મિનલ રોહીત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મિનલ રોહીત
જન્મની વિગત
મિનલ રોહીત

રાષ્ટ્રીયતાભારતીય
પ્રખ્યાતઈન્ટીગ્રેટેડ મિથેન સેન્સર,
સીસ્ટમ ઇજનેર,
પ્રોજેક્ટ એન્જિનિયર મેનેજર ફોર એમ.ઓ.એમ.
પુરસ્કારો
 • ઈસરો દ્વારા ટીમ એક્સેલેન્સ ઍવોર્ડ

મિનલ રોહિત એક ભારતીય વૈજ્ઞાનિક અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) સાથે સંકળાયેલ સિસ્ટમ એન્જિનિયર છે. તેણીએ મંગળ પર મંગળયાન મોકલવાની પરિયોજનામાં કાર્ય કર્યું હતું. [૧]

નિરમા ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ, મિનલ ઇસરોમાં જોડાયા.[૨] તેણે એમ.ઓ.એમ.ની ટીમના મિકેનિકલ એન્જિનિયરો સાથે કામ કર્યું.[૩] તેણીએ અવકાશયાન સાથે સંકળાયેલ સિસ્ટમો અને મિથેન સેન્સરનું નિરીક્ષણ કર્યું. એમ.ઓ.એમ. છોડનાર ટીમમાં તેમણે સિસ્ટમ ઇન્ટિગ્રેશન એન્જિનિયર તરીકે કાર્ય કર્યું હતું.

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

મિનલ સંપત[૪] નો જન્મ ભારતના રાજકોટમાં થયો હતો.[૫]

બાળપણમાં, મિનલે ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ વર્ગ ૮ માં ભણતા ત્યારે ટીવી પરના એક સ્પેસ શો જોતાં તેમણે તેમનું ધ્યેય બદલી નાખ્યું હતું.[૫] તેણીના શિક્ષણ દરમિયાન, તેમણે જોયું કે તેની સ્ત્રી સાથીઓ સારા પગારના આધારે વૈજ્ઞાનિક કારકિર્દી બનાવવા માંગતા હતા ન કે જ્ઞાન માટે. તેણીએ કોલેજની સાથે સંપૂર્ણ શિક્ષણ મેળવ્યું, જોકે તેમની આસપાસની ઘણી છોકરીઓએ માત્ર આંશિક જ શિક્ષણ મેળવ્યું.[૩] તે ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૯૯માં [૬] સંદેશાવ્યવહારમાં બી. ટેક. સાથે તેઓ સ્પેસ એપ્લીકેશન સેન્ટરમાંથી સ્નાતક થયા અને અમદાવાદની નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી અને સાયન્સમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ જીત્યાં.

કારકિર્દી[ફેરફાર કરો]

મિનલે ઇસરોમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ એન્જિનિયર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં કામ કર્યું હતું. મંગળ ઓર્બિટર મિશન પર કામ કરનારા ૫૦૦ વૈજ્ઞાનિકોમાંના તે એક હતા.[૭] મિશનના સિસ્ટમ ઇજનેર તરીકે, તેમણે ઓર્બિટર દ્વારા લઈ જનારા સેન્સર્સને એકીકૃત કરવામાં અને પરીક્ષણ કરવામાં મદદ કરી.[૪] તેણીએ બે વર્ષ સુધી કોઈ રજા લીધી ન હતી.[૫]

મિનલ મુખ્ય ઇજનેર હતા [૮] અને ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ્સના પ્રોજેક્ટ મેનેજર હતા.[૯] હાલમાં તેઓ ઇસરોમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર છે.[૧૦] તે રાષ્ટ્રીય અવકાશ એજન્સીના પ્રથમ મહિલા ડિરેક્ટર બનવાનું લક્ષ્ય ધરાવે છે.[૩]

સંશોધન યોગદાન[ફેરફાર કરો]

મિનલ ઇસરો દ્વારા હાથ ધરાયેલ મંગળયાન મિશન પર કામ કરનારા ૫૦૦ વૈજ્ઞાનિકોમાંના એક હતા અને આ પ્રોજેક્ટ જેમને સોંપાયો હતો એવી ૧૦ મહિલાઓમાંની તે એક હતી.[૧૧] તેણીએ પ્રોજેક્ટ મેનેજર તેમજ સિસ્ટમ એન્જિનિયર તરીકે સેવા આપી હતી અને તે મિથેન સેન્સર (એમ એસ એમ), લિમેન-આલ્ફા ફોટોમીટર (એલ એ પી), થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર (ટી આઈ એસ), અને મંગળ કલર કેમેરા (એમ સી સી) ના ભાગોના સમાયોજન કરવાના કાર્ય સાથે સંકળાયેલી હતી.[૩]

તેઓ ચંદ્રયાન-૨ સાથે પણ સંકળાયેલા હતા, જે ભારતની પ્રથમ સફળ ચંદ્ર અવકાશ યાન, ચંદ્રયાન-૧નું અનુવર્તી મિશન હતું.[૨] આ પ્રોજેક્ટ પરના પ્રાથમિક કાર્યમાં વાતાવરણીય ડેટા અને પ્રાપ્ત ગુણવત્તાને વધારવા માટે ઇન્સેટ -૩ ડીએસ ઉપગ્રહમાંની સુધારણા શામેલ છે.

વારસો[ફેરફાર કરો]

મિનલ રોહિત ભારતને મંગળ પર લાવવા ૫૦૦ વૈજ્ઞાનિકોમાંની દસ મહિલાઓમાંની એક હતી. તેમણે ભારતને પ્રથમ પ્રયત્નમાં સેટેલાઇટથી મંગળની કક્ષામાં ભ્રમણ કરનાર પ્રથમ દેશ બનાવામાં મદદ કરી.[૫]

મિનલને અફારના ટૂંકી ફિલ્મના સ્નેપશોટ્સમાં દર્શાવવામાં આવ્યા હતા જેમાં તેણે મંગળ ગ્રહ પર મંગળયાન અવકાશની તપાસમાં તેમના યોગદાનની ચર્ચા કરી હતી.[૧૨]

પુરસ્કારો અને સિદ્ધિઓ[ફેરફાર કરો]

મિનલે ૨૦૦૭ માં તેમના ટેલિમેડિસિન પ્રોગ્રામમાં ફાળો આપવા બદલ ઇસરો તરફથી યંગ સાયન્ટિસ્ટ મેરિટ એવોર્ડ અને ઈનસેટ ૩-ડી મીટિરીઓલોજિકલ પેલોડ્સ પરના તેમના કામ માટે ઇસરો ટીમ એક્સેલન્સ એવોર્ડ ૨૦૧૩ માં જીત્યો હતો. એમ.ઓ.એમ. પ્રોજેક્ટ અંગે, મિનલ અને તેમના સાથીઓએ ૧૫ મહિનાના ટૂંકા સમયમાં મિશન પર કરેલા કામ અંગે વડા પ્રધાન મનમોહનસિંઘે તેમના ભાષણમાં પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.[૬]

ટેલિમેડિસિન કાર્યક્રમમાં ફાળો આપવા બદલ તેમને ઇસરો યંગ સાયન્ટિસ્ટ મેરિટ એવોર્ડ ૨૦૧૩ મળ્યો.[૧૩] તેમને સી.એન.એન.ની ૨૦૧૪ની વુમન ઑફ યરમાં નામ આપવામાં આવ્યું હતું.[૧૪]

અંગત જીવન[ફેરફાર કરો]

મિનલને એક પુત્ર છે.[૧૫]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Indian woman's space mission". BBC News (અંગ્રેજી માં). 2014-02-07. Retrieved 2018-03-08. Check date values in: |access-date=, |date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ "India's Rocket Women". Deccan Chronicle (અંગ્રેજી માં). 26 February 2017. Retrieved 10 October 2017. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "8 Hardworking ISRO Women Scientists Who Are Breaking The Space Ceilings With Their Work". Storypick (અંગ્રેજી માં). 2017-02-16. Retrieved 2018-04-28. Check date values in: |access-date=, |date= (મદદ)
 4. ૪.૦ ૪.૧ "These Scientists Sent a Rocket to Mars for Less Than It Cost to Make "The Martian" Backchannel". WIRED (અંગ્રેજી માં). Retrieved 2018-09-17. Check date values in: |access-date= (મદદ)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Tech Women: Minal Sampath worked on India's Mars Mission". www.shethepeople.tv (અંગ્રેજી માં). the original માંથી 2019-11-10 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
 6. ૬.૦ ૬.૧ "Minal Rohit". RSDiitm. RSD 2017. Retrieved 10 October 2017. Check date values in: |accessdate= (મદદ)
 7. "Indian woman's space mission". BBC News (અંગ્રેજી માં). 2014-02-07. Retrieved 2018-09-17. Check date values in: |access-date=, |date= (મદદ)
 8. Thorpe, J.R. (17 February 2018). "8 Inspiring Women Who Are Changing The Space Game". Bustle (અંગ્રેજી માં). Retrieved 2018-04-02. Check date values in: |access-date=, |date= (મદદ)
 9. "WOMAN POWER : MOMS of Mars Mission". corporatecitizen.in. Retrieved 2018-03-08. Check date values in: |accessdate= (મદદ)
 10. "Magnetic Maharashtra 2018 Summit : Women have more opportunities in industrial sector – Newslantern". newslantern.com (અંગ્રેજી માં). Retrieved 2018-04-06. Check date values in: |accessdate= (મદદ)
 11. "Indian Woman's Space Mission". BBC News. 7 February 2014. Retrieved 10 October 2017. Check date values in: |accessdate=, |date= (મદદ)
 12. "Watch: The Women Who Helped India Reach Mars On the First Try". The Wire. Retrieved 2019-02-16. Check date values in: |accessdate= (મદદ)
 13. Kathuria, Charvi (December 19, 2017). "Tech Women: Minal Sampath worked on India's Mars Mission". www.shethepeople.tv (અંગ્રેજી માં). Retrieved 2018-03-08. Check date values in: |accessdate=, |date= (મદદ)
 14. Ghitis, Frida (11 December 2014). "2014 women of the year". CNN (અંગ્રેજી માં). Retrieved 2018-04-02. Check date values in: |access-date=, |date= (મદદ)
 15. "indian-women-scientists-who-put-india-space-map". www.thenewsminute.com. Retrieved 2019-02-16. Check date values in: |accessdate= (મદદ)