મેરુભા ગઢવી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મેરુભા ગઢવી
જન્મની વિગત૧૯૦૬ Edit this on Wikidata
મૃત્યુની વિગત૧ એપ્રિલ ૧૯૭૭ Edit this on Wikidata
વ્યવસાયકળાકાર&Nbsp;edit this on wikidata

મેરુભા ગઢવી (આખું નામ: મેરુભા મેઘાણંદજી ગઢવી) ભારત દેશના ગુજરાત રાજ્યમાં પોરબંદરના છત્રાવા ખાતે વસવાટ કરતા એક લોકસાહિત્ય કલાકાર હતા.[૧] સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરુભાનો જન્મ ૧૯૦૬[૨]માં (સવંત ૧૯૬૨, ફાગણ સુદ ૧૪ના દિવસે) થયો હતો. પિતા મેઘાણંદજી ગઢવીની વાર્તાકથની મુગ્ધભાવે માણતા મેરૂભા બાળપણથી જ લોકસાહિત્યના રંગે રંગાઈ ગયા હતા. કવિ દુલા ભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી અને મેરૂભા એકબીજા સાથે મળી કાર્યક્રમો આપતા.

તેમણે પોતાની મીઠી હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને અનેકવાર શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન, વેધકતા તેમ જ દર્દ હતાં. એમના કંઠની ભવ્ય બુલંદી શ્રોતાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવા જ મુકામ પર લઈ જતી. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભ્રમણ કરતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવાને પ્રજ્વલિત રાખ્યો હતો. તેઓ માત્ર લોકસાહિત્યના આરાધક અને ગાયક જ ન રહેતાં, દીર્ધદ્દષ્ટા અને સમાજ સુધારક તરીકે પણ યોગદાન આપ્યાં હતા. હરિજનો અને નબળા વર્ગોને માટે તેમણે વસાહત બંધાવી હતી. દ્વારકામઠના જગદ્ગુરુ શંકરાચાર્યજીએ તેમને ‘કવિરત્ન’ તરીકેનો ઈલ્કાબ એનાયત કરી તેમની સાહિત્યકલાની કદર કરી છે. ઉત્તરાવસ્થામાં તેઓ ભક્તિના રંગે રંગાતાં તમામ પ્રવૃતિઓમાંથી નિવૃતિ લીધી હતી.

૧ એપ્રિલ ૧૯૭૭[૨]ના રોજ એમનું અવસાન થયું હતું.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "લોકકલા ક્ષેત્ર". ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી. Retrieved ૨૨ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Wise and Learned Chaarans". www.jhaverchandmeghani.com. Retrieved ૩૦ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  3. "દિન વિશેષ, મેરૂભા ગઢવી". કમલેશ ઝાપડીયા, અભ્યાસક્રમ. ૩ એપ્રિલ ૨૦૧૨. Retrieved ૨૨ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate=, |date= (મદદ)