મહાબોધિ મંદિર
![]() | |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
અધિકૃત નામ | Mahabodhi Temple Complex at Bodh Gaya ![]() |
સ્થળ | બોધ ગયા, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 24°41′46″N 84°59′29″E / 24.696004°N 84.991358°E |
વિસ્તાર | 4.86 ha (523,000 sq ft) |
માપદંડ | સાંસ્કૃતિક: World Heritage selection criterion (i), World Heritage selection criterion (ii), World Heritage selection criterion (iii), World Heritage selection criterion (iv), World Heritage selection criterion (vi) ![]() |
સંદર્ભ | 1056rev 1056, 1056rev |
સમાવેશ | ૨૦૦૨ (અજાણ્યું સત્ર) |
મહાબોધિ-મહાવીર-મંદિર સમૂહ[ફેરફાર કરો]
મહાબોધિ મંદિર[ફેરફાર કરો]
આ મંદિર મુખ્ય મંદિર ના નામે પણ ઓળખય છે. આ મંદિર ની બનાવટ સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત સ્તૂપ ની સમાન છે. આ મંદિરમાં બુદ્ધ ની એક બહુ મોટી મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિ પદ્માસન ની મુદ્રામાં છે. અહીં આ અનુશ્રુતિ પ્રચિલત છે કે આ મૂર્તિ તે જગ્યાએ સ્થાપિત છે જ્યાં બુદ્ધ ને જ્ઞાન નિર્વાણ (જ્ઞાન) પ્રાપ્ત થયું હતું. મંદિરની ચારે તરફ પત્થરની નક્કાશીદાર રેલિંગ બનેલી છે. આ રેલિંગ જ બોધગયામાં પ્રાપ્ત સૌથી પ્રાચીન અવશેષ છે. આ મંદિર પરિસરની દક્ષિણ-પૂર્વ દિશામાં પ્રાકૃતિક દૃશ્યોં થી સમૃદ્ધ એક પાર્ક છે જ્યાં બૌદ્ધ ભિક્ષુ ધ્યાન સાધના કરે છે. સામાન્ય લોકો આ પાર્કમાં મંદિર પ્રશાસન ની અનુમતિ લઈ ને જ પ્રવેશ કરી શકે છે.
આ મંદિર પરિસરમાં તે સાત સ્થાનો ને પણ ચિન્હિત કરાયા છે જ્યાં બુદ્ધ એ જ્ઞાન પ્રાપ્પ્તિ પછી સાત સપ્તાહ વ્યતીત કર્યાં હતાં. જાતક કથાઓમાં ઉલ્લેખિત બોધિ વૃક્ષ પણ અહીં છે. આ એક વિશાળ પીપળા નું વૃક્ષ છે જે મુખ્ય મંદિર ની પાછળ છે. કહે છે કે બુદ્ધને આ જ વૃક્ષ ની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. વર્તમાનમાં જે બોધિ વૃક્ષ છે તે તે બોધિ વૃક્ષ ની પાંચમી પેઢી છે. મંદિર સમૂહમાં સવારના સમયે ઘંટો નો ધ્વનિ મન ને એક અનોખી શાંતિ પ્રદાન કરે છે.
મુખ્ય મંદિર પાછળ બુદ્ધ ની લાલ બલુઆ પત્થર ની ૭ ફીટ ઊંચી એક મૂર્તિ છે. આ મૂર્તિ વજ્રાસન મુદ્રામાં છે. આ મૂર્તિ ની ચારે તરફ વિભિન્ન રંગોની પતાકા લાગેલી છે જે ઇસ મૂર્તિ ને એક વિશિષ્ટ આકર્ષણ પ્રદાન કરે છે. કહે છે કે ત્રીજી શતાબ્દી ઈસા પૂર્વમાં આ જ સ્થાન પર સમ્રાટ અશોક એ હીરાથી બનેલું રાજસિહાંસન લગાવડાવ્યું હતું અને આને પૃથ્વી નું નાભિ કેંદ્ર કહ્યું હતું. આ મૂર્તિ ની આગળ ભૂરા બલુઆ પત્થર પર બુદ્ધ ના વિશાળ પદચિન્હ બનેલા છે. બુદ્ધ ના આ પદચિન્હોં ને ધર્મચક્ર પ્રર્વતન નું પ્રતીક મનાય છે.
બુદ્ધ એ જ્ઞાન પ્રાપ્તિ પછી બીજો સપ્તાહ આ જ બોધિ વૃક્ષ ની આગળ ઉભી અવસ્થામાં વિતાવ્યું હતું. અહીં બુદ્ધની આ અવસ્થામાં એક મૂર્તિ બનેલી છે. આ મૂર્તિને અનિમેશ લોચન કહે છે. મુખ્ય મંદિર ની ઉત્તર પૂર્વમાં અનિમેશ લોચન ચૈત્ય બનેલું છે.
મુખ્ય મંદિરનો ઉત્તરી ભાગ ચંકામાના નામ થી ઓળખય છે. આ જ સ્થાન પર બુદ્ધ એ જ્ઞાન પ્રાપ્તિ પછી ત્રીજો સપ્તાહ વ્યતીત કર્યો હતો. હવે અહીં કાળા પત્થર નું કમળ નું ફૂલ બનેલ છે જે બુદ્ધનું પ્રતીક મનાય છે.
મહાબોધિ મંદિર ના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક છતવિહીન ભગ્નાવશેષ છે જે રત્નાઘારા નામ થી ઓળખય છે. આ જ સ્થાન પર બુદ્ધ એ જ્ઞાન પ્રાપ્તિ પછી ચોથો સપ્તાહ વ્યતીત કર્યો હતો. દન્તકથાઓ અનુસાર બુદ્ધ અહીં ગહન ધ્યાનમાં લીન હતાં કે તેમના શરીર થી પ્રકાશ નું એક કિરણ નિકળ્યું. પ્રકાશ ના આ જ રંગો નો ઉપયોગ વિભિન્ન દેશોં દ્વારા અહીં લાગેલ પોતાના પતાકામાં કરાયો છે.
માનવામાં આવે છે કે બુદ્ધ એ મુખ્ય મંદિર ના ઉત્તરી દરવાજા થી થોડી દૂર સ્થિત અજપાલા-નિગ્રોધા વૃક્ષ ની નીચે જ્ઞાન પ્રાપ્તિ પછી પાંચમો સપ્તાહ વ્યતીત કર્યો હતો. બુદ્ધ એ છઠ્ઠો સપ્તાહ મહાબોધિ મંદિર ની જમણી તરફ સ્થિત મૂચાલિંડા ક્ષીલ ની નજીક વ્યતીત કર્યો હતો. આ ક્ષીલ ચારે તરફ થી વૃક્ષો થી ઘેરાયેલો છે. આ ક્ષીલ ની મધ્યમાં બુદ્ધ ની મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિમાં એક વિશાળ સાપ બુદ્ધ ની રક્ષા કરી રહ્યો છે. આ મૂર્તિ સંબંધે એક દંતકથા પ્રચલિત છે. આ કથા અનુસાર બુદ્ધ પ્રાર્થનામાં એટલા તલ્લીન હતા કે તેમને આંધી આવવાનું ધ્યાન ન રહ્યું. બુદ્ધ જ્યારે મૂસલાધાર વરસાદમાં ફસાઈ ગયા તો સાપો ના રાજા મૂચાલિંડા પોતાના નિવાસ થી બાહર આવ્યા અને બુદ્ધ ની રક્ષા કરી.
આ મંદિર પરિસર ની દક્ષિણ-પૂર્વમાં રાજયાતના વૃક્ષ છે. બુદ્ધ એ જ્ઞાન પ્રાપ્તિ પછી પોતાનું સાતમું સપ્તાહ આ વૃક્ષ ની નીચે વ્યતીત કર્યું હતું. અહીં બુદ્ધ બે બર્મી (બર્મા કા નિવાસી) વ્યાપારિઓ ને મળ્યાં હતાં. આ વ્યાપારિયો એ બુદ્ધ પાસે આશ્રય ની પ્રાર્થના કરી. આ પ્રાર્થના ના રુપમાં બુદ્ધમં શરણમ ગચ્છામિ (હું પોતાને ભગવાન બુદ્ધ ને સોપું છું) નું ઉચ્ચારણ કર્યું. આ પછી થી આ પ્રાર્થના પ્રસિદ્ધ થઈ ગઈ.
તિબેટિયન મઠ[ફેરફાર કરો]
(મહાબોધિ મંદિર ના પશ્ચિમમાં પાંચ મિનટ ની પગપાળા અંતર પર સ્થિત) જે કે બોધગયા નું સૌથી મોટું અને પ્રાચીન મઠ છે ૧૯૩૪ ઈ.માં બનાવાયું હતું. બર્મી વિહાર (ગયા-બોધગયા રોડ પર નિરંજના નદી ના તટ પર સ્થિત) ૧૯૩૬ ઈ.માં બન્યું હતું. આ વિહારમાં બે પ્રાર્થના કક્ષ છે. આ સિવાય આમાં બુદ્ધ ની એક વિશાળ પ્રતિમા પણ છે. આને અડીને જ થાઈ મઠ છે (મહાબોધિ મંદિર પરિસર થી ૧ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત). આ મઠ ની છતને સોના થી કલઈ કરાઈ છે. આ કારણે આને ગોલ્ડન મઠ કહે છે. આ મઠ ની સ્થાપના થાઈલૈંડ ના રાજપરિવાર એ બૌદ્ધ ની સ્થાપના ના ૨૫૦૦ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં કરી હતી. ઇંડોસન-નિપ્પન-જાપાની મંદિર (મહાબોધિ મંદિર પરિસર થી ૧૧.૫૦ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત) નું નિર્માણ ૧૯૭૨-૭૩માં થયું હતું. આ મંદિર નું નિર્માણ લાકડી ના બનેલા પ્રાચીન જાપાની મંદિરોના આધાર પર કરાયેલ છે. આ મંદિરમાં બુદ્ધ ના જીવનમાં ઘટેલ મહત્વપૂર્ણ ઘટનાઓં ને ચિત્ર ના માધ્યમ થી દર્શાવાયા છે. ચીની મંદિર (મહાબોધિ મંદિર પરિસર ની પશ્ચિમમાં પાંચ મિનટ ની પગપાળા અંતર પર સ્થિત) નું નિર્માણ ૧૯૪૫ ઈ.માં થયું હતું. આ મંદિરમાં સોનાની બનેલ બુદ્ધની એક પ્રતિમા સ્થાપિત છે. આ મંદિર નું પુનર્નિર્માણ ૧૯૯૭ ઈ. કરાયું હતું. જાપાની મંદિર ની ઉત્તરમાં ભૂતાની મઠ સ્થિત છે. આ મઠ ની દીવાલો પર નક્શી નું બેહતરીન કામ કરાયું છે. અહીં સૌથી નવું બનેલ મંદિર વિયેટનામી મંદિર છે. આ મંદિર મહાબોધિ મંદિર ની ઉત્તરમાં ૫ મિનિટ ની પગપાળા અંતર પર સ્થિત છે. આ મંદિર નું નિર્માણ ૨૦૦૨ ઈ.માં કરાયું છે. આ મંદિરમાં બુદ્ધ ના શાંતિ ના અવતાર અવલોકિતેશ્વર ની મૂર્તિ સ્થાપિત છે.
આ મઠો અને મંદિરો સિવાય અમુક અન્ય સ્મારક પણ અહીં જોવા લાયક છે. આમાંથી એક છે ભારતની સૌથી ઊંચીં બુદ્ધ મૂર્તિ જે ૬ ફીટ ઊંચા કમળ ના ફૂલ પર સ્થાપિત છે. આ પૂરી પ્રતિમા એક ૧૦ ફીટ ઊંચા આધાર પર બનેલ છે. સ્થાનીય લોકો આ મૂર્તિ ને ૮૦ ફીટ ઊંચી માને છે.
આસપાસ ના દર્શનીય સ્થળ[ફેરફાર કરો]
રાજગીર[ફેરફાર કરો]
બોધગયા આવવાવાળા ને રાજગીર પણ જરુર જવું જોઈએ. અહીં નું વિશ્વ શાંતિ સ્તૂપ જોવામાં ખૂબ આકર્ષક છે. આ સ્તૂપ ગ્રીધરકૂટ પહાડ઼ી પર બનેલ છે. આના પર જવા માટે રોપવે બનેલી છે. આનું શુલ્ક ૨૫ રુ. છે. આને આપ સવારે ૮ વાગ્યા થી બપોરે ૧૨.૫૦ વાગ્યા સુધી જોઈ શકો છો. આ પછી આને બપોરે ૨ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી જોઈ શકાય છે.
શાંતિ સ્તૂપ ની નિકટ જ વેણુ વન છે. કહે છે કે બુદ્ધ એક વાર અહીં આવ્યાં હતાં.
રાજગૃહીમાં જ પ્રસદ્ધિ સપ્તપર્ણી ગુફા છે જ્યાં બુદ્ધ ના નિર્વાણ પછી પહેલાં બૌદ્ધ સમ્મેલન નું આયોજન કરાયું હતું. આ ગુફા રાજગૃહી બસ સ્થાનકથી દક્ષિણમાં ગર્મ જળ ના કુંડ થી ૧૦૦૦ દાદરની ચઢાઈ પર છે. બસ સ્થાનક થી અહીં સુધી જવા નું એક માત્ર સાધન ઘોડ઼ાગાડ઼ી છે જેને અહીં ટમટમ કહે છે. ટમટમ થી અડધા દિવસ ફરવાનું શુલ્ક ૧૦૦ રુ. થી લેકર ૩૦૦ રુ. સુધી છે. આ બધા સિવાય રાજગૃહીમાં જરાસંધ નો અખાડો, સ્વર્ણભંડાર ( બનેં સ્થળ મહાભારત કાળ થી સંબંધિત છે ) તથા વિરાયતન પણ ઘૂમવા લાયક જગ્યા છે.
ફરવાનો સૌથી સારો સમય: શિયાળો
નાલંદા[ફેરફાર કરો]
આ સ્થાન રાજગૃહી થી ૧૩ કિલોમીટર દૂર સ્થિત છે. પ્રાચીન કાળમાં અહીં વિશ્વ પ્રસિદ્ધ નાલન્દા વિશ્વવિદ્યાલય સ્થાપિત હતું. હવે આ વિશ્વવિદ્યાલય ના અવશેષ જ દેખાય છે. પણ હાલમાં જ બિહાર સરકાર દ્વારા અહીં અંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપિત કરવાની ઘોષણા કરાઈ છે જેનું કામ પ્રગતિ પર છે. અહીં એક સંગ્રહાલય પણ છે. આ સંગ્રહાલયમાં અહીં ની ખોદકામમાં પ્રાપ્ત વસ્તુઓ ને રખાયા છે.
નાલન્દા થી ૫ કિલોમીટર અંતરે પ્રસિદ્ધ જૈન તીર્થસ્થલ પાવાપુરી સ્થિત છે. આ સ્થળ ભગવાન મહાવીર થી સંબંધિત છે. અહીં મહાવીર સ્વામીનું એક ભવ્ય મંદિર છે. નાલન્દા-રાજગીર આવીએ તો અહીં જરુર ફરવા આવવું જોઈએ.
નાલન્દા થી અડેલ શહેર બિહાર શરીફ છે. મધ્યકાળમાં આનું નામ ઓદન્તપુરી હતું. વર્તમાનમાં આ સ્થાન મુસ્લિમ તીર્થસ્થલ ના રુપમાં પ્રસિદ્ધ છે. અહીં મુસ્લિમોની એક ભવ્ય મસ્જિદ મોતી દરગાહ છે. મોતી દરગાહ નજીક લાગવાવળો રોશની મેળો મુસ્લિમ જગતમાં ઘણો પ્રસિદ્ધ છે. બિહાર શરીફ ફરવા આવવ વાળા ને મનીરામ નો અખાડો પણ અવશ્ય જોવો જોઈએ. સ્થાનીય લોકોનું માનવું છે જો અગર અહીં સાચા દિલ થી કોઈ માનતા માગવામાં આવે તો તે જરુર પૂરી થાય છે.
આવાગમન[ફેરફાર કરો]
ગયા, રાજગીર, નાલન્દા, પાવાપુરી તથા બિહાર શરીફ જવા માટે સૌથી સારું સાધન ટ્રેન છે. આ સ્થાનો ફરવા માટે ભારતીય રેલવે દ્વારા એક વિશેષ ટ્રેન બૌદ્ધ પરિક્રમા ચલાવાય છે. આ ટ્રેન સિવાય ઘણી અન્ય ટ્રેન જેમ કે શ્રમજીવી એક્સપ્રેસ, પટના રાજગીર ઇંટરસીટી એક્સપ્રેસ તથા પટના રાજગીર પસેંજર ટ્રેન પણ આ સ્થાનો પર જાય છે. આ સિવાય સડ઼ક માર્ગ દ્વારા પણ અહીં જઈ શકાય છે.
- હવાઈ માર્ગ:
- નજીકનું હવાઈ મથકઃ ગયા ( ૧૪ કિલોમીટર/ ૨૦ મિનટ). ઇંડિયન એરલાઈંસ ગયા થી કલકત્તા અને બૈંગકોક ની સાપ્તાહિક ઉડ઼ાન સંચાલિત કરે છે. ટૈક્સી શુલ્ક: ૨૦૦ સે ૨૫૦ રુ. લગભગ.
- રેલ માર્ગ:
- નજીકનું રેલવે સ્ટેશન ગયા જંક્શન. ગયા જંક્શન થી બોધ ગયા જવા માટે ટૈક્સી (શુલ્ક ૨૦૦ સે ૩૦૦ રુ. ) તથા ઑટો રિક્શા (શુલ્ક ૧૦૦ સે ૧૫૦ રુ.) મળી જાય છે.
- સડક માર્ગ:
- ગયા, પટના, નાલન્દા, રાજગીર, વારાણસી તથા કલકત્તા થી બોધ ગયા માટે બસો ચાલે છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
બાહ્ય કડી[ફેરફાર કરો]

- Mahabodhi Situation
- All India Mahabodhi Temple Liberation Action Committee સંગ્રહિત ૨૦૦૪-૦૪-૦૫ ના રોજ વેબેક મશિન
- Land Enlightenment of the Buddha સંગ્રહિત ૨૦૧૬-૧૧-૨૬ ના રોજ વેબેક મશિન
- Bodhgaya News સંગ્રહિત ૨૦૦૮-૦૩-૨૩ ના રોજ વેબેક મશિન
- UNESCO World Heritage
- The Bodh Gaya temple controversy સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
- Mahabodhi Temple Info & Photo Gallery સંગ્રહિત ૨૦૦૮-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન