Crow તરીકે ઓળખવામાં આવે છે.

વિસ્તાર અને આદતો[ફેરફાર કરો]

કાગડાનો ફેલાવો દક્ષિણ એશીયામાં બધેજ, નેપાળ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, દક્ષિણ પશ્ચિમ થાઇલેન્ડ અને ઇરાનનાં દક્ષીણનાં તટવર્તી પ્રદેશોમાં છે. કાગડો માનવ વસાહતોની આસપાસ,નાના ગામડાઓ થી શહેરો સુધી રહેતું પક્ષી છે.

વર્તુણક[ફેરફાર કરો]

બચ્ચાઓને ખવડાવતાં
ઈંડા સાથેનો માળો

ખોરાક[ફેરફાર કરો]

કાગડો મોટાભાગે એંઠવાડ, નાના સાપોલીયા, જીવાત, ઇંડા, દાણા અને ફળ ખાય છે. મોટાભાગેતો જમીન પરથીજ ચારો શોધી લે છે, ક્યારેક તક મળેતો ઝાડ પરથી પણ ભોજનનો પ્રબંધ કરી લે છે. કાગડો ભારે તકવાદી અને સર્વભક્ષી પક્ષી છે, આને કારણે તે જે કંઇ પણ ખાવાલાયક મળે તેમાં ગુજારો કરી જાણે છે.

માળો[ફેરફાર કરો]

માળો બનાવવા માટે સ્થાનિક પર્યાવરણમાં થોડા ઝાડ જરૂરી છે. તે સાંઠીકડા વડે બનાવેલ માળામાં ૩ થી ૬ ઇંડા મૂકે છે,અને મોટાભાગે એક ઝાડમાં ઘણા માળાઓ જોવા મળે છે. ઘણી વખત કોયલનાં ઇંડા પણ તેના માળામાં સેવાવા માટે રહેલા હોય છે.

અવાજ[ફેરફાર કરો]

  • કા-કા

કવિતા અને કહેવતો માં[ફેરફાર કરો]

  • કાગડો દહિંથરું લઇ ગયો.
  • કાગનું બેસવું અને ડાળનું પડવું
  • પારેવામાં કાગડો

એક રંગાને ઊજળા, જેને ભિતર બીજીન ભાત,
એને વહાલી દવલી વાત, કહેજે દિલની કાગડા.

પોત સૌ પોતા તણા, ને પાળે પંખીડા,
બચડા બીજાના (એ તો) કોક જ સેવે કાગડા.

ધર્મ-રિવાજો માં[ફેરફાર કરો]

શ્રાદ્ધમાં કાગડો અગત્યનો છે.

ચિત્રો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ચિત્રો[ફેરફાર કરો]

વિડીયો[ફેરફાર કરો]