લખાણ પર જાઓ

પચરંગી શક્કરખરો

વિકિપીડિયામાંથી

પચરંગી શક્કરખરો
નર પચરંગી શક્કરખોરો (શ્રીલંકા)
માદા પચરંગી શક્કરખોરો Calliandra, શ્વેત ગળાવાળું (કોલકાતા, ભારત)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Nectariniidae
Genus: 'Leptocoma'
Species: ''L. zeylonica''
દ્વિનામી નામ
Leptocoma zeylonica
(Linnaeus, 1766)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Nectarinia zeylonica
Certhia zeylonica
Chalcostetha zeylonica
Cinnyris sola
Arachnechthra zeylonica
Cyrtostomus zeylonicus

પચરંગી શક્કરખરો એ મોટાભાગે ભારતીય ઉપમહાદ્વિપમાં જ જોવા મળતું શક્કરખરા વર્ગનું એક પક્ષી છે. આ પક્ષી શ્રીલંકા, દક્ષિણ ભારત, બાંગ્લાદેશ, પૂર્વ ભારતમાં જોવા મળે છે. તે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ભારતમાં આસામ અને મેઘાલય સુધી જોવા મળે છે. તે ખોરાક તરીકે મોટા ભાગે ફૂલોનો રસ લે છે અને તે માટે તે થોડી વાર માટે હમિંગ બર્ડની માફક ફૂલો પર મંડરાઈ શકે છે. તે સામાન્ય રીતે ઝાડ અને ખેતી તથા બગીચાઓમાં જોવા મળે છે અને સામાન્ય રીતે ગાઢ જંગલોમાં જોવા નથી મળતા.

વર્ણન[ફેરફાર કરો]

પચરંગી શક્કરખોરાની ૧૦ સેન્ટિમીટર કરતાં પણ ઓછી લંબાઈ, તેની વળાંકદાર પણ નાની ચાંચ, નાની અને ખૂણાવાળી પુંછડી, લાંબી અને રસ પીવા યોગ્ય જીભ હોય છે. નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય તેવા હોય છે. નરનો ઉપરનો ભાગ ઘેરો મરુન હોય છે. માથા પર લીલાશ પડતો વાદળી રંગ અને ખભાના ભાગ પર ચળકતો લીલો રંગ જોવા મળે છે. નીચેનો ભાગ પીળાશ પડતો સફેદ અને ગળાનો ભાગ કાળાશ પડતો હોય છે. માદાના પડખાનો રંગ અને પાંખોનો રંગ ઓલીવ રાખોડી અને છાતીનો ભાગ પીળાશ પડતો હોય છે. તેને આછી ભ્રમરો જોવા મળે છે. તે ખુબ જ અવાજ કરતું પક્ષી છે.

ખોરાક અને આવાસ[ફેરફાર કરો]

આ પક્ષીનો મુખ્ય ખોરાક ફૂલોનો રસ પર છે. આ ઉપરાંત તે કોઈવાર ફળો અને જીવડાં પણ આરોગે છે, ખાસ કરીને બચ્ચાંને ખવડાવતી વખતે. તે ઘરની આસપાસ, બગીચાઓમાં, અથવા ખેતરોમાં જોવા મળે છે. તે તાર પર કે ઝાડ અથવા છોડની ડાળ પર લટકતો માળો બનાવી રહે છે.

પ્રજનન[ફેરફાર કરો]

આ પક્ષી સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રજનન કરે છે. ઘણી વાર વર્ષમાં બે વખત પણ પ્રજનન કરતા હોવાનું પણ અવલોકન થયેલ છે. આ માટે માળો બનાવવાનું કામ મોટે ભાગે માદા કરતી હોય છે. માળો બનાવવા તે કરોળિયાના જાળા, દોરા, તાંતણા તથા સૂકા પાંદડાંઓનો ઉપયોગ કરે છે. માળો સીવેલો નથી હોતો, પણ કરોળિયાના જાળા વડે બાંધેલો હોય છે. લગભગ ૧૦ દિવસમાં માળો સંપૂર્ણપણે બાંધે છે. સંવનન સમયે નર માદાને આકર્ષવા માટે ડોક ઊંચી રાખી પોતાની પાંખોને અડધી ખોલે છે અને પૂંછડીના પીછાં પંખાની માફક ખોલીને પ્રદર્શિત કરે છે. સંવનન પછી માદા બે થી ચાર ઈંડા મૂકુ છે અને ૧૫ થી ૧૭ દિવસ માટે તેને સેવે છે. ઈંડાનું સેવન ફક્ત માદા જ કરે છે. તેના બચ્ચાંને પ્રથમ જીવાતનો ખોરાક ખવડાવી ઉછેરે છે, જેમાં તેને નર પણ મદદ કરે છે[૨].


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Nectarinia zeylonica". IUCN Red List of Threatened Species. Version 2012.1. International Union for Conservation of Nature. ૨૦૧૨. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. પુસ્તક: ઉત્તર ભારતના પક્ષીઓ, લેખક: ટીમ ઇન્સકીપ અને રીચાર્ડ ગ્રીમીટ