મોનોરેલ
મોનોરેલ રેલવે આધારિત પરિવહન વ્યવસ્થા છે, જેમાં એક પાટા પર ટ્રેન ચાલે છે અને તે પાટા એકમાત્ર ટેકા અને તેના માર્ગદર્શક તરીકે કામ કરે છે. આ સિસ્ટમના બીમ અથવા આવા બીમ કે ટ્રેક પર ચાલતા વાહનોનું વર્ણન કરવા માટે આ શબ્દનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. આ શબ્દસમૂહમાં ‘મોનો ’(એક) અને ‘રેલ ’ એવા બે શબ્દોનું સંયોજન થયું છે અને આ શબ્દ 1897ની શરૂઆતમાં ઉદભવ્યો હતો,[૧] શરૂઆતની સિસ્ટમમાં લોખંડના પાટાનો ઉપયોગ થતો હતો. આ પરિવહન વ્યવસ્થા ઘણીવાર રેલવે તરીકે ઓળખાય છે.[૨]રોજબરોજની ભાષામાં ‘મોનોરેલ’ શબ્દ કોઇપણ સ્વરૂપની એલિવેટેડ રેલવે અથવા પીપલમુવરનું વર્ણન કરવા ખોટી રીતે ઘણીવાર વપરાય છે.[૩] હકીકતમાં આ શબ્દ તેના એલિવેશન નહીં, પરંતુ પાટાના પ્રકારનો ઉલ્લેખ કરે છે.
બીજી પરિવહન વ્યવસ્થા સાથેનો તફાવત
[ફેરફાર કરો]એરપોર્ટ ટ્રાન્સફર અને કેટલીક મધ્યમ ક્ષમતાની મેટ્રો સિસ્ટમના પરિવહન બજારમાં મોનોરેલ સિસ્ટમનો પણ સહિયારો ઉપયોગ જોવા મળે છે. બીજા પરિવહન માધ્યમોથી મોનોરેલ સિસ્ટમને અલગ પાડવા માટે મોનોરેલ સોસાયટી મોનોરેલની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરતા કહે છે કે મોનોરેલ સિસ્ટમના બીમ વાહન કરતા નાના હોય છે.[૪]
સમાનતા
[ફેરફાર કરો]મોનોરેલ ઘણીવાર જમીનથી અધ્ધર પાટા ધરાવતી (એલિવેટેડ) હોય છે, પરંતુ તે માત્ર એલિવેટેડ હોતી નથી, જેનાથી ઘણીવાર ડોકલેન્ડ લાઇટ રેલવે, વાનકુવર સ્કાયટ્રેન અને જેએફકે (JFK) એરટ્રેન જેવી બીજા એલિવેટેડ સિસ્ટમ્સ સાથે તેને જોડી દેવામાં આવે છે. મોનોરેલ વાહનો પ્રથમ દ્રષ્ટીએ અન્ય લાઇટ રેલ જેવી જ લાગે છે અને તે માનવસહિત કે માનવરહિત હોઈ શકે છે. મોનોરેલ વાહનો સાંઘાથી જોડાયેલા એક એકમના એકમાત્ર ફોર્મેટમાં અથવા ‘ટ્રેન’માં જોડાયેલા બહુવિધ એકમોના ફોર્મેટમાં હોય છે. બીજી આધુનિક એડવાન્સ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ સાથેની સમાનતા એ છે કે કેટલીક મોનોરેલ લિનિયર ઇન્ડક્શન મોટરથી સંચાલિત હોય છે. બે પાટાની રેલવે વ્યવસ્થા સાથેની સમાનતા એ છે કે આ વાહનો બોગી મારફત બીમ સાથે જોડાયેલા હોય છે, તેનાથી આ વાહનો વળાંક લઈ શકે છે.
તફાવત
[ફેરફાર કરો]ટ્રામ્સ અને લાઇટ રેલ વ્યવસ્થાથી તદ્દન અલગ રીતે આધુનિક મોનોરેલને બીજા ટ્રાફિક અને પદયાત્રીથી હંમેશા અલગ કરવામાં આવે છે. મોનોરેલમાં એક માત્ર બીમનો સપોર્ટ હોય છે અને આ બીમ તેના દિશાસૂચક બને છે. આની સામે સપોરો મ્યુનિસિપલ સબવે જેવી રબર ટાયરની મેટ્રો અથવા ટ્રાન્સલોહર જેવી ગાઇડેડ બસ કે ટ્રામ્સમાં અલગ દિશાસૂચક વ્યવસ્થા હોય છે. મોનોરેલ પેન્ટોગ્રાફનો ઉપયોગ કરતી નથી.
મેગ્લેવ
[ફેરફાર કરો]મોનોરેલ સોસાયટીના બીમની પહોળાઈના માપદંડ હેઠળ તમામ નહીં, પરંતુ ટ્રાન્સરેપિડ અને લિનિમો જેવી કેટલીક મેગ્લેવ સિસ્ટમને મોનોરેલ ગણવામાં આવે છે. મેગ્લેવને તમામ મોનોરેલ સિસ્ટમ્સથી અલગ પાડતો મુખ્ય તફાવત એ છે કે મેગ્લેવ ક્યારેય બીમ પર દોડતી નથી.
ઇતિહાસ
[ફેરફાર કરો]પ્રારંભિક વર્ષો
[ફેરફાર કરો]સૌ પ્રથમ મોનોરેલ રશિયામાં ઇવાન એલમાનોવએ વર્ષ 1820માં બનાવી હતી. 19મી સદીની શરૂઆતથી પરંપરાગત રેલવેની વિકલ્પ તરીકે મોનોરેલનું નિર્માણ કરવાના પ્રયાસો ચાલુ થયા હતા. સૌ પ્રથમ પેટન્ટ 1821માં યુકેમાં હેનરી પાલ્મેરે મેળવ્યા હતા અને દક્ષિણ-પૂર્વ લંડનના ડેપફોર્ડ ડોકયાર્ડમાં આ ડિઝાઇનનો ઉપયોગ કરાયો હતો તેમજ હાર્ટફોર્ડશાયર ચેશંટ નજીકની પત્થરોની ખાણમાંથી પત્થરોની હેરફેર કરવા લી નદી સુધી નાની લાઇન નાંખવામાં આવી હતી. ચેશંટ લાઇન નોંધપાત્ર છે, કારણ કે તે મુસાફરોને લઈ જતી વિશ્વની પ્રથમ મોનોરેલ તેમજ હાર્ટફોર્ડશાયરમાં ખોલવામાં આવેલી પ્રથમ રેલવેલાઇન છે.[૫][૬]
1879માં હેડોન અને સ્ટ્રીંગફેલોએ સ્વતંત્ર રીતે ‘વન રેલ’ સિસ્ટમની દરખાસ્ત કરી હતી, જેમાં ઇન્વર્ટેડ "/\" રેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ લશ્કરી ઉપયોગ માટેની હતી અને તેને ‘સસ્તી રેલવે’ તરીકે સામાન્ય નાગરિકોના ઉપયોગની સિસ્ટમ તરીકે પણ જોવામાં આવતી હતી. [૭]
શરૂઆતની ડિઝાઇનમાં પરંપરાગત રેલવેના ડબલ ટ્રેકના વિકલ્પ તરીકે બે કોરવાળા એક જ મેટલ પાટાનો ઉપયોગ કેન્દ્રવર્તી વિચાર હતો. આ પાટા પરના વ્હિલ મોનોરેલ કારને દિશા સૂચવે છે અને સપોર્ટ કરે છે. હાલમાં અસ્તિત્વ ધરાવતું સસ્પેન્ડેડ વર્ઝન વુપરર્ટલ મોનોરેલ છે. 1990ના દાયકા સુધીમાં સીંગલ રેલ પાટાના ટોચ પર ગાયરોસ્કોપિકની મદદથી સંતુલિત કાર સાથે ગાયરો મોનોરેલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું,પરંતુ પ્રતિકૃતિ મોડલ સિવાય તેનો આગળ વિકાસ થઈ શક્યો ન હતો. ભારતના પંજાબના પટિયાલા સ્ટેટ મોનોરેલ ટ્રાન્સવેમાં ઉપયોગ થયેલી ઇવિંગ સિસ્ટમ હાઇબ્રિડ મોડલ આધારિત છે, તેમાં વજનના વહન માટે સીંગલ રેલ છે અને સંતુલન માટે વધારાનું વ્હીલ છે. વ્યવહારુ ઉપયોગમાં લેવામાં આવી હોય તેવી પ્રથમ સિસ્ટમ્સમાં ફ્રાન્સના ઇજનેર ચાર્લી લાર્ટિગની સિસ્ટમનો સમાવેશ થાય છે, તેમણે આયર્લેન્ડમાં બેલીબુનિયન અને લિસ્ટોવેલ વચ્ચે મોનોરેલ લાઇન નાંખી હતી, જેને 1888માં ખોલવામાં આવી હતી અને 1924માં બંધ કરવામાં આવી હતી (આયર્લેન્ડના આંતરિક યુદ્ધને કારણે નુકસાન થવાથી). લાર્ટિગ સિસ્ટમમાં વજનવહન માટેના સિંગલ પાટા અને સંતુલન માટે નીચા, બાહ્ય રેલ પાટાનો એટલે કે ત્રિકોણાકારમાં ત્રણ પાટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સંભવત પ્રથમ મોનોરેલ લોકોમોટિવ 0-3-0 સ્ટીમ લોકોમોટિવ એન્જિન હતું.
1900થી-1950ના દાયકા
[ફેરફાર કરો]બેહર સિસ્ટમનો ઉપયોગ કરીને હાઇસ્પીડ મોનોરેલને લીવરપુલ અને માન્ચેસ્ટર વચ્ચે નાંખવાની 1901માં દરખાસ્ત કરવામાં આવી હતી.[૮]
1910માં અલાસ્કાની કોલસાની ખાણ માટે બેન્નન મોનોરેલનો ઉપયોગ કરવાની વિચારણા કરવામાં આવી હતી.[૯]
20મી સદીના પ્રથમ ભાગમાં ઘણી ડિઝાઇનના પ્રસ્તાવ થયા હતા, પરંતુ તે ડિઝાઇન માત્ર વિચારણા હેઠળ રહી હતી અને ટૂંકાગાળા માટેની પ્રતિકૃતિ બનીને રહી ગઈ હતી.
1950થી-1980ના દાયકા
[ફેરફાર કરો]20મી સદીની બીજા ભાગમાં મોનોરેલની ડિઝાઇનમાં મોટા બીમ કે ગર્ડર આધારિત ટ્રેકનો ઉપયોગ કરવાનું નક્કી થયું હતું, જેમાં વાહનને વ્હિલનું એક જૂથ ટેકો આપે છે અને બીજુ જૂથ તેને ગતિ આપે છે. આ ડિઝાઇન આધારિત વાહનો બીમમાંથી સપોર્ટ, સસ્પેન્શન અને કેન્ટીલિવર મેળવે છે. 1950ના દાયકામાં અલવેગ (ALWEG) સ્ટ્રેડલ ડિઝાઇન બહાર આવી હતી, તે પછી અપડેટ થયેલી સસ્પેન્ડેડ સેફેજ (SAFEGE) સિસ્ટમ આવી હતી. અલવેગ (ALWEG)ની ટેકનોલોજીના વિવિધ વર્ઝનનું હાલમાં બે સૌથી મોટા મોનોરેલ ઉત્પાદકો હિટાચી મોનોરેલ અને બોમ્બાર્ડિયર ઉપયોગ કરે છે.આ સમયગાળામાં કેલિફોર્નિયાના ડિઝનીલેન્ડ, ફ્લોરિડાના વોલ્ટ ડીઝની વર્લ્ડ, સીએટલ, જાપાન અને બીજા ઘણા સ્થળોએ મોનોરેલ શરૂ કરવામાં આવી હતી. એક્ઝિબિશન અને મનોરંજન પાર્કમાં ભાવિ ટેકનોલોજી તરીકે મોનોરેલનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો, હાલમાં પણ આ સિસ્ટમના વારસો આવા સ્થળે જોવા મળે છે. જોકે પરંપરાગત પરિવહન વ્યવસ્થાની સરખામણીમાં મોનોરેલનો નહિવત ઉપયોગ થયો હતો.એર ટ્રાવેલ અને શોપિંગ મોલના ઉદભવ સાથે ખાનગી ધોરણે મોનોરેલનો ઉપયોગ થવા લાગ્યો હતો અને શટલ પ્રકારની ઘણી મોનોરેલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી.
જાહેર પરિવહનના માધ્યમ તરીકે મોનોરેલની વિભાવના
[ફેરફાર કરો]1950થી 1980 દરમિયાન ઓટોમોબાઇલની સ્પર્ધાને કારણે જાહેર પરિવહન વ્યવસ્થા તરીકે મોનોરેલની વિભાવનને નુકસાન થયું હતું. સસ્તા અને પરિપક્વ વિકલ્પો ઉપલબ્ધ હોય ત્યારે સફળ પૂરવાર ન થયેલી ઊંચા ખર્ચની મોનોરેલ સિસ્ટમ માટે રોકાણ કરવામાં પરિવહન સત્ત્તાવાળાઓના ખચકાટને કારણે પણ મોનોરેલને અસર થઈ છે. વધુમાં ઘણી સ્પર્ધાત્મક મોનોરેલ ટેકનોલોજી છે, જે તેમને પોતાને નુકસાન કરે છે. અલવેગ કોન્સોર્ટિયમે લોસ એન્જેલસમાં મોટી મોનોરેલ સિસ્ટમના નિર્માણ માટે તેના સંચાલકીય હકો પોતાની પાસે રાખવાના બદલામાં ભંડોળ પૂરું પાડવાની દરખાસ્ત કર્યા પછી 1963માં ઊંચા ખર્ચ થતો હોવાની માન્યતા સામે સૌથી મોટો પડકાર ઊભો થયો હતો. આ દરખાસ્તને સિટી ઓથોરિટીએ ફગાવી દીધી હતી અને તેની જગ્યાએ કોઇ સિસ્ટમની તરફેણ કરી ન હતી, પરંતુ પછીથી સબવે સિસ્ટમને ટીકા થઈ હતી, કારણ કે આ સિસ્ટમ તેની યોજના મુજબ વિસ્તરી શકી ન હતી.પરિવહન વ્યવસ્થા તરીકે ઉપયોગ કરવાની યોજના સાથે નાંખવામાં આવી હતી તેવી કેટલીક મોનોરેલ હાલમાં પ્રવાસન ઉપયોગથી થતી આવકને કારણે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે ઊંચા મોનોરેલ ટ્રેકને કારણે પ્રવાસીઓને અનોખા દ્રશ્ય જોવા મળે છે.
પુનરુત્થાન
[ફેરફાર કરો]1890ના દાયકા પછીથી ટ્રાફિકમાં અને શહેરીકરણમાં વધારાની સાથે જાહેર પરિવહન વ્યવસ્થામાં ઉપયોગ માટે મોનોરેલ માટેના આકર્ષણમાં ફરી વધારો થયો હતો, જેમાં જાપાનમાં મોનોરેલનો પ્રારંભિક ઉપયોગ થયો હતો અને હાલમાં મલેશિયામાં તેનો ઉપયોગ થાય છે. વિશ્વની સૌથી વ્યસ્ત મોનોરેલ લાઇન ટોકિયો મોનોરેલ દરરોજ સરેરાશ 127,000 મુસાફરોને લઈ જાય છે અને તેમાં 1964 પછીથી આશરે 1.5 અબજથી વધુ લોકોએ મુસાફરી કરે છે.[૧૦] અનોખા નાના અંતરના સ્થળો અને મનોરંજન પાર્કમાં પણ તેનો ઉપયોગ ચાલુ રહ્યો છે.આધુનિક જાહેર પરિવહન મોનોરેલ વ્યવસ્થા અલવેગ (ALWEG) બીમ અને ટાયર સિસ્ટમ સાથે ઠરીઠામ થઈ છે, કારણ કે માત્ર બે સસ્પેન્ડેડ સિસ્ટમની મોનોરેલનો વ્યાપક ઉપયોગ થયો છે. મોનોરેલના માળખાને મેગ્લેવ ટ્રેનમાં પણ અપનાવવામાં આવ્યું છે.
પ્રકારો અને ટેકનિકલ પાસા
[ફેરફાર કરો]આધુનિક મોનોરેલ વિશાળ અને મજબૂત બીમ આધારિત છે, આ બીમ પર મોનોરેલ દોડે છે. મોનોરેલની સંખ્યાબંધ ડિઝાઇન છે, જેને વ્યાપક સંદર્ભમાં બે વર્ગ એટલે કે સ્ટ્રેડલ બીમ અને સસ્પેન્ડેડ મોનોરેલમાં વિભાજિત કરવામાં આવે છે.હાલમાં ઉપયોગમાં લેવામાં આવતો મોનોરેલનો સૌથી સામાન્ય પ્રકાર સ્ટ્રેડલ-બીમ મોનોરેલ છે, જેમાં ટ્રેન બેથી ત્રણ ફૂટ (~0.6-0.9 m) પહોંળા રિઇન્ફોર્સ્ડ કોન્ક્રીટના બીમ પર દોડે છે. રબર ટાયર બીમની ટોચની સપાટીને તેમજ વાહનના સંતુલન માટે બંને બાજુની ધારના સંપર્કમાં આવે છે. સ્ટ્રેડલ બીમ મોનોરેલને જર્મનીની કંપની અલવેગ (ALWEG) દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. ફ્રાન્સની કંપની સેફેજ (SAFEGE) દ્વારા વિકસિત સસ્પેન્ડેડ મોનોરેલ પણ બીજો એક પ્રકાર છે, જેમાં ટ્રેન ઉપરના વ્હીલ કેરિજ નીચે લટકતી હોય છે અને ગતિ કરે છે. આ પ્રકારની ડિઝાઇનમાં કેરિજ વ્હિલ સિંગલ બીમમાં હોય છે અને તેના આધારે ગતિ કરે છે. છીબા અર્બન મોનોરેલ હાલમાં વિશ્વનું સૌથી મોટું સસ્પેન્ડેડ મોનોરેલ નેટવર્ક છે.
ઊર્જા
[ફેરફાર કરો]મોટા ભાગની તમામ મોનોરેલમાં ડ્યુઅલ થર્ડ રેલ દ્વારા ઇલેક્ટ્રિક મોટર્સનો ઊર્જા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, આ મોટર્સને ગાઇડન્સ બીમમાં આવેલા કે તેની સાથે જોડાયેલી ઇલેક્ટ્રીકલ ચેનલ કે વાયર મારફત ઊર્જાનો પુરવઠો મળે છે. જોકે ડીઝલથી ચાલતી મોનોરેલ સિસ્ટમ પણ અસ્તિત્વ ધરાવે છે.[૧૧]
મેગ્નેટિક લેવિટેશન
[ફેરફાર કરો]જર્મનીની ટ્રાન્સરેપિડ દ્વારા વિકસિત મેગ્નેટિક લેવિટેશન ટ્રેન (મેગ્લેવ) સિસ્ટમ્સ ખાસ કરીને સ્ટ્રેડલ પ્રકારની મોનોરેલ છે, કારણ કે તે ખૂબ જ સ્થિર છે તેમજ તેમાં પુરપાટ ઝડપમાં ઝડપથી ઘટાડો કરી શકાય છે. મેગ્લેવ ટ્રેન તેની સંપૂર્ણ સ્પીડે દોડતી હોય ત્યારે તે તેના પાટાથી અધ્ધર થઈ જાય છે અને તેથી પાટા સાથે તેનો સીધો સંપર્ક રહેતો નથી. મેગ્લેવ કોઇ પણ પ્રકારની સૌથી વધુ ઝડપી ટ્રેન છે. પ્રયોગાત્મક જેઆર-મેગ્લેવમાં પ્રતિકલાક 581 કિમી (પ્રતિ કલાક 361 માઇલ)ની સ્પીડ નોંધાઈ હતી. કમર્શિયલ શાંઘાઇ મેગ્લેવ ટ્રેન પ્રતિકલાક 501 કિમી (પ્રતિકલાક 311 માઇલ)ની ઝડપે દોડે છે.જાપાનની લિનિમો (2003) જેવી શહેરી પરિવહન વ્યવસ્થા માટે ઓછી ગતિની મેગ્લેવ મોનોરેલ પણ છે.
ફેરબદલ
[ફેરફાર કરો]કેટલીક પ્રારંભિક મોનોરેલ સિસ્ટમ્સ તેમજ 1901માં શરૂ થયેલી અને હજુ પણ કાર્યરત ખાસ કરીને વુપેર્ટલ (જર્મની)ની સસ્પેન્ડેડ મોનોરેલ એવી ડિઝાઇન છે કે તેમાં એક પાટા પરથી બીજા પાટા પર ફેરબદલ કરવાનું મુશ્કેલ બને છે. બીજી કેટલીક મોનોરેલ સિસ્ટમ્સ લાંબા પાટા અથવા નિર્ધારિત સ્ટેશન વચ્ચે કાર્યરત બનીને શક્ય હોય ત્યા સુધી પાટાના ફેરબદલને ટાળે છે, જેનું ઉદાહરણ વોશિંગ્ટનના સીએટલની મોનોરેલ છે.હાલની કાર્યરત મોનોરેલ ભૂતકાળની મોનોરેલની સરખામણીમાં વધી સારી રીતે પાટા ફેરબદલ કરવાની ક્ષમતા ધરાવે છે. સસ્પેન્ડેડ મોનોરેલના કિસ્સામાં એક પાટા પરથી બીજા પાટા પર જવા માટે બીમવેમાં ગતિશીલ વ્હિલ રાખી શકાય છે.
સ્ટેડલ બીમ મોનોરેલમાં પાટાના ફેરબદલ માટે બીમના માળખામાં ફેરબદલ જરૂરી બને છે, જેને લગભગ નિષાધાત્મક મુશ્કેલ કાર્યપદ્ધતિ ગણવામાં આવતી હતી. જોકે હવે આ સિદ્ધ કરવાનો સૌથી સામાન્ય માર્ગ વાહન, બીમ અને તેના પોતાના માળખાનો વજન સહન કરી શકે તેવા મજબૂત પ્લેટફોર્મની ટોચ પર ગતિશીલ ઉપકરણ મુકવાનો છે. વિવિધ વિભાગ ધરાવતા બીમ ટ્રેનને ઇચ્છનિય દિશામાં મોકલવા માટે રોલરની મદદથી એક બીમનું બીજા બીમ સાથે સંયોજન કરવામાં આવે છે. મૂળમાં અલવેગે વિકસિત કરેલું આ માળખુ 12 સેકન્ડમાં ફેરબદલને પૂર્ણ કરી શકે છે.[૧૨] આમાંથી કેટલાંક બીમ સાથે લાંબો માર્ગ બનાવવામાં આવે છે જે બીજા કેટલાંક બીમની વચ્ચે ફેરબદલને શક્ય બનાવે છે અને ઘણીવાર તે રેલવેના પાટાના બેવડા ફેરબદલને પણ શક્ય બનાવે છે. સ્ટોરેજ કે રિપેરિંગ શોપમાં થાય છે તેમ એક બીમ પરથી બીજા બીજીમાં મોનેરેલના સ્થળાંતર કરી શકે છે તેવા કિસ્સામાં ગતિશીલ બીમની સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે અને ટ્રાવેલિંગ બીમનો રેલરોડથી અલગ ટ્રાન્સફર ટેબલનો ઉપયોગ કરાતો નથી. ઓછામાં ઓછા એક મોનોરેલ વાહનનું વહન કરી શકે તેટલી લંબાઇ ધરાવતા સિંગલ બીમને એન્ટ્રી બીમ સાથે જોડવામાં આવે છે. બાદમાં સમગ્ર બીમ ઇચ્છિત સ્ટોરેજ બીમ સાથે એલાઇન થવા વાહનની સાથે ચાલે છે.
લાભ અને ગેરલાભ
[ફેરફાર કરો]લાભ
[ફેરફાર કરો]- પરંપરાત રેલવે માળખા કરતા મોનોરેલનો પ્રાથમિક લાભ એ છે કે તેમાં સીધી અને ઊભી એમ બંને સંદર્ભમાં ઓછી જગ્યાની જરૂર પડે છે. મોનેરલ વાહનો બીમ કરતા મોટા હોય છે અને મોનોરેલ સિસ્ટમ સામાન્ય રીતે એલિવેટેડ હોય છે, જેથી સહાયક થાંભલા માટે ઓછામાં ઓછી જગ્યાની જરૂર પડે છે.
- સમાન ક્ષમતાની પરંપરાગત રેલવે લાઇનને એલિવેટેડ કરવાની સરખામણીમાં મોનોરેલ પાટાના નિર્માણમાં ઓછો ખર્ચ થાય છે.
- જમીન પર ઓછી જગ્યાને કારણે મોનોરેલને પરંપરાગત એલિવેટેડ રેલ લાઇન કરતા વધુ આકર્ષક માનવામાં આવે છે. વધુમાં મોનોરેલ આકાશની નહિવત જગ્યા રોકે છે.
- મોનોરેલ તેની ડિઝાઇનને કારણે બીજા માર્ગોથી અલગ કરેલી સિસ્ટમ છે. તેમાં હાલના પરિવહન માધ્યમ સાથે સંપર્ક થતો નથી.
- મોનોરેલ વધારે અવાજ કરતી નથી, કારણ કે આધુનિક મોનોરેલમાં રબરના વ્હિલ હોય છે અને તે ક્રોન્ક્રીટના પાટા પર દોડે છે. (જોકે પેરિસ મેટ્રોની કેટલીક રેલલાઇન અને મોન્ટરીયલ મેટ્રો અને મેક્સિકો સિટી મેટ્રોની તમામ લાઇન સમાન તકનીકનો ઉપયોગ થાય છે અને તેથી સમાન પણ અવાજ વિહીન છે.)
- પરંપરાંગત રેલવે સિસ્ટમથી તદ્દન અલગ સ્ટ્રેડ મોનોરેલ તેના પાટાની આજુબાજુ વીંટળાયેલી હોય છે અને તેથી જો પાટામાં કોઈ મોટી ખામી ન સર્જાય ત્યાં સુધી તે તે પાટા પર ખડી પડી નથી.
- રબરના ટાયર ધરાવતી મોનોરેલ 6 ટકા ગ્રેડનો સામનો કરવા માટે ડિઝાઇન કરાયેલી છે.[૧૩]
ગેરલાભ
[ફેરફાર કરો]- મોનોરેલ વાહનો બીજા કોઈપણ પ્રકારના રેલવે માળખા પર દોડી શકતા નથી, તેથી મુખ્યલાઇનના પાટા મારફત આ સર્વિસ ચાલુ કરવાનું અશક્ય છે.
- મોનોરેલના પાટા સરળતાથી ગ્રેડ ઇન્ટરસેક્શન થઈ શકતું નથી.
- ઇમર્જન્સીની સ્થિતિમાં મુસાફરો તાકીદે બહાર નીકળી શકતા નથી, કારણ કે એલિવેટેડ મોનોરેલ વાહનો જમીનથી અદ્ધર હોય છે અને તમામ સિસ્ટમમમાં ઈમર્જન્સીમાં બહાર નીકળવાનો માર્ગ હોતો નથી. બચાવ ટ્રેનટ, ફાયર એન્જિન કે ચેરી પિકર બચાવ કામગીરી માટે આવે નહીં ત્યાં સુધી મુસાફરોએ રાહ જોવી પડે છે. નવી મોનોરેલ સિસ્ટમમાં સમગ્ર ટ્રેકને સમાંતર દ્રષ્ટિ ભંગના ભોગે ઇમર્જન્સી રસ્તો બનાવીને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. સસ્પેન્ડેડ રેલવે આ સમસ્યાઓનો વાહનમાં વિમાન જેવી ઇવેક્યુએશન સ્લાઇડનો ઉપયોગ કરીને ઉકેલ લાવ્યો છે. જાપાની સિસ્ટમ ખામીવાળી ટ્રેનને બીજા સ્ટેશન સુધી ખેંચી જવા બીજી ટ્રેનનો ઉપયોગ કરે છે પરંતુ તે હજુ શક્ય બન્યું નથી.[સંદર્ભ આપો]
- ટર્નઆઉટ્સ, ખાસ કરીને ઊંચી ઝડપે પરંપરાગત રેલવે પોઇન્ટની તુલનાએ વધુ મુશ્કેલ હોય છે જો કે તે અશક્ય નથી.
- મોનોરેલની માળખાગત સુવિધા અને વાહનો અલગ અલગ ઉત્પાદકો બનાવે છે, અને ઘણીવાર જુદા જુદા ઉત્પાદકો એકબીજા સાથે સુસંગત ન હોય તેવી ડિઝાઇન વાપરે છે.
નામકરણ
[ફેરફાર કરો]મોનેરેલના જુના સંદર્ભમાં તેને ‘વન-રેલ રેલવે’ અથવા ‘સિંગલ-રેલ રેલવે’ તરીકે ઉલ્લેખ પણ હોઈ શકે છે.[૧૪]
મોનોરેલ સિસ્ટમ્સ
[ફેરફાર કરો]આ પણ જુઓ
[ફેરફાર કરો]- સ્લોપ કાર
- ટ્રાન્સરેપિડ
- બેની રેલપ્લેન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Etymology Online entry for monorail". Etymonline.com. મેળવેલ 2010-09-11.
- ↑ "Dictionary.com definitions of monorail". Dictionary.reference.com. મેળવેલ 2010-09-11.
- ↑ "Quite often, some of our friends in the press and public make the assumption that any elevated rail or peoplemover is a monorail". Monorails.org. મેળવેલ 2010-09-11.
- ↑ "Monorail Society, What is a monorail?". Monorails.org. મેળવેલ 2010-09-11.
- ↑ Finchley Society (1997-06-26). "Finchley Society Annual General Meeting Minutes" (PDF). મૂળ (PDF) માંથી 2015-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-03.
- ↑ Today in Science History. "June 25 - Today in Science History". મેળવેલ 2009-04-03.
- ↑ "NLA Australian Newspapers - article display". Newspapers.nla.gov.au. મેળવેલ 2010-09-11.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "NLA Australian Newspapers - article display". Newspapers.nla.gov.au. મેળવેલ 2010-09-11.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "NLA Australian Newspapers - article display". Newspapers.nla.gov.au. 1910-09-05. મેળવેલ 2010-09-11.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "1.5 billionth rides monorail to Haneda". Japan Times. 2007-01-24. મૂળ માંથી 2012-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-24. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ) - ↑ "Metrail Test Track Photo Essay - page one of three". Monorails.org. 2002-10-18. મેળવેલ 2010-09-11.
- ↑ "The Switch Myth". મેળવેલ 2007-01-15.
- ↑ "Steeper Grade, Smaller Curve Radius". Hitachi Rail. મૂળ માંથી 2011-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-11.
- ↑ "NLA Australian Newspapers - article display". Newspapers.nla.gov.au. મેળવેલ 2010-09-11.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]મોનોરેલ સામાન્ય સ્થિતિમાં
[ફેરફાર કરો]- એક્સ્પો 67 ખાતે મિનિરેલ
- ઇનોવેટિવ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીસ - યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ખાતે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ એન્ડ અર્બન પ્લાનિંગ કાર્યક્રમોની વેબસાઇટ
- ધ ડીઝનિલેન્ડ મોનોરેલ સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૬ ના રોજ archive.today - રબરના પૈડાવાળી મોનોરેલ કેવી રીતે કામ કરે છે તેના અંગેનો લેખ
- ફ્રન્ટ કેબમાંથી લીધેલા વિડીઓ ફૂટેજ
- ધ મોનોરેલ સોસાયટી - મોનોરેલને પ્રોત્સાહન આપતી સ્વૈચ્છિક સંસ્થાનું હોમ પેજ, મોનોરેલ ફેરબદલ અને બેકયાર્ડ મોનોરેલ પર અલગ પાના સાથે
- "વન-ટ્રેક વન્ડર્સ: અરલી મોનોરેલ્સ" - કાલ્પનિક તેમજ વાસ્તવિક મોનોરેલની અનેક છબીઓ સાથેની સાઇટ[હંમેશ માટે મૃત કડી]
- ધ અનનોન રશિયન મોનોરેલ - રશિયનમાં
- માગલેવ મોનોરેલ- ઇન્ટરનેશનલ માલગેવ બોર્ડની સત્તાવાર સાઇટ સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૨ ના રોજ વેબેક મશિન
મોનોરેલની તરફેણ કરતા જૂથો
[ફેરફાર કરો]- 2045 સીએટેલ[હંમેશ માટે મૃત કડી] - સીએટલમાં રેપિડ ટ્રાન્ઝિટ મોનોરેલના નિર્માણનું સમર્થન કરતી છેવાડાની ચળવળ, ડબલ્યુએ (WA)
- ઓસ્ટિન મોનોરેલ પ્રોજેક્ટ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૬ ના રોજ વેબેક મશિન - ઓસ્ટિન માટે મોનોરેલ ટ્રાન્ઝિટની તરફેણ બિન નફા સંસ્થા, ટીએક્સ (TX)
- ધ મોનોરેલ સોસાયટી - પરિવહનની આ અનન્ય પદ્ધતિ બાબતે વધુ જાગૃતિ લાવવા સ્થપાયેલી સ્વૈચ્છિક સંસ્થા
મોનોરેલનો વિરોધ કરતી સંસ્થાઓ/મંતવ્યો
[ફેરફાર કરો]- લાસ વેગાસ મોનોરેલ: ટ્રબલસમ ટેકનોલોજી ઇન એ યુનિક નિશ એપ્લિકેશન - લાઇઠ રેલ નાવનો લાસ વેગાસ મોનોરેલ અંગે વિવેચનાત્મક લેખ
!, ઓસ્ટિનની પ્રો-લાઇટ રેલ સંસ્થા, ટીએક્સે મોનોરેલનો વિરોધ કર્યો
- મોનોરેલ કેપિટલ કોસ્ટઃ રિયાલિટી ચેક - મોનોરેલના મૂડી ખર્ચ અંગે એક વિવેચનાત્મક લેખ લાઇટ રેલ નાવ તરફથી
- મોનોરેલ્સ, લાઇટ રેલ અને ઓટોમેટેડ વિ. નોન-ઓટોમેટેડ ટ્રાન્ઝિટ ઓપરેશન: કમ્પેરિટિવ કોસ્ટ્સ ઇન જાપાન એન્ડ યુએસએ - મોનોરેલના, તે ઓટોમેટેડ હોય કે ના હોય, ખર્ચ તફાવત અંગે વિવેચનાત્મક લેખ, તે ઓટોમેટેડ હોય કે ના હોય. લાઇટ રેલ નાવ તરફથી