માર્લેશ્વર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Marleshwar entrance.JPG
मार्लेश्वर
ગામ, ધાર્મિક સ્થળ
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોરત્નાગિરી
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારIST (UTC+5:30)
ટેલિફોન કોડ02354
વાહન નોંધણીMH-08

માર્લેશ્વર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રત્નાગિરી જિલ્લામાં આવેલ સંગમેશ્વર તાલુકામાં આવેલ એક ગામ છે, જે મહત્વપૂર્ણ યાત્રાધામ છે. અહીં એક કુદરતી ગુફામાં ભગવાન શિવનું જાગૃત માનવામાં આવતું શિવલીંગ છે. નજીકમાં જ બારેમાસ વહેતો એક ધોધ પણ છે[૧].

દેવરૂખ નગરથી ૧૮ કિ. મી. ના અંતરે આ માર્લેશ્વર ગામ છે.

માર્લેશ્વર નામનું વ્યુત્પત્તિશાસ્ત્ર[ફેરફાર કરો]

માર્લેશ્વર તીર્થક્ષેત્ર મારળ ગામની નજીક છે. મારળના ભગવાન, એટલે કે મારળ + ઈશ્વર એ પરથી માર્લેશ્વર નામ પડ્યું છે.

માર્લેશ્વર જાત્રા[ફેરફાર કરો]

શ્રી દેવ માર્લેશ્વરનો વિવાહ કોંડગાંવ (સાખરપા) ખાતે શ્રી દેવી ગિરજાઈ સાથે મકરસક્રાંતિના દિવસે થયો હતો. દર વર્ષે કોંડગાંવ-સાખરપાથી ભોગીના દિવસે શ્રી દેવી ગિરજાઈની પાલખી માર્લેશ્વર જવા નીકળે છે. આ બે દિવસ માર્લેશ્વર ખાતે મોટો મેળો (જાત્રા) ભરાય છે[૨].

માર્ગદર્શન[ફેરફાર કરો]

માર્લેશ્વર જવા માટે એસ.ટી.ની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ખાનગી વાહન પણ જવા માટે મળે છે. કોલ્હાપૂરથી આવતા આંબા ઘાટની મધ્યમાં કળકંદરા ખાતેથી ખડીકોળવણ માર્ગ દ્વારા માર્લેશ્વર લગભગ ૨૦ કિ. મી., જ્યારે રત્નાગિરી અથવા મુંબઇ તરફથી આવતા દેવરૂખથી માર્ગ દ્વારા લગભગ ૧૮ કિ. મી.ના અંતરે માર્લેશ્વર આવેલ છે. પર્વતની તળેટી સુધી વાહન દ્વારા જઈ શકાય છે. ત્યાંથી આશરે એક કિ. મી. જેટલું ઉપર જવા માટે ૫૦૦ જેટલાં પગથિયાંવાળો સીડી-માર્ગ આ મંદિર સુધી પહોંચવા માટે ઉપલબ્ધ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

ચિત્રદર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Marleshwar Shiva Temple - India Unexplored". India Unexplored. Retrieved 2018-04-11. Check date values in: |access-date= (મદદ)
  2. "Marleshwar Temple, Chiplun | Snakes, Timings, Location". www.holidify.com (અંગ્રેજી માં). Retrieved 2018-04-11. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]