ભારતીય ઉપખંડ પર મુસલમાની આક્રમણો
Appearance
(ભારતીય ઉપખંડના મુસ્લિમ વિજય થી અહીં વાળેલું)
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઇ.સ. ૬૩૨માં મહંમદ પયગંબરનાં અવસાન બાદ તેમના અનુયાયીઓએ આસપાસના જુદાજુદા સામ્રાજ્યો પર ઇસ્લામ ધર્મનો પ્રસાર કરવા તેમજ વર્ચસ્વ જમાવવાના હેતુથી યુદ્ધો આરંભ્યાં. ભારતીય ઉપખંડ ઉપર સૌથી પહેલું મુસલમાની આક્રમણ રાશીદૂન ખિલાફતના બીજા ખલીફા ઉમરના કાળ દરમ્યાન ઇસ. ૬૪૩માં થયું હતું. ઉમર હેઠળના બહેરીનનો વડો ઉસ્માન બિન અબુ અલ-આસ સાસનીદ સામ્રાજયથી પણ આગળ એવા દરિયાઈ કાંઠાના વિસ્તાર જીતવાના હેતુથી આગળ વધી રહ્યો હતો ત્યારે તેણે તેના ભાઈ હકમ બિન અબુ અલ-આસને મકરાણ ક્ષેત્રનું લશ્કરી દ્રષ્ટીએ આકલન કરવા મોકલ્યો હતો. મકરાણ તે દરમ્યાન બ્રાહ્મણોના રાય રાજવંશના તાબામાં હતું. ઇસ. ૬૪૪માં ખલીફા ઉમરે હકમ બિન અમ્રની આગેવાનીમાં મકરાણ પર હુમલો કરવા સૈન્ય મોકલ્યું. રસીલનું યુદ્ધ એ રાય રાજવંશ અને રાશીદૂન ખિલાફત વચ્ચેનું પ્રથમ યુદ્ધ હતું. આ ભારત ઉપરનું પ્રથમ બાહ્ય આક્રમણ હતું.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |