માંસાહારી

વિકિપીડિયામાંથી

આહારમાં માંસનો ઉપયોગ કરતા જીવોને માંસાહારી કહેવાય છે. આમાં જંગલી પ્રાણીઓ, જળચરો, પક્ષીઓ અન્ય જીવોનો શિકાર કરી તેનું માંસ આરોગે છે. પશુઓ જેમ કે સિંહ, વાઘ, દિપડો, ચિત્તો, વરુ વઞેરે માંસાહારી છે. જ્યારે અમુક માંસાહારી જીવો શિકાર કરતાં નથી, પરંતુ અન્ય મરેલાં જીવોના શરીરનું માંસ આરોગે છે. દા.ત. ગીધ, ઝરખ, શિયાળ વગેરે.

માણસો પણ માંસનો આહાર તરીકે રાંધીને ઉપયોગ કરે છે, આથી એ પણ માંસાહારી કહેવાય છે.

માણસો અને પશુઓ ઉપરાંત પક્ષીઓ પણ માંસાહારી હોય છે. જેમ કે બાજ, સમડી, કાગડો વઞેરે માંસાહારી છે.