રૂપાયતન આશ્રમશાળા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રૂપાયતન
પ્રકારટ્રસ્ટ
સ્થાપકરતુભાઈ અદાણી, નવીન ગાંધી
સેવા ક્ષેત્રજૂનાગઢ
વેબસાઇટhttp://rupayatan.com


રૂપાયતન આશ્રમશાળા કે જે 'રૂપાયતન'નાં ટુંકા અને હુલામણા નામથી વધુ પ્રચલિત છે, તે ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ જિલ્લાનાં ભવનાથમાં આવેલી આશ્રમશાળા છે. આ સંસ્થાનું સંચાલન રૂપાયતન ટ્રસ્ટ કરે છે. રૂપાયતન ટ્રસ્ટ બાલભવન પણ ચલાવે છે, જે નેશનલ બાલભવન, દિલ્હી દ્વારા નિયંત્રિત છે. અહીં શિક્ષણ ઉપરાંત ગુજરાતી સાહિત્યને લગતા ઘણા બધા કાર્યક્રમો પણ યોજાય છે. ગુજરાતી સાહિત્યનો પ્રસિદ્ધ અને સન્માનિય પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડ છેલ્લા ચાર વર્ષથી અહીં અપાય છે. આ કાર્યક્રમ નરસિંહ મહેતા સાહિત્ય નીધી અને રૂપાયતન દ્વારા કરવામાં આવે છે.

રૂપાયતન આશ્રમશાળાની સ્થાપના શ્રી રતુભાઈ અદાણી એ કરી હતી. ભારત સ્વતંત્ર થયું ત્યારે જુનાગઢ રાજ્યને ભારત સાથે જોડવા માટે રતુભાઈ અદાણી આરઝી હકુમતના સર સેનાપતી રહી ચુકેલા. રૂપાયતને રતુભાઈ અદાણીની યાદ માં જૂનાગઢ રેલ્વેસ્ટેશને રતુભાઈ અદાણી સર્કલ બનાવડાવ્યું છે.

રૂપાયતન બાલભવને તાજેતરમાં[ક્યારે?] ઓડિઓ-વિડિઓ થિએટર તથા સાઉન્ડ સિસ્ટમ વિકસાવ્યું છે, જેનું ઉદ્ઘાટન પૂ. મોરારી બાપૂ એ કરેલું.

પુરસ્કારો[ફેરફાર કરો]

ભારત સરકારનાં માનવ સંસાધન મંત્રાલય દ્વારા સ્થપાયેલા રાષ્ટ્રીય બાલભવનનો નેશનલ વેલ્યુઝ એવોર્ડ વર્ષ ૨૦૧૦ માટે રૂપાયતનની તમામ પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લઇને તા. ૧૪ નવેમ્બરના રોજ જૂનાગઢની રૂપાયતન સંસ્થાને એનાયત કરવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]