લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:કડકિયા કૃષ્ણકાંત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય કડકિયા કૃષ્ણકાંત, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૬:૨૯, ૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વણમાગી સલાહ[ફેરફાર કરો]

માનનીય કડકિયા કૃષ્ણકાંત,

 1. તમે પોતે તમારા લેખમાં ફેરફાર ન કરી શકો કે પોતાની માહિતી મૂકી ન શકો એવી વિકિપીડિયાની નિતી છે.
 2. ધવલભાઇને આપવાની (વણમાગી) સલાહ લેખમાં ન મૂકતા એમના સભ્યપાનાં પર મૂકી શકો છો.

ઉપરોક્ત નિયમોનો ભંગ આપના પર પ્રતિબંધ મૂકવા અથવા પાનું દૂર કરવા પર જઇ શકે છે.

આભાર. --KartikMistry (ચર્ચા) ૨૧:૪૦, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

+1 યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૪૫, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
સહમત, કૃપયા ચર્ચાના પાનાઓ પર લખાણ પછી ’સહી’ (--~~~~ દ્વારા અથવા ટૂલબોક્ષમાં હસ્તાક્ષરના બટન દ્વારા) કરવી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વ્યોમ અને યોગેશ કવિશ્વર માટે સંદેશ[ફેરફાર કરો]

માગેલ સંદર્ભ- સૂચી મોકલી છે.કોઈ પણ સંશોધન - ગ્રંથાલયમાં તે મળશે. ના મળે તો નેટ પર મળશે. ત્યાં પણ ના મળે તો મારા નામે જે ટ્રસ્ટ ચાલે છે તે ટ્રસ્ટના સંશોધન – ગ્રંથાલયમાં તો એ છે જ. તમને જે જ.ર.નં. અને વર્ગ નં. આપ્યા છે તે આ ગ્રંથાલયના છે. (Dr. Krishnakant Kadakia Trust , 385- saraswati nagar , Near Azad society, Ahmedabaad-380015 GUJARAT [Krishnakant Kadakia Trust Study & Research Library-( KKTSRLIB)]

સાહિત્ય એ ‘literary productions’ નું ‘collective body’ છે (-એ માટે ‘ The Modern Combined Dictionary’ OZA & BHATT, p. 208 & 325, R. R. Sheth & Co. Pvt. Ltd. MUMBAI 400 002 AHMEDABAD 380 001 , Edition: JUNE: 2011 – જ.ર.નં. 34399 {વર્ગાંક :491.4703 OZA} )

સાધન-સામગ્રી, ઉપકરણ, સરંજામ છે (-એ માટે 1. ‘સાર્થ ગુજરાતી જોડણી કોશ’ મગનભાઇ પ્રભુદાસ દેસાઈ, પૃ.851, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ , આવૃત્તિ : 5 {પુનર્મુદ્ર્ણ} 1967-જ.ર.નં.27302 {વર્ગાંક : 491.4703 DES } ) 2. ‘બૃહદ ગુજરાતી કોશ’-ખંડ-2 જો, કે. કા. શાસ્ત્રી , પૃ.2231, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-380006, પ્ર.આ. 1981- જ.ર.નં. 27303 {વર્ગાંક : 491. 4703 SHA } )

દરેક તત્ત્વ એકતંબે (એક જૂથમાં) હોય છે અને એ રીતે જોડણીને હંમેશાં લેવાદેવા હોય છે. સાહિત્ય એટલે Association, Fellowship, Combination, Society, Literary અથવા Rhetorical Composition છે. (-એ માટે 1.‘ The Student’s Sanskrit English Dictionary , V. S. APTE, p.602 , Gopal Narayen & co. BOMBAY ,Second Edition, 1922, જ.ર.નં.—27306 {વર્ગાંક : 491. 203 APT } 2. ‘ The Gujarati-English Dictionary ‘VOL.II. B. N. Mehta & B.B. Mehta, p. 1519 ,Director of Languages, Gujarat State, Sector-10,Gandhinagar-382010, Second Edition: 1989-જ.ર.નં. 27305 {વર્ગાંક : 491. 4703 GUJ})

કોઈપણ વિષયની સામગ્રી તથા વિચાર ભાવના જ્ઞાન વગેરેનો ભાષામાં એકત્રિત થયેલો વૈભવ છે એ-’Literature in Journal ‘ છે -The science of Rhetoric , Art of poetry છે- કાવ્યનો પર્યાય છે (જેમાં રસ, ગુણ, અલંકારનો સમાસ હોય) (-એ માટે 1. ‘બૃહદ ગુજરાતી કોશ’-ખંડ-2જો, કે.કા. શાસ્ત્રી, પૃ.2231,યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-380006, પ્ર.આ. 1981-જ.ર.નં.27303 {વર્ગાંક: 491. 4703 SHA} ) 2. ‘ The Student’s Sanskrit English Dictionary, V. S. APTE, p.602 , Gopal Narayen & Co. BOMBAY, Second Edition ,1922- જ.ર.નં.37306 {વર્ગાંક : 491. 203 APT})

યોગેશભાઈ, ‘ જોડણી સુધારવા 25000+લેખો રાહ જોઈ રહ્યા છે‘ એ વિચાર જ ભૂલભરેલો છે. હેતુ સારો હશે પણ રાહ શુભ કે ભલો નથી. કારણ કે વિકિનો ઇતિહાસ લખાશે અને પાનાં સુધારેલા હશે તો ઇતિહાસ-લેખક્ને અપ્રામાણિક સામગ્રી ઉપલબ્ધ થશે. પાનાં ક્યાંક ઝેરોક્ષ થયેલા પણ હશે અને લેખક્ને હાથ લાગશે તો એ આ અપ્રામાણિકતાની નોંધ પણ લેશે. આવી ઘટના હિતકારી નથી. ‘ઇતિહાસ’ નો પ્રયોગ જે થાય છે એમાં ભૂતકાલના વ્યવહારો તથા ઘટનાઓ જ આવે છે. ‘આસ’ નો અર્થ જ ‘હતું’. તમને જે વિચાર આવ્યો છે તે તો ભૂતકાળના લખાણોને, પ્રત્યક્ષ રૂપમાં ઉપસ્થિત કરવા વાળું જે ત્ત્ત્વ છે તેને, ઉપરથી નીચે લઈ જવાની વાત છે. માટે એ વિચાર જ છોડી દો. એ તમારી પૂંજી છે. આ પૂંજી કેટલી ઉપયોગી છે? અલગ બોલી-વિભાગોમાંથી અને અન્ય તરેહના વ્યક્તિત્વમાંથી આવેલા એ સાધન છે. એ વૈવિધ્યનો લાભ ભાષા-વિજ્ઞાની તથા ઉચ્ચારણ-શાત્રીને પણ મળવાનો . ગુજરાતી જોડણી ઉચ્ચારણ ઉપર આધારિત છે. માટે તો એ બદલાયા કરે છે. આ બદલાવટ અભ્યાસનો વિષય છે; દા. ત. નર્મદ ‘અમે તો જેવા છૈયે એવા છૈયે’ એમ લખતો. (છતાં આપણે એ લખાણ બદલી નાખતા નથી.) આજે આપણે ‘છીએ’ કે ‘છિયે’ એવો પ્રયોગ કરીએ છીએ.આવું એટલા માટે બને છે કે આટલા વર્ષોમાં આપણું ઉચ્ચારણ બદલાયું છે-તે એવી રીતે બદલાયું છે કે જેની આપણને ખબર પણ પડતી નથી. ભાષા- વિજ્ઞાની, ઉચ્ચારણ–શાત્રી, ઇતિહાસ- લેખક ઇત્યાદિને માટે એ સામગ્રી અભ્યાસનો વિષય છે. જો એ ખડી પડેલ નહિ હોય તો જ કામમાં લાગવાની. માટે એને સાચવો. આપણી પાસે પ્રયોગ કરીને કરવા જેવું, વર્ણોનાં ઉચ્ચારણોનો તથા શબ્દોના માળખાનો અને વાક્યમાં શબ્દોના એકબીજા સાથેના સંબંધનો ખ્યાલ આપતું, વિજ્ઞાન નથી, તોપણ મર્મને પકડીને એવું કશું જ નથી રચાયું એમ પણ નથી. જેમ સંદર્ભો આપી અવતરણો આપવા જોઈએ, તે માટે તમારી પાસેની ઉપલબ્ધ સામગ્રી બહુ જ ખપમાં આવે તેમ છે. જે કોઈ એક જ વ્યક્તિ માટે અઘરું ગણાય –મંડળી બેસે તો જ એ સુલભ થઈ શકે. એમ કરવાથી મૂળ સામગ્રી પણ સાચવી શકાય અને હવે પછીનું લખાણ, તમે જે જોડણી શુદ્ધ લખવાના અભિગમની વાત કરો છો તે, પણ સિદ્ધ કરી શકાય.--કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૧૮:૫૮, ૭ ઓકટોબર ૨૦૧૫ (IST)

દૂર કરવા વિનંતી સભ્ય:કડકિયા કૃષ્ણકાંત ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૨૦:૨૬, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સભ્ય talk:કડકિયા કૃષ્ણકાંત ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૪૮, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

==નમ્ર સૂચન==

કૃષ્ણકાંતભાઈ, અાપનું સભ્યપાનું અે અાપનું પાનું છે. ત્યાં અાપ કૉપીરાઈટ ભંગ, અસભ્ય લખાણ કે વાંધાજનક વ્યાખ્યામાં અાવતું હોય તેને બાદ કરતાં અાપનો વિસ્તૃત પરિચય લખી શકો છો. તે પાનું દૂર કરાયું નથી માટે તમે એ પાનામાં જ ફેરફાર કરો. અાવું પાનું બનાવી શકાય નહિ. ----યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૫૧, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

સભ્ય દ્વારા લખેલી ટિપ્પણી[ફેરફાર કરો]

તમારા તરફથી મળેલ સુચના પ્રમાણે મે આ પ્રમાણે મારા વિશે મથાળા હેઠળ આ લેખ મુકેલ છે. વ્યક્તિ પોતે પોતાના માટે વાત કરે તેના કરતાં કોઇ બીજી વ્યક્તિ વાત કરે એ વધારે પ્રમાણિક ગણાય જેથી યોગ્ય સલાહ આપવા વિનંતી છે.

આ લેખ એ ગુજરાત રીસર્ચ સોસાયટી ના સામાયિકમાં છાપવા માટે જનકભાઇએ મોકલેલ છે. હું પોતે આ સમાયિકના સમ્પાદક તરીકે કાર્યભાળ સંભાળું છું અને આ લેખના કોપીરાઇટ અમારા બને છે તેથી એ કોપીરાઇટ હેઠળ અમે આ લેખ મોકલવાનો અધિકાર ધરાવીએ છીએ. વિશેષમા ઉમેરવાનું કે આ એક સંશોધન લેખ છે અને સંશોધનકાર્યમાં કોપીરાઇટ એક્ટનો કોઇ રીતે ભંગ થતો નથી, કોપીરાઇટ એક્ટ એ પોતે જ સંશોધનકાર્ય માટે કાયદામાં છુટછાટ આપેલી છે. (ડિલિટેડ પૃષ્ઠમાંથી અહિં ખસેડ્યું).

ભાઈ શ્રી, તમારા પોતાના પાના પર તમે પોતાના વિષે માહિતી મૂકી શકો, પણ પ્રશસ્તિ નહિ. અન્ય કોઈનું પણ લખાણ તેમની પરવાનગી વગર અહિં મૂકી શકાતું નથી અને તે પણ વિકિપીડિયાને યોગ્ય વિષયવસ્તુ પર જ. તમે જે લખાણ મૂક્યું છે તે અન્યત્ર ક્યાંક પ્રકશનાધિકાર હેઠળ પ્રકાશિત થયેલું/થનારું અને સંયુક્તપણે અન્ય વ્યક્તિના પ્રકાશનાધિકાર હેઠળ રહેલું છે. આ ઉપરાંત તે વિકિપીડિયાની વિષયવસ્તુ (જ્ઞાનકોશ)ને અનુરૂપ પણ નથી, તે એક વિવેચન છે, જેને અહિં સ્થાન નથી. માટે યોગેશભાઈએ ઉપર આપને વિનંતિ કરી છે. આપ પોતાના વિષે અન્યોને જણાવી શકો છો, પરંતુ કોઈ અન્ય આપના વિષે શું કહે છે તે અહિં અસ્થાને છે. હું જાણું છું કે તમને મારા પર નફરત છે, પરંતુ સક્રિય સભ્ય અને પ્રબંધક હોવાને નાતે વિકિપીડિયાની નીતિઓ વિષે હરકોઈને વાકેફ કરવા તે મારી ફરજ છે, અને કોઈની મારા પ્રત્યેની નફરતથી મારી એ ફરજબજવણીમાં કોઈ ફેરફાર ન કરી શકું, તો મને ક્ષમા કરીને પણ આ સંદેશ વાંચવાની અને તેને અમલમાં મૂકવાની કૃપા કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૯, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ભાઇશ્રી ધવલ મને તમારા પ્રત્યે કોઇ નફરત નથી પણ તમે અત્યારે જે લખ્યું છે તે કોઇ ભાષા નિષ્ણાત પાસે વંચાવશો તો એ તમને બતાવશે કે તમારૂં આ ટૂંકું લખાણ પણ અત્ર-તત્ર સર્વત્ર ભૂલોથી ભરેલું છે. પણ હવે હું ભૂલો કાઢવા બેસતો નથી. મને તમારા પ્રત્યે નફરત નથી કારણ કે તમારા સુથારવાડાવાળા લત્તામાં જાણીતા નાટ્ય-કલાકાર નરેંદ્ર મહેતાને ત્યાં હું વખતોવખત આવતો હતો આ કુટુંબમાં નરેંદ્રભાઇ (અત્યારે સ્વર્ગસ્થ) ઉપરાંત બીજાં સભ્યો પણ કલાકારો છે. તમે એમના પરિચયમાં હશો જ. તેથી તમને શુદ્ધ ગુજરાતી ભાષા એમની સાથેની વાતચીતમાં વરતાઈ હશે આવા વાતાવરણમાં રહ્યા છતાં તમે આવું ગુજરાતી લખો છો તેનું મને દુ:ખ છે, નફરત નહિ. હું તમને એ સમયથી ઓળખું છું અને ઓળખાણને નફરતમાં ફેરવી નાખું એવી વ્યક્તિ હું નથી. તમારા તરફથી મળેલ સૂચનાઓ હું ચોક્કસપણે અમલમાં મુકવાનો પ્રયત્ન કરીશ.
ભાઇશ્રી કૃષ્ણકાંત, વિકિપીડિયાએ ગુજરાતી ભાષાની ભૂલો કાઢવાનો ઓટલો નથી. ધવલભાઇનું યોગદાન અમૂલ્ય છે. આવનારી પેઢીઓ વિકિપીડિયા જોશે ત્યારે તેમને ધવલભાઇનું યોગદાન નજરે ચડશે. બીજાઓની ભૂલ કાઢવા સહેલી છે, પણ વિકિપીડિયા જેવા મુક્ત વાતાવરણમાં સ્વયંસેવક બની યોગદાન આપવું મુશ્કેલ છે. આશા રાખું છું કે તમે ભૂલો કાઢવાની જગ્યાએ સાહિત્યના લેખોમાં તમારું યોગદાન આપો. દાત. ઘણાં બધાં સાહિત્યકારોની છબીઓ ખૂટે છે, તો તે માટે તમારા જેવાં સાહિત્યકારો મદદ કરી શકે છે. --KartikMistry (ચર્ચા) ૨૦:૩૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મહોદય, વિનય અે વિદ્યાનું ઘરેણું છે. અાપને ગુજરાતી વિકિપીડિયા પ્રબંધકે પોનાની ફરજના ભાગ રુપે અાપેલી સૂચના મુજબ અાપ પોતાના સભ્યપૃષ્ઠ પરથી વિવાદિત સામગ્રી હટાવશો. અા અાપનું ચર્ચાનું પાનું છે, ચર્ચા માટે નવું પાનું ન બનાવતા અહીં જ ચર્ચા કરશો. ધવલભાઈને કોઇ સલાહ અાપવાની હોય તો તેમના ચર્ચાના પાના પર સંદેશ છોડશો.-----યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૦૨, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ભાઇશ્રી કાર્તિક મિસ્ત્રી[ફેરફાર કરો]

    વિકિપીડિયા મુક્તવિશ્વકોશ –‘ફ્રી ટ્રેડ’-છે, બેધડક બોલનાર છે. તો પછી બંધનરહિત, છૂટું,મુક્તિ પામેલ અને અબાધિત વ્યવહાર કરતા આ માધ્યમને નિયમો ઊભા કરી બાંધવું કે છૂટકારો,મોકલાશ કે છૂટ આપવાના એના સ્વભાવને, એના મુક્તિના માર્ગને, અવરોધવો શા માટે જોઈએ ?
    પરિચય વ્યક્તિ પોતે આપે છે કે બીજા એ મહત્વનું નથી. એ શું અસર આપે છે તે મહત્વનું છે. જેવી રીતે નાટક કે સીનેમામાં નટે તલવાર પૂંઠાની વાપરી છે કે લોખંડની એ મહત્વનું નથી પણ શું અસર કરી છે તે મહત્વનું છે. આ ‘ Effect’ ના તત્ત્વને અવગણી શકાય નહિ. આ લેખમાં બહુ ફેરફાર થઇ શકે એમ પણ નથી કારણ કે તે 85 વર્ષ(જન્મ:14-6-1930)ની ઊંમરે એક નાટ્યવિદ્યાના અનુભવી પ્રાધ્યાપકના હાથે લખાયેલો છે – એક એવા પ્રાધ્યાપક કે જેમને Retirement પછી એટલે કે 1980 થી ભવાઈ પર સતત પ્રાયોગીક કામ કર્યું છે,નવા વેશોની રચના કરી છે અને તેના સંગ્રહો પણ થયા છે. આ અનુભવને બાદ કરી શકાય નહિ અને વળી જે ‘ Excitement ‘ થી એ લખાયો છે તે મુદ્દો મહત્વનો છે .તેનાથી અસર થવામાં થતો લાભ જતો કરવા જેવો નથી.
   પ્રિ. વિ. જે . ત્રિવેદી-એમ.એ. ડિ.લિટ , (જન્મ: 16-12-1918)એ અને જનકભાઈએ મારા વિશે જે લખ્યું છે તે હું પોતે લખી શકું નહીં . એમ કરવાથી જે અસર ઊભી થાય છે તે ન થાય અને આપવખાણ જેવું લાગે આ ’Self-praise’ લેખને નુકસાન પહોંચાડે અને જે ‘ Effect’ નો લાભ મળે છે તે ન મળે. 
   હા, આ વિષયનો અન્ય લેખ અહીં છે ખરો, પણ એ સામાન્ય કલાકાર જે માહિતી આપે તેનાથી આગળ વધતો નથી. એ ઉપસ્થિત લેખમાં જનકભાઈનો લેખ સમાવવાનો ખ્યાલ જ ખોટો છે.એમ કરવાથી તો ઊલટું બંન્ને લેખકોના કૉપીરાઈનો ભંગ થાય છે , વળી એ લેખનું ત્યાં ઉપસ્થિત હોવું તે સિવાય કોઈ વિશેષ મૂલ્ય નથી . એ દ્વારા વિશેષ કંઈ પ્રદાન થતું નથી કે એમાં કોઈ સંશોધનમૂલક દ્રષ્ટિકોણ પણ નથી.
   વળી તમે પ્રકાશનાધિકાર જેવી સમસ્યાની નોંધ લો છો. એવી કોઈ સમસ્યા અહીં ઊભી થઈ શકે એમ છે જ નહીં; કારણ કે જનકભાઈએ એ લેખ કોઈ સામાયિકને વેચ્યો નથી. તેથી તે લેખ સામાયિક કે કોઈની પણ માલિકીનો બનતો નથી.એમ કરવાનો એમનો હેતુ પણ નથી.એમનો હેતુ કેવળ બ્રાહ્મણોમાંથી વિકાસ પામેલી એક તેજસ્વી હિંદુ જાતિ અને એમની કલાનું- કે જે 750 વર્ષથી ખોટી અવગણના પામેલી ગુજરાતની એક માત્ર કલા છે તેનું ગૌરવ કરવાનો તેમ પ્રચાર- પ્રસાર કરવાનો છે અને ભવાઈના સત્યની અસર દર્શાવવાનો તેમ લોકો સુધી પહોંચાડવાનો છે.           
        જેમને પણ ભવાઈને અશ્ર્લીલ કહી છે તેમની પાસે ભવાઈ વિષય વગેરેનું ઊંડું જ્ઞાન -‘કૉન્શિયસ-નેસ’ નથી.એમ કહેવા માટે વસ્તુ વિષય વગેરેનું શાસ્ત્રીય જ્ઞાન હોવું જરૂરી છે.એ માટે પણ ભવાઈ અંગેના એમના અભિપ્રાયો ‘બીભત્સ’ ‘અશ્ર્લીલ’વગેરે સ્વીકારી શકાય એમ નથી. ભવાઈમાં કશું ચીતરી ચડે કે ત્રાસ અનુભવાય તેવું કે લોહી-માંસ-પરુ વગેરેના સ્વરૂપમાં રહેલું છે નહીં તેથી પણ ‘બીભત્સ ‘ એમ કહી શકાય નહીં .હા, એમાં પૂર્વરંગ વેળાએ જીભ કે હાથ પર વાઢ મૂકવામાં આવે છે અને ચાચરમાં લોહી છાંટવામાં આવે છે. પણ એવું તો સંસ્કૃત નાટકોની પૂર્વરંગ વિધિમાં પણ છે.નાટ્યશાસ્ત્ર પ્રમાણે આ એક ધાર્મિક વિધિ છે . આપણા મોટાભાગના લોક – નાટ્યો આ વિધિ કરે છે પણ કોઈએ એને ’બીભત્સ’ કે ‘અશ્ર્લીલ’ કહી નથી. તે એમાંની ધાર્મિક વિધિ તેમ શાસ્ત્રાજ્ઞાને કારણે. કલાકાર તો એને વિદ્યા-કલામાં એટલે કે હુન્નર-ઉદ્યોગમાં ફેરવી દેવાનો . વળી આપણે એ ન ભૂલી જઈએ કે કાવ્યના મૂળ આઠ રસોમાં જુગુપ્સા ઉપજાવનાર એક રસ પણ છે. કાવ્યની ચર્ચામાં આપણે એની ઉમંગે અને ઉત્સાહે ઊલટભેર વાત પણ કરીએ છીએ તો ભવાઈમાં આ હોંશવાળું વર્તન દેખાવાને બદલે પૂર્વગ્રહની પીડા કેમ દેખાય છે? ભવાયાઓ અભણ છે માટે?ગરીબ છે માટે? એ લોકભાષા બોલે છે માટે ? આ વલણ બદલાવું જોઈએ .તો જ આપણે આપણી-ગુજરાતની- એક માત્ર નાટ્ય-કલા ભવાઈનું સંરક્ષણ અને ગૌરવ કરી શકીશું.આ અંગેનો જનકભાઈનો પ્રયત્ન સ્તવનીય છે.
      આમાં કોઈ કૉપીરાઇટ ભંગ થતો નથી ,લખાણ પણ અસભ્ય કે વાંધાજનક નથી. ઊલટું સાહિત્યના ઇતિહાસ- લેખકોએ તથા કોશના સંપાદકો અને સંસ્થાઓએ ભવાયાઓ અને ભવાઈની ખોટી રીતે અવજ્ઞા અને માનહાનિ કરી છે તે બદલ એ ઇતિહાસ-લેખકો અને સંસ્થાઓ વગેરે સામે ભવાયાઓ અને ભવાઈ કલાકારો ધારે તો માનહાનિનો દાવો કરી શકે છે અને જે રીતે અન્ય કોમોએ પોતાની કોમ માટે અપમાનકારક શબ્દો દૂર કરાવવામાં સફળતા મેળવી છે (દા.ત. હરિજન ,દેવીપુત્ર વગેરે) તે રીતે ભવાયાઓ પણ મેળવી શકે- આજે તો શારીરિક મુશ્કેલીઓ સહન કરતી વ્યક્તિઓ માટે પણ ‘બીજી રીતે સક્ષમ ‘  ‘ડિફરંન્ટલી એબલ ‘ જેવા સરસ શબ્દો વપરાય છે તો ભવાઈ અને ભવાયાઓ માટે અવજ્ઞા અને ઉપેક્ષા કરતા જે શબ્દો વપરાય છે તે શા માટે દૂર થવા ન જોઈએ ? 
     ભાઈશ્રી .Kartik Mistry ,તમારી વાત સાચી છે કે ‘વિકિપીડિયા એ ગુજરાતી ભાષાની ભૂલો કાઢવાનો ઓટલો નથી’ મેં ગુજરાતી ભાષાની ભૂલો કાઢી જ નથી. મેં તો ધવલભાઈએ જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેની અર્થવાહિતામાં થયેલા દોષ બતાવ્યા છે તે એટલા માટે કે વિકિપીડિયા એ Heap of Rubbis નથી. મેં આ જે બતાવ્યું તેનાથી એમનું મૂલ્ય કોઈપણ રીતે ઓછું થતું નથી.હું ઈચ્છું છું કે ધવલભાઈનું ‘યોગ-દાન’ ‘યોગ-શુદ્ધિ’ સુધી પહોંચે .બીજાઓની ભૂલ કાઢવી સહેલી નથી . જો એમ હોત તો બધા જ સાહિત્યકારો વિવેચકો કે ભાષા-વિજ્ઞાની થઈ ગયા હોત. પણ એમ થયું નથી..જો ધવલભાઈ માટે ’ યોગ-દાન ’ આપવું મુશ્કેલ ન બન્યું તો ‘ યોગ-શુદ્ધિ’ સુધી પહોંચવું કઈ રીતે મુશ્કેલ બની શકે? જો ધવલભાઈ એ કરી શકે તો એ એમના હિતમાં છે કારણ કે આવનારી પેઢીઓ વિકિપીડિયા જોશે ત્યારે તેમને ધવલભાઈના ’ યોગ-દાન ‘ ની સાથે એમની ‘યોગ- શુદ્ધિ ‘ પણ નજરે પડશે.એ લાભ ઓછો નથી.આ મારી શુભેચ્છાદર્શક વાતનો જો આપ સહુ સ્વીકાર કરશો તો તેથી મને ખૂબ આનંદ થશે.--કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૧૯:૨૬, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર. કૉપીરાઇટનો ભંગ ક્યારે ન થાય? એ માટે આપણે બાંધેલ નિયમો પાળવા પડે. દાત. લેખક આ માહિતી વિકિપીડિયાને યોગ્ય લાયસન્સમાં મૂકે. અથવા તો જે-તે દેશના નિયમ મુજબ લેખકની રચના તેના અવસાન પછી પબ્લિક ડૉમેઇનમાં પરિવર્તન પામે (દા.ત. સરસ્વતીચંદ્ર કે સત્યના પ્રયોગો). તે સિવાય અમે-વિકિપીડિયન્સ તેમ ન કરી શકીએ. લેખક અહીં કોમેન્ટ કરે તો પણ :) હા, તમે કરેલું સંશોધન મહત્વનું છે જ. ક્યાંક પ્રકાશિત થાય અને ઓનલાઇન સંદર્ભ મળે તો તેનો સંદર્ભ ભવાઇ જેવા લેખમાં ચોક્કસ આપી શકાય. --KartikMistry (ચર્ચા) ૧૯:૩૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મૂળ વસ્તુતઃ અાપનું સભ્યપાનું તે લેખ લખવાનું સ્થળ નથી. ત્યાં અાપ અાપનો મુદ્દાસર ટૂંક પરિચય લખી શકો છો. અેનો હેતુ અે જ છે કે બીજા વિકિ. મિત્રોને અાપના વિશે પ્રાથમિક માહિતી મળી શકે. યાદ રાખો કે પોતાનો પ્રાથમિક પરિચય અાપવો તે સ્વપ્રશસ્તિ નથી પણ બીજાના નામે પોતે જ પોતાનો પ્રશસ્તિ કરતો લેખ મુકવો તે બુદ્ધિપૂર્વકની સ્વપ્રશસ્તિ છે. સભ્યપાનું તે માટેનું સ્થળ નથી. બીજુ અે કે વિકિપીડિયા મુક્ત છે પણ મુક્ત જ્ઞાનકાશ છે. તેમાં કોઈ પણ વ્યક્તિ યોગદાન અાપી શકે છે માટે તે મુક્ત છે. મુક્તનો અર્થ તમામ પ્રકારની છૂટછાટ, કોઇ નિયમોનું બંધન નથી અેવો થતો નથી. વિકિપીડિયાના નીતિનિયમો અાપ સારી રીતે વાંચીલો તેવી વિનંતી. અાપને મળેલા સ્વાગત સંદેશમાં વાંચશો. આભાર સહ.----યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૪૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

પ્રબંધક અને સહપ્રબંધક મિત્રો[ફેરફાર કરો]

       ધવલભાઈનું યોગદાન અમંગલ કે અપવિત્ર છે એમ મેં કહ્યું નથી. લેખનમાં દેખાતી ભૂલોને કારણે વિકિપિડિયાના પાના સારા નહિ એવા દેખાતા હતા તે અંગે મેં કહ્યું હતું, નહિ કે વાક્યમાંના ધવલભાઈના આશય કે માયના અંગે. ભૂલોથી બચવાની વાતને સ્વીકારી ધવલભાઈએ એ સુધારી પણ લીધી છે.તે ગુણ પાસે ગણાય. આમ છતાં તમારા બધાના લખાણથી તમારું એક જુદું જ દ્રષ્ટિ-બિંદુ છે એ મેં જોયું. તે કારણે એમાં મેં જે કંઇ કહ્યું છે તે આવી શકે એમ નથી. પણ ધવલભાઈ લખે છે : ‘સાહિત્ય અને જોડણીને હંમેશાં લેવાદેવા હોય જ એવું જરૂરી નથી’ હા, મને એની જાણ નહોતી. એમના દ્વારા મેં એ જાણ્યું.પણ મને તો એ સ્વીકાર્ય નથી જ. મારે મન સાહિત્ય અને જોડણીને લેવાદેવા છે જ, કારણ કે સાહિત્ય એ ’literary productions’ નું ‘collective body’ છે.એ સાધન-સામગ્રી, ઉપકરણ, સરંજામ છે- દરેક તત્ત્વ એકતંબે (એક જૂથમાં) હોય છે અને એ રીતે જોડણીને હંમેશાં લેવાદેવા હોય છે. સાહિત્ય એટલે Association, Fellowship, Combination, Society, Literary અથવા Rhetorical Composition છે. કોઈપણ વિષયની સામગ્રી તથા વિચાર ભાવના જ્ઞાન વગેરેનો ભાષામાં એકત્રિત થયેલો વૈભવ છે એ-’Literature in Journal ‘ છે-The science of Rhetoric , Art of poetry છે- કાવ્યનો પર્યાય છે (જેમાં રસ, ગુણ, અલંકારનો સમાસ હોય). સાહિત્ય એટલે A collection of materials for the production or performance of anything (a doubtful sense.)
      સામાન્ય રીતે સંશોધકોના નામ ઘણાએ સાંભળેલા હોતા નથી, કારણ કે વાર્તાકાર, નવલકથાકાર કે છાપામાં કોલમ લખનાર જેટલો લોકપ્રિય હોય છે તેટલો સંશોધનકાર હોતો નથી. એટલે મારું નામ તમે સાંભળ્યું ન હોય એ સ્વાભાવિક છે, પણ મેં ઐતિહાસિક નવલકથાઓ પર પીએચ. ડી. કર્યું છે. આ ક્ષેત્ર અજાણ્યું નથી. 
      તમે સૌ મિત્રો સત્તાધારી છો અને સત્તાધિકારી હોવાને કારણે મારા લખાણનો પોતાની રીતે મનચલી અર્થ કરી શકો છે. જે અવાજ આવે છે તે અધિકાર જેની પાસે હોય તેનો છે. બાકી મેં જે કંઈ કહ્યું છે તેમાં વિકિપિડિયાનાં પાનાં વધારે સારા આવે એ જ માત્ર હેતુ છે. પણ તમે કંઈક જુદું જ સમઝ્યા છો એટલે તમને ગુસ્સો આવે છે. મારા કરતાં તમારું દ્રષ્ટિ-બિંદુ જ જુદું છે એટલે પણ તમને ગુસ્સો આવે છે. તમારા બધાના લખાણથી મને સમઝાય છે કે વિકિની આચાર પદ્ધતિ અને ધોરણ જુદાં છે તેથી તેમાં મેં લખેલું આવી શકતું નથી. 
      ભવાઈ અંગેના મારા સંશોધન કાર્યમાં મને મદદ કરનાર અને સ્પોન્સર કરનાર સંસ્થાઓની યાદી અને એ પુસ્તકો પ્રગટ કરનારી સંસ્થાઓના નામ તથા દેશ-વિદેશના જે ગ્રંથાલયોએ તે સ્વીકાર્યા છે તે તમે જોશો તો તમને સમઝાશે કે મને મળવા યોગ્ય પ્રતિષ્ઠા અહીં જ પૂરી મળી ગઈ છે. એમાં વિશેષ કશું ઉમેરાવાનું નથી. વળી જનકભાઈના લેખમાં જનકભાઈ, પ્રિ.વિ જે. ત્રિવેદી અને કે. કા. શાસ્ત્રીની ઉંમર તો તમે જુઓ અને ગુજરાતમાં એમનું સ્થાન તો જુઓ- જે ઉંમરે તથા જે સ્થાન પરથી એમણે વાત કરી છે અને એ કક્ષાની આ વ્યક્તિઓ છે કે પ્રચાર માટે ઉપયોગમાં લઈ શકાય એવું કશું ઉચ્ચારે જ નહિ. એમણે જે કહ્યું છે તે તટસ્થ ભાવે અને સ્વાભાવિક રીતે, એવા કોઈ ખાસ કારણ વિના અને જે યોગ્ય લાગ્યું છે તે કહ્યું છે. 
       મને સમઝાય છે કે જનકભાઈનો લેખ વિકિની દોરવણી કે કામકાજ કરવાની રીતોમાં આવી શકતો નથી. હજી હું વીકિના ધોરણો સમઝવાનો પ્રયત્ન કરૂં છું.મને એ સમઝાશે અને યોગ્ય લાગશે તો યોગદાન આપવાનો પ્રયત્ન કરીશ. મારૂં યોગદાન હોય કે ના હોય વિકિને કશું નુકસાન થવાનું નથી કે કોઈ મોટો ફેર પડવાનો નથી.--કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૨૦:૨૩, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
મિત્ર ગુજરાતી સાહિત્યમાં સંશોધન કરતા અને તેને પ્રકાશિત કરતા આધારભૂત સંદર્ભો આપ રજૂ કરો તો જ કોઈપણ વસ્તુ માન્ય ગણી શકાય અને મુખ્ય વાત એ કે વિકિની નીતિ મુજબ વ્યક્તિ પોતાનો લેખ ન તો બનાવી શકે કે ન તો એમાં ફેરફાર કરી શકે કારણ કે તેમાં પૂર્વગ્રહ અથવા પક્ષપાતની સંભાવના રહેલ છે. વધુ માહિતી માટે આપ અહી જોઈ શકો છો.--Vyom25 (ચર્ચા) ૨૨:૧૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
@કડકિયા કૃષ્ણકાંત,

અાપ વિકિ.ના નિયમો સમજવા માટે પ્રયત્ન કરી રહ્યાં છો તે જાણીને અાનંદ થયો. હું નવો અાવ્યો ત્યારે હું પણ મારી રીતે લેખ બનાવતો અને તે વિકિ. ને યોગ્ય ન હોવાથી ડિલિટ થઇ જતા હતા !! અાપ જોડણી સુધારવા માગતા હો તો ગુજરાતી વિકિ.માં ૨૫૦૦૦+ લેખો અાપની રાહ જોઈ રહ્યાં છે. વ્યક્તિગત રીતે બધાં જ જોડણી શુદ્ધ લખી શકતાં નથી તે હકીકત સ્વીકારવી જ રહીં છતાં વિકિ.માં અાપણે જોડણીશુદ્ધ ગુજરાતીમાં લખવાનો અભિગમ ધરાવીએ છીએ . અહીં જોડણી સુધારવા સિવાય બીજું પણ ઘણું કામ છે જેમાં સૌ મિત્રો પોતાની રીતે નિ:શુલ્ક રીતે પદરના ખર્ચે સહયોગ અાપે છે. અાપનો અાશય સારો હશે પણ રસ્તો સારો નહોતો. છતાં ધવલભાઈનો વ્યવહાર કેટલો સૌજન્યપૂર્ણ છે. હું અહીં પ્રબંધક નથી. ધવલભાઈ અને અશોકભાઇ પ્રબંધક છે. અાપ કહો છો તેવું સત્તાધિશ જેવું કશું નથી પણ વિકિ.ના નિયમો સૌને સરખી રીતે બંધનકર્તા છે. બહુબધાં નિયમો છે અેવું પણ નથી. પાયાના ધારાધોરણો અાપ વાંચી જશો. અાપ સભ્યપાનામાં અાવો લેખ નથી મૂકી શકતાં, હું, કાર્તિકભાઇ, અશોકભાઇ , ધવલભાઈ કે કોઇ મૂકી શકતું નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૫૩, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.