શનિદેવ, શિંગણાપુર
શનિ શિંગણાપુર
સોનાઇ | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 19°24′00″N 74°49′00″E / 19.4000°N 74.8167°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | અહમદનગર |
તાલુકો | નેવાસા |
વિસ્તાર † | |
• કુલ | ૮૨.૩૬ km2 (૩૧.૮૦ sq mi) |
ઊંચાઇ | ૪૯૯ m (૧૬૩૭ ft) |
ભાષા | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૧૪૧૦૫ |
ટેલિફોન કોડ | ૦૨૪૨૭ |
† Maharashtra Govt. gazetteer Website ‡Falling grain |
શનિદેવ, શિંગણાપુર ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું તીર્થ છે. જિલ્લાના વહીવટી મુખ્ય મથક અહમદનગરથી ઉત્તર દિશામાં શિંગણાપુર ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. અહમદનગરથી નેવાસા જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા ઘોડેગાંવથી પશ્ચિમ દિશામાં ૪-૫ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે.
મૂર્તિ
[ફેરફાર કરો]શનિ ભગવાનની સ્વયંભૂ મૂર્તિ કાળા રંગની છે. ૫ ફુટ ૯ ઇંચ ઊંચી તેમ જ ૧ ફુટ ૬ ઇંચ પહોળાઇ ધરાવતી આ મૂર્તિ સંગેમરમરના એક ચબૂતરા પર ખુલ્લા તાપમાં બિરાજમાન છે. એમની બાજુમાં ત્રિશૂળ રાખવામાં આવ્યું છે, દક્ષિણ દિશામાં નંદીની પ્રતિમા આવેલી છે, જ્યારે સામે ની બાજુ શિવ તેમ જ હનુમાનની તસવીર રાખેલી છે.
શિંગણાપુર ગામ
[ફેરફાર કરો]લગભગ ત્રણ હજાર જેટલી જનસંખ્યા ધરાવતા શનિ શિંગણાપુર ગામમાં કોઇપણ ઘરમાં દરવાજા નથી.[૧] ક્યાંય પણ કુંડી તથા સાંકળ લગાવી તાળું મારવાનો રીવાજ નથી જોવા મળતો. માત્ર આટલું જ નહીં પણ, ઘરમાં પણ લોકો અલમારી, સૂટકેસ વગેરે રાખતા નથી. આ રીતે શનિ ભગવાનની આજ્ઞાને કારણે કરવામાં આવે છે.[૨]
લોકો પોતાના ઘરની મૂલ્યવાન વસ્તુઓ, ઘરેણાંઓ, કપડાં, રુપિયા-પૈસા વગેરે રાખવાને માટે થેલી તથા ડબ્બા અથવા તાકનો ઉપયોગ કરતા હોય છે. કેવળ પશુઓથી રક્ષણ મળે, એટલા પૂરતું વાંસથી બનેલી આડશ દરવાજા પર લગાવવામાં આવે છે.
ગામ ભલે નાનું છે, પરંતુ અહીંના લોકો ઘણા સમૃદ્ધ છે, જેને લીધે અનેક લોકોનાં ઘરો આધુનિક તકનીક પ્રમાણે ઈંટ-પત્થર તથા સીમેંટ વાપરીને બનાવવામાં આવેલાં છે. છતાં પણ બારણાંના કમાડ કોઇપણ જગ્યા પર લગાવવામાં આવ્યાં નથી. અહીં બેમજલી મકાન પણ જોવા મળતાં નથી. અહીં ક્યારેય ચોરી થઈ નથી. અહિંયા આવનારા શ્રધ્ધાળુઓ પોતાનાં વાહનોમાં ક્યારે ય તાળું મારતા નથી. ગમે તેટલી ભીડ હોય, ગમે તેટલો મોટો મેળો ભરાયેલો હોય, છતાં પણ ક્યારે ય પણ કોઇપણ વાહનમાંથી કે વાહનની ચોરી થઈ નથી.
શનિવાર
[ફેરફાર કરો]શનિવારના દિવસે આવતી અમાસ હોય ત્યારે તથા પ્રત્યેક શનિવાર હોય ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના ખૂણે ખૂણામાંથી દર્શનાભિલાષી ભક્તો અહીં આવે છે તથા શનિ ભગવાનની પૂજા, અભિષેક ઇત્યાદિ કરે છે. પ્રતિદિન પ્રાતઃકાળે ૪ વાગ્યે તેમ જ સંધ્યાકાળે ૫ વાગ્યે અહીં આરતી કરવામાં આવે છે. શનિ જયંતી પર અલગ - અલગ સ્થળો પરથી પ્રસિદ્ધ બ્રાહ્મણોને બોલાવીને 'લઘુરુદ્રાભિષેક' કરાવવામાં આવે છે. આ કાર્યક્રમ સવારના ૭ વાગ્યાના સમયથી સાંજના ૬ વાગ્યા સુધી ચાલે છે.
મહિમા
[ફેરફાર કરો]હિંદુ ધર્મમાં કહેવાય છે કે નાગે કરડેલા અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુદ્ધાં માગી શકતો નથી. (કોબરા કા કાટા ઔર શનિ કા મારા પાની નહીં માઁગતા). શુભ દૃષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય છે, ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે. દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર તથા નાગ આ બધા શનિની અશુભ દૃષ્ટિ પડવાથી સમૂળગાં નષ્ટ થઇ જાય છે. પરંતુ એટલું જરૂર યાદ રાખવું જોઇએ કે આ ગ્રહ મૂળ આધ્યાત્મિક ગ્રહ છે.
મહર્ષિ પારાશરે કહ્યું છે કે જે વ્યક્તિના જીવનમાં શનિ જે અવસ્થામાં હશે, એના અનુરૂપ ફળ પ્રદાન કરે છે. જેવી રીતે પ્રચંડ અગ્નિ સોનાને તપાવીને કુંદન બનાવી દે છે, એવી જ રીતે શનિ પણ વિભિન્ન પરિસ્થિતિઓના તાપમાં તપાવીને મનુષ્યને ઉન્નતિ પથ પર આગળ વધવાનું સામર્થ્ય તેમ જ લક્ષ્ય પ્રાપ્તિના સાધન ઉપલબ્ધ કરાવે છે.
નવગ્રહોમાં શનિ ગ્રહને સર્વશ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે શનિ એક રાશિ પર સૌથી વધારે સમય સુધી બિરાજમાન રહે છે. શ્રી શનિ દેવતા અત્યંત જાજ્વલ્યમાન અને જાગૃત દેવતા છે.
આજકાલ શનિ દેવને માનનારા પ્રત્યેક વર્ગના લોકો એમના અહીંના દરબારમાં નિયમિત હાજરી આપી રહ્યા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Jain, Swati (31 May 2016). "The Village With No Locks or Doors". BBC. મેળવેલ 13 June 2017.
- ↑ "Maharashtra Govt. gazetteer Website". Maharashtra.gov.in. મેળવેલ 2010-08-30.