વિશ્વ આર્થિક મંચ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
World Economic Forum
World Economic Forum logo.svg
Formation1971
TypeNon-profit organization
Legal statusFoundation
HeadquartersCologny, Switzerland
Region served
Worldwide
Klaus Martin Schwab
Websitehttp://www.weforum.org/

વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ (WEF)) જીનીવા સ્થિત બિન નફાકારક સંગઠન છે જે ડેવોસ, સ્વિટ્ઝરલેન્ડમાં યોજાતી તેની વાર્ષિક બેઠક માટે જાણીતું છે કે જેમાં વિશ્વના ટોચના ધંધા વેપાર ક્ષેત્રના આગેવાનો, આંતરરાષ્ટ્રીય રાજનેતાઓ, પસંદગી પામેલ બુદ્ધિજીવીઓ તેમજ પત્રકારો આરોગ્ય અને પર્યાવરણ સહિત, વિશ્વ દ્વારા સામનો કરવા પડતા અન્ય વિષયો પર ચર્ચા વિચારણા કરવા માટે એકઠા થાય છે. બેઠક ઉપરાંત ડબ્લ્યુઈએફ (WEF) વિભિન્ન અનુસંધાન વિષયો પર અહેવાલની શ્રેણી બહાર પાડે છે તેમજ તેના સભ્યોને ચોક્કસ કાર્યોની પહેલ કરવામાં કાર્યરત કરે છે.[૧] ડબ્લ્યુઈએફ (WEF) ચીનમાં "એન્યુઅલ મીટિંગ ઓફ ધ ન્યૂ ચેમ્પિયન્સ" (નવા ટેકેદારોની વાર્ષિક બેઠક) નું આયોજન પણ કરે છે અને વર્ષ પર્યંત પ્રાદેશિક બેઠકોની શ્રેણી પણ ચાલતી રહે છે. 2008માં આ બેઠકોની શ્રેણીમાં યુરોપ અને મધ્ય એશિયા, પૂર્વ એશિયા પર બેઠક, રશિયા સીઈઓ (CEO) ગોળમેજ, આફ્રિકા અને મધ્ય પૂર્વ તેમજ લેટીન અમેરિકા પર વિશ્વ આર્થિક મંચનો સમાવેશ થાય છે. 2008માં તેણે દુબઈમાં "સમિટ ઓન ધ ગ્લોબલ એજેન્ડા"ની શરૂઆત કરી હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

જર્મનીમાં જન્મેલ ક્લાઉસ માર્ટિન શ્વેબ દ્વારા 1971માં ડબ્લ્યુઈએફ (WEF) ની સ્થાપના કરવામાં આવી હતી જેઓ યુનિવર્સિટિ ઓફ જીનીવામાં વેપાર વિષયના પ્રોફેસર તરીકે સેવા આપતા હતા.[૨] 1987માં તેમણે તેનુ અસલ નામ યુરોપિયન મેનેજમેંટ ફોરમથી બદલીને વિશ્વ આર્થિક મંચ કર્યુ તેમજ આંતરરાષ્ટ્રીય વિગ્રહોના સમાધાન માટે મંચ આપવાની પ્રવૃત્તિને સામેલ કરીને પોતાના ધ્યેયનો વિસ્તાર કર્યો.

1971માં યુરોપિયન કમિશન અને યુરોપિયન ઈન્ડસ્ટ્રીયલ અસોસિયેશનના સંરક્ષણ હેઠળ ડેવોસ કોંગ્રેસ સેન્ટર પર યોજાનાર પ્રથમ યુરોપિયન મેનેજમેન્ટ ચર્ચા પરિષદમાં સામેલ થવા શ્વેબ દ્વારા પશ્વિમી યુરોપીયન પેઢીઓના 444 વહીવટકર્તાઓ / સંચાલકોને આમંત્રિત કરવામાં આવ્યા જેમાં તેણે યુરોપીય પેઢીઓની યુએસ (US) વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) પદ્ધતિઓથી પરિચિત કરાવ્યા. ત્યારબાદ તેમણે જીનીવામાં બિન નફાકારક સંસ્થા તરીકે ડબ્લ્યુઈએફ (WEF)ની સ્થાપના કરી અને દર જાન્યુઆરી માસે યુરોપીયન ધંધા વેપાર ક્ષેત્રના આગેવાનોને તેમની વાર્ષિક બેઠક માટે ડેવોસ આવતા કર્યા.[૩]

શ્વેબ દ્વારા "સ્ટેકહોલ્ડર" મેનેજમેન્ટ અભિગમનો વિકાસ કરવામાં આવ્યો જેમાં કોર્પોરેટ સફળતા સંચાલકો દ્વારા દરેક હિતની લેવામાં આવતી જવાબદારી પર આધારિત છે: ફક્ત શેરહોલ્ડર (શેર ધારકો), ઉપભોક્તા કે ગ્રાહકો જ નહી પણ કર્મચારીઓ સમાજ કે જેમાં પેઢી વિસ્તરે છે અને સરકારના હિતોનો પણ સમાવેશ થાય છે.[૪] બ્રેટન વુડ્સ ચોક્કસ વિનિમય દર તંત્રના ભંગાણ અને આરબ-ઈઝરાયલી યુદ્ધ સહિત 1973 માં બનેલ ઘટનાઓ વાર્ષિક બેઠકનું ધ્યાન મેનેજમેન્ટથી આર્થિક તેમજ સામાજિક મુદ્દાઓ તરફ દોરી ગઈ, તથા 1974ના જાન્યુઆરી માસમાં રાજ નેતાઓને સૌપ્રથમ વખત ડેવોસ માટે નિમંત્રણ આપવામાં આવ્યુ.[૫]

જાન્યુઆરી 1992માં ડેવોસ ખાતે યોજાયેલ વિશ્વ આર્થિક મંચમાં ફ્રેડ્રિક ડે ક્લર્ક અને નેલ્સન મન્ડેલાએ હસ્તધૂધન કર્યું.
જાન્યુઆરી 2009માં વિશ્વ આર્થિક મંચ ખાતે જાપાનના વડાપ્રધાન ટેરો એસો.
વિશ્વ આર્થિક મંચના સ્થાપક અને કાર્યકારી ચેરમેન ક્લાઉસ શ્વેબ.

વર્ષો વીતી જતાં રાજ નેતાઓએ તેમના વચ્ચેના ભેદભાવ દૂર કરવા માટે ડેવોસને તટસ્થ મંચ તરીકે ઉપયોગમાં લાવવાનું શરૂ કર્યુ. 1988માં ગ્રીસ અને તૂર્કી દ્વારા ડેવોસ ડિક્લરેશન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેણે તેમને યુદ્ધની અણીએથી પાછા વળવામાં મદદ કરી. 1992માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ એફ.ડબ્લ્યુ. ડે ક્લર્ક, વાર્ષિક બેઠક વખતે દક્ષિણ આફ્રિકા બહાર તેમની પ્રથમ સંયુક્ત હાજરી તરીકે, નેલ્સન મંડેલા તથા ચીફ માંગોસૂથુ બુથેલેઝીને મળ્યા હતા. 1994ની વાર્ષિક બેઠક વખતે ઈઝરાયલી વિદેશ મંત્રી શીમોન પેરેસ અને પીએલઓ (PLO) અધ્યક્ષ યાસેર અરાફાત ગાઝા અને જેરિકો માટે પ્રારૂપ કરાર સુધી પહોંચી શક્યા.[૬] 2008માં બિલ ગેટ્સ દ્વારા રચનાત્મક મૂડીવાદ પર સૈદ્ધાંતિક ભાષણ આપવામાં આવ્યું, જેમાં મૂડીવાદ બજાર પરિબળોનો ઉપયોગ કરી ગરીબોની જરૂરીયાતો વધુ સારી રીતે પૂરી કરે અને નફો કમાવવા તેમજ વિશ્વની અસમતુલાઓ દૂર કરવા એમ બંને ધ્યેય સાથે કામ કરે.[૭][૮]

સંગઠન[ફેરફાર કરો]

ડબ્લ્યુઈએફ (WEF)નું મુખ્યમથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલ કોલોગ્નીમાં છે. 2006માં તેણે ચીનના બેઈજીંગ તેમજ ન્યૂ યોર્ક શહેર ખાતે પોતાના પ્રાદેશિક કાર્યાલયો સ્થાપ્યા હતા. તે નિષ્પક્ષપાતિ રહેવાનો પ્રયત્ન કરે છે અને કોઈ પણ રાજનૈતિક, રાષ્ટ્રીય કે હિમાયતીના હિતો સાથે સંકળાયેલ નથી. તે "વિશ્વની દશા સુધારવા માટે કટિબદ્ધ" છે,[૯] અને યુનાઇટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ સાથે સમાલોચક દરજ્જો ધરાવે છે તેમજ સ્વિસ ફેડરલ સરકારના પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ છે. તેનુ સર્વોચ્ચ સંચાલક મંડળ 22 સભ્યોનું બનેલુ છે જેમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર અને જોર્ડનના રાણી રાનિયાનો સમાવેશ થાય છે.

2009ની પાંચ-દિવસીય વાર્ષિક બેઠકમાં 91 દેશોના લગભગ 2500થી વધુ સહભાગીઓ ડેવોસમાં એકઠા થયા હતા. તેના સભ્યોમાં મુખ્યત્વે લગભગ 75% (1,170) વિશ્વની ટોચની 1,000 કંપનીઓના ધંધા વેપાર ક્ષેત્રના આગેવાનો હતા. આ ઉપરાંત, અન્ય સહભાગીઓમાં 219 જગજાહેર હસ્તીઓ, રાજ્ય કે સરકારના 64 વડા, મંત્રીમંડળના 40 મંત્રીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 30 ઉચ્ચ અધિકારીઓ અને 10 રાજદુતોનો પણ સમાવેશ થયો હતો. 432 કરતાં પણ વધુ સહભાગીઓ નાગરિક સમાજમાંથી હતા જેમાં બિન-સરકારી સંગઠનોના 32 વડા કે પ્રતિનિધિઓ, મીડિયાના 225 આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના આગેવાન અને ગૂઢ વિચારશક્તિ ધરાવતી 149 વ્યક્તિઓ, વિવિધ સંપ્રદાયોના 15 ધર્મગુરુઓ અને 11 યુનિયન લીડરનો સમાવેશ થયો.[૧૦]

સભ્યપદ[ફેરફાર કરો]

ડબ્લ્યુઈએફ (WEF) માટે ભંડોળ 1000 સભ્ય કંપનીઓ, કે જે પાંચ બિલિયન ડોલર કરતા વધુ વેચાણ ધરાવતાં વૈશ્વિક ઉદ્યોગ છે, પણ ક્ષેત્ર અને ઉદ્યોગ પ્રમાણે ચલિત થયા કરે છે તેમના દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત આ પેઢીઓ તેમના ઉદ્યોગ અને/અથવા દેશમાં ટોચના સ્થાને હોય છે અને તેમના ઉદ્યોગ અને/અથવા પ્રદેશના ભવિષ્યને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. 2005 પ્રમાણે, દરેક સભ્ય કંપની વાર્ષિક સભ્યપદ ફી પેટે 42,500 સીએચએફ (CHF) અને તેના સીઈઓ (CEO)ના ભાગ લેવા માટેની ફી પણ આવરી લેતી વાર્ષિક સભ્ય ફી પેટે 18,000 સીએચએફ (CHF) ચુકવે છે. આ મંચમાં આરંભિક તબક્કામાં આગેવાની કરી મહત્વનો ભાગ ભજવવા માટે ઔદ્યોગિક ભાગીદારો અને વ્યૂહાત્મક ભાગીદારો ક્રમશઃ 2,50,000 સીએચએફ (CHF) અને 5,00,000 સીએચએફ (CHF) ચૂકવે છે.[૧૧][૧૨]

ઉપરાંત, આ મંચના ચૂંટણીપંચના મુલ્યાંકન પ્રમાણે, આ પેઢીઓ તેમના ઉદ્યોગમાં કે દેશમાં (સામાન્ય રીતે યુએસ (US) ડોલરમાં વેચાણના આધારે; નાણાકીય પેઢીઓ માટે મિલકતો માનદંડ તરીકે) ટોચના સ્થાને હોય છે અને તેમના ઉદ્યોગ કે ક્ષેત્રના ભવિષ્યને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.

ઔદ્યોગિક ભાગીદારો, ઔદ્યોગિક ક્ષેત્રની વિસ્તૃત શ્રેણીમાંથી આવે છે, જેમાં નિર્માણ, ઉડ્ડયન, ટેક્નોલોજી, પ્રવાસન, ખાધા ખોરાકી અને બેવરેજ (પીણા), એન્જિનિયરિંગ અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ તેમના ઔદ્યોગિક ક્ષેત્રને ગહન અસર કરતા મુદ્દાઓ પ્રત્યે જાગૃત હોય છે.

પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

ડેવોસમા વાર્ષિક બેઠક[ફેરફાર કરો]

યુનાઈટેડ કિંગડમના તત્કાલિન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન અને જોર્ડનના રાણી રાનિયા.
સ્વિટ્ઝરલેન્ડના ડેવોસમાં વર્ષ 2007ની વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક દરમિયાન 25 જાન્યુઆરી 2007ના રોજ ‘બહુસાંસ્કૃતિક દુનિયામાં વૈશ્વિક પડોશીઓ માટેના કાયદાઓ’ વિષય પર યોજાયેલ વર્કસ્પેસ સેશન દરમિયાન કેમેરામાં કેદ થઈ ગયેલા ઈરાનના પ્રમુખ (1997-2005) મહંમદ ખાતામી.

ડબ્લ્યુઈએફ (WEF)નો ધ્વજારોહક કાર્યક્રમ સ્વિઝના એલ્પાઈન (પર્વતીય) ડેવોસના રિસોર્ટમાં જાન્યુઆરીના અંતમાં દર વર્ષે યોજાતી વાર્ષિક બેઠકમાં લોકોને આમંત્રિત કરવાનો છે,[૧૩] જેમાં તેની 1000 સભ્ય કંપનીઓના સીઈઓ (CEO) ઉપરાંત પસંદગીના  રાજનેતાઓ, વિદ્યાશાખાઓ, એનજીઓ (NGO) ના પ્રતિનિધિઓ, ધાર્મિક નેતાઓ અને મીડિયાના પ્રતિનિધિઓ એક સાથે ભેગા મળે છે.[૧૪] પાંચ દિવસ માટે યોજાતા આ કાર્યક્રમમાં અંદાજે 2200 સહભાગીઓ એકઠા થઈને અધિકૃત કાર્યક્રમના વિવિધ 220 સત્રોમાં ભાગ લે છે. આ દરમિયાન વૈશ્વિક ચિંતાઓના ચાવીરૂપ મુદ્દાઓ (જેમ કે આંતરરાષ્ટ્રીય વિવાદો, ગરીબી અને વાતાવરણની સમસ્યાઓ) તેમજ તેના સંભવિત ઉકેલો પર ચર્ચા કરવામાં આવે છે.[૧] અહીં ઓનલાઈન, પ્રિન્ટ, ટીવી અને રેડિયોના અંદાજે 500 પત્રકારો ભાગ લે છે અને અધિકૃત કાર્યક્રમોના તમામ સત્રમાં તેમને પ્રવેશ આપવામાં આવે છે. તે પૈકી કેટલીક વેબકાસ્ટ (ઈન્ટરનેટ પર પ્રસારિત થતી મીડિયા ફાઈલ) પણ હોય છે.[૧૫]

ડેવોસમાં તમામ લોકોની ઉપસ્થિતિમાં થયેલી ચર્ચાઓની ફાઈલો યૂટ્યુબ (YouTube) પર ઉપલબ્ધ હોય છે,[૧૬] ફ્લિકર (Flickr) પર તસવીરો નિઃશુલ્ક મળે છે[૧૭] અને ટ્વીટર (Twitter) પર મહત્વના નિવેદનો મળી રહે છે.[૧૮] વર્ષ 2007માં ડબ્લ્યુઈએફ (WEF) દ્વારા સામાજિક મીડિયા પ્લેટફોર્મ જેવા કે માયસ્પેસ[૧૯] અને ફેસબુક[૨૦] પર પણ પાના શરૂ કરવામાં આવ્યા હતા. વર્ષ 2009ની વાર્ષિક બેઠકમાં આ મંચ દ્વારા ડેવોસ ખાતેની ચર્ચામાં યૂટ્યુબ[૨૧][૨૨] પર ભાગ લેવા માટે સામાન્ય લોકોને પણ આમંત્રણ અપાયું હતું, જેની મદદથી ઉપયોગકર્તા વાર્ષિક બેઠકમાં ભાગ લઈ શકતા હતા. યૂટ્યુબ દ્વારા યૂટ્યુબના[૨૩] ઉપયોગકર્તાઓને ડેવોસમાં એકઠા થયેલા વિશ્વના નેતાઓ સાથે ચર્ચા કરવાની તક અપાતી હોવાથી તેમજ તેના કારણે નેતાઓ કોંગ્રેસ સેન્ટર ખાતે યૂટ્યુબ વીડિયો કોર્નરમાં જવાબ આપવા માટે પ્રેરાતા હોવાથી વર્ષ 2009માં ડેવોસ દ્વારા આ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.[૨૪] વર્ષ 2008માં ક્યૂઆઈકે (QiK)[૨૫] અને મોગુલુસ[૨૬] પર પરિષદનું જીવંત પ્રસારણ રજૂ કરાયું હતું તેમજ કોઈપણ વ્યક્તિ અહીંના વક્તાઓને પ્રશ્ન પુછી શકતા હતા. વર્ષ 2006 અને 2007માં પસંદગીના સહભાગીઓનો જ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, અને સમાપન સત્ર રોઈટરના સભાગૃહમાં સેકન્ડ લાઈફ (બીજા જીવન)માં રજુ કરવામાં આવ્યું હતું.[૨૭]

સહભાગીઓ[ફેરફાર કરો]

વર્ષ 2009માં વિશ્વ આર્થિક મંચ ખાતે પ્રમુખ ગ્લોરિયા મેકપેગલ-એર્રોયો.

વર્ષ 2008માં અંદાજે 250 જાણીતી વ્યક્તિઓ (રાજ્ય અથવા સરકારના વડા, કેબિનેટના મંત્રીઓ, રાજદૂતો, આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ અથવા વરિષ્ઠ અધિકારીઓ)એ વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી જેમા અહીં દર્શાવેલ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છેઃ અબ્દૌલાય વાડે, અબ્દુલ્લાહ અહેમદ બડવાઈ, અલવેરો ઉરીબે વેલેઝ, એન્ડર્સ ફોઘ રેસ્મુસેન, બાન કી-મૂન, કોન્ડોલિઝા રાઈસ, ફેરેન્ક ગ્યૂર્રક્સની, ફ્રાન્કોસિક ફીલ્લોન, ગ્લોરિયા મેકપેગલ, ઓર્રોયો, ગોર્ડન બ્રાઉન,  હામિદ કરઝાઈ, ઈલ્હમ અલિયેવ, જેન પીટર બેલ્કેન્ડેન, લી બોલ્લિંગર, લી હસિન લૂન્ગ, પરવેઝ મુશર્રફ, જોર્ડનના રાણી રાનિયા, રુથ સિમોન્સ, સાલેમ ફય્યાદ, સાલી બેરીશા, સેર્ઝ સર્ગસ્યાન, શીમોન પેરેસ, ટુકુફુ ઝુબેરેઈ, ઉમારુ મુસા યાર’અદૌઆ, વેલડેસ એડમકુસ, યાસૌ ફુકુડા, વિક્ટર એ. યુશ્ચેન્કો અને ઝેંગ પેઈયાન.[૨૮][૨૯]

અલ ગોર, બિલ ક્લિન્ટન, બિલ ગેટ્સ, માઈકલ વોલ્ફ, બોનો, પૌલો કોએલ્હો અને ટોની બ્લેર ડેવોસની બેઠકના નિયમિત સહભાગીઓ છે. અગાઉના સહભાગીઓમાં એન્જેલા મર્કેલ, ડ્મીટ્રી મેડવેડેવ, હેન્રી કિસિંગર, નેલ્સન મંડેલા, રેમન્ડ બેરે, જુલિયન લોઈટ વેબ્બેર અને યાસિર અરાફતનો સમાવેશ થાય છે.

વાર્ષિક બેઠકમાં ભાગ લેતા સહભાગીઓને અમેરિકી વિદ્વાન સેમ્યુઅલ હંટિંગ્ટને સમૂહવાચક તરીકે “ડેવિસ મેન” ગણાવ્યા હતા, જેમાં તેમણે વૈશ્વિક ભદ્ર કે જેમના સભ્યો પોતાને સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય માનતા હતા તેમનો સંદર્ભ લીધો હતો.[૩૦][૩૧]

નવા ટેકેદારોની વાર્ષિક બેઠક[ફેરફાર કરો]

વર્ષ 2007માં ડબ્લ્યુઈએફ (WEF) દ્વારા નવા ટેકેદારોની વાર્ષિક બેઠક યોજવામાં આવી હતી (જેમને સમર ડેવોસ પણ કહેવાતા હતા), ચીનમાં વારાફરતી ડાલિઆન અને તીઆન્જિનમાં યોજાઈ હતી જેમાં આ મંચ જેને વૈશ્વિક વૃદ્ધિ કંપનીઓ ગણાવે છે, તેના અંદાજે 1500 પ્રભાવશાળી ભાગીદારો એકઠા થયા હતા, જેમાં પ્રારંભિક તબક્કે ઝડપથી વિકસી રહેલા દેશો જેમકે ચીન, ભારત, રશિયા, મેક્સિકો અને બ્રાઝિલ સહિત ઝડપથી આગળ વધતા વિકસિત દેશોને પણ સમાવાયા હતા. આ બેઠકમાં વૈશ્વિક નેતાઓ, ઝડપથી વધતા પ્રદેશો, સ્પર્ધાત્મક શહેરો અને સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીના અગ્રણીઓના નવી પેઢીના લોકો પણ જોડાયા હતા.[૩૨][૩૩] પ્રમુખ વેન જીઆબાઓએ દરેક વાર્ષિક બેઠકને તમામ લોકોની ઉપસ્થિતિમાં સંબોધી હતી.

પ્રાદેશિક બેઠકો[ફેરફાર કરો]

દર વર્ષે દસ પ્રાદેશિક બેઠકો યોજાય છે, જે કોર્પોરેટ બિઝનેસ અગ્રણીઓ અને સ્થાનિક સરકારના નેતાઓ તેમજ એનજીઓ (NGO) વચ્ચે સંપર્ક પુરા પાડે છે.આ બેઠકો આફ્રિકા, પૂર્વ એશિયા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોમાં યોજાય છે જેમાં વર્ષોવર્ષ યજમાન દેશોની સંખ્યામાં ફેરફાર થાય છે, પરંતુ ચીન અને ભારતમાં છેલ્લા બે દાયકાથી સતત બેઠકો યોજાય છે.[૩૪]

યુવા વૈશ્વિક નેતાઓ[ફેરફાર કરો]

વર્ષ 2005માં ડબ્લ્યુઈએફ (WEF) દ્વારા યુવા વૈશ્વિક નેતાઓના સમુદાયની રચના કરવામાં આવી હતી, જે વૈશ્વિક નેતાઓના આવતી કાલના અનુગામીઓ અને 40 વર્ષથી ઓછી વયના હતા અને તેમાં સમગ્ર વિશ્વની વિવિધ શાખાઓ અને ક્ષેત્રોના અગ્રણીઓને સમાવી લેવાયા હતા. વર્ષ 2030માં વિશ્વ કેવું હશે તે પરિકલ્પના સુધી પહોંચવાની યોજના તૈયાર કરવા માટે લેવાયેલા પગલાં એટલે 2030 ઈનિસિએટીવમાં આ નેતાઓ જોડાયેલા હતા. યુવા વિશ્વ નેતાઓમાં અહીં દર્શાવેલા નેતાઓનો પણ સમાવેશ થાય છેઃ[૩૫] શાહી અગાસી, અનૌશેહ અન્સારી, મારિયા કોન્સુલો અરૌજો, લેરા ઔરબેચ, ફાતમીર બેસીમી, ઈઆન બ્રેમ્મેર, સેર્ગે બ્રીન, ટેલર બ્રૂલે, પેટ્રિક ચપ્પાટ્ટે, ઓલાફુર એલિઅસન, રોજર ફેડરર, જેન્સ માર્ટિન સ્કિબ્સ્ટેડ, રાહુલ ગાંધી, કેન્નેથ ગ્રીફીન, કેલ્લી ચેન, સ્કોટ જે. ફ્રેઈધેઈમ, નોર્વેના ક્રાઉનસ પ્રિન્સ હકોન, અબ્દુલસલેમ હયકલ, સિલ્વાના કોચ-મહેરીન, ઈરશાદ માનજી, બેલ્જિયમના પ્રિન્સેસ મેથિલ્ડે, આદિત્ય મિત્તલ, ઈયુવિન નાયડુ, ગેવીન ન્યૂસમ, લેરી પેજ, લેવિસ ગોર્ડન પઘ, ફિલિપાઈન્સના સેનેટર મેર રોક્સાસ, ક્રિસ્ટોફર શ્લેફર, અનુશ્કા શંકર, પ્રેમલ શાહ, જોશ સ્પીઅર, પીટર થીલ, જીમી વેલ્સ, અને નિકલેસ ઝેનસ્ટ્રોમ. નવા સભ્યોને વાર્ષિક ધોરણે પસંદ કરવામાં આવ્યા હતા અને યુવા વૈશ્વિક નેતાઓનો મંચ કુલ 1111 સભ્યો સુધી પહોંચી જશે.[૩૬][૩૭][૩૮]

સામાજિક ઉદ્યમશીલો[ફેરફાર કરો]

શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપના નજીકના સહયોગ સાથે વિશ્વના અગ્રણી સામાજિક ઉદ્યમશીલોએ વિકસાવેલી રૂપરેખાઓને ડબ્લ્યુઈએફ (WEF) દ્વારા વર્ષ 2000થી પ્રોત્સાહિત કરવામાં આવે છે.[૩૯] ડબ્લ્યુઈએફ (WEF) સામાજિક સાહસોને સમાજની પ્રગતિ અને સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે ચાવીરૂપ જરૂરિયાત ગણાવે છે.[૪૦][૪૧] પસંદગીના સામાજિક ઉદ્યમશીલોને આ મંચની પ્રાદેશિક બેઠકો અને વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે જ્યાં તેમને મુખ્ય કાર્યકારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને મળવાની તક પ્રાપ્ત થાય છે. વર્ષ 2003માં યોજાયેલી વાર્ષિક બેઠકમાં, જેરુ બિલિમોરિયા આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયનના નાયબ મહામંત્રી રોબર્ટો બ્લોઈસને મળ્યા હતા, તેના પરિણામ સ્વરૂપે તેમના સંગઠન ચાઈલ્ડ હેલ્પલાઈન ઈન્ટરનેશનલ માટે મહત્વપૂર્ણ ભાગીદારી થઈ શકી હતી.[૪૨]

સંશોધન અહેવાલો[ફેરફાર કરો]

ડબ્લ્યુઈએફ (WEF) થિન્ક ટેન્ક (વિચારકો) તરીકે કામગીરી કરે છે અને આ મંચના સમુદાયો માટે ચિંતારૂપ તેમ જ મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રીત સંખ્યાબંધ અહેવાલો પ્રકાશિત કરે છે. ખાસ કરીને, વ્યૂહાત્મક આંતરિક ટુકડી સ્પર્ધાત્મકતા, વૈશ્વિક જોખમો અને પરિદ્રશ્ય અંગેના વિચારો જેવા ક્ષેત્રોના સુસંગત અહેવાલો પ્રકાશિત કરવા પર ધ્યાન આપે છે.

સ્પર્ધાત્મકતા ટુકડી સંખ્યાબંધ વાર્ષિક આર્થિક અહેવાલો તૈયાર કરે છે (સૌપ્રથમ કૌંસમાં પ્રકાશિત) : વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ (1979) દેશોની સ્પર્ધાત્મકતા અને અર્થતંત્રોના ઉપાયો દર્શાવે છે; વૈશ્વિક ઈન્ફોર્મેશન ટેકનોલોજી અહેવાલ (2001) તેમની આઈટી (IT) સજ્જતા આધારિત સ્પર્ધાત્મકતાની આકારણી કરે છે; વૈશ્વિક જાતિ તફાવત અહેવાલ (2005) સ્ત્રી અને પુરુષો વચ્ચેની સંખ્યામાં અસમાનતાના જેવા નાજૂક મુદ્દે પરીક્ષણ કરે છે; વૈશ્વિક જોખમ અહેવાલ (2006) વૈશ્વિક જોખમોની આકારણી કરે છે; વૈશ્વિક મુસાફરી અને પ્રવાસન અહેવાલ (2007) મુસાફરી અને પ્રવાસન ક્ષેત્રની સ્પર્ધાત્મકતાનો ચિતાર આપે છે અને વૈશ્વિક ક્ષમતાદાયક વ્યાપાર અહેવાલ (2008) બે દેશો વચ્ચેના વ્યાપારના મોટી સંખ્યાઓમાં આંકડાઓના સામ-સામે દેશો પ્રમાણેના વિશ્લેષણની માહિતી આપે છે.[૪૩]

ગ્લોબલ રિસ્ક નેટવર્ક (વૈશ્વિક જોખમ માળખું) એવા જોખમની આકારણી કરતો અહેવાલ તૈયાર કરે છે જે વૈશ્વિક મર્યાદાઓમાં ગણાતા હોય, સામસામે ઔદ્યોગિક સુસંગતતા હોય, જે અનિશ્ચિત હોય, જે ભવિષ્યમાં યુએસ (US) $ 10 બિલિયનની આર્થિક નુકસાની કરાવી શકે તેવા હોય, જે મોટાપાયે માનવજાતને હાનિ પહોંચાડવાની સંભાવ્યતા ધરાવતા હોય અને જેના ઉકેલ માટે બહુભાગીદારીના અભિગમની જરૂર હોય.[૪૪]

પરિદ્રશ્ય આયોજન (સિનારિઓ પ્લાનિંગ) ટુકડી સંખ્યાબંધ પ્રાદેશિક અહેવાલો તૈયાર કરે છે, વાચકોની ધારણાને પડકાર ફેંકવા માટે ઉદ્યોગો પર કેન્દ્રીત અને મુદ્દા-વિશેષ પરિદ્રશ્યના અહેવાલો તૈયાર કરે છે, જે મહત્વપૂર્ણ અવગણયેલા ક્ષેત્રો અંગે જાગૃતિ ફેલાવે છે અને તેના ભાવિ અંગે ફરી વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે.[૪૫] તાજતેરના અહેવાલોમાં વર્ષ 2008-2009ની વૈશ્વિક આર્થિક કટોકટીની નજીકના સમયગાળા અને લાંબા ગાળાની સંભવિત અસરોના મુખ્ય પ્રકાશનો,[૪૬] અને પેન્શન તેમજ સ્વાસ્થ્યસંભાળ નાણાં વ્યવહારના વસ્તી વિષયક સ્થળાંતરની અસરો પરના પરિદ્રશ્યને સમાવી લેવામાં આવ્યા છે."Financing Demographic Shifts: Pension and Healthcare Scenarios to 2030". weforum.org.

પહેલ[ફેરફાર કરો]

ગ્લોબલ હેલ્થ ઈનિશિએટીવ (GHI) એટલે કે વૈશ્વિક સ્વાસ્થ્ય પહેલ કોફી અન્નાન દ્વારા વર્ષ 2002ની વાર્ષિક બેઠકમાં કરવામાં આવી હતી. જીએચઆઈ (GHI)નું અભિયાન એચઆઈવી (HIV), એઈડ્સ (AIDS), ટીબી (TB), મેલેરિયા અને સ્વાસ્થ્યતંત્રને પહોંચી વળવા માટે વેપાર-ધંધાઓને જાહેર-ખાનગી ભાગીદારીમાં સાંકળી લેવાનું છે.

નવી દિલ્હી ખાતે 2008ના નવેમ્બર મહિનામાં વિશ્વ આર્થિક મંચની ‘ઈન્ડિયા ઈકોનોમિક સમિટ’માં હેન્રી કિસિંગર.

ધ ગ્લોબલ એજ્યુકેશન ઈનિશિએટીવ (GEI) એટલે કે વૈશ્વિક શિક્ષણ પહેલ વર્ષ 2003ની વાર્ષિક બેઠક દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જે જોર્ડન, ઈજિપ્ત અને ભારતની આંતરરાષ્ટ્રીય આઈટી (IT) કંપનીઓને એક કરવાનું કામ કરે છે જેના પરિણામે વર્ગખંડોમાં નવા પીસી (PC) હાર્ડવેર આવ્યા અને સ્થાનિક શિક્ષકો ઈ-શિક્ષણમાં વધુ પ્રશિક્ષિત થયા. તેના કારણે બાળકોના જીવન પર વાસ્તવિક અસર પડે છે. જીઈઆઈ (GEI)ની રૂપરેખા અનુસરવા યોગ્ય અને સ્વીકાર્ય હોવાથી રવાન્ડા સહિતના દેશોમાં તેને શૈક્ષણિક બ્લૂપ્રિન્ટ (આયોજન) તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

વાતાવરણની પહેલમાં આબોહવા પરિવર્તન અને પાણીને સમાવી લેવાયા છે. આબોહવા પરિવર્તન પર ગ્લેનીગ્લેસ ચર્ચા હેઠળ, યુકે (UK)ની સરકારે વિશ્વ આર્થિક મંચને ગ્લેનીગ્લેસ ખાતે વર્ષ 2005માં જી-8 સમિટ બેઠક દરમિયાન બિઝનેસ સમુદાયો સાથે ચર્ચાની સુવિધા કરી આપવા જણાવ્યું હતું જેથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટેની ભલામણો તૈયાર કરી શકાય. ભલામણોના આ સમૂહ પર, સીઈઓ (CEO)ના વૈશ્વિક જૂથની મંજૂરીની મહોર હતી, અને જુલાઈ 2008માં ટોયાકો/હોક્કાઈડો ખાતે યોજાલ જી-8 સમિટ પૂર્વે અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.[૪૭][૪૮]

વોટર ઈનિશિએટીવ એટલે કે પાણીની પહેલ વિકાસ અને સહકારની સ્વિઝ એજન્સી એલ્કન ઈન્ક., યુએસએઆઈડી (USAID) ભારત, યુએનડીપી (UNDP) ભારત, કોફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), રાજસ્થાન સરકાર અને દક્ષિણ આફ્રિકા તેમજ ભારતમાં જળ પ્રબંધન માટે જાહેર-ખાનગી ભાગીદારી માટેના એનઈપીએડી (NEPAD) બિઝનેસ ફાઉન્ડેશન જેવા ભાગીદારોને એકઠા કરે છે.

ભ્રષ્ટાચાર નાથવાના પ્રયાસોરૂપે, પાર્ટનરિંગ અગેઈન્સ્ટ કરપ્શન ઈનિશિએટીવ પીએસીઆઈ (PACI)ની શરૂઆત વર્ષ 2004ના જાન્યુઆરી મહિનામાં ડેવોસ ખાતે યોજાયેલ વાર્ષિક બેઠકમાં એન્જિનિયરિંગ અને બાંધકામ, ઊર્જા અને ધાતુઓ તેમજ ખાણકામ ઉદ્યોગોના વિવિધ સીઈઓ (CEO) દ્વારા કરવામાં આવી હતી. પીએસીઆઈ (PACI) વ્યવહારુ અનુભવો અને પેચીદી સ્થિતિઓના શ્રેષ્ઠ આદાનપ્રદાન માટેનું એક મંચ છે. જેમા 140 કંપનીઓએ હસ્તાક્ષર કરેલા છે.[૪૯]

પુરસ્કારો[ફેરફાર કરો]

ટેકનોલોજી પાયોનિયર્સ પ્રોગ્રામ[ફેરફાર કરો]

ટેકનોલોજી પાયોનિયર્સ પ્રોગ્રામ (પ્રાદ્યોગિકિ સાહસિકોનો કાર્યક્રમ) સમગ્ર વિશ્વમાં નવી ટેકનોલોજીની રૂપરેખા તૈયાર કરતી તેમજ વિકસાવતી કંપનીઓને માન્યતા આપે છે. દર વર્ષે 30-50 કંપનીઓને પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2008માં, 391 કંપનીઓને માન્ય ગણવામાં આવી હતી. સૌપ્રથમ વખત વર્ષ 2003માં પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વિશ્વની સ્થિતિ સુધારવાની વિશ્વ આર્થિક મંચની કટિબદ્ધતાની સાથે, ટેકનોલોજીના સાહસિકો વૈશ્વિક એજન્ડાના ભાવિ આધારિત મુદ્દાઓને ઓળખી કાઢવા અને તેનો સામનો કરવાના ઉદ્દેશ સાથેની પ્રવૃત્તિઓમાં સુરક્ષાત્મક, અભિનવ અને પ્રયોગાત્મક માર્ગો સાથે એકીકૃત છે. આ કાર્યકારીઓને વિજ્ઞાનિકો, વિદ્વાનો, એનજીઓ (NGO) અને આ મંચના સભ્યો તેમજ ભાગીદારીઓને એક કરીને, આ મંચનું લક્ષ્ય કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે તે બાબાત પર નવો પ્રકાશ પાડે છે, જેમકે, નવી રસીઓ, આર્થિક વૃદ્ધિ કરવી અને વૈશ્વિક સંચારનો વ્યાપ કરવો.[૫૦]

રેફ્યૂજી રન[ફેરફાર કરો]

વર્ષ 2009થી યુએનએચસીઆર (UNHCR)ના સહ-યજમાન પદે, હોંગકોંગ સ્થિત ચેરિટી ક્રોસરોડ્સ ફાઉન્ડેશન દ્વારા રેફ્યૂજી રન (શરણાર્થી દોડ) યોજવામાં આવે છે જે વિશ્વ આર્થિક મંચની વિશેષ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ હિંસા કે અત્યાચારના કારણે નાછુટકે પોતાનું સ્થળ છોડીને જતા રહેવું પડે તેવા લોકોની સમસ્યાઓ અને દુઃખો ભરી ભયાનક અગ્નિપરીક્ષાનો ચિતાર આપે છે. ડબ્લ્યુઈએફ (WEF)માં, આ અનોખી કામગીરી વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકો પૈકી કેટલાક શરણાર્થી અને આંતરિક રીતે વિસ્થાપિત થયેલા લોકોની દુર્દશા સમજી શકે તે માટે મદદરૂપ થવા, એ લોકોને સહાનુભૂતિ આપવા તેમજ તેમને મદદ માટે યુએનએચસીઆર (UNHCR)ના પ્રયત્નોને સહકાર આપવા માટે છે.[૫૧][૫૨]

ટીકા[ફેરફાર કરો]

1990ના સમયમાં ડબ્લ્યુઈએફ (WEF), સહિત જી-7, વિશ્વ બેંક, ડબ્લ્યુટીઓ (WTO), અને આઈએમએફ (IMF) વૈશ્વિકીકરણ વિરોધીઓના કારણે ભારે ટીકાનો ભોગ બન્યા હતા, અને ટીકાકારોએ દાવો કર્યો હતો કે મૂડીવાદ અને વૈશ્વિકીકરણ ગરીબી વધારી રહ્યા છે અને પરિસ્થિઓનો નાશ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલા વિશ્વ આર્થિક મંચમાં 1500 દેખાવકારોએ વિક્ષેપ પાડ્યો હતો અને આ બેઠકમાં જઈ રહેલા 200 પ્રતિનિધિઓના માર્ગમાં અવરોધરૂપ બન્યા હતા.[૫૩] ડેવોસમાં પણ ફરી દેખાવકારોએ આવું જ વર્તન કર્યું હતું – જુઓ સ્વિટ્ઝરલેન્ડમાં એન્ટિ-ડબ્લ્યુઈએફ (WEF) વિરોધો, જાન્યુઆરી 2003 – આ વિરોધ “ફેટ કેટ્સ ઈન ધ સ્નો”ની બેઠક સામે હતો, કારણ કે રોક ગાયક બોનોએ તેને ટંગ-ઈન-ચીક (ગંભીરતાપૂર્વક લેવાની જરૂર નથી) ગણાવી હતી.[૫૪]

અમેરિકાના ભાષાશાસ્ત્રી અને જાહેર બૌદ્ધિક નોએમ ચોમ્ક્સે વિચારે છે કે રોકાણકારો અને વિશેષાધિકાર મેળવતા ભદ્ર લોકોની અથવા વિશ્વ આર્થિક મંચના કેટલાક સભ્યોની દ્રષ્ટીએ વૈશ્વિકીકરણ પ્રચારનો પારિભાષિક શબ્દ છે.

ચોમ્ક્સેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “પ્રભાવિત પ્રચારતંત્ર “વૈશ્વિકીકરણ”ની શરતને તેઓ જેનું સમર્થન કરે છે તે આંતરરાષ્ટ્રીય આર્થિક એકીકરણની ચોક્કસ આવૃત્તિના સંદર્ભ માટે યોગ્ય બનાવે છે, જે રોકાણકારો અને નાણાધિરનારાઓ અને એવા લોકો કે જે અનાવશ્યક બની રહ્યા હોય હકોનું રક્ષણ કરે છે. આ પદ્ધતિ સાથે, જે લોકો આંતરરાષ્ટ્રીય એકીકરણથી અલગ સમર્થન આપતા હોય, જે માનવજાતોના હકોનું રક્ષણ કરતા હોય, તેઓ “એન્ટિ-ગ્લોબલિસ્ટ” (વૈશ્વિકીકરણ વિરોધી) બની જાય છે. આ એક સીધેસીધો અણઘડ પ્રચાર છે, જેમ રશિયાના સામ્યવાદી પક્ષના અમલદારો મતભેદ રાખનારાઓ માટે “એન્ટિ-સોવિયત” શબ્દનો ઉપયોગ કરતા હતા તેમ. આ માત્ર અણઘડ જ નહીં પરંતુ મુર્ખતામુક્ત પણ છે. પ્રચાર તંત્રમાં “એન્ટિ-ગ્લોબલાઈઝેશન” તરીકે ઓળખાતી, વર્લ્ડ સોશિયલ ફોરમ – જે ભાગ્યે જ કેટલાક અપવાદો સાથે મીડિયા, શિક્ષિત વર્ગો વગેરેમાં સમાવા બની છે. ડબ્લ્યુએસએફ (WSF) વૈશ્વિકીકરણના ચિહ્નરૂપ ઉદાહરણ સમાન છે. આ એવુ સંમેલન છે જ્યાં મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વના સભ્યો આવે છે જેથી ખૂબ જ સંકુચિત માનસિકતા વાળા વિશેષાધિકાર ધરાવતા ભદ્ર લોકો કે જેઓ વિશ્વ આર્થિક મંચમાં ભાગ લેવા આવે છે અને પ્રચાર તંત્ર દ્વારા તેમને “પ્રો-ગ્લોબલાઈઝેશન” (વૈશ્વિકીકરણ તરફી) કહેવામાં આવે છે, તે સિવાય દરેક વ્યક્તિ જીવનના દરેક પાસા અંગે વિચાર કરી શકે. જો આ ફારસને મંગળ પરથી કોઈ નિહાળતુ હોય તો ચોક્કસ શિક્ષિત વર્ગની આવી હરકતો જોઈને ખડખડાટ હસી પડે.”

વર્ષ 2000ના જાન્યુઆરીમાં, ડેવોસના માર્ગો પર 1000 દેખાવકારોઓ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા અને સ્થાનિક મેકડોનેલ્ડ્સ રેસ્ટોરન્ટની બારીઓ તોડી નાખી હતી.[૫૫] ડેવોસમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના કારણે દેખાવકારો એલ્પાઈન રિસોર્ટ સુધી પહોંચી શક્યા નહોતા, અને મોટાભાગના દેખાવકારો હાલ ઝ્યુરિચ, બેર્ન અથવા બેસેલમાં પકડી રાખવામાં આવ્યા છે.[૫૬] સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ, આ મંચ અને સ્વિઝના પરગણાઓ તેમજ રાષ્ટ્રીય સત્તામંડળ દ્વારા વહેંચીને ભોગવવામાં આવે છે અને તેની પણ સ્વિઝ રાષ્ટ્રીય મીડિયામાં અવારનવાર ટીકા થાય છે.[૫૭]

ડેવોસમાં જાન્યુઆરી 2003માં વાર્ષિક બેઠકની શરૂઆતની સાથે જ, ફેડરેશન ઓફ સ્વિઝ પ્રોટેસ્ટન્ટ ચર્ચિઝના સહકારથી ઓપન ફોરમ ડેવોસ યોજાઈ હતી,[૫૮] જેમાં સામાન્ય લોકો માટે વૈશ્વિકીકરણ મુદ્દે જાહેર ચર્ચા ખુલ્લી મુકવામાં આવી હતી. ઓપન ફોરમ દર વર્ષે સ્થાનિક હાઈ સ્કૂલમાં યોજાય છે, જેમાં ટોચના રાજનેતાઓ અને બિઝનેસ અગ્રણીઓ હાજરી આપે છે, અને તમામ જાહેર જનતાના નિઃશુલ્ક ભાગ લેવા દેવામાં આવે છે.[૫૯][૬૦]

આ વાર્ષિક બેઠકને માત્ર “મિક્સ ઓફ પોમ્પ એન્ડ પ્લેટીટ્યૂડ” (ભપકો અને સામાન્ય વાતોનો સમન્વય) ગણાવીને તેની ટીકા કરવા આવી છે, અને આર્થિક બાબતોથી અલગ થઈને બીજા મુદ્દાઓ તરફ વળવા બદલ તેમજ મૂળ ઘટકોને ખુબ ઓછા પ્રમાણમાં પૂર્ણ કરવા બદલ પણ તેની ટીકા થઈ છે, ખાસ કરીને એનજીઓ (NGO) કે જેઓ અર્થશાસ્ત્રમાં ખૂબ ઓછી તજજ્ઞતા ધરાવતા હોય છે અથવા જરા પણ જાણકારી હોતી નથી તેમની વધતી ભાગીદારીની ટીકા થઈ છે. મહત્વના વેપાર-ધંધાઓ અને રાજકીય પંડિતો ઉપરાંત સ્વીકાર્ય તજજ્ઞો સાથે વિશ્વના અર્થતંત્ર પર ચર્ચા કરવાના બદલે, ડેવોસ હવે ટોચના મીડિયાઓ સમક્ષ દિવસભરના રાજકીય કારણો, જેવા કે વૈશ્વિક આબોહવા પરિવર્તન અને આફ્રિકામાં એઈડ્સ (AIDS) જેવા મુદ્દાઓ રજૂ કરે છે.[૬૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • વૈશ્વિકીકરણ-વિરોધી ચળવળ
 • વૈશ્વિકીકરણ
 • વિશ્વ અર્થતંત્ર
 • વિશ્વ જ્ઞાન મંચ
 • વિશ્વ સામાજિક મંચ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ પીગમેન પાના નં.41-42
 2. પીગમેન પાના નં.6-22
 3. કેલ્લેમેન પાનું.229
 4. શ્વેબ અને ક્રૂસ
 5. "ઈન્ટરવ્યુ: ક્લાઉસ શ્વેબ", ફાઈનાન્સિયલ ટાઈમ્સ , 22 જાન્યુઆરી 2008, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 6. "ડબ્લ્યુઈએફ (WEF) એન્ડ ડેવોસ: બ્રીફ હિસ્ટ્રી", ટેલિગ્રાફ , 16 જાન્યુઆરી 2008, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 7. "Gates pushes Creative Capitalism". Financial Times. 25 January 2008. Retrieved 29 August 2008. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. "Gates calls for creative capitalism, Reuters (video)". Reuters.com. 2009-02-09. Retrieved 2010-03-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. પીગમેન પાના નં.58-59
 10. "World Economic Forum — Annual Meeting 2009". Weforum.org. 2009-02-01. Retrieved 2010-03-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 11. પીગમેન પાના નં.23-30
 12. રોથકોપ્ફ પાનું.272
 13. "અ બિગનર્સ' ગાઈડ ટુ ડેવોસ", બીબીસી (BBC) ઓનલાઈન, 16 જાન્યુઆરી 2009, 16 જાન્યુઆરી 2009ના રોજ સુધારેલ.
 14. ક્યૂ એન્ડ એ (Q&A): વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2009 , બીબીસી (BBC) ઓનલાઈન, 16 જાન્યુઆરી 2009, 16 જાન્યુઆરી 2009ના રોજ સુધારેલ.
 15. "Forum's homepage". Weforum.org. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 16. "Kanaal van WorldEconomicForum". YouTube. 2010-01-31. Retrieved 2010-03-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 17. "World Economic Forum's Photostream". Flickr. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 18. "?". Twitter.com.[મૃત કડી]
 19. CH. "World Economic Forum (Davos World Economic forum)". MySpace. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 20. "World Economic Forum". Facebook. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 21. "યૂટ્યુબ વોન્ટ્સ ટુ બ્રિંગ યુ ટુ ધ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઈન ડેવોસ", ટેકક્રન્ચ, 15 ડિસેમ્બર 2008, 15 ડિસેમ્બર 2008ના રોજ સુધારેલ.
 22. "ધ ડેવોસ ડિબેટ્સ", 15 ડિસેમ્બર 2008ના રોજ સુધારેલ.
 23. "Kanaal van thedavosquestion". YouTube. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 24. "ધ સુપર-અવેસમ યૂટ્યુબ રુમ એટ ડેવોસ", ટેકક્રન્ચ, 26 જાન્યુઆરી 2008, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 25. "worldeconomicforum on Qik | 30 videos recorded with mobile phones". Qik.com. 2008-02-11. Retrieved 2010-03-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 26. "World Economic Forum 2010". Mogulus.com. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 27. "ગેટિંગ અ સેકન્ડ લાઈફ ઈન ડેવોસ", સીએનએન (CNN), 26 જાન્યુઆરી 2007, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 28. "World Economic Forum Annual Meeting - List of Public Figures" (PDF). weforum.org. 22 January 2008. Retrieved 23 November 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)
 29. "Davos 2008 guest list". The Telegraph. 17 January 2008. Retrieved 29 August 2008. Check date values in: |accessdate=, |date= (મદદ)
 30. Ash, Timothy Garton (3 February 2005). "Davos man's death wish". The Guardian. Retrieved 23 November 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)
 31. "In Search of Davos Man". Time. 23 January 2005. Retrieved 23 November 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)
 32. "World Economic Forum: The Inaugural Annual Meeting of the New Champions". China.org. Retrieved 29 August 2008. Check date values in: |accessdate= (મદદ)
 33. "Summer Davos to put Dalian on business map". People's Daily. 1 August 2007. Retrieved 29 August 2008. Check date values in: |accessdate=, |date= (મદદ)
 34. "World Economic Forum — Events". Weforum.org. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 35. "મીટ સમ ઓફ ધ અન્ડર-40 સિલેક્ટેડ ટુ જોઈન ફોર્સિસ ટુ શેપ અ બેટર ફ્યૂચર", ન્યૂઝવીક , 29 મે 2005, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 36. "?". younggloballeaders.org.[મૃત કડી]
 37. "SOHO中国". SOHO China. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 38. "David Aikman explains about the Young Global Leaders". YouTube. 2007-10-31. Retrieved 2010-03-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 39. "Schwab Foundation for Social Entrepreneurship — Home". Schwabfound.org. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 40. "ડેવોસ ડાયરી: મિટિંગ ઓફ માઈન્ડ્સ", બીબીસી (BBC), 31 જાન્યુઆરી 2005, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 41. માઈક મૂરે, પાનું.209
 42. બોર્નસ્ટેઈન પાનું.272
 43. પીગમેન પાના નં.43, 92-112
 44. ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2009, વિશ્વ આર્થિક મંચ.
 45. "World Economic Forum — Scenario Planning". Weforum.org. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 46. "The Future of the Global Financial System: A Near-Term Outlook and Long-Term Scenarios". weforum.org.
 47. "બિઝનેસ ચીફ્સ અર્જ કાર્બન ક્રબ્સ", બીબીસી (BBC), 20 જૂન 2008, 3 સપ્ટેમ્બર 2008ના રોજ સુધારેલ.
 48. "બિઝનેસ ચીફ્સ કોલ ફોર જી-8 ક્લાઈમેટ લીડરશીપ", રોઈટર્સ, 19 જૂન 2008, 3 સપ્ટેમ્બર 2008ના રોજ સુધારેલ.
 49. પીગમેન પાનું.115
 50. "World Economic Forum — Technology Pioneers". Weforum.org. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 51. United Nations High Commissioner for Refugees (2010-01-29). "VIPs share refugee experience in Davos; UNHCR co-launches business partnership site". UNHCR. Retrieved 2010-03-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 52. "Displaced person | Marketplace World Economic Forum | Marketplace from American Public Media". Publicradio.org. 2010-01-29. Retrieved 2010-03-07. Check date values in: |accessdate=, |date= (મદદ)
 53. "ઈકોનોમિક ટોક્સ ઓપન માઈનસ 200 ડેલિગેટ્સ: ડેમોન્સ્ટૠેટર્સ હેરસ મેલબોર્ન ફોન્ફરન્સ", ઈન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રીબ્યૂન , 12 સપ્ટેમ્બર 2000, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 54. "બોનો ટીમ્સ અપ વિથ એમેક્સ, ગેપ ફોર પ્રોડક્ટ રેડ", ફોર્બ્સ , 21 જાન્યુઆરી 2006, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 55. "ધ ડેવોસ બઝ", ફોર્બ્સ , 22 જાન્યુઆરી 2008, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 56. પોલીસ અરેસ્ટ 100 ડેવોસ પ્રોટેસ્ટર્સ , સીએનએન (CNN), 28 જાન્યુઆરી 2001: સવારે 8:24 ઈએસટી (EST), 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 57. "ટાઈટ સિક્યુરિટી સરાઉન્સ ડેવોસ", સીએનએન (CNN), 25 જાન્યુઆરી 2001, 29 ઓગસ્ટ 2008ના રોજ સુધારેલ.
 58. "Open Forum Davos, Schweizerischer Evangelischer Kirchenbund". Openforumdavos.ch. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 59. પીગમેન પાનું.130
 60. "Open Forum". YouTube. Retrieved 2010-03-07. Check date values in: |accessdate= (મદદ)
 61. "Davos: beanfeast of pomp and platitude". Times Online. 22 January 2006. Retrieved 29 August 2008. Check date values in: |accessdate=, |date= (મદદ)

સંદર્ભ પુસ્તકો[ફેરફાર કરો]

 • માઈકલ વોલ્ફ, ધ એન્ટરટેઈન્મેન્ટ ઈકોનોમી: હાઉ મેગા-મીડિયા ફોર્સિસ આર ટ્રાન્સફરિંગ અવર લાઈવ્સ , રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત 1999, આઈએસબીએન (ISBN) 0-8129-3042-8, 336 પાના.
 • બાર્બરા કેલ્લરમેન, રિઈન્વાઈટિંગ લીડરશીપ: મેકિંગ ધ કનેક્શન બિટ્વીન પોલિટિક્સ એન્ડ બિઝનેસિસ , સની પ્રેસ દ્વારા પ્રકાશિત, 1999, આઈએસબીએન (ISBN) 0-7914-4072-9, 268 પાના.
 • ડેવિડ બોર્નસ્ટેઈન, હાઉ ટુ ચેન્જ ધ વર્લ્ડ: સોશિયલ એન્ટરપ્રાઈઝિસ એન્ડ ધ પાવર ઓફ ન્યૂ આઈડિયાઝ , ઓક્સફોર્ડ યુનિવર્સિટિ પ્રેસ દ્વારા પ્રકાશિત યુએસ (US) , 2007, આઈએસબીએન (ISBN) 0-19-533476-0, 358 પાના.
 • ડેવિડ રોથકોપ્ફ, સુપરક્લાસ: ધ ગ્લોબલ પાવર એલીટ એન્ડ ધ વર્લ્ડ ધે આર મેકિંગ , ફેર્રર, સ્ટ્રાઉસ અને ગિરૌક્સ દ્વારા પ્રકાશિત, 2008, આઈએસબીએન (ISBN) 0-374-27210-7, 400 પાના.
 • જીઓફ્રે એલન પિગમેન, ગ્લોબલ ઈન્સ્ટિટ્યુશન્સ: ધ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ – અ મલ્ટી-સ્ટેકહોલ્ટર એપ્રોચ ટુ ગ્લોબલ ગવર્નન્સ , રુટલેજ દ્વારા પ્રકાશિત, 2007, આઈએસબીએન (ISBN) 978-0-415-70204-1, 175 પાના.
 • ક્લાઉસ એમ. શ્વેબ અને હેઈન ક્રૂસ, Moderne Unternehmensführung im Maschinenbau , વેરેઈન ડેટ દ્વારા પ્રકાશિત. મેસ્ચીનેન્બેઉ-અન્સ્ટ. ઈ.વી. (e.V.) ; મેસ્ચિનેન્બેઉ-વેર્લ, 1971.
 • માઈક મૂરે, અ વર્લ્ડ વિધાઉટ વોલ્સ: ફ્રીડમ, ડેવલપમેન્ટ, ફ્રી ટ્રેડ એન્ડ ગ્લોબલ ગવર્નન્સ , કેમ્બ્રિજ યુનિવર્સિટિ પ્રેસ દ્વારા પ્રકાશિત, 2003, આઈએસબીએન (ISBN) 0-521-82701-9, 292 પાના.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]