લખાણ પર જાઓ

વશિષ્ટી નદી

વિકિપીડિયામાંથી
ચિપલૂણ નજીક વશિષ્ટી નદી

વશિષ્ટી નદી (અંગ્રેજી: River Vashishti) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમા કોંકણના દરિયાકિનારા ખાતે આવેલી મોટી નદીઓ પૈકીની એક નદી છે. આ નદી પશ્ચિમી ઘાટ ખાતેથી શરૂ થાય છે અને સર્પાકાર માર્ગ દ્વારા પશ્ચિમ દિશા તરફ વહેતી અરબી સમુદ્ર ખાતે મળી જાય છે. અલોર નજીક આ નદીની ઉપશાખા પર કોલ્કેવાડી બંધ આવેલો છે, જેના દ્વારા વિશાળ જળાશય રચાયેલ છે.

ઇતિહાસ અને વસાહતો[ફેરફાર કરો]

ચિપલૂણ નગર આ નદીના કિનારા પર આવેલું છે. વર્ષ ૨૦૦૫ દરમિયાન મહારાષ્ટ્રમાં થયેલ અતિવર્ષાને કારણે પૂર આવતાં તેના કિનારા પર મોટા પાયે ધોવાણ થતાં નદીની પહોળાઇમાં વધારો થયેલ છે,  જેને કારણે ઘણા શહેરના રહેવાસીઓએ રહેઠાણો ખાલી કરવા પડ્યાં હતાં.

વન્યજીવન[ફેરફાર કરો]

ચિપલૂણ નજીક કોંકણ રેલવે પરથી વશિષ્ટી નદીનું દૃશ્ય

આ નદીના પટમાં ઘણા ટાપુઓ છે. જે પાણીમાં વસતા મગરો[૧][૨] માટે જાણીતા છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Da Silva, A. and Lenin, J. (2010). "Mugger Crocodile Crocodylus palustris, pp. 94–98 in S.C. Manolis and C. Stevenson (eds.) Crocodiles. Status Survey and Conservation Action Plan. 3rd edition, Crocodile Specialist Group: Darwin.
  2. Hiremath, K.G. Recent advances in environmental science. Discovery Publishing House, 2003. ISBN 81-7141-679-9.
  3. "Mahar page at wii.gov.in". મૂળ માંથી 2004-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-06.

Coordinates: 17°35′00″N 73°10′00″E / 17.58333°N 73.16667°E / 17.58333; 73.16667