લખાણ પર જાઓ

મહેશ ચંપકલાલ

વિકિપીડિયામાંથી
મહેશ ચંપકલાલ
મહેશ ચંપકલાલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, જાન્યુઆરી, ૨૦૧૮
મહેશ ચંપકલાલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, જાન્યુઆરી, ૨૦૧૮
જન્મ (1951-10-25) 25 October 1951 (ઉંમર 72)
મબલે, યુગાન્ડા, પૂર્વ આફ્રિકા
વ્યવસાયનાટ્યકાર, રંગમંચ અભિનેતા અને દિગ્દર્શક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
સહી

મહેશ ચંપકલાલ (જન્મ ૨૫ ઑક્ટોબર, ૧૯૫૧) એ ભારતના ગુજરાત રાજ્યના એક ભારતીય નાટ્યકાર, મંચ અભિનેતા અને દિગ્દર્શક છે. વ્યાવસયિક ગુજરાતી થિયેટરમાં કેટલાક વર્ષો સુધી કામ કર્યા બાદ, તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને નાટ્યશાસ્ત્ર શીખવ્યું.

મહેશ ચંપકલાલનો જન્મ પૂર્વ આફ્રિકાના મબલેમાં થયો હતો.[]

તેઓ ૧૯૭૩થી ૧૯૮૧ સુધી બોમ્બે (હવે મુંબઈ)માં વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમણે ઈન્ડિયન નેશનલ થિયેટર (આઇ.એન.ટી.) અને બહુરૂપી દ્વારા નિર્મિત નાટકોમાં પ્રવિણ જોશી, અરવિંદ જોશી, વિજય દત્ત, વિષ્ણુકુમાર વ્યાસ સહિત અનેક દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું.[]

તેઓ વ્યાવસાયિક રંગભૂમિ છોડી ૧૯૮૧માં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૮૭માં, તેમણે મ. સ. વિશ્વવિદ્યાલયમાંથી ભારતમુનિનો અભિનયસિદ્ધાંત પરના તેમના શોધનિબંધ માટે નાટ્યશાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી હતી. ૧૯૯૬માં તેમણે તેમના શોધનિબંધ નાટકમાં ભાષા (ભાષા નાટકોમાં ભાષા) માટે ગુજરાતી સાહિત્યમાં પીએચડીની પદવી પણ મેળવી હતી. તેમણે ૨૦૦૩-૨૦૧૦માં નાટ્યશાસ્ત્ર વિભાગના વડા તરીકે તેમજ ૨૦૦૫-૨૦૧૫માં પ્રદર્શન કલા સંકાયના ડીન તરીકે સેવા આપી હતી. અભ્યાસ અને અધ્યાપનની સાથે સાથે તેઓ પ્રયોગશીલ રંગમંચમાં લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે પણ સક્રિય હતા. તેમણે પરિત્રાન, શતખંડ, રક્તબીજ, છડેચોક, કાયાપલટ, માલાદેવી, મોક્ષ, સ્નેહાધિન, પરખ, અગ્નિ અને વરસાદ, પરમ મહેશ્વર અને સિકંદર સાની સહિત અનેક પ્રશંસનીય પ્રસ્તુતિઓમાં કામ કર્યું હતું. સિકંદર સાનીમાં અમીર ખુસરોની તેમની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી અને આ નાટક રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિવિધ ઉત્સવોમાં રજૂ કરવામાં આવ્યું હતું. સિતાંશુ યશશ્ચંદ્ર દ્વારા લિખિત ગ્રહણના દિગ્દર્શન માટે સંગીત નાટક અકાદમી દ્વારા તેમને 'યુવા મંચ પ્રતિભા' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.[]

તેમનું ભારત નાટ્યશાસ્ત્ર - અભિનય, ભારત નાટ્યશાસ્ત્ર - નાટ્યપ્રયોગ અને ભારત નાટ્યશાસ્ત્ર - આધુનિક સંદર્ભો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. આ કૃતિઓ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. તેમના આધુનિક ગુજરાતી નાટક: પ્રત અને પ્રયોગ અને રંગદ્વારને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમને ગિરીશ કર્નાડના નાટક ધ ફાયર એન્ડ ધ રેઇનના ગુજરાતી અનુવાદ અગ્નિ અને વરસાદ માટે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર, તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અનુવાદ પુરસ્કાર મળ્યો હતો. જગદીશ ભટ્ટ દિગ્દર્શિત હયવદન નાટકમાં કપિલની ભૂમિકા ભજવવા બદલ તેમને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા સર્વશ્રેષ્ઠ મંચ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ માટે તેમને જયશંકર 'સુંદરી' એવોર્ડ પણ મળ્યો હતો. બાદમાં તેમણે ૧૯૯૨ થી ૧૯૯૮ સુધી ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય તરીકે સેવા આપી હતી.[] તેઓ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન 'ભારતીય ઊચ્ચ અધ્યયન સંસ્થાન'ના ફેલો રહ્યા હતા.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ કણિજીયા, બળદેવભાઈ (January 2009). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XXIV (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 679–680. OCLC 837900118.
  2. "Mahesh Champaklal | Indian Institute of Advanced Study". iias.ac.in. મેળવેલ 2019-03-08.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]