નવાપુર તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નવાપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાનો એક તાલુકો છે. નવાપુર તાલુકાનું વહીવટી મુખ્ય મથક નવાપુર ખાતે આવેલું છે.

નવાપુર તાલુકાની પૂર્વ દિશામાં નંદરબાર તાલુકો, ઉત્તર દિશામાં ગુજરાત રાજ્યનો ઉચ્છલ તાલુકો, પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્યનો સોનગઢ તાલુકો તેમ જ દક્ષિણ દિશામાં ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો આવેલ છે. આમ નવાપુર તાલુકો ગુજરાત રાજ્યની સરહદને અડીને આવેલો તેમ જ ગુજરાત રાજ્યની સરહદ વડે ત્રણ બાજુથી ઘેરાયેલો વિસ્તાર છે. આ તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

નંદરબાર જિલ્લાના તાલુકાઓ
અક્ક્લકુવા તાલુકો | અકરાણી તાલુકો | તળોદા તાલુકો | નંદરબાર તાલુકો | નવાપુર તાલુકો | શહાદા તાલુકો