લખાણ પર જાઓ

મોહન પરમાર

વિકિપીડિયામાંથી
મોહન પરમાર
અમદાવાદ, માર્ચ ૨૦૧૭
અમદાવાદ, માર્ચ ૨૦૧૭
જન્મનું નામ
મોહન અંબાલાલ પરમાર
જન્મમોહન અંબાલાલ પરમાર
(1948-03-15) 15 March 1948 (ઉંમર 76)
ભાસરીયા, મહેસાણા, ગુજરાત
વ્યવસાયનવલકથાકાર, વિવેચક.
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ. એ.
  • પીએચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
સમયગાળોઅનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
સાહિત્યિક ચળવળગુજરાતી દલિત સાહિત્ય
નોંધપાત્ર સર્જનો
  • પોઠ (૨૦૦૧)
  • આંચળો (૨૦૦૮)
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૭૫ - વર્તમાન
જીવનસાથીજશોદા પરમાર (૧૯૭૨ - વર્તમાન)
સંતાનોમનોજ પરમાર (પુત્ર)
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધThe Distinguishable Dimensions of Short Story after Suresh Joshi Particularly in Reference to Kishor Jadav, Madhu Rai, Radheshyam Sharma and Jyotish Jani
માર્ગદર્શકચન્દ્રકાન્ત ટોપીવાળા

મોહન પરમાર (૧૫ માર્ચ ૧૯૪૮) એ ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર અને વિવેચક છે. પરમારને તેના લઘુ વાર્તા સંગ્રહ આંચળો માટે ૨૦૧૧ માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી મળ્યો હતો. તે અગાઉ હરીશ મંગલમની સાથે ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના સામયિક હયાતીના સંપાદક હતા. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક સામયિક પરબના નાયબ સંપાદક તરીકે સેવા આપી હતી.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

પરમારનો જન્મ ભારતના ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ભાસરીયા ગામમાં, અંબાલાલ અને મંછીબેનને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાસરીયા પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું, અને માધ્યમિક શિક્ષણ લીંચ અને આંબલીયાસન ગામમાં લીધું, ૧૯૬૬ માં એસ.એસ.સી. તેમણે ૧૯૮૨ માં ગુજરાતી સાહિત્ય સાથે મહેસાણા કોલેજમાંથી સ્નાતક થયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૮૪ માં એમ.એ. પૂર્ણ કર્યું, ચંદ્રકાંત ટોપીવાલાના માર્ગદર્શન હેઠળ ૧૯૯૪માં ‘સુરેશ જોશી પછીની ટૂંકી વાર્તાના વિશિષ્ટ આયામ’ વિષય પર શોધનિબંધ તૈયાર કર્યો.[૨]

સર્જન[ફેરફાર કરો]

તેમનો પ્રથમ લઘુ વાર્તા સંગ્રહ કોલાહલ ૧૯૮૦ માં પ્રકાશિત થયો હતો, ત્યારબાદ વાયક (૧૯૯૫) અને આંચળો (૨૦૦૮) પ્રકાશિત થયા. તેમની નવલકથાઓમાં ભેખડ (૧૯૮૨), વિક્રિયા, કાલગ્રસ્ત, પ્રાપ્તિ (૧૯૯૦), નેલીયુ (૧૯૯૨), અને લુપ્તવેધ (૨૦૦૬) નો સમાવેશ થાય છે. તેમના અન્ય કાર્યો સંવિત્તિ (૧૯૮૪), અણસાર (૧૯૮૯), અને વાર્તારોહણ (૨૦૦૫) તરીકે પ્રકાશિત થયેલ છે. તેમની સંશોધન કૃતિ ‘‘સુરેશ જોશી પછીની ટૂંકી વાર્તાના વિશિષ્ટ આયામ’ ૨૦૦૧ માં પ્રકાશિત થઈ હતી. [૩]

તેમણે જ્યોતિષ જાનીની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ ‘જ્યોતિષ જાની વાર્તાસૃષ્ટિ’ (૨૦૧૩) તરીકે સંપાદિત કરેલ છે.[સંદર્ભ આપો]


પુરસ્કાર[ફેરફાર કરો]

તેમણે તેમના લઘુ વાર્તા સંગ્રહ આંચળો (૨૦૦૮) માટે ૨૦૦૧નો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૨૦૦૦–૦૧), સંત કબીર એવોર્ડ (૨૦૦૩) અને પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક (૨૦૧૧) મેળવેલ છે.[૨]

અંગત જીવન[ફેરફાર કરો]

પરમાર ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગરના નિવૃત પ્રશાસનિક અધિકારી છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Welcome to Muse India". Welcome to Muse India. મૂળ માંથી 2017-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-14.
  2. ૨.૦ ૨.૧ પટેલ, બિપિન (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨. 8. અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 165. ISBN 978-81-939074-1-2.
  3. ૩.૦ ૩.૧ શુક્લા, કીરીટ (2008). ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 362. ISBN 9789383317028.