બક્સા જિલ્લો

વિકિપીડિયામાંથી

બક્સા જિલ્લો (આસામી: বাক্সা জিলা) ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બક્સા જિલ્લાનું મુખ્ય મથક મુશલપુર નગરમાં આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨૪૦૦ ચોરસ માઇલ જેટલું છે અને આ જિલ્લાની કુલ વસ્તી ૨૦૦૧ની વસ્તીગણત્રી પ્રમાણે ૮,૬૩,૫૬૦ જેટલી છે.

ભૌગોલિક રીતે આ જિલ્લો ઉત્તર સીમા પર ભૂતાન દ્વારા, પૂર્વ સીમા પર ઓદાલગુરિ જિલ્લા દ્વારા, દક્ષિણ સીમા પર બારપેટા, નલબારી અને કામરુપ જિલ્લાઓ દ્વારા તથા પશ્ચિમ સીમા પર ચિરાન્ગ જિલ્લા દ્વારા ઘેરાયેલો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]