મેહરાનગઢ કિલ્લો

વિકિપીડિયામાંથી
મેહરાનગઢ કિલ્લો-જોધપુર, ભારત

મેહરાનગઢ કિલ્લો, જે ભારતના રાજ્ય રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલ છે. આ કિલ્લો શહેરથી ૪૦૦ ફૂટ (૧૨૨ મી) ની ઊંચાઈ પર આવેલ છે, અને તેની ફરતે જાડી દિવાલ આવેલી છે. આની સીમાની ભીત્ર ઘણાં મહેલ આવેલાં છે,જેઓ તેમની શાનદાર મહીમ કોતરણી અને સુંદર પ્રાંગણ જાણીતા છે. એક વાંકડીયો માર્ગ નીચેના શહેર અને કિલ્લાને જોડે છે. આ કિલ્લાના બીજા દરવાજા પર જયપુરની સેના દ્વારા દાગાયેલ તોપગોળાની છાપ અને પણે જોઈ શકાય છે. આ કિલ્લાની ડાબી તરફ કિરાત સિંહ સોઢાની છત્રી છે જે આ કિલ્લાનું રક્ષણ કરતાં આ જ સ્થળે વીરગતિ પામ્યાં હતાં. આ કિલ્લાને સાત દરવાજા છે, જેમાંના એકનું નામ જયપોળ છે, આને મહારાજા માનસિંહે જયપુર અને બિકાનેર સૈન્ય પરના વિજયની યાદગીરીમાં બનાવડાવ્યો. મોગલોને હરાવવાની યાદમાં મહારાજા અજીત સિંહે ફતેહપોળ નામનો દ્વાર બંધાવ્યો. અહીંના ચાંદીના વરખ અને કંકુના રંગે રંગાયેલી હથેળીની છાપ આજે પણ શ્રદ્ધાળુઓને આકર્ષે છે.

મેહરાનગઢનું સંગ્રહાલય ભારતના સર્વશ્રેષ્ઠ સંગ્રહાલયમાંનું એક છે અને તેનું આયોજન સુંદર છે. આ સંગ્રહાલયનો પાલખી વિભાગ ખૂબ રોચક છે. આમાં આશ્ચર્ય પમાડે તેવી પાલખીઓ છે. ૧૭૩૦માં થયેલ ગુજરાત ગવર્નર સાથે થયેલ યુદ્ધમાં જીતી લવાયેલ સોને મઢેલ ઘુમ્મટવાળો મહાડોલ ખૂબ આકર્ષક છે. આ સંગ્રહાલય રાઠોડ વંશના હથિયારો, પરિધાન, ચિત્રો અને તે સમયની ખંડ સજાવટૅ બતાવે છે.

મેહરાનગઢનો ઇતિહાસ[ફેરફાર કરો]

જોધપુરને નીહાળતો મેહરાનગઢ
સાંજના સમયે મેહરાનગઢ
મેહરાનગઢના ફ્રેસ્કો
મેહરાનગઢ કિલ્લો જોધપુર

૧૪૫૮માં, રાવ જોધા (૧૪૩૮-૧૪૮૮), જેઓ રણમલના ૨૪ સંતાનો માંના એક હતાં તેઓ જોધપુરના ૧૫મા રાઠોડ શાસક બન્યાં. તેમના સત્તારુઢ થવાના એક જ વર્ષમાં તેમણે તેમની રાજધાનીને જોધપુરના અન્ય સલામત ભાગમાં ખસેદવાનું નક્કી કર્યું કેમકે વિહરમાન મંડોરનો કિલ્લો પૂરતી સુરક્ષા આપવા અક્ષમ જણાતો હતો મંડોરથી ૯ કિમી દૂર દક્ષિણે આવેલ એક ખડકાળ ટેકરી પર ૧૨ મે ૧૪૫૯ના દિવસે આ કિલ્લાની આધાર શિલા રાખવામાં આવી. [૧]. આ ટેકરી ભાઉરચીડીયા, પક્ષીઓની ટેકરીના નામે ઓળખાતી હતી. એક લોકકથા અનુસાર આ ટેકરી પર કિલ્લો બાંધવા માત્ર એક જ વ્યક્તિને તે સ્થળેથી સ્થાનાંતરીત કરવા પડ્યાં અને તે હતાં એક સાધુજી જેમને લોકો ચિડીયા નાથજી કહેતાં. આ સ્થળેથી હટાવવાથી નિરાશ સાધુએ રાજાને શાપ આપ્યો કે "જોધા! તારો ગઢ પાણી માટે તરસશે!". પાછળથી રાજા એ તે સાધુને ખુશ કરવા તેઓ જે ગુફામાં ધ્યાન ધરતાં તેની બાજુમાં જ એક ઘર અને મંદિર બંધાવી આપ્યું. તેમ છતાં પણ દર ત્રણ ચાર વર્ષે આ ક્ષેત્રને દુકાળનો સામનો કરવો પડે છે.[૨][૩]

આ ક્ષેત્રના શુકન માટે જોધાએ એક અત્યંત આક્રમક પગલું ભર્યું. તેણે રાજિયા ભામ્બી નામના એક મેઘવાળને આના પાયામાં અહીં જીવંત દટાવી દીધો. રાજિયા મેઘવાળને એવું વચન અપાયું હતું કે તેના આ સમર્પણ પછી રાઠોડ શાસકો તેના પરિવારનું ધ્યાન રાખશે. આજ દિવસ સુધી તેના વંશજો હજી પણ રાજ બાગ નામના (રાજિયાનો બાગ) સ્થળે રહે છે જેને જોધા દ્વારા તેમના પરિવારને અપાઈ હતી.[૧]

મેહરાનગઢ (નામશાસ્ત્ર: 'મિહીર' (સંસ્કૃત) -સૂર્ય કે સૂર્ય દેવ; 'ગઢ' (સંસ્કૃત)-કિલ્લો; એટલે 'સૂર્ય-કિલ્લો'; રાજસ્થાનમાં બોલાતી સ્થાનીય ભાષામાં તેનું ઉચ્ચારણ મેહરાનગઢ થયું છે; સૂર્ય દેવ એ રાઠોડ વંશના મુખ્ય દેવતા છે.[૪] ભલે આ કિલ્લાનું બંધકામ ૧૪૫૯માં રાવ જોધા, જોધપુરના સ્થાપક, શરૂ થયું પણ આજે દેખાતાં કિલ્લાનો ભાગ જસવંત સિંહ (૧૬૩૮–૭૮)ના સમયમાં બંધાયો. આ કિલ્લો પાંચ કિમી જેટલા મોટા શહેરની કેંદ્રમાં ૧૨૫મી ઊંચી ટેકરી પર આવેલો છે. આનો કોટ ૩૫મી ઊંચો છે અને ૨૧ મી પહોળો છે, જે રાજસ્થાનના સૌથી સુંદર ઐતિહાસીક ધરોહરને સાચવે છે.

આ મહેલમાં સાત દ્વાર પ્રવેશી શકાય છે. એમાં સૌથી પ્રખ્યાત છે:

- જય પોળ ("વિજય દ્વાર"), જેને મહારાજા માન સિંહ દ્વારા ૧૮૦૬માં જયપુર અને બિકાનેર ની ઉપર વિજય પછી બાંધવામાં આવ્યો;[૫]

- ફતેહ પોળ, ૧૭૦૭માં મોગલો પરની વિજયની યાદમાં;

- દેઢ કામ્ગ્રા પોળ, જેના પર આજેપણ તોપગોળાના હુમલાના ચિન્હો દેખાય છે;

- લોહા પોળ, જે આ કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે.

૧૮૪૩માં રાજા માનસિંહના મૃત્યુ પછી તેમની રાણીઓ તેમની પાછળ સતી થઈ હતી. દ્વારની એકદમ ડાબી તરફ સતી ની હથેળી-ચિન્હો આવેલાં છે.[૬]

આ કિલ્લાની અંદર એકદમ સુંદર સુશોભિત જગ્યાઓ છે. આમાંના, મોતી મહેલ , ફૂલ મહેલ, શીશ મહેલ, સીલેહ ખાના, અને દૌલત ખાના નોંધનીય છે. અહીંનું સંગ્રહાલય પણ ઘણાં મહેલોમાં ફેલાયેલું છે. આ મહેલમાં પાલખીઓ, અંબાડીઓ, રાજસી ગોડિયાં, લઘુચિત્રો, વાદ્યો, પરિધાનો અને રાચ-રચિલું આદિ પ્રદર્શિત છે. આ કિલ્લાના પાળા કિલ્કિલા સહિત સૌથી સંવર્ધિત તોપોનું ઘર છે અને અહીંથી શહેરનું અદ્દભૂત દ્રશ્ય દેખાય છે.

મેહરાનગઢમાં પ્રવાસી આકર્ષણો[ફેરફાર કરો]

રષ્ટ્રીય ભૂસ્તરશાશ્ત્રીય સ્મારક[ફેરફાર કરો]

જોધપુર ગ્રુપ - મલાની ઈગ્નીયસ સ્યૂટ કોંટેક્ટ કે જેની ઉપર મેહરાનગઢ કિલ્લો બન્યો છે તેને ભારતીય ભૂસ્ત્રશાસ્ત્ર સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કર્યું છે જેથી દેશમાં ભૂસ્તર શાસ્ત્રીય પર્યટનને પ્રોત્સાહન મળે. આ અદ્વીતીય ભૂસ્તરશાસ્ત્રીય સંયોજન થરના રણમાં મલાની અગ્નિકૃત ખડક જૂથનો એક ભાગ છે, જે ૪૩,૫૦૦ ચો. કિમી. ક્ષેત્રમાં ફેલાયેલ છે. આ સંરચના ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રીકેમ્બ્રીયન યુગની અંતિમ અગ્નિકૃત સક્રીયતાની સાબિતી આપે છે.[૭][૮]

ચામુંડા માતાજી મંદિર[ફેરફાર કરો]

ચામુંડા દેવી મંદિર

ચામુંડા માતાજી રાવ જોધાના માનીતા દેવી હતાં, તેમણે તેમની મૂર્તિ ૧૪૬૦માં પ્રાચીન પાટનગર મંડોરથી મંગાવીને મેહરાનગઢમાં પ્રસ્થાપિત કરાવી (મા ચામુંડા મંડોરના પરિહારરાજાની કુળ દેવી હતાં). આ દેવી મહારાજા અને રાજ પરિવારની ઈષ્ટ દેવી (કે દત્તક દેવી?) હતાં અને આજે પણ જોધપુરના પ્રજાજનો દ્વારા પૂજાય છે.દશેરાના દિવસે લોકોના ટોળાના ટોળા મેહરાનગઢ તરફ દર્શનમાટે આવે છે.

કાળ ઈમારતો[ફેરફાર કરો]

મોતી મહેલ[ફેરફાર કરો]

રાજા સૂર સિંહ (૧૯૯૫-૧૬૧૯) દ્વારા બંધાયેલ મોતી મહેલ મેહરાનગઢના યુગ ઈમારતોમાં સૌથી મોટી ઈમારત છે. સૂરસિંહના મોતી મહેલમાં પાંચ નાની બેઠકો છે જે ચાલી તરફ દોરે છે; કહે છે કે આ બેઠકો તેમની પાંચ રાણીઓ માટે દરબારની કાર્યવાહી જોવા બનાવેલી હતી.

શીશ મહેલ[ફેરફાર કરો]

આ એક પરંપરગત રાજપૂત શીશ મહેલનું ઉદાહરણ છે. આ મહેલમાં આરીસાના નાના નાના ટુકડા ન વાપ્રતા મોટાં એકરૂપ આરીસા વાપરવમાં આવ્યાં છે. પ્લસાર પર બનેલ ધાર્મિક ચિન્હોની આરીસા ઉપર મઢામણી એ અહીં ની એક અન્ય વિષેશતા છે.

ફૂલ મહેલ[ફેરફાર કરો]

મહારાજા અભયસિંહ (૧૭૨૪-૧૭૪૯) દ્વારા ફૂલ મહેલ બંધાવવામાં આવ્યો. મેહરાનગઢના યુગ કક્ષોમાંનિ સૌથી વૈભવી એવો આ ખંડ મનોરંજન નએ પ્રમોદને સમર્પિત નીજી અને ખાસ કહંડ હતો; એક સમયે નૃત્યાંગનાઓ અહીંની સોનેરી ભાતથી સુશોભિત છત નીચે નાચી નાચીને થાકી જતાં બેહોશ થઈ જતી હતી.

તખત વિલાસ - મહારાજા તખત સિંહનું કાર્યાલય[ફેરફાર કરો]

મેહરાનગઢમાં રહીનારા જોધપુરના અંતિમ શાસક મહારાજા તખતસિંહ(૧૮૪૩-૧૮૭૩) દ્વારા બંધાવાયેલ આ મહેલ પરંપરા અને શૈલિઓનો અનોખો મિશ્રણ છે. છતપર શીશાના ગોળા આદિ આધુનિક સજાવટૅના ચિન્હો છે જે બ્ઋશરો સાથે ભારતમાં આવ્યાં હતાં.

મેહરાનગઢ સંગ્રહાલયના કક્ષો[ફેરફાર કરો]

અંબાડી[ફેરફાર કરો]

અંબાડીઓ મોટે ભાગે બે ભાગ ધરાવતી લાકડાની બેઠકો હતી (મોટેભાગે તે ચાંદી કે સોનાના નક્શીદાર પતરા થી જડવામાં અવતી) જેને હાથી પર બાંધવામાં આવતી. આગળનો ભાગ મોટો અને સંરક્ષણાત્મક ધાતુની પટ્ટી સાથે હતો તે રાજા કે રાવીઓ માટે હતો. પાછળનો નાનો ભાગ હવા કરનાર તરીકેના ગુપ્ત વેષમાં રહેલ અંગરક્ષક માટે હતો.

પાલખી[ફેરફાર કરો]

૨૦મી સદીના બીજા ભાગ સુધી ઉચ્ચ વર્ણના કુટુંબોની મહિલાઓ માટે પાલખી અવરજવરનું સાધન હતી. ખાસ અવસરે રાજ પુરુષો પણે તેને વાપરતાં.

દૌલત ખાના - મેહરાનગઢ સંગ્રહાલયના ખજાનો[ફેરફાર કરો]

આ સંગ્રહ કક્ષ મોગલકાળના સૌથી મહત્ત્વના અને સંરક્ષિત સુશોભન અને ઉપયોગિ કળાઓના નમૂના પ્રદર્શિત કરે છે, રાઠોડ વંશના રાજાઓ ને તે સમયે મોગલો સાથે ઘણાં સરા સંબંધો હતાં.

શસ્ત્રાગાર[ફેરફાર કરો]

આ સંગ્રહ કક્ષ જોધપુરના ઇતિહાસના દરેક કાળના વપરાતાં શસ્ત્રોના નમૂના છે. રત્ન જડીત, ચાંદીના, ગેંડાના શિંગડા, હાથી દાંત ના હાથા વાળી તલવાર,માણેક નીલમ અને મોતી જડેલી ઢાલ, નાળચા પર સોના અને ચાંદી મઢેલ બંદૂક, વિગરે અહીં પ્રદર્શિત છે. અહીં રાજાઓની નીજી તલવારો પણ પ્રદર્શનમાં છે તેમાં ખાસ છે રાઓ જોધાની ખાંડા જેનું વજન ૩.૫ કિલોની આસપાસ છે, અકબરની તલવાર અને તૈમૂરની તલવાર.

ચિત્રો[ફેરફાર કરો]

અહીં મારવાડ-જોધપુરના રંગો નીહાળી શકાય છે. મારવાડ ચિત્રકારીના આદર્શ નમૂના અહીં પ્રદર્શીત છે.

પાઘડીઓનું સંગ્રહાલય[ફેરફાર કરો]

મેહરાનગઢ સંગરહાલયનો પાઘડી કક્ષ રાજસ્થાનમાં પ્રચલીત દરેક પાઘડીઓના સંવર્ધન તેના સાહીત્ય અને પ્રદર્શનનું કાર્ય કરી રહી છે;જેમાં દરેક જાતિ, ધર્મ અને ઉત્સવોના ખાસ શિરસ્ત્રાણ (પાઘ) બતાવાયા છે.

લોક સંગીત વાદ્યો[ફેરફાર કરો]

ખાસ જાતિઓ અને ખાસ ક્ષેત્રોમાં જ વગાડાતા વાદ્યો અહીં પ્રદર્શિત છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

જોધપુરના પ્રવાસી આકર્ષણો[ફેરફાર કરો]

જોધપુરના શાસકો[ફેરફાર કરો]

  • હનવંત સિંહ, ૧૯૪૭-૧૯૫૩
  • ગજ સિંહ-૨, ૧૯૫૩-હાલ

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Mehrangarh Fort-Jodhpur". મૂળ માંથી 2008-11-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-02.
  2. Crump, V: Toh, I: "Rajasthan", Page 220, Everyman Guides, 1996. ISBN 1-85715-887-3
  3. Beny, page 46.
  4. Mr Yashwant Singh, an official guide to the Fort.
  5. "India", Page 235, Lonely Planet, 2007. ISBN 978-1-74104-308-2
  6. "India", Page 236, Lonely Planet, 2007. ISBN 978-1-74104-308-2
  7. "Monuments of Stratigraphic Significance, Malani volcanics overlain by Jodhpur sandstone". Geological Survey of India. 2001. મૂળ માંથી 2013-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-23.
  8. "Regional Geological and Tectonic Setting" (PDF). પૃષ્ઠ 68–73. મૂળ (PDF) માંથી 2011-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-25.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 26°17′54″N 73°01′10″E / 26.29833°N 73.01944°E / 26.29833; 73.01944