નરગીસ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નરગીસ
Nargis in Awaara film.jpg
માતાJaddanbai
જન્મFatima Rashid Edit this on Wikidata
૧ જૂન ૧૯૨૯ Edit this on Wikidata
મૃત્યુ૩ મે ૧૯૮૧ Edit this on Wikidata
કાર્યોBarsaat, Babul, Awaara, Shree 420, મધર ઇન્ડિયા, Raat Aur Din Edit this on Wikidata
જીવનસાથીસુનિલ દત્ત Edit this on Wikidata

નરગીસ દત્ત (હિંદી: नर्गिस, ઉર્દુ: نرگس‎; 1 જૂન 1929 – 3 મે 1981), તેમનું મૂળ નામ ફાતીમા રાશીદ હોવા છતાં પોતાના પડદા પરના નામ, નરગીસ થી જાણીતાં છે,[૧] તેઓ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી હતાં. હિન્દી સિનેમાના ઇતિહાસમાંની મહાન અભિનેત્રીઓમાંની એક તરીકે તેમને મોટે ભાગે ઓળખવામાં આવે છે. તેમણે 1935માં તલાશ-એ-હક માં બાળક તરીકે સૌ પ્રથમ વખત સ્ક્રીન અભિનય આપ્યો હતો, પરંતુ તેમની અભિનય કારકીર્દીનો પ્રારંભ 1942માં તમન્ના થી થયો હતો. 1940ના દાયકાથી લઇને 1960ના દાયકા સુધી પથરાયેલી કારકીર્દી દરમિયાન નરગીસ અસંખ્ય વ્યાપારી રીતે સફળ અને આલોચકોની દ્રષ્ટિએ વખાણાયેલી ફિલ્મોમાં દેખાયાં હતાં, તેમાંની મોટા ભાગની ફિલ્મોમાં તેમની સાથે અભિનેતા અને ફિલ્મનિર્માતા રાજકપૂર મુખ્ય અભિનેતા તરીકે હતા. તેમની સૌથી શ્રેષ્ઠ-જાણીતી ભૂમિકાઓમાંની એક હતી એકેડમી અવૉર્ડ માટે નામાંકિત થયેલી મધર ઇન્ડિયા (1957) ફિલ્મમાં રાધાની ભૂમિકા, તેમની આ અદાકારીને કારણે તેમને શ્રેષ્ઠ એભિનેત્રી માટે ફિલ્મફેર અવૉર્ડ અને કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ટ્રોફી મળી હતી. 1958માં નરગીસે મધર ઇન્ડિયા માં તેમના સહઅભિનેતા રહેલા સુનિલ દત્ત સાથે લગ્ન કર્યાં અને ફિલ્મ-ઉદ્યોગમાંથી વિદાય લીધી. 60ના દાયકામાં તેમણે ફિલ્મોમાં જવલ્લે જ દેખા દીધી હતી. આ ગાળાની તેમની ફિલ્મોમાં નાટક રાત ઔર દિન (1967)નો સમાવેશ થાય છે, જેમના માટે તેમણે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો પહેલવહેલો નેશનલ ફિલ્મ અવૉર્ડ જીત્યો હતો.

તેમના પતિની સાથે, નરગીસે અજંતા આર્ટ્સ કલ્ચરલ ટ્રુપ ની રચના કરી હતી, જેમાં તે સમયના અગ્રણી અભિનેતાઓ અને ગાયકોને સમાવવામાં આવ્યા હતા અને તેમને લઈને સરહદી વિસ્તારોમાં સ્ટેજ શો કર્યા હતા.[૨] 1970ના દાયકાના પ્રારંભમાં તેઓ સ્પેસ્ટિક્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પહેલા આશ્રયદાતા બન્યાં હતાં,[૩] અને આ સંસ્થા સાથેના તે પછીના કામકાજે તેમને સામાજિક કાર્યકર્તાની ઓળખ અપાવી હતી, અને પાછળથી 1980માં રાજ્ય સભામાં તેમની નિમણૂક થઇ હતી.[૪]

1981માં, તેમના પુત્ર સંજય દત્તે બોલીવુડની ફિલ્મ થકી અભિનય ક્ષેત્રે પહેલવહેલો પ્રવેશ કર્યો, તેના થોડા દિવસો પહેલાં સ્વાદુપિંડના કેન્સરના કારણે નરગીસનું અવસાન થયું. 1982માં, તેમની યાદમાં નરગીસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશન ની સ્થાપના કરવામાં આવી હતી.[૫] વાર્ષિક નેશનલ ફિલ્મ અવૉર્ડ્ઝ સમારંભમાં રાષ્ટ્રીય એકીકરણ પરની શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે અપાતા અવૉર્ડને તેમના સન્માનમાં નરગીસ દત્ત અવૉર્ડ તરીકે સંબોધવામાં આવે છે.[૬]

શરૂઆતનું જીવન અને પૂર્વભૂમિકા[ફેરફાર કરો]

નરગીસનો જન્મ કલકત્તાની તવાયફ પરંપરામાં થયો હતો.[૭] અલ્લાહાબાદ-સ્થિત હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયિક અને ઉચ્ચ દરજ્જાનાં ગણિકા એવાં તેમનાં માતા જદ્દાનબાઇ[૭]એ, તેમને તવાયફ પરંપરામાં પડતા રોકવા માટે, ગાવાનું શીખવાડ્યું ન હતું. તેના બદલે, તેમણે પોતાની દીકરીને તે સમયે ભારતમાં ખીલી રહેલી ચલચિત્ર સંસ્કૃતિમાં લાવી મૂક્યાં. તેમના પિતા રાવલપિંડીના શ્રીમંત ડૉકટર હતા.[૮] તેમના એક માત્ર ભાઈ, અનવર હુસૈન, પણ ફિલ્મ અભિનેતા બન્યા હતા.

કારકિર્દી[ફેરફાર કરો]

ફાતિમા નાની ઉંમરે સિનેમામાં લાગી ગયાં હતાં. જ્યારે તેઓ છ વર્ષનાં હતાં ત્યારે, 1935માં તેમણે પ્રથમ ફિલ્મ તલાશે હક માં અભિનય આપ્યો, જેમાં તેમનું નામ "બેબી નરગીસ" દર્શાવવામાં આવ્યું હતું. પડદા પરના તેમના નામ, નરગીસનો અર્થ "નાર્સિસસ", એક પ્રકારનું ફૂલ એવો થાય છે. ત્યારબાદ, તેમની તમામ ફિલ્મોમાં તેમને નરગીસ ના નામે જ ઓળખવામાં આવ્યાં હતાં.

નરગીસે તેમની પ્રથમ ફિલ્મ બાદ અનેક ફિલ્મોમાં અભિનય આપ્યો; પાછળથી, પોતાની પુખ્ત ભૂમિકાઓ માટે પણ તેમણે સ્થાયી પ્રસિદ્ધિ મેળવી, જેનો પ્રારંભ 14 વર્ષની વયે, 1943માં મેહબૂબ ખાનની તકદીર થી થયો હતો, જેમાં તેઓ મોતીલાલ સાથે ચમક્યાં હતાં.[૪] 1940ના દાયકાના અંતમાં અને 1950ના દાયકામાં તેમણે ઘણી લોકપ્રિય હિન્દી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો, જેમ કે બરસાત (1949), અંદાઝ (1949), આવારા (1951), દીદાર (1951), શ્રી 420 (1955), અને ચોરી ચોરી (1956). તેમની મોટા ભાગની ફિલ્મોમાં તેમણે રાજકપૂર અને દિલીપ કુમાર સાથે અભિનય કર્યો હતો.

મેહબૂબ ખાનના ઓસ્કરમાં નામાંકન પામેલા ગ્રામીણ નાટક, 1957ના મધર ઇન્ડિયા માં તેમની ભૂમિકા સૌથી પ્રખ્યાત રહી. તેમના આ અભિનય માટે, તેમણે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ અવૉર્ડ જીત્યો હતો. 1958માં સુનિલ દત્ત સાથે લગ્ન કર્યાં બાદ, પોતાના પરિવાર સાથે સ્થાયી થવા માટે નરગીસે તેમની છેલ્લી થોડી બાકી ફિલ્મોની રિલીઝ પછી, ફિલ્મ કારકીર્દી છોડી દીધી હતી. તેમણે છેલ્લે 1967ની ફિલ્મ રાત ઔર દિન માં અભિનય આપ્યો, જેના માટે તેમને નેશનલ ફિલ્મ અવૉર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો, આ વર્ગમાં અવૉર્ડ મેળવનારાં તેઓ પ્રથમ અભિનેત્રી હતાં. આ ફિલ્મ માટે તેમણે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ અવૉર્ડ નોમિનેશનમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

અંગત જીવન[ફેરફાર કરો]

નરગીસે અભિનેતા સુનિલ દત્ત (બ્રિટિશ ભારતના ઝેલમમાંથી આવતા એક મોહ્યાલ) સાથે લગ્ન કર્યાં હતાં . અહેવાલ અનુસાર, દત્તે મધર ઇન્ડિયા ના સેટ પર આગના બનાવ વખતે તેમની જિંદગી બચાવી હતી.[૯] આ યુગલે 11 માર્ચ 1958ના રોજ લગ્ન કર્યાં હતાં અને તેમને ત્રણ બાળકો હતાં: સંજય, નમ્રતા અને પ્રિયા. સંજય દત્ત આગળ જતાં અત્યંત સફળ ફિલ્મ-અભિનેતા બન્યા હતા. નમ્રતાએ, મધર ઇન્ડિયા માં નરગીસ અને સુનિલ દત્ત એમ બન્ને સાથે દેખાયેલા, પીઢ અભિનેતા રાજેન્દ્ર કુમારના પુત્ર, અભિનેતા કુમાર ગૌરવ સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિયા રાજકારણી બની ગઈ અને 2005થી તે સંસદસભ્ય (લોકસભા) છે.[૯]

તેમના પતિની સાથે તેમણે અજંતા આર્ટસ કલ્ચરલ ટ્રુપ ની સ્થાપના કરી હતી, જેમાં તે સમયના વિવિધ અગ્રણી અભિનેતાઓ અને ગાયકોને સમાવવામાં આવ્યા હતા અને ભારતીય સૈનિકોના મનોરંજન માટે નિર્જન સરહદોએ જઈને કાર્યક્રમો પેશ કર્યા હતા; 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી અને બાંગ્લાદેશની રચના બાદ ઢાકા ખાતે કાર્યક્રમ પ્રદર્શન આપનારું આ પ્રથમ નટનટીઓનું મંડળ હતું.[૨] બાદમાં, નરગીસે સ્નાયુ તાણ સાથે મગજનો લકવો ધરાવતાં બાળકો માટે કામ કર્યું. તેઓ ધ સ્પેસ્ટિક્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રથમ આશ્રયદાતા બન્યાં હતાં. આ સંસ્થા સાથેના તેમના ચેરિટેબલ કામના કારણે તેઓ એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાવા લાગ્યાં હતાં.[૨]

મૃત્યુ[ફેરફાર કરો]

નરગીસને સ્વાદુપિંડનું કેન્સર હોવાનું નિદાન થયું હતું અને આ રોગ માટે તેમણે ન્યૂ યોર્કમાં મેમોરિયલ સ્લોન-કેટ્ટેરીંગ કેન્સર સેન્ટર ખાતે સારવાર લીધી હતી.[૯] ભારત ખાતે પરત ફર્યા બાદ, તેમની સ્થિતિ વધુ કથળી હતી અને તેમને મુંબઇમાં બ્રિચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ 2 મે 1981ના રોજ, કોમા(બેભાનાવસ્થા)માં જતાં રહ્યાં હતાં અને 3 મે 1981ના રોજ મૃત્યુ પામ્યાં હતાં.[૯] 7 મે 1981ના, તેમના પુત્રની પહેલી ફિલ્મ રૉકી ના પ્રિમિયરમાં તેઓ રહ્યા ન હોવા છતાં, તેમના માટે ત્યાં એક બેઠક ખાલી રાખવામાં આવી હતી, તે રાષ્ટ્રીય સ્તરે જાણીતી થયેલી ઘટના હતી.[૯]

નરગીસને મરીન લાઇન્સ, મુંબઇ ખાતે આવેલા બડાકબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યાં છે.

પુરસ્કારો અને સન્માનો[ફેરફાર કરો]

 • 1957 - ફિલ્મફેર બેસ્ટ અક્ટ્રેસ અવૉર્ડ, મધર ઇન્ડિયા
 • 1958 - કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે મધર ઇન્ડિયા માટે શ્રેષ્ઠ અભિનેત્રી
 • 1958 - પદ્મ શ્રી - આ અવૉર્ડથી નવાજવામાં આવેલાં પ્રથમ ફિલ્મી હસ્તી .[૪]
 • 1968 - શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો નેશનલ ફિલ્મ અવૉર્ડ, રાત ઔર દિન
 • નરગીસ દત્ત "ઉર્વશી અવૉર્ડ" વિજેતા હતાં, ભારતમાં ફિલ્મની અત્રિનેત્રીને આપવામાં આવતું સૌથી ઊંચું સન્માન.[૪]
 • તેઓ માત્ર "કાર્લોવી વેરી અવૉર્ડ" વિજેતા જ ન હતા, પણ રાજ્યસભામાં (ભારતીય સંસદનું ઉપલું ગૃહ)(1980-81),[૧][૧૦] નિમણૂક પામનારાં પ્રથમ અભિનેત્રી પણ હતાં, જેઓ તેમનાં ચાલુ સત્ર દરમિયાન માંદા પડીને અવસાન પામ્યાં હતાં.[૧૧]
 • ભારતીય સિનેમામાં તેમનાં યોગદાન બદલ તેમને નેશનલ અવૉર્ડથી પણ સન્માનવામાં આવ્યાં હતાં.[૧૨]
 • 8 જાન્યુઆરી 2001ના રોજ, અમિતાભ બચ્ચન અને નરગીસ દત્તને હીરો હોન્ડા અને ફિલ્મને લગતા મૅગેઝિન "સ્ટારડસ્ટ" દ્વારા "બેસ્ટ આર્ટિસ્ટસ ઓફ ધ મિલેનિયમ(સહસ્ત્રાબ્દિના સર્વશ્રેષ્ઠ કલાકાર)"ના અવૉર્ડથી સન્માનવામાં આવ્યાં હતાં.[૧૩]

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

 • તલાશે હક (1935)
 • તમન્ના (1942)
 • તકદીર (1943)
 • હુમાયુ (1945)
 • બિસવીં સદી (1945)
 • નરગીસ (1946)
 • મહેન્દી (1947)
 • મેલા (1948)
 • અનોખા પ્યાર (1948)
 • અંજુમન (1948)
 • આગ (1948)
 • રુમાલ (1949)
 • લાહોર (1949)
 • દરોગાજી (1949)
 • બરસાત (194)
 • અંદાઝ (1949)
 • પ્યાર (1950)
 • મીના બઝાર (1950)
 • ખેલ (1950)
 • જોગન (1950)
 • જાન પહચાન (1950)
 • છોટી ભાભી (1950)
 • બાબુલ (1950)
 • આધી રાત (1950)
 • સાગર (1951)
 • પ્યાર કી બાતેં (1951)
 • હલચલ (1951)
 • દીદાર (1951)
 • આવારા (1951)
 • શીશા (1952)
 • બેવફા (1952)
 • આશિઆના (1952)
 • અનહોની (1952)
 • અંબર (1952)
 • શિકસ્ત (1953)
 • પાપી (1953)
 • ધૂન (1953)
 • આહ (1953)
 • અંગારે (1954)
 • શ્રી 420 (1955)
 • જાગતે રહો (1956)
 • ચોરી ચોરી (1956)
 • પરદેશી (1957 ફિલ્મ)
 • મધર ઇન્ડિયા (1957)
 • લાજવંતી (1958)
 • ઘર સંસાર (1958)
 • અદાલત (1958)
 • યાદેં (1964)
 • રાત ઔર દિન (1967)
 • ટોસા ઓનેરિયા સ્ટૌસ ડ્રોમૌસ (1968)

વધુ વાંચન[ફેરફાર કરો]

 • મિ. ઍન્ડ મિસિસ દત્તઃ મેમરીઝ ઑફ અવર પેરેન્ટ્સ , નમ્રતા દત્ત કુમાર અને પ્રિયા દત્ત, 2007, રોલી બુક્સ. ISBN 9788174364555[૧૪]
 • ડાર્લિંગજી: ધ ટ્રૂ લવ સ્ટોરી ઑફ નરગીસ ઍન્ડ સુનિલ દત્ત , કિશ્વર દેસાઈ. 2007, હાર્પર કોલિન્સ. ISBN 9788172236977.
 • ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઓફ નરગીસ , ટી. જે. એસ. જ્યોર્જ. 1994, હાર્પર કોલિન્સ. ISBN 9788172231491.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ 57.શ્રીમતી નરગીસ દત્ત (કલાકાર) –1980-81 રાજ્ય સભાની સત્તાવાર વેબસાઇટ પર નિમણૂક પામેલા સભ્યોની યાદી
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ડૉન્ટ્લેસ દત્ત ધ ટ્રિબ્યુન, 29 મે 2004.
 3. ઇતિહાસ ધ સ્પેસ્ટિક્સ સોસાયટી ઑફ ઇન્ડિયા.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ દત્ત, નરગીસ (1929-1981) ધ નેશનલ રિસોર્સ સેન્ટર ફોર ઇન્ક્લુઝન, ધ સ્પેસ્ટિક્સ સોસાયટી ઑફ ઇન્ડિયા.
 5. એબાઉટ અસ નરગીસ દત્ત મેમોરિયલ ફાઉન્ડેશન.
 6. સ્વ. સુનિલ અને નરગીસ દત્ત પર ”મિ. એન્ડ મિસિસ દત્ત”ના વિમોચન સમયે વડાપ્રધાનની નોંધ ભારતના વડાપ્રધાનની સત્તાવાર વેબસાઇટ, 28 સપ્ટેમ્બર 2007.
 7. ૭.૦ ૭.૧ http://www.tehelka.com/story_main43.asp?filename=hub071109bring_on.asp
 8. આઇએમડીબી(IMDB) ખાતે નરગીસની જીવનકથા.
 9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ ૯.૪ Dhawan, M. (27 April 2003). "A paean to Mother India". The Tribune. Retrieved 2008-09-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. "Lady In White".
 11. નરગીસ: અ ડૉટર રિમેમ્બર્સ Rediff.com, 1 જૂન 2004.
 12. ધ હિન્દુ: નવી દિલ્હી સમાચાર: જુદા જ પ્રકારનો એક અવૉર્ડ ધ હિન્દુ, 1 જુલાઇ 2007
 13. "અમિતાભ, નરગીસ 'શ્રેષ્ઠ કલાકારો'", ધ ટ્રિબ્યુન
 14. મિ. ઍન્ડ મિસિસ દત્ત, વિથ લવ (સાહિત્યિક સમીક્ષા) ધ હિન્દુ, 7 ઑક્ટોબર 2007.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]