લખાણ પર જાઓ

શાંતિ સ્તુપ, લેહ

વિકિપીડિયામાંથી
શાંતિ સ્તુપ, લેહ

શાંતિ સ્તુપ બૌદ્ધ ધર્મનું ધાર્મિક સ્થાપ્ત્ય છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના લેહ જિલ્લાના મુખ્યાલય લેહ નજીક આવેલા ચાંગસ્પા ખાતે ટેકરીની ટોચ પર આવેલું છે. લેહ નગરમાંથી નજરે પડતો આ સ્તુપ સફેદ રંગનો છે. આ સ્તુપ ૧૯૯૧ના વર્ષમાં જાપાનના બૌદ્ધ બિક્ષુ ગ્યોમ્યો નાકામુરાએ પીસ પેગોડા મીશન (Peace Pagoda)ના ભાગરૂપે બંધાવ્યો હતો. આ સ્તુપના પાયામાં ૧૪મા દલાઈ લામા દ્વારા ગૌતમ બુદ્ધના સ્મૃતિ-ચિહ્નો રાખવામાં આવેલ છે[]. આ સ્તુપ લેહ વિસ્તારમાં ઊંચી ટેકરી પર આવેલ હોઈ નગરનું વિહંગમ તેમ જ પેનોરામિક દૃશ્ય નિહાળવા શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ ઉપરાંત પર્યટકો પણ મોટી સંખ્યામાં જોવા જાય છે.

પેનોરમા દ્રશ્ય
પેનોરમા દ્રશ્ય

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Leh". NDTV.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]