લખાણ પર જાઓ

મનહર રસકપૂર

વિકિપીડિયામાંથી
મનહર રસકપૂર
જન્મ૮ મે ૧૯૨૨ Edit this on Wikidata
સુરત Edit this on Wikidata
મૃત્યુ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૦ Edit this on Wikidata
હાલોલ Edit this on Wikidata

મનહર રંગીલદાસ રસકપૂર (૮ મે ૧૯૨૨ - ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૦) ભારતીય ચલચિત્ર દિગ્દર્શક હતા, જે મુખ્યત્વે ગુજરાતી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા હતા.[][]

તેમનો જન્મ ૧૯૨૨માં ગુજરાતના સુરતમાં થયો હતો. ચલચિત્ર ઉદ્યોગમાં જોડાતા પહેલા તેમણે કોલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ, તેમના નિર્માતા ચાંપસીભાઇ નાગડા સાથે, એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે સતત ૧૯૪૦ના દાયકામાં ગુજરાતી ચલચિત્રો બનાવ્યા. તેમની પહેલી ફિલ્મ જોગીદાસ ખુમાણ (૧૯૪૮) હતી, જે તેમણે બે વખત રિમેક કરી હતી. તેમનું બીજું જાણીતું ચલચિત્ર મેંદી રંગ લાગ્યો (૧૯૬૦) હતું, જે અત્યંત સફળ નીવડ્યું હતું. ૧૯૫૫માં તેમણે યુદ્ધ ચલચિત્ર મુળુ માણેક બનાવ્યું, જેમાં તેણે ગુજરાતી સિનેમામાં મરાઠી ગાયિકા શાંતા આપ્ટેને રજૂ કરી હતી. તેમણે ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવને ૧૯૫૬માં એ જ નામથી ચલચિત્રમાં ઉતારી હતી. ૧૯૬૬માં તેમણે કલાપીનું દિગ્દર્શન કર્યું, જે ગુજરાતી કવિ કલાપીનું આત્મકથાનક ચલચિત્ર છે. ૧૯૭૮માં તેમણે બાળકોના ચલચિત્ર મિયાં ફૂસકી ૦૦૭નું નિર્દેશન કર્યું. તેમને જોગીદાસ ખુમાણને ત્રીજી વખત બનાવવાની ઇચ્છા હતી પરંતુ ૧૯૮૦માં હાલોલમાં તેમનું અવસાન થયું.[][]

ચલચિત્રો

[ફેરફાર કરો]

દિગ્દર્શક તરીકે: []

  • જોગીદાસ ખુમાણ (૧૯૪૮)
  • કાહ્યાગરો કંથ (૧૯૫૦)
  • કન્યાદાન (૧૯૫૧)
  • મુળુ માણેક (૧૯૫૫)
  • મળેલા જીવ (૧૯૫૬)
  • કાદુ મકરાણી (૧૯૬૦)
  • મેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
  • જોગીદાસ ખુમાણ (૧૯૬૨)
  • અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩)
  • કલાપી (૧૯૬૬)
  • ઉપર ગગન વિશાળ (૧૯૭૧)
  • વાલા તારા દેશમા ડંકો (૧૯૭૩)
  • જય રણછોડ (૧૯૭૫)
  • જોગીદાસ ખુમાણ (૧૯૭૫)
  • સંતુ રંગીલી (૧૯૭૬)
  • ભ્રષ્ટાચાર મુર્દાબાદ (૧૯૭૭)
  • મારી હેલ ઉતારો રાજ (૧૯૭૭)
  • મિયાં ફૂસકી ૦૦૭ (૧૯૭૮)
  • નારી તુ નારાયણી (૧૯૭૮)
  • સૌરાષ્ટ્રનો સિંહ-છેલભાઇ (૧૯૮૦)

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Sanjit Narwekar (1994). Directory of Indian Film-makers and Films (અંગ્રેજીમાં). Flicks Books. પૃષ્ઠ 265. ISBN 978-0-948911-40-8.
  2. Raghuvanshi, Harish. "Manhar Raskapur". ગુજરાતી વિશ્વકોશ.
  3. Ashish Rajadhyaksha; Paul Willemen (2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. ISBN 978-1-135-94325-7.
  4. Ashish Rajadhyaksha; Paul Willemen (2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. ISBN 978-1-135-94325-7.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]