ધુબરી જિલ્લો
દેખાવ
ધુબરી જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૩૫ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ધુબરી જિલ્લાનું મુખ્ય મથક ધુબરીશહેરમાં આવેલું છે. ધુબરી ઔર ગુવાહાટી શહેરનું અંતર ૨૯૦ કિમી છે. ધુબરી એ જૂના ગોવાલપારા જિલ્લાનું મુખ્ય મથક પણ હતું, જેની સ્થાપના બ્રિટિશ સરકાર દ્વારા ૧૯૪૭માં કરવામાં આવી હતી ૧૯૮૩માં ગોવાલપારા જિલ્લાનું વિભાજન કરીને ધુબરી જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ધુબરી જિલ્લો ભારતના મુસ્લિમ બહુમતી જિલ્લો પૈકીનો એક છે. જિલ્લામાં કુલ વસ્તીના લગભગ ૭૫% મુસ્લિમો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ધુબરી જિલ્લો નગાંવ જિલ્લા પછી આસામનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. મેળવેલ 2011-09-30. CS1 maint: discouraged parameter (link)