યદુવંશી રાજપૂત

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

યદુવંશી રાજપૂત શબ્દ યાદવ વંશી રાજપૂત કુળો માટે વપરાય છે.

ચુડાસમા રાજપૂત એ સૌરાષ્ટ્રનો એક યદુવંશી રાજપૂત વંશ છે. જુનાગઢ રાજ્યના દિવાન અથવા વડા પ્રધાન રણછોડજી અમરજી એ ૧૮૨૫માં ફારસી ભાષામાં તારિખ-એ-સોરઠ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં દિવાન રણછોડજી એ લખ્યું હતું કે ચુડાસમા ચંદ્રવંશી રાજપૂત છે અને તેઓ ભગવાન સદાશિવના વંશજ છે તથા તેઓ સિંધથી આવ્યા છે.[૧] ઘણા શિલાલેખો તથા ઐતિહાસિક લખાણો ચુડાસમા વંશ ને મહાન યાદવ કુળ સાથે જોડે છે જેમકે "માંડલિક નૃપ ચરિત" તેમને ભગવાન શ્રી કૃષ્ણ નાં યાદવ પરિવાર સાથે જોડે છે.[૨] ઉપરાંત, ગિરનારના નેમિનાથ મંદિર નો ઇસ.૧૪૫૪ ના સમયનો શિલાલેખ પરથી જાણવામાં આવે છે કે ચુડાસમા રાજપૂત યાદવ કુળના છે.[૩]

જાડેજાએ ભારતની એક રાજપૂત જ્ઞાતિ છે. જેઓ યદુવંશી રાજપૂત કુળ[૪] અને ચંદ્રવંશી છે.[૪] જાડેજાએ સિંધની સમા નામની રાજપૂત જાતિમાંથી આવ્યા છે . આજે હાલારમાં તેમની વસતી છે . કચ્છ અને જામનગર તેમનાં બે મોટાં રાજ્ય હતાં . યાદવાસ્થળીમાંથી બચેલા યાદવોના સંતાન હોવાનો તેઓ દાવો કરેછે[૫]. સાહિત્યકાર હરિલાલ ઉપાધ્યાય પોતાની ઐતિહાસિક લાખો ફુલાણી માં કચ્છ ના જાડેજા વંશ ના રાજા લાખા ફુલાણી નો ઉલ્લેખ યદુવંશી રાજપૂત તરીકે કરે છે.[૬]

ભાટ્ટી રાજપૂત પણ યદુવંશી રાજપૂત વંશ છે[૭], જેસલમેરમાં ભાટી કુળ પોતાને "યાદવપતિ" તરીકે પણ ઓળખાવે છે, જે તેનો કૃષ્ણ અને યદુ કે યાદવ કુળ સાથેનો પૌરાણિક સંબંધ દર્શાવે છે.[૮] સ્વામી સચ્ચિદાનંદ પોતાના પુસ્તક ‎સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન માં જણાવે છે કે ભાટી રાવલ જેસલ ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજ યદુવંશી મનાય છે.[૯]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ranchodji Amarji, Divan of Junagadh; Burgess, James (1882). Târikh-i-Soraṭh, a history of the provinces of Soraṭh and Hâlâr in Kâthiâwâd. Harvard University. Bombay, Educ. Soc. Press, & Thacker. પાનું 101.
  2. Kapadia, Aparna (2018-05-16). Gujarat: The Long Fifteenth Century and the Making of a Region (અંગ્રેજીમાં). Cambridge University Press. પાનાઓ 80–81. ISBN 978-1-107-15331-8.
  3. Diskalkar D.b. (1941). Inscriptions Of Kathiawad. પાનાઓ 116–117.
  4. ૪.૦ ૪.૧ Mcleod, John (૯ જુલાઇ ૨૦૦૪). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. પાનું ૫. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨.
  5. Paṇḍyā, Rāmacandra N. (1966). Gujarātano sāṃskr̥tika vāraso. Anaḍā Buka Ḍīpo. પાનું 385.
  6. Upādhyāya, Harilāla (1965). Lākho Phulāṇī. Pradīpa Prakāśana.
  7. Haryana District Gazetteers: Delhi district gazetteer, 1883-84 (અંગ્રેજીમાં). Gazetteers Organisation, Revenue Department, Haryana. 1999.
  8. Bose, Melia Belli (૨૦૧૫). Royal Umbrellas of Stone: Memory, Politics, and Public Identity in Rajput Funerary Art. BRILL. પાનું ૮. ISBN 978-9-00430-056-9.
  9. Sachchidanand, Swami (2007-02-20). Sthaptya ane shauryani Bhoomi-Rajasthan (અંગ્રેજીમાં). Gurjar Prakashan. ISBN 978-81-8461-839-6.