લખાણ પર જાઓ

રેવા (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
(રેવા (ફિલ્મ) થી અહીં વાળેલું)
રેવા (ગુજરાતી ફિલ્મ)
દિગ્દર્શકરાહુલ ભોલે
વિનીત કનોજીયા
લેખકરાહુલ ભોલે
વિનીત કનોજીયા
નિર્માતાપરેશ વોરા
કલાકારો
  • ચેતન ધાનાણી
  • મોનલ ગજ્જર
  • યતિન કાર્યેકર
  • મુનિ ઝા
  • દયાશંકર પાંડે
  • અભિનય બેંકર
છબીકલાસુરજ સી. કુરાદે
સંપાદનરાહુલ ભોલે
વિનીત કનોજીયા
સંગીતઅમર ખાંડા
નિર્માણ
બ્રેઇન બોક્ષ સ્ટુડીઓ
બરોડા ટોકીઝ
વિતરણએએ ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૬ એપ્રિલ ૨૦૧૮
અવધિ
૧૫૮ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી
બજેટ$૪૪૧૦૦૩[]
બોક્સ ઓફિસ૩ crore (US$૩,૯૦,૦૦૦)[]

રેવા એ વર્ષ ૨૦૧૮માં પ્રસ્તુત થયેલી એક ગુજરાતી ફિલ્મ છે. બ્રેઈનબોક્ષ અને વડોદરા ટોકીઝ દ્વારા પ્રસ્તુત કરાયેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર છે. આ ફિલ્મ ગુજરાતી નવલકથાકાર ધ્રુવ ભટ્ટની ૧૯૯૮માં પ્રગટ થયેલી નવલકથા તત્ત્વમસિ પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન રાહુલ ભોલે અને વિનીત કનોજીયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પુરસ્કૃત કરવામાં આવી છે.[]

કરણ એક ૨૫ વર્ષીય અમેરિકન NRI છે. વારસામાં મળેલી સુખસાહ્યબી અને ખર્ચાળ જીવનશૈલી તેના જીવનનું એકમાત્ર કેન્દ્રબિંદુ છે. અચાનક તેના દાદાનું અવસાન થઈ જાય છે. તેના દાદાએ તેમની તમામ સંપત્તિ ભારતમાં નર્મદા નદીને કિનારે આવેલા એક આશ્રમને દાન આપી દીધી છે. આશ્રમના ટ્રસ્ટીઓના હસ્તાક્ષરવાળુ "ના વાંધા પ્રમાણપત્ર" આ સંપત્તિ પાછી મેળવવાનો એક માત્ર રસ્તો છે. આ પ્રકારે સંપત્તિ પાછી મેળવવાના લક્ષ્ય સાથે કરણ ભારતની મુલાકાતે આવે છે. ટ્રસ્ટીઓને રાજી કરવાના પ્રયાસોમાં તે નિયતિની ઘટમાળમાં ગુંથાતો જાય છે. અને અહીંથી તેના ભીતરની એક અનંત યાત્રાનો પ્રારંભ થાય છે.[]

કલાકાર

[ફેરફાર કરો]
  • ચેતન ધાનાણી
  • મોનલ ગજ્જર
  • યતિન કાર્યેકર
  • મુનિ ઝા
  • દયાશંકર પાંડે
  • અભિનય બેંકર
  • સેજલ શાહ
  • અતુલ મહાલે
  • સુભાષ બ્રહ્મભટ્ટ
  • ફિરોજ ભગત
  • રૂપા બોરગાંવકર
  • પ્રશાન્ત બારોટ
  • મલ્હાર ઠાકર - વિશેષ ઉપસ્થિતિ

પ્રસ્તુતિ

[ફેરફાર કરો]

આ ફિલ્મ ગુજરાતી નવલકથાકાર ધ્રુવ ભટ્ટની ૧૯૯૮માં પ્રગટ થયેલી નવલકથા તત્ત્વમસિ પર આધારિત છે.[]ફિલ્મના દિગ્દર્શક માટે પાત્રોની સંખ્યા અને કથાનું હાર્દ તથા તેની પાછળનું દર્શન એક પડકાર હતો. આથી લેખકે તેમને કથામાં સુધારાવધારા કરવાની અનુમતિ આપી હતી. ફિલ્મની પટકથા દિગ્દર્શકો દ્વારા જ લખવામાં આવી હતી. આ ફિલ્મનું શુટિંગ ગુજરાત અને મહારાષ્ટ્રના નર્મદા નદીને કિનારે આવેલા ભેડાઘાટ, ગૌરીઘાટ, મહેશ્વર ઘાટ અને માંગરોલ જેવા ૧૫ જેટલા અલગ અલગ સ્થાનો પર કરવામાં આવ્યું હતું.[]

ગીત-સંગીત

[ફેરફાર કરો]

ફિલ્મનું સંગીત અમર ખાંડાએ આપ્યું હતું તથા ૩ માર્ચ ૨૦૧૮ ના રોજ રીલીઝ કરવામાં આવ્યું હતું.[]

ગીત નંબર
ક્રમશીર્ષકગીતગાયકઅવધિ
1."મા રેવા"ચેતન ધાનાણીકિર્તીદાન ગઢવી૩:૨૨
2."રેવા શિર્ષક ગીત"ચેતન ધાનાણીદિવ્ય કુમાર૩:૪૨
3."નમામિ દેવી નર્મદે"ચેતન ધાનાણી,
પરંપરાગત શ્લોક
ભવ્ય પંડિત, શલાકાઅ રેડકર,
શ્રીરામ ઐયર
૪:૧૨
4."સંગીત જલસો (દરસ પિયા સી)"પંકજ ત્રિવેદીઅર્પિતા મુખર્જી૫:૦૫
5."ઊઠ જાગ મુસાફિર"ચેતન ધાનાણીશહજાન મુજીબ, અર્ચના શ્રીકાંત૩:૪૩
6."કાળો ભમ્મરિયો"લોકગીતઆરોહી માત્રે૨:૪૪
કુલ અવધિ:૨૧:૩૫

ફિલ્મ ૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રજૂ કરવામાં આવી હતી.[][] ફિલ્મએ બોક્સ ઓફિસ પર ૩ crore (US$૩,૯૦,૦૦૦)થી વધુની કમાણી કરી હતી[]

ફિલ્મની શરૂઆત સકારાત્મક થઈ હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના શ્રુતિ જાંભેકરે ફિલ્મને પાંચમાંથી ૩.૫નું રેટિંગ્સ આપ્યું હતું. તેમણે વાર્તાબીજ, કથાગુંથણી, છાયાંકન (સિનેમેટોગ્રાફી) તથા ફિલ્મ નિષ્પાદનની પ્રશંસા કરી. પરંતુ ફિલ્મની લંબાઈની ટીકા કરી.[૧૦] દેશ ગુજરાતે પણ ફિલ્મને પાંચમાંથી ૩.૫નું રેટિંગ્સ આપ્યું હતું. ફિલ્મનું સંગીત ખૂબ વખણાયું હતું.[૧૧]

આ ફિલ્મએ વર્ષ ૨૦૧૮ની ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. https://filmfreeway.com/Reva-1
  2. ૨.૦ ૨.૧ "Reva Movie Box Office Collection". BookMyShow. મૂળ માંથી 2019-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-14.
  3. ૩.૦ ૩.૧ "66th National Film Awards: Full winners list". 9 August 2019.
  4. "Reva - Official Trailer". Entertainment Times. Times of India. મેળવેલ 30 March 2018.
  5. Das, Soumitra (2018-04-06). "It was a delight to adapt Tatvamasi into Reva: Rahul Bhole and Vinit Kanojia". The Times of India. મેળવેલ 2018-04-16.
  6. મિસ્ત્રી, કેતન (૬ એપ્રિલ ૨૦૧૮). "'રેવા' ફિલ્મ: નર્મદાસ્નાનની અનન્ય અનુભૂતિ!". ચિત્રલેખા. મેળવેલ ૧૪-૦૬-૨૦૧૯. Check date values in: |access-date= (મદદ)
  7. "Reva - Original Motion Picture Soundtrack". Saavn.
  8. "Reva (2018)". મેળવેલ 30 March 2018.
  9. "Reva". Entertainment Times. Times News Network. મેળવેલ 30 March 2018.
  10. Jambhekar, Shruti. "Reva: Movie Review". The Times of India. મેળવેલ 2018-04-10.
  11. "Gujarati Film Review: Reva". DeshGujarat (અંગ્રેજીમાં). 2018-04-07. મેળવેલ 2018-04-10.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]