બૌદ્ધ ગુફાઓ, ખંભાલીડા
ખંભાલીડા ગુફાઓ | |
---|---|
![]() ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ, ગુજરાત. | |
સ્થાન | ખંભાલીડા, ગોંડલ તાલુકો, રાજકોટ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 21°46′31″N 70°42′28″E / 21.7753°N 70.7078°E |
ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ તાલુકા મથક ગોંડલથી આશરે ર૦ કી.મી. જેટલા અંતરે આવેલી છે.
જાણીતા પુરાતત્વશાસ્ત્રી પી. પી. પંડ્યાએ આ બૌદ્ધ ગુફાઓની શોધ ઇ.સ. ૧૯૫૮માં ખંભાલીડાના પાદરમાં આવેલી ટેકરીઓમાં કરી હતી. હાલમાં તેની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું કરે છે. આ ગુફાઓ ચૂનાના ખડકોમાં કોતરીને બનાવવામાં આવી છે. અહીં ત્રણ ગુફાઓ આવેલી છે, જેમાંની મધ્યની ગુફા સ્તૂપ ધરાવે છે, જે ચૈત્ય ગુફા તરીકે ઓળખાય છે. ચૈત્ય ગુફાની બંને બાજુ બોધિસત્વની મૂર્તિઓ આવેલી છે. ડાબી બાજુની મૂર્તિ કદાચ અશોક વૃક્ષ નીચે પાંચ શિષ્યો અને એક સ્ત્રી સાથી સાથેના પદ્મપાણિની છે. તેની ડાબી બાજુએ વક્ષ જેવો વામન હાથમાં છાબડી સાથે ઊભો છે. જમણી બાજુની મૂર્તિ વજ્જપાણિની છે, જે પણ અશોક જેવા વૃક્ષની નીચે ઊભેલા શિષ્યો સાથેની છે. સ્ત્રીની મૂર્તિ જુનાગઢની ઉપરકોટની ગુફાઓ જેવો પહોળો પટ્ટો ધરાવે છે. તે કુષાણ-ક્ષત્રપના છેલ્લા સમયગાળા જેવી છે તેમજ અન્ય મૂર્તિઓ પાછલા આંધ્ર પ્રકારની છે.[૧][૨] આ ગુફાઓ ૪ થી ૫મી સદીની મનાય છે.[૩]
ડાબી બાજુએ એક ઊંડી અને વિશાળ ગુફા આવેલી છે જેનું પ્રવેશદ્વાર ખૂલ્લું છે. તે કદાચ સાધુઓના ધ્યાન માટે વપરાતી હોઇ શકે છે.[૧][૪]
-
ગુફાઓ
-
ગુફાઓ
પૂરક વાચન
[ફેરફાર કરો]- TNN (9 February 2011). "Buddha caves to draw tourists". The Times of India. મૂળ માંથી 3 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 1 December 2013.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Nanavati, J. M.; Dhaky, M. A. (1969-01-01). "The Maitraka and the Saindhava Temples of Gujarat". Artibus Asiae. Supplementum. 26: 15–17. doi:10.2307/1522666.
{{cite journal}}
: Check date values in:|date=
(મદદ) - ↑ ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ વિશે માહિતી ગોંડલ તાલુકા પંચાયતની વેબસાઇટ પર[હંમેશ માટે મૃત કડી]
- ↑ Tourism Corporation of Gujarat Limited. "Khambhalida Caves". Gujarat Tourism, Govt. of Gujarat. મૂળ માંથી 27 November 2011 પર સંગ્રહિત. મેળવેલ 1 December 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Khambhalid Caves Rajkot - Venerable Caves in Gujarat". www.discoveredindia.com. મૂળ માંથી 2022-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-31.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ વિશે માહિતી[હંમેશ માટે મૃત કડી] રાજકોટ સીટી ગાઇડ ડોટકોમ પર
- ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ વિશે માહિતી[હંમેશ માટે મૃત કડી] ગુજરાત દેશ ડોટકોમ પર
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |