લખાણ પર જાઓ

નથુરામ ગોડસે

વિકિપીડિયામાંથી
નથુરામ ગોડસે
જન્મ૧૯ મે ૧૯૦૦ Edit this on Wikidata
બારામતી Edit this on Wikidata
મૃત્યુ૧૫ નવેમ્બર ૧૯૪૯ Edit this on Wikidata
કાર્યોWhy I Killed Gandhi Edit this on Wikidata

નથુરામ વિનાયક ગોડસે (મરાઠી: नथूराम विनायक गोडसे) (૧૯ મે ૧૯૧૦ – ૧૫ નવેમ્બર ૧૯૪૯)એ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.

નથુરામનો જન્મ પુના જિલ્લાનાં કામસેત સ્ટેશનથી ૧૬ કિ.મી. દુર આવેલા એક નાનકડા ગામ ઉકસણમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વિનાયક વામનરાવ ગોડસે ટપાલ ખાતામાં સામાન્ય કારકુન હતા અને માતાનું નામ લક્ષ્મી (લગ્ન પૂર્વે ગોદાવરી) હતું. જન્મ સમયે માતાપિતાએ નથુરામનું નામ રામચંદ્ર પાડ્યું હતું.

પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ તેમણે બારામતીમાં સ્થાનીક શાળામાં કર્યો. પછી તેને તેના કાકી પાસે પુણે મોકલવામાં આવ્યો જેથી અંગ્રેજીમાં અભ્યાસ કરી શકે. શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતાં.[] બાળપણમાં ગોડસેને તેમના માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો, તેને નાકમાં નથ પહેરાવાતી અને તેમનામાં દૈવી શક્તિ હોવાનું મનાતું. તે કુળદેવી સમક્ષ બેસતાં અને તાંબાની થાળીમાં કોતરેલા ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરતો અને તંદ્રામાં ચાલ્યા જતા. તે તંદ્રામાં તેમને અમુક આકાર અને અમુક કાળા અક્ષરો દેખાતા (જેમ ક્રીસ્ટલ ગેઝર તેના કાચના ગોળામાં જુએ છે તે રીતે). પછી કુટુંબના એક કે વધુ સભ્યો તેને પ્રશ્નો પૂછતાં જેના ઉત્તરો દેવી દ્વારા તેમના મુખેથી અપાયેલ જવાબ છે એમ માનવામાં આવતું. નથ પહેરવા માટે તેમનું ડાબું નાક વીંધવામાં આવ્યું હતું.[] ઈ.સ. ૧૯૩૦માં તેમના પિતાની બદલી રત્નાગિરીમાં થઈ. માતા પિતા સાથે રહેતાં ત્યાં તેમની મુલાકાત પ્રખર હિંદુત્વવાદી સમર્થક વીર સાવરકર સાથે થઈ.

૧૯૩૫-૧૯૪૯

[ફેરફાર કરો]

અંતિમવાદ તરફ વળણ

[ફેરફાર કરો]

ગોડસે શાળા છોડીને હિંદુ મહાસભાના કાર્યકર્તા બની ગયાં. ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ના કાર્યકર્તા હતાં અને ૧૯૩૨માં તે સંગઠન છોડ્યું હતું.[]. ગોડસેએ સુથાર કામ અને દરજી કામ કર્યું. પછી પૂણે સ્થળાંતર કર્યું જ્યાં તેણે હિંદુ મહાસભાનું (મવાળ પક્ષીય) જમણેરીઓ તરફી મરાઠી વર્તમાન પત્ર 'અગ્રમી' નામે શરૂ કર્યું, થોડાં વર્ષો પછી જેનું નામકરણ ‘હિંદુ રાષ્ટ્ર’ કરવામાં આવ્યું.

હિંદુ મહાસભાએ શરૂઆતમાં ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધની સવિનય કાનૂન ભંગની ચળવળને ટેકો આપ્યો હતો. જોકે ગોડસે અને તેમના પથદર્શકોએ બાદમાં ગાંધીજીનો વિરોધ કર્યો. તેમને લાગતું હતું કે લઘુમતિને રાજી રાખવા ગાંધીજી હિંદુઓના હિતોની અવગણના કરે છે. તેમણે ભારતના ભાગલા અને હજારો નિર્દોષ લોકોની હત્યા માટે ગાંધીજીને દોષિત માન્યા.

ગાંધીજીની હત્યા

[ફેરફાર કરો]

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી બેરેટ્ટા પીસ્તોલથી[] તેણે ત્રણ ગોળી તેમના પર છોડી. ત્યાર બાદ ભાગવાને બદલે તુરંત જે તેણે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું. તેણે કહ્યું, “કોઇ એમ સમજે કે એક પાગલ દ્વારા ગાંધીની હત્યા થઇ હતી”.[સંદર્ભ આપો]

ભારત સરકાર નવી પકિસ્તાની સરકારને રૂપિયા ૫૫ કરોડની અંતરીમ સહાય ન કરે તો આમરણ ઉપવાસ કરવાની ગાંધીજીની હઠને તેમની હત્યાનું તત્કાલીન કારણ બતાવવામાં આવે છે. ભાગલાના દસ્તાવેજમાં આ વાત કરવામાં આવી હતી પણ ભારત સરકારે આ શરત માનવાનો ઇનકાર કરી દીધો હતો કેમકે પાકિસ્તાને બળજબરીથી કબ્જે કરેલ કાશ્મીરનો વિવાદિત ભાગ સુપરત કર્યો ન હતો. ગાંધીજીની હઠને આધીન ભારત સરકારે પોતાનો નિર્ણય તુરંત બદલી લીધો આને લીધે ગોડસે અને તેમના ભાઈબંધ ક્રોધીત થઇ ગયાં.

મુકદમો અને સજા

[ફેરફાર કરો]

હત્યા પછી ૨૭ મે ૧૯૪૮ના દિવસે ગોડસે વિરુદ્ધ મુકદમો ચલાવવામાં આવ્યો. મુકદમા દરમ્યાન તેમણે કોઇ પણ આરોપનો વિરોધ ન કર્યો અને એકરાર કરી લીધો કે તેણે જ ગાંધીજીની હત્યા કરી છે. ૮ નવેમ્બર ૧૯૪૯ના દિવસે ગોડસેને ફાંસીની સજા ફટકારવામાં આવી. નારાયણ આપ્ટે અને અન્ય કાવતરાખોરો સાથે નવેમ્બર ૧૫ ૧૯૪૯ના રોજ તેને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યો. સાવરકરની ઉપર પણ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો પણ પાછળથી આરોપ મુક્ત કરી તેમને છોડી મૂકવામા આવ્યાં.

પછીની ઘટનાઓ

[ફેરફાર કરો]

કરોડો લોકોએ ગાંધીજીની હત્યાનો શોક પાળ્યો. બ્રાહ્મણ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાસ કરીને મહારાષ્ટ્રમાં કેમેકે ગોડસે ત્યાંના બ્રાહ્મણ હતાં. સાંગલી અને મીરજમાં સ્થિતી ખૂબજ નાજુક હતી. બ્રાહ્મણોના ઘરોને બાળી નાખવામાં આવ્યાં અને ઘણા માણસો માર્યા ગયાં. હિંદુ મહાસભાનું વિસર્જન થયું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ પાછળથી તપાસમાં બહાર આવ્યું કે આર.એસ.એસ.નો આમાં કોઇ હાથ હોય એવા કોઇ પુરાવા ન મળ્યાં અને આર.એસ.એસ.ના પદાધિકારીઓને ગોડસેના કાવતરાંની પણ જાણ હોવાની વાત પણ ન સાબિત થઇ શકી. ૧૯૪૯માં જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે આર.એસ.એસ. પરનો પ્રતિબંધ હટાવી દીધો.

આજે પણ આર.એસ.એસ. ગોડસે સાથે કોઇ પણ સંબંધ હોવાનો ઇનકાર કરે છે, તેટલું જ નહીં તે તો ગોડસેના સભ્ય હોવાની વાતને પણ રદિયો આપે છે.

૧૯૬૩માં "નાઇન અવર્સ ટુ રામા" નામની એક ફીલ્મ બની જેમાં ગોડસેના દ્રષ્ટીકોણથી હત્યાની પૂર્વ ભૂમિની ઘટનાઓને વણી લેવાઇ હતી.[] સન ૨૦૦૦માં બનેલી ફીલ્મ "હે રામ" પણ આ ઘટનાને અલ્પ રીતે સ્પર્શે છે. પ્રખ્યાત મરાઠી નાટક "મી નથુરામ ગોડસે બોલતોય" (હું નથુરામ ગોડસે બોલું છુ) પણ ગોડસેના દ્રષ્ટીકોણ પર આધારીત છે. અભિનેતા શરદ પોંક્શેએ નથૂરામનું પાત્ર તેમાં ભજવ્યું છે.[]

વાય. ડી. ફડકે નામના ઇતિહાસકારે ગોડસે સંબંધિત ઘણી માન્યતા દૂર કરતું આ ઘટનાને આધારીત "નથૂરામાયણ" નામનું પુસ્તક લખ્યું છે.

આરોપીઓની યાદી

[ફેરફાર કરો]
ગાંધીજીની હત્યાના આરોપીઓની સામુહિક તસવીર. ઉભેલા: શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહ્વા, દિગંબર રામચંદ્ર બાડગે (તાજનો સાક્ષી). બેઠેલા: નારાયણ આપ્ટે, વિનાયક દામોદર સાવરકર, નથુરામ ગોડસે, વિષ્ણુ રમકૃષ્ણ કરકરે

ગાંધીજીની હત્યા સંબંધે અટકમાં લેવાયેલી અને કામ ચલાવાયેલી વ્યક્તિઓની યાદી:

  • નથૂરામ વિનાયક ગોડસે
  • નારાયણ દત્તત્રેય આપ્ટે
  • વિષ્ણુ રામકૃષ્ણ કરકારે
  • મદનલાલ કશ્મીરીલાલ પાહ્વા
  • શંકર કીશ્તૈયા
  • ગોપાલ વિનાયક ગોડસે
  • દિગંબર બાગડે
  • દત્તત્રેય સદાશીવ પરચુરે
  • ગંગાધર દંડવતે
  • ગંગાધર જાધવ
  • સૂર્યદેવ શર્મા

સંદર્ભ

[ફેરફાર કરો]

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • Nathuram Godse. Why I Assassinated Mahatma Gandhi, Surya Bharti, Delhi, India, 2003. OCLC 33991989
  • Nathuram Godse. May it Please Your Honor!, Surya Bharti, India, 2003.
  • G.D. Khosla. Murder of the Mahatma and Other Cases from a Judge's Notebook, Jaico Publishing House, 1968. ISBN 0-88253-051-8.
  • Koenraad Elst. Gandhi and Godse - a Review and a Critique, Voice of India, 2001. ISBN 81-85990-71-9
  • Y. D. Phadke. Nathuramayan

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]